હકીકતનું સ્વપ્ન..!! - 45 Hemali Gohil Rashu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હકીકતનું સ્વપ્ન..!! - 45

પ્રકરણ 45 મિલન...!!

હર્ષા , અવનીશ અને તુલસી ત્રણેય મળીને ઘરની સફાઈ કરે છે ... અને ઘર વ્યવસ્થિત કરે છે ... ત્યાં જ બપોર પડી જાય છે ... લગભગ બપોર નો 2:00 વાગ્યા નો સમય છે ... અને ત્રણેય જમીને ફ્રેશ થયા છે ....

" તુલસી તમે અહીંયા જ સુઈ જાવ ....સાંજે આપણે બધા સાથે જ તમારા ઘરે જઈશું .... . ખોટું વહેલા નથી જવું .... "

" હા , ભાભી ... હર્ષા સાચું કહે છે અહીંયા જ આરામ કરો .... ખોટું આવવું અને જવું .... અહીંયા આરામ પણ થઈ જશે ... "

" હા ... ભલે અવનીશ ભાઈ ... "

હર્ષા બેડ પર વચ્ચે સુવે છે એક બાજુ અવનીશ અને બીજી બાજુ તુલસી .. ત્રણેય આરામ કરે છે .... પણ મનમાં હજુ પણ એ પ્રશ્ન સતાવ્યા કરે છે.... કે આજે રાત્રે 12 વાગ્યે શું થવાનું છે .. ?? એક બાજુ આરામ મળ્યો છે તો બીજી બાજુ એવો પ્રશ્ન છે કે શું હજુ પણ આશા અહીંયા જ છે ... ?? શું એ ફરીથી આવશે ... ??? હા વિચારો હતા અને ઘણા બધા પ્રશ્નો પણ હતા .... પણ વિચારો સાથે ત્રણેય ઊંઘી જાય છે.... વિચારો હતા પ્રશ્નો પણ હતા .....પણ ઘણા સમય પછી આરામથી સુવા મળ્યું હતું ..... ત્રણેય નિંદ્રાધીન હતા .... પણ કોણ જાણે રાત્રે કઈ આફત આવવાની છે .... ????


******


સાંજના 6:00 વાગ્યાનો સમય હતો ....

" અવનીષભાઈ ... આપણે મારા ઘરે જઈએ ??? ત્યાં જ જમી લઈશું...?? અને પછી રાત્રે આશાના રૂમનો દરવાજો ખોલીશું ...? રાત્રે મોડા ક્યાં જઈશું ઘરે ...? "

" હા , ભાભી સાચી વાત છે ... "

હર્ષા કઈ પણ બોલ્યા વગર સાંભળ્યા કરે છે કારણ કે તેની બિલકુલ ઈચ્છા નથી ત્યાં જવાની .... છતાં અવનીશ માટે એ તૈયાર થાય છે ... થોડી ક્ષણમાં ત્રણેય તૈયાર થઈને તુલસીના ઘરે જવા માટે નીકળે છે ....

ત્રણેય તુલસી ના ઘરે પહોંચી જાય છે ... સાંજે જમીને ફ્રી થાય છે ... બહારની રૂમમાં બેઠા બેઠા ત્રણેય 12:00 વાગવાની રાહ જુએ છે ....એક બાજુ ચિંતા છે એક બાજુ પ્રશ્ન છે અને એક બાજુ આતુરતા પણ છે ..... કે શું થવાનું છે ???

ત્રણેય બહાર બેઠા બેઠા ઘણા પ્રશ્નો સાથે બાર વાગવાની રાહ જુએ છે .. 12:00 વાગતા જ આશાના રૂમનો દરવાજો ખુલી જાય છે .... અને ત્યાંથી ધીમો ધીમો અવાજ આવે છે ....

" અવનીશ ........ અવનીશ .... "

આખરે અવનીશ ઉભો થઈ એ રૂમમાં જવા જાય છે અને હર્ષા ઊભી થઈ જાય છે ....

" અવનીશ .... ધ્યાનથી પ્લીઝ .... હું પણ આવું ... ?? "

" ના ... હર્ષા ... કંઈ નહીં થાય .... તું ચિંતા ના કરીશ ... "

અવનીશ રૂમમાં દાખલ થાય છે ....


*****


" તુલસી ... અવનીશને કેમ વાર લાગી ... ? ત્રણ કલાક થવા આવ્યા છે ... ? હજુ સુધી એ બહાર નથી આવ્યા... !! ?? '

" હા ... હર્ષા ..... હવે તો મને પણ ચિંતા થવા લાગી છે .... કારણ કે અઢી વાગી ગયા છે ... છતાં પણ અવનીશભાઈ બહાર નથી આવ્યા ..."

એ જ ક્ષણે આશાના રૂમનો દરવાજો ખુલે છે .... અવનીશને જોઈને હર્ષા ત્યાં દોડતી દોડતી જાય છે ....

" અવનીશ .... અવનીશ .... તમે ઠીક તો છો ને .. ?? "

" હા .... અવનીશ ભાઈ .... તમે ઠીક છો ને ... ?? શું થયું છે ...? ત્યાં આશાએ કેમ તમને બોલાવ્યા હતા ... ? "


******


To be continue...


#hemali gohil " Ruh"

@Rashu


શા માટે આશાએ અવનિશને બોલાવ્યો હશે ... ?? આ અઢી કલાકના સમયગાળામાં શું વાત થઈ હશે બંને વચ્ચે .. ? શું હર્ષા ની ચિંતા સાચી છે .. ?? શું હર્ષા નો ડર સાચો થઈ જશે ... ? કે પછી આ તુલસીનું જ કોઈ ષડયંત્ર છે .. ? શું આશા ફરીથી અવનિશ અને હર્ષાના જીવનમાં આવશે .. ?? શું થશે અવનીશ અને હર્ષાનું .... ?? શું કહ્યું હશે આશાએ અવનીશને ... ?? જુઓ આવતા અંકે...