હકીકતનું સ્વપ્ન..!! - 48 Hemali Gohil Rashu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હકીકતનું સ્વપ્ન..!! - 48

પ્રકરણ 48 બનાવ ... !!

એ ઝળહળતી જ્યોતિ અને તેના પ્રકાશ સામે એકીટશે જોઈ રહે છે... અચાનક એ રાત્રિનાં કાળા આકાશમાં એક હસતો ચહેરો દ્રશ્યમાન થાય છે ... એ જોઈને અવનીશનાં ચહેરા પર smile આવી જાય છે અને અવનીશનો હસતો ચહેરો જોઈ એ આકાશમાંની આકૃતિ હંમેશને માટે અદ્રશ્ય થઈ જાય છે ... પણ અવનીશનો ચહેરો જોઈને હર્ષા પણ ત્યાંથી ચાલવા લાગે છે...

" અવનીશ ભાઈ ... હસવાનું બંધ કરો... તમારી હર્ષા ... ??? "

અવનીશ આકાશની સામે જોઇને એક અંત્યત આનંદ અનુભવી એ હર્ષાની પાછળ જાય છે ....

" હર્ષા ... હર્ષા ... "

તુલસી બંનેને જોઈને હસવા લાગે છે ... ત્યાં સુધીમાં અવનીશ હર્ષાની પાસે પહોંચી એની સાથે ચાલવા લાગે છે ...

" હર્ષુ ... ક્યાં જાય છે .. ? "

" તમે તો બોલવાની ના પાડી છે ... મને .. !! "

" તો શું કામ બોલે છે .. ? "

" હા .. હવે બોલું છું એ પણ પ્રોબ્લેમ છે તમને ... ?? "

" નહિ રે ... હર્ષુ ... "

" હા .... તો ? "

" તો.. ? "

" રહેવા દો તમે બોલો જ નહીં .. "

" તો શું કરું .. "

" કઈ નહિ ... તમારે જે કરવું હોય તે .. "

" હર્ષુ ... ગુસ્સો ના કર .. ને ... ? "

" હમ્મ .. તો હું ગુસ્સો કરું છું.. ? "

" નઈ રે ... હર્ષા ... "

" એક મિનિટ ... તુલસી ક્યાં છે... ?? "

" પાછળ આવતાં હશે .. !! "

હર્ષા પાછળ ફરીને જુએ છે...

" પાગલ નથી ત્યાં... પાછળ ફરીને જુઓ... "

" what ... ?? "

હર્ષા અને અવનીશ બંને પાછળ ફરીને જુએ છે .. પણ તુલસી ક્યાંય ન દેખાતા બંને તુલસીને એ સુમસામ જગ્યા પર શોધે છે .. એ જગ્યા પર માત્ર બંનેના અવાજો ગૂંજ્યા કરે છે ...

" તુલસી .. "

" તુલસી ભાભી ... "

બંને આસપાસની જગ્યા પર ભટક્યા કરે છે પણ એને તુલસી ક્યાંય દેખાતી નથી ... તેઓ તુલસીને શોધતા શોધતા બાઇક સુધી આવી જાય છે .. પણ તુલસી ક્યાંય દેખાતી જ નથી ...

" તુલસી ભાભી .. !! "

" તુલસી ..!! "

" તુલસી ભાભી ..!! "

અચાનક અવનીશને ધીમો ધીમો અવાજ સંભળાય છે.... એટલે અવનીશ હર્ષાને ચૂપ રહેવાનો ઈશારો કરતા બંને એ તરફ જાય છે ... અને ત્યાંથી એક લાકડું લઈ અવનીશ એ તરફ જાય છે અને એ માણસ ને પાછળ થી એ લાકડું માથામાં મારે છે એટલે બીજો માણસ અવનીશ તરફ પ્રહાર કરવા જાય છે તો હર્ષા એને ધક્કો મારે છે ... અને હર્ષા તુલસીને ઉભી કરે છે અને એ દુષ્ટ બે માણસોથી તુલસીને બંને બચાવે છે... હા જે ઘટના આશા સાથે બની એ આજે ફરીથી બનવાની હતી પણ હર્ષા અને અવનીશ તુલસીને બચાવી લે છે ...

હર્ષા પોતાનો દુપટ્ટો તુલસીને ઓઢાડી દે છે ....

" તુલસી ભાભી .... ઠીક છો... ?? "

તુલસી હકારમાં માથું ધુણાવે છે...

" ચાલો... આપણે નીકળીએ ફટાફટ ... બીજી કોઈ ... મુસીબત આવે એ પહેલાં... "

સવારના સાડા ચાર વાગ્યાનો સમય હતો ... અવનીશ , તુલસી અને હર્ષા ત્રણેય ઘરે જવા પરત ફરે છે .... તુલસી ગભરાયેલી છે... પણ છતા એ હિંમત હારતી નથી....

" અવનીશ ભાઈ... હવે કહેશો... કે તમારી અને આશા વચ્ચે શું વાત થઈ... ?? "

" હા... ભાભી .. પણ આપણે પહેલા ઘરે પહોંચી જઈએ... "

" હા... ભલે ... અવનીશ ભાઈ ... "

એ સુમસામ રસ્તા પર ત્રણે ઘર તરફ જઈ રહ્યા છે ... ઘર તરફની દિશા શોધી રહી છે .... કારણ કે થયેલા બનાવથી અવનિશ પણ ગભરાઈ ગયો છે ....


******


To be continue...


#hemali gohil " Ruh"


@Rashu


હજુ પણ પ્રશ્ન એ જ છે કે શું થયું હશે અવનીશ અને આશા વચ્ચે .. ?? શું આ બનાવને આ ઘટના સાથે કંઈ લાગતું વળગતું હશે ... ?? જુઓ આવતા અંકે...