Changing Karma books and stories free download online pdf in Gujarati

બદલાતાં કર્મો

બદલાતાં કર્મો


ક્ષણે ક્ષણે બદલાવ એજ સાચો આનંદ


ઘણીવાર આપણાં બધાને મનમાં પ્રશ્ન થતો હોય છે કે કોઈ પણ મનુષ્ય હંમેશાં આનંદિત કઈ રીતે રહી શકે. તો મને પણ એ પ્રશ્નનો જવાબ મેળવવા માટે ઉત્સુકતા જાગી. આથી આ પ્રશ્નનો જવાબ મે મારાં Instgram ના મિત્રોને જ પૂછીએ કે એ લોકોનાં શું પ્રતિભાવ છે. તો એક વાર મેં મારાં instagramના મેસેજની મુખ્ય સ્ટોરી પર પૂછી જ‌ નાખ્યું કે,


કહો ઍવું કોઈ તત્વ કે પદાર્થ જે મનુષ્યને સદૈવ આનંદિત રાખે ?


તો ઘણાં મિત્રોનાં જવાબ પણ આવ્યાં,


સેવા,

મન ગમતા વ્યક્તિનો સાથ,

હરિનું નામ અને મન ગમતી કોઈ યાદ,

પ્રેમ,

નિજાનંદ,

રામનું નામ..


અહીં ઉપર આપેલા‌ જુદાં જુદાં જવાબો આપણે બધાને ખુબ જ સુંદર પ્રેરણા આપી જાય છે. અહીં જુદાં જુદાં મનુષ્ય‌એ જુદાં જુદાં સુંદર કર્મોના અભિપ્રાય પોતાના અનુભવ પ્રમાણે આપ્યાં છે. હું એ લોકોનો ખુબ આભાર માનું છું કે જેનાથી મારી આ ઉત્સુકતાનો અંત આવ્યો છે.


આથી મનુષ્યને પણ સદૈવ આનંદિત રહેવા માટે પણ જુદાં જુદાં તત્વ કે પદાર્થની જરુર પડતી હોય છે. એક જ તત્વ કે પદાર્થથી તે આનંદિત નથી રહી શકતો. જો તેને એ તત્વ કે પદાર્થ મળી જાય તો તેને તે શરુવાતમાં ખુબ આનંદ આપે છે, થોડો સમય જતાં અનુક્રમે તેનો આનંદ ઘટતો જાય છે. ઘણીવાર છેલ્લે એને અરુચિ પણ લાગવા માંડે છે.


આથી જોવાં જઈએ તો મનુષ્યને એક તત્વ કે પદાર્થથી સદૈવ આનંદિત નથી રહી શકતો, પરંતુ એને વારંવાર બદલાવાની જરૂર પડતી હોય છે, એ પછી મનુષ્ય હોય કે પદાર્થ કે પછી તત્વ હોય.


મારું તો માનવું એવું છે કે સદૈવ આનંદિત રહેવા માટે તત્વ કે પદાર્થ નહીં પણ જુદાં જુદાં કર્મો કરતાં રહેવું જોઈએ. ઉપર આપેલા જવાબોમાં તત્વ કે પદાર્થો નથી પણ એ જુદાં જુદાં કર્મો જ છે, જે મનુષ્ય દ્વારા કરવામાં આવે છે.


"બદલાવની ક્રિયા જ મનુષ્યને સદૈવ આનંદિત રાખે છે"


આપણે નાનાં બાળકો હોઇએ ત્યારે આપણાં પિતા, માતા કે વડીલો રમકડું લઇ દેતાં હોય છે. શરુવાતમા તો એ રમકડાંને જોઇને જ આપણે ખુશ થઇ જતાં હોઈએ છીએ, પછી એને લઈને રમવા માંડતા હોઇએ છીએ. સમય જતાં આપણો આનંદ એ એકજ રમકડામા પુરો‌ થઈ જાય છે. અંતે એ રમકડાંથી રમવાનું પણ બંધ કરી દેતા હોઇએ છીએ. એટલે એમ કે સમય જતાં એ પણ બદલાવ માંગતો હોય છે. આથી એ બીજા રમકડાં તરફ આકર્ષાય છે. આથી એ બીજું રમકડું લે છે, કા તો એ બીજી રમત રમવા માંડે છે.


યુવાન લોકો આનંદિત રહેવા માટે ધુમ્રપાન કે વ્યસન કરતાં હોય છે, આંખો દિવસ પાન, માવા, તમાકુ કે સિગારેટ પીઇને પોતે આનંદ અનુભવતાં હોય છે. એક વાર હોય તો માનીએ પણ એ વારંવાર વ્યસન કરીને આનંદ લેતાં હોય છે. વાસ્તવમાં આ એક કુટેવ છે, જે અંતે મોટાં દુઃખમા પરિણમે છે. એટલે એમ કે તે સાચો આનંદ નથી આપતું.


વૃદ્ધ લોકો મંદિરોમાં જઈને ભજન, કીર્તન અને‌ સેવા કરીને આનંદિત રહેતાં હોય છે, જે ખુબ સારું કર્મ છે. આપણા વડીલ લોકો પોતાના ભૂતકાળના અનુભવોનુ વર્ણન કરતાં હોય છે ત્યારે તેને અચૂક સાંભળીને આપણાં અદભુત મનમાં ગ્રહણ કરતા રહેવું જોઈએ. જે મનુષ્યને‌ આગળ જતાં બહું જ ઉપયોગી સાબિત થાય છે.


આથી ક્ષણે ક્ષણે મનુષ્યએ જુદાં જુદાં સારાં કર્મો કરતાં રહેવું જોઈએ, જેથી એનો આનંદ જળવાઈ રહે.


સરળ નથી હોતું સારું કર્મ કરવું,

તે તો સાચું બને જો દ્ર્ઢ નિશ્ચય હોય,

એને પણ સંઘર્ષમાંથી પસાર થવું પડે છે,

એને પણ બદલાવમાથી પસાર થવું પડે છે,

કારણ કે આ નકારાત્મક મન થોડું કરવા દે તે સાચું,

પણ એ તો બને સાચું જો એક દ્ર્ઢ નિશ્ચય મનમાં પાક્કો હોય…



મનોજ નાવડીયા

Manoj Navadiya

૮૦૦૦૦૫૬૧૪૮

E-mail: navadiyamanoj62167@gmail.com


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED