Great travel books and stories free download online pdf in Gujarati

મહાયાત્રા

મહાયાત્રા

'સમય સાથની એક વાત'


દરેક મનુષ્ય આ જગતમાં યાત્રા કરતો હોય છે. જીવનના શરુવાતથી અંત સુધી. આપણે આને મહાયાત્રા કહીં શકાય. આ સમય પણ જાતે એક યાત્રા કરે છે, તે સતત આગળ વધે છે અને તે પણ પાછળ નથી જતો. કેવું રહસ્ય છે અહીં. શું એમાં બદલાવ શક્ય છે ?

"સમયનો કોઈ અંત નથી"

આમ સમયની સાથે મનુષ્ય પણ સતત આગળ તરફ યાત્રા કરતો હોય છે, તે પાછળ જઈ નથી શકતો. પરંતુ મનુષ્ય મન ભુતકાળને સતત વાગળતુ હોય છે.

ઘણીવાર આપણાં સમાજમાં આપણે જોઈએ છીએ કે મનુષ્ય યાત્રા કરવા જતો હોય છે, જેમ કે જુદા જુદા ધર્મનાં લોકો જુદાં જુદાં પ્રકારની યાત્રા કરવા જતાં હોય છે. હિન્દુ લોકો મંદિરો, પવિત્ર સ્થાનો અને પર્વતો પર જઈને યાત્રા કરવા જતાં હોય છે, મુસલમાન લોકો હજ મક્કાની યાત્રા ‌કરવા જતા હોય છે, ખ્રિસ્તીઓ બેથલેહેમ, જેરીકો અને જેરૂસલેમની યાત્રા કરવા જતા છે.

પરંતુ અહીં પ્રશ્ન એમ થાય છે કે મનુષ્ય કેમ યાત્રા કરે છે ?

અહીં કારણ એક જ મળે છે કે "દરેક મનુષ્ય પવિત્ર અને પુણ્યશાળી બનવાની ઇચ્છા રાખતો હોય છે". એને કૈઈક પૂર્ણ્ય કે કઈક પ્રાપ્ત કરવું હોય છે. પોતાનામાં રહેલાં ખરાબ ભાવોને અને દુર્ગુણોને ત્યજવા ઈચ્છતો હોય છે. "આ પોતે તે જાણે છે" તેમ છતાં તે જીવનને સારી રીતે જીવતો નથી, પરંતુ જ્યારે એકલો પડે ત્યારે પોતાની ભુલ સમજાઈ છે અને એને પવિત્ર બનવાની ઇચ્છા પ્રગટ થાય છે. આથી તે યાત્રા કરવા નીકળી પડે છે.

"સમય જેવું કોઈ પવિત્ર નથી"

મનુષ્ય જીવનમાં બાળપણથી લઈને યુવાની સુધી સતત કામમાં વ્યસ્ત રહેતો હોય છે. તે પોતાનો ઘણો સમય વેડફતો હોય છે, જ્યારે વૃદ્ધ થાય ત્યારે એને ભાન થાય છે કે આપણે અત્યાર સુધી સમયનો સદુપયોગ કર્યો જ નથી. એ પછી તે ભૂલને સુધારવા યાત્રા કરવા નિકળી પડે છે. મનુષ્ય એમ વિચારે છે કે યાત્રા કરવાથી તે પવિત્ર બની જશે. પરંતુ વાસ્તવમાં આ એક મોટો ભ્રમ છે.

સમય સાથે બધું પરિવર્તન થાય છે. એટલે એની સાથે આપણે પણ સતત પરિવર્તનશીલ કર્મ કરતું રહેવુ પડે છે. જેમ સમય ઉભો નથી રહેતો એમ આપણે પણ ઉભા ના રહેવુ જોઈએ. સતત આગળ વધતું રહેવું જોઈએ.

એક વૈજ્ઞાનિકે સમય યંત્ર બનાવ્યું, તે એક સમયમાંથી બીજા સમયમા જઈ શકતો.‌ વૈજ્ઞાનિકને એક પગ ના હતો. ભુતકાળમાં બાળપણના સમયમાં મોટર સાયકલ ચલાવતા અકસ્માતમાં અપંગ થઈ ગયેલો. હવે વૈજ્ઞાનિક પોતાનાં ભુતકાળમાં સમય યાત્રા કરવા પહોંચી જાય છે. તે પોતાના ભૂતકાળના બાળપણના સમયમાં જાય છે, જ્યા તેનુ અકસ્માત થયેલ હતું. તે બાળકને અકસ્માતથી બચાવવા સમય સાથે બાથ ભીડીને પોતાને બચાવવાની કોશિશ કરે છે, પણ આ સમય તેને તે કરવાં નથી દેતું. આખરે એનું અકસ્માત થાય છે.

હવે તે પાછો ભુતકાળમાં જાય છે એને બચાવવા માટે, પણ આ સમય ચક્રને લીધે એ પાછો નિષ્ફળ થાય છે. આજ રીતે તે ઘણી વાર ભુતકાળમાં જઈને તેને બચાવવાની કોશિશ કરે છે, પણ સમયના મહાન જાળને લીધે તે નિષ્ફળ જાય છે. દરેક ભુતકાળમાં એની સાથે સમય અલગ અલગ રીતે ઘટનાઓનું સર્જન કરીને તેને બચાવવા નથી દેતો.

આથી વૈજ્ઞાનિકને સમયની વાત સમજાઈ જાય છે કે સમયમાં બદલાવ નથી કરી શકાતો. મનુષ્યનાં હાથમા કઈ નથી, જે થાય છે તે થવાનુજ છે. એટલે મનુષ્ય પાસે પણ એકજ ઉપાય છે, સારા કર્મ.

અહીં આપણા માટે આ સમય જ મહાયાત્રા છે. આથી ફક્ત સારા કર્મ કરીને મહાયાત્રા તરફ પ્રયાણ કરતાં રહેવું જોઈએ.

"સારાં કર્મ જ મનુષ્યને પવિત્ર અને પુણ્યશાળી બનાવે છે"


મનોજ નાવડીયા
Manoj Navadiya
E-mail: navadiyamanoj62167@gmail.com


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED