હકીકતનું સ્વપ્ન..!! - 38 Hemali Gohil Rashu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હકીકતનું સ્વપ્ન..!! - 38

પ્રકરણ 38 પવિત્ર આત્મા.. !!


હર્ષા અવનિશને રોકવા માટે અવનીશ સુધી જાય છે અવનીશના એક હાથમાં ઓમકાર છે તો આ બાજુ હર્ષા અવનીષને પકડીને ઊંચો કરે છે .... અવનીશ એ ઓમકારથી પ્રહાર કરતાં ડગમગાય છે .... કારણ કે સામે એની હર્ષા જ છે .... એ કેવી રીતે પ્રહાર કરી શકે .... ? આ બાજુ તુલસી બૂમ પાડે છે

" અવનીશ ભાઈ .... પ્રહાર કરો..... એનાં કોઈ પણ ભાગ પર પ્રહાર કરો ..... અવનીષભાઈ .... હર્ષાને બચાવવા માટે કરો.... "

અને અવનીશ આંખો બંધ કરીને હર્ષા પર પ્રહાર કરે છે એના હાથની બાજુ પર અવનીશ એ ઓમકારનો ધારદાર ભાગ મારે છે .... અને અચાનક એક પ્રકાશ થઈ આવે છે .... અને હર્ષાનું શરીર હવામાં સ્થિર થઈ જાય છે .... અને એના મોંમાંથી એ કાળો ધુમાડો નીકળી જાય છે .... અને એ ઓમકાર હજુ પણ હર્ષાની બાહોમાં સ્થિર છે.... જેવું હર્ષા નું શરીર નીચે આવે છે.... તરત જ તુલસી અવનીશની મદદથી હર્ષા ને યજ્ઞની સામે સુવડાવી દે છે ... અને પોતે પણ યજ્ઞની સામે બેસી જાય છે ... જેથી એ આત્મા હર્ષાના શરીરને ફરીથી વશમાં ના કરી શકે .... પણ ગ્રહણનો સમય હતો .... એટલા માટે એ આત્મા વધારે શક્તિશાળી હતી .... અચાનક એ જ સમયે દરવાજા પર ટકોરા નો અવાજ આવે છે અને જુએ છે તો તે દરવાજે બા આવીને ઊભા હોય છે ..... બા ને જોઈને અવનીશ બાને રોકવા માટે જાય છે ....

" બા , અહીંયા નહીં .... અહીંયા નહિ આવો.... પ્લીઝ ..... "

અને જેવો અવનીશ નજીક જાય છે તરત જ બા અવનીશ ને પકડી લે છે અને એના નખના નીશાન અવનીશની ગરદન પર બેસવા લાગે છે ......અને તુલસી બોલી ઊઠે છે ....

" અવનીશ ભાઈ .... યજ્ઞની બહાર નહોતું નીકળવાનું.... "

એ જ સમયે અવનીશને તુલસીએ આપેલી એ માળા યાદ આવે છે અને એ પોતાના ખિસ્સામાંથી જેમતેમ એ માળા કાઢી બા ના ગળામાં ફેંકે છે ... અને બા ના શરીરમાં એ આત્મા નીકળી જાય છે અને બા ત્યાં જ બેભાન થઈને પડી જાય છે ....

આ બાજુ તુલસી યજ્ઞ અને મંત્ર જાપ શરૂ કરે છે અને એ આત્માને વશ કરવા માટે પ્રયત્ન કરે છે અને એ એક પવિત્ર આત્માનું આહવાહન કરે છે... અને અચાનક સુરેશનું શરીર બેઢું થઈ જાય છે ... જાણે એમાં નવા પ્રાણ પુરાયા હોય....

અવનીશ યજ્ઞની નજીક આવે છે...

" ભાભી... ?? "

" અવનીશ ભાઈ ... આ સુરેશની આત્મા છે જે આશાની આત્માને પોતાના શરીરમાં કેદ કરશે... "

" સુરેશ... ?? "

" હા.... અવનીશ ભાઈ... "

" પણ સુરેશે જ તો... ? "

" ના , અવનીશ ભાઈ... અમને ખબર હતી કે આ આત્મા ને કેદ કરવા માટે એક શક્તિશાળી પવિત્ર આત્મા અને શરીર ની જરૂર પડશે... એટલે .. "

અવનીશ તુલસીની વાત સાંભળી દુઃખી થઈ જાય છે કે એણે પોતાના સાચા મિત્રને ખોટો સમજ્યો.... તુલસી ફરીથી મંત્ર જાપ શરૂ કરે છે અને સુરેશની આત્મા સફેદ ધુમાડા સાથે એના શરીરમાં પ્રવેશી જાય છે અને તરત જ સુરેશ આંખો ખોલે છે .... અને એ રૂમમાં તુલસી મંત્ર જાપ કરે છે ... અને સુરેશ આશાની આત્માને કેદ કરવા પ્રયત્ન કરે છે .... અને અવનીશ હર્ષાની બાજુમાં જઈને બેસી જાય છે .... અને હર્ષાનું માથું ખોળામાં લઈ હર્ષાને પંપાળે છે અને એ જ સમયે તુલસી મંત્ર જાપની સાથે આંખો બંધ કરી પોતાના હાથ આગળ કરે છે એટલે હર્ષાનાં શરીરમાંથી એ ઓમકાર તુલસીના હાથમાં આવી જાય છે .... અને હર્ષા એ દર્દથી જાગી જાય છે .... અને હર્ષાને જોઈ અવનીશ એને ભેટીને રડવા લાગે છે ..... પણ એ જ સમયે સુરેશ અને તુલસીના પ્રયત્નથી એ ઘરમાં એ આત્માના દર્દનાક અવાજો આવે છે ... જાણે કોઈ જાનવર ઘુરકિયું કરતું હોય ... અથવા તો દયા ભાવના જગાડવા માટે રડી રહ્યું હોય ... !!


********


To be continue...


#hemali gohil "RUH"

@Rashu


શું અવનીશ અને હર્ષા આ આત્માથી મુક્તિ મેળવી શકશે ... ?? શું સુરેશ અને તુલસી આ આત્માને કેદ કરી શકશે... ? જુઓ આવતાં અંકે...