હકીકતનું સ્વપ્ન..!! - 44 Hemali Gohil Rashu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હકીકતનું સ્વપ્ન..!! - 44

પ્રકરણ 44 પોકાર... !!

અવનીશ ની બૂમ સાંભળી હર્ષા અને તુલસી બંને બહારની રૂમમાં આવે છે ....

" શું થયું ... ?? અવનીશ ભાઈ ... ?? "

" હા , અવનીશ ... શું થયું .. ? "

" ભાભી ... આ ... ?? "

અવનીશ બેડ ની સામેની દીવાલ બતાવતા બોલે છે .... અને એ દીવાલ પર લાલ અક્ષરે લખાયેલું હતું .... હર્ષા એ જોઈને વાંચે છે....

" અવનીશ..... આજે રાત્રે 12:00 વાગે મારા ઘરે મારી રૂમમાં મને મળવા આવ ...... હું તારી આશા ..... "

" ના , અવનીશ ભાઈ .... હવે નહીં જાવ ... "

" હા ... અવનીશ .... નહીં જાવ .... "

" પણ કેમ.... ?? ભાભી.... ?? કેમ .... ??? હર્ષા , એ બોલાવે છે તો જવું જોઈએ .... મારે કદાચ મારા ન જવાથી એ અહીંયા પાછી આવી જશે તો ..… ??? "

" પણ તમારા ત્યાં જવાથી એ તમને નુકસાન પહોંચાડશે તો..... અવનીશ.... ???? "

" હર્ષા .... કંઈ નહીં થાય મને ... "

" હર્ષા ... શાયદ મને અવનીશ ભાઈ ની વાત સાચી પણ લાગે છે કે કદાચ અવનિશ ભાઈ ના ત્યાં ન જવાથી તે અહીંયા આવીને નુકસાન પહોંચાડશે તો ... ??? અને એ વાત પણ સાચી છે કે અવનીશ ભાઈના ત્યાં જવાથી એ અવનીશ ભાઈ ને નુકસાન પહોંચાડશે તો .... ??? અવનીષ ભાઈ જોખમ છે .... "

" ના ..... અવનીશ .... ના ..... હું નહીં જવા દઉં તમને .... "

" પણ .... તું સાથે આવજે મારી .... "

" આપણે ત્રણેય સાથે જઈશું .... અવનીશ ભાઈ... "

" હા .... ભાભી ... "

" પણ ... અવનીશ .... મારું મન નથી માનતું ..... અવનીશ મારુ મન હજુ પણ ના પાડે છે ..... "

" તું ચિંતા નહીં કર .... હર્ષા .... હું છું ને સાથે .... "

" હા .... તુલસી પણ ... "

" પણ ... હર્ષા ... તને મારા પર તો વિશ્વાસ છે ને ... ? તને તારા અવનીશ પર વિશ્વાસ છે ને ... ?

" હા ... અવનીશ .... આવું કેમ બોલો છો .... ? "

" બસ ... તો આપણે ત્રણેય સાથે જઈશું ... ઓકે ... ?? "

" હમ્મ "

ફરીથી ત્રણેય પોત પોતાના કામ માટે પરત ફરે છે ... પણ એ સમયે દિવાલ પર જોતા એ લાલ અક્ષર ત્યાંથી અદ્રશ્ય છે ..... અને ત્રણેય ફરીથી કામમાં જોડાઈ જાય છે ... પણ અવનીશ હજુ પણ ત્યાં કોઈ અન્ય વ્યક્તિ હોવાનું અનુભવે છે .... હજુ પણ અવનિશને પહેલા જેવો અહેસાસ થાય છે કે એની આસપાસ કોઈ ચોથું વ્યક્તિ પણ છે .... અને મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે કે શું હજુ પણ આશા અહીંયા જ છે ..... ?? અવનીશ મનમાં ગડમથલ અનુભવે છે કે આ વાત હર્ષા અને તુલસી ભાભીને કરું કે ના કરું ... ??? થોડા ક્ષણ માટે વિચારે છે કે કહી દેવું જોઈએ અને થોડા ક્ષણમાં વિચારે છે કે એ ખોટી ચિંતા કરશે ... ?? અને ફરીથી એ કામમાં વ્યસ્ત થઈ જાય છે ..... આ બાજુ હર્ષા અને તુલસી પણ મૌન ધારણ કરીને કામ કરી રહ્યા છે .... કારણ કે બોલવાની કે વાતચીત કરવાની હાલત રહી જ નથી ..... મનમાં હજી પણ ઘણા બધા પ્રશ્નો ઉદભવી રહ્યા છે કે એ આજે રાત્રે 12:00 વાગે શું થવાનું હશે ... ??? શા માટે આશાએ અવનિશને બોલાવ્યા હશે .... ?? વિચારો સાથે ફરી કામમાં વ્યસ્ત થઈ જાય છે ....


******


To be continue...


#hemali gohil " Ruh"

@Rashu


શું અવનીષ પોતાની મનોવ્યાથા હર્ષા ને અને તુલસીને કહેશે ... ?? શું થશે રાત્રે 12:00 વાગે .. ? શું આશા અવનીશને નુકસાન પહોંચાડશે... ?? શું હર્ષા નો ડર સત્ય થઈ જશે ...? શું હર્ષા અવનીશ ને ત્યાં જવા દેશે .. ?? શું આશા અવનીશ ને મેળવવા માટે બોલાવે છે ... ? શા માટે બોલાવે છે આશા અવનીશને ... ?? જુઓ આવતા અંકે...