Hakikatnu Swapn - 47 books and stories free download online pdf in Gujarati

હકીકતનું સ્વપ્ન..!! - 47

પ્રકરણ 47 રાખ .. !!

અવનીશ ઉતાવળમાં જ બાઇક ચલાવી રહ્યો છે ... અચાનક જ ઉતાવળ અને ગભરામણ ના લીધે અવનીશનું બાઈક પરથી બેલેન્સ છૂટી જાય છે ... અને બાઈક એ સુમસામ બ્રિજ પર ઘસેડાય છે ... સાથે સાથે હર્ષા અને તુલસી પણ ફેકાઈ જાય છે .... અને અવનીશ પણ બાઈકની સાથે ઘસડાય છે ... અચાનક પડવાથી અવનીશના હાથ અને પગ ઘસાય છે .. હર્ષા અને તુલસીને પણ થોડું ઘણું ઘસાય છે ... એટલે અવનીશ ઊભા થઈને દોડીને હર્ષા અને તુલસી પાસે જાય છે ...

" હર્ષા .... વાગ્યું તો નથી ને ... ??? "

"તુલસી ભાભી .... ઠીક છો ... ??? "

" હા અવનીશ ભાઈ .... તમને નથી વાગ્યું ને... ?? અને કેમ આટલા ચિંતામાં છો ... ??? બધું ઠીક થઈ જશે ... ??? શાંતિ રાખો... ?? "

" હા ... ભાભી ... "

હર્ષા કંઈ જ બોલતી નથી .... બસ શાંતિથી અવનીશ ની સામે જોઈ રહે છે .... કારણકે એને ખબર હતી કે બોલવાનો કોઈ ફાયદો જ નથી ... અચાનક અવનીશ ને એ સૂટકેશ યાદ આવે છે .... એટલે અવનીશ ફટાફટ દોડીને સૂટકેસ પાસે જાય છે ... અને સૂટકેશ લઈ બાઇક ઊભી કરે છે અને ફરીથી એ ત્રણે બાઈક પર ગોઠવાઈ જાય છે ...

" અવનીશ ભાઈ ... શાંતિથી પ્લીઝ... "

" હા ... ભાભી .... "

અવનીશ ફરીથી બાઇક સ્ટાર્ટ કરે છે ... પણ પછડાવાના લીધે બાઈક સ્ટાર્ટ થતી નથી .. એટલે હર્ષા અને તુલસી બંને બાઈક પરથી ઉતરી જાય છે ... અને ફરીથી પ્રયત્ન કરે છે... માંડ માંડ અવનીશ બાઈક સ્ટાર્ટ કરે છે ... અને તુલસી અને હર્ષા બંને બાઈક પર બેસી જાય છે...

થોડી ક્ષણ પછી અવનીશ બાઈક એક જગ્યાએ ઊભી રાખે છે કે જ્યાં એક સુંદર મજાનો નદી કિનારો છે ... જે સાબરમતી નદીનો કિનારો છે .... શહેર થી દૂર છે કે જ્યાં આજુબાજુના ગામડા ના લોકો મૃત શરીર ને અગ્નિદાહ આપવા માટે આવે છે

" અવનીષ ભાઈ .... આપણે અહીંયા કેમ આવ્યા છીએ ... ?? "

અવનિશ કઈ જ બોલ્યા વગર એ સુટકેશ લઇ આજુબાજુથી લાકડા ભેગા કરી એ લાકડા પર એ સુટકેશ મૂકે છે ..... તુલસી અને હર્ષા બંને ચૂપચાપ જોયા કરે છે ... અવનીશ ત્યાંથી એક લાકડું લઇ અગ્નિ પેટાવે છે... અને એ લાકડાને અગ્નિદાહ આપે છે ... જેથી ધીમે ધીમે સુટકેશ સળગવા લાગે છે ... અને અમને એ સળગતી અગ્નિની સામે થોડે દૂર બેસી જાય છે .... આ બધું જોઈ તુલસી અને હર્ષા પણ અવનીશ ની આજુબાજુમાં બેસી જાય છે ... પણ હર્ષા અને તુલસીના મનમાં ઘણા પ્રશ્નો છે કે અવનીશ શા માટે આ કરી રહ્યો છે .... ??? લગભગ ઘણાં સમય પછી આ સૂટકેશ સળગીને રાખ થઈ જાય છે ...

અને એ રાખ થઈ ગયા પછી અવનીશ ત્યાંની બધી જ રાખ ભેગી કરવા લાગે છે ... અને હર્ષા અને તુલસી બંને જોયા જ કરે છે... આખરે એ અવનીશ બધી જ રાખ અને અર્ધ બળેલી વસ્તુઓ લઈ એ નદી કિનારે ઉતરે છે અને નદીમાં એ રાખ પધરાવી દે છે ... હર્ષા અને તુલસી પણ અવનીશની પાછળ પાછળ નદીમાં ઉતરે છે ...

અવનીશ જેવી રાખ નદીના પાણીમાં પધરાવે છે ... એવો એક ઝળહળતો પ્રકાશ નદીના પાણીમાંથી બહાર આવે છે આ જોઈને હર્ષા અને તુલસીને નવાઈ લાગે છે ..... અને આ જોઈને અવનીશ પણ ત્યાં એકધારું જોઈ રહે છે .... પણ હર્ષા અને તુલસી ના મનમાં હજુ એ પ્રશ્ન છે કે એ બંધ આશાના રૂમમાં શુ થયું હશે .. ??


******


To be continue...


#hemali gohil " Ruh"

@Rashu


શું થયું હશે આશા અવનીશ વચ્ચે... ? એ ઝળહળતી જ્યોતિ શેની હશે ... ? અવનિષે શા માટે આ વસ્તુઓ સળગાવી હશે ... ? અવનીશ કેવી રીતે મનાવશે હર્ષાને .. ? શુ અવનીશ તુલસી અને હર્ષાને સત્ય જણાવશે .. ?? શુ હવે હર્ષા અને અવનીશને જીવનનની અઅઅ મુસશ્કેલીનો અંત થઈ જશે .. ? જુઓ આવતા અંકે...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED