મિત્ર અને પ્રેમ - ભાગ ૧ Jayesh Lathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિત્ર અને પ્રેમ - ભાગ ૧

આકાશને આજે વાંચવામાં જરાક પણ મન નહોતું લાગતું. એક અઠવાડિયા પછી યુનિવર્સિટીની પરીક્ષા ચાલુ થવાની હતી. પરંતુ તેને વાંચવામાં આજે જરાક પણ રૂચી નહોતી.

તે દર્શનને ફોન કરે છે.

દર્શન અને આકાશ સ્કૂલ સમયથી જ એકબીજાના ખાસ મિત્ર હતા. જ્યારે પણ આકાશને કોઈ મુંઝવણ કે પ્રશ્ન હોય ત્યારે તે દર્શનને જણાવતો. એવીજ રીતે દર્શનને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તે આકાશને જણાવતો.

બોલ ભાઈ... : દર્શને પુછ્યું

યાર વાંચવામાં જરાક પણ મન નથી લાગતું ચાલને મુવી જોવા જઈએ : આકાશે કહ્યું

અત્યારે ?

હા તો શુ થઈ ગયું... રાત્રે મુવી જોવા ના જવાય?

અરે અઠવાડિયા પછી યુનિવર્સિટીની પરીક્ષા છે અને તને મુવી જોવાની પડી છે. પરીક્ષા પુરી થયા બાદ જઈશુ ને ...

નહી..... મારૂ મન નથી વાંચવામાં. તારે આવવાનું જ છે. હુ તારા ઘર નીચે આવું છું. તૈયાર રહેજે

તું વાત તો સાંભળ....ટુ..ટુ..ટુ. : ફોન કપાય ગયો હતો

આ આકાશ પણ નાના છોકરા જેવો છે. નાની નાની વાતમાં રડવા લાગે જરૂર આશીતાએ જ કાઇક કહ્યું હશે અને આ ભાઈને ખોટું લાગી ગયું હશે.
આશીતા એકદમ સરળ સ્વભાવની, હોશીયાર આને દેખાવડી હતી. તે આકાશ અને દર્શનની સાથે કોલેજમાં તેના ક્લાસમાં હતી.
ત્રણેય લોકો સ્કૂલમાં પણ સાથે હોવાથી એકબીજાને ઓળખતા હતા પણ કદી વાતચીત નહોતી થઈ. કોલેજમાં તો વાત કરવાની, ફરવાની જાણે છુટ મળી ગઈ હોય એમ કેન્ટીનમા, મુવી જોવામાં, ફરવામાં, સ્પર્ધામાં, પરીક્ષાની તૈયારી કરવામાં ત્રણેય સાથે જ હોય.
આકાશને દુરથી આવતા જોઈ દર્શન દાદર ઉતરી નીચે આવે છે.
શું થયું ? દર્શને પુછ્યું

કાઈ નહી...
તુ કોની સામે ખોટું બોલે છે. તને શું લાગે છે મને કાંઈ ખબર નથી પડતી
તું શું ફાલતુ ની વાત કરે છે.
હુ ફાલતુ વાત કરૂં છું. અઠવાડિયા પછી યુનિવર્સિટીની પરીક્ષા છે અને તું મુવી જોવા જવાની વાત કરે છે : દર્શને કહ્યું
તો શુ કરૂ યાર વાંચવામાં જરાક પણ મન નહોતું...મને થયું તારી કંપની મળશે તો જરાક રીલેક્ષ ફિલ થશે.
તારે મુવી જોવા નથી જવુ.. પ્રશ્ન બીજો છે મને કહે હું કાઈ મદદ કરી શકુ : દર્શને કહ્યું
પુલ ઉપર બેસવા જઈએ : આકાશે કહ્યું

તાપી નદીના ઓવરબ્રિજ પર રાત્રે ચાલવાની મજા બહુ આવે. અહીં ઠંડો પવન તમારા શરીરની બધી ગરમીને થોડીકવારમાં જ શીતળ કરી દે છે.

તૈયારી કેવી ચાલે છે : પુલ પર બેસવાની જગ્યા પર બેસતા દર્શને કહ્યું

કાઈ ખાસ નહી : આકાશે કહ્યું

કેમ?

તને ખબર છે આશીતા મેરેજ કરી રહી છે : આકાશે કહ્યું

શું? એ તો બહુ સારી વાત છે : દર્શને ખુશ થતા કહ્યું

તને આ સારી વાત લાગે છે? મને નહીં

સીરીયસલી ? પણ કેમ.. તે આપણી ફ્રેન્ડ છે તેના મેરેજ થાય તો ખુશી થવી સ્વાભાવિક છે.

યાર હુ તેને પ્રેમ કરવા લાગ્યો છું : આકાશે કહ્યું

શું ? : દર્શને આશ્ચર્યજનક રીતે આકાશ સામે જોયું

મને આ વાતનો ખ્યાલ જ ના રહ્યો કે હું ક્યારે તેને પસંદ કરવા લાગ્યો. પહેલા સ્કૂલમાં સાથે પછી કોલેજમાં ક્લાસમેટ આને હવે ફ્રેન્ડ. હુ પણ તારી જેમ ફ્રેન્ડની રીતે જ રહેતો તેની સાથે પણ જ્યારે તેની સગાઈ થવાની છે તે વાત સાંભળી ત્યારથી મારૂ મન બેચેન થવા લાગ્યું છે. મનમાં એક ડર ઉત્પન્ન થઈ ગયો છે કે હું તેને ખોઈ બેસીશ.
સાથે રહેતા રહેતા તેની નિખાલસતા, પ્રામાણિકતા, તેનું સ્મિત ક્યારે ગમવા લાગ્યું તેનો મને ખ્યાલ જ ના રહ્યો.
હું તેના સ્મિતને જીવનભર જોવા માંગુ છુ. તેની સાથે લગ્ન કરી મિત્રની જેમ રહેવા માંગુ છુ.