હકીકતનું સ્વપ્ન..!! - 37 Hemali Gohil Rashu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હકીકતનું સ્વપ્ન..!! - 37

પ્રકરણ 37 ઓમકાર... !!

અવનીશ પોતે જ કન્ફ્યુઝ છે કે ખરેખર આ શું થઈ રહ્યું છે .... એક બાજુ એ આત્મા હર્ષાને નુકશાન પહોંચાડે છે અને બીજી બાજુ તુલસીએ સુરેશનું મૃત શરીર ત્યાં મૂક્યું છે ....

બરાબર અગિયાર વાગ્યે ગ્રહણ શરૂ થાય છે અને એ આત્મા શક્તિશાળી બની જાય છે .... હર્ષા પુર ઝડપે આવી અવનીશને સામેની દીવાલ સુધી ખેંચી અવનીશને ગરદનથી ઉંચો કરે છે ..... અને તુલસીને યજ્ઞ રોકવા માટે ધમકી આપે છે .....

અવનીશ અત્યંત ગભરાય જાય છે એવા સમયે તુલસી મંત્ર જાપ ની સાથે સાથે એ ઓમકાર લઈને હર્ષા નજીક આવે છે અને એ ઓમકાર હર્ષાની નજીક લઈ જાય છે જેનાથી અવનીશ છૂટી જાય છે અને હર્ષા દૂર ફેંકાઈ જાય છે ..... અને અવનીશ પીડા વશ ખાસવા લાગે છે ...

બરાબર એ જ સમયે હર્ષા ફરીથી સામાન ફેંકવા લાગે છે પણ આ વખતે એની શક્તિ સામે એ ઓમકાર પણ એ પ્રહારને અટકાવી શકતો નથી કારણ કે તુલસી અને અવનીશ આ યજ્ઞમાંથી ઉભા થઈ ગયા છે .... અને એ પ્રહાર ના લીધે તુલસીના હાથમાંથી એ ઓમકાર પડી જાય છે અને દૂર ફેંકાઈ જાય છે .... ને અવનીશ અને તુલસી પણ થોડા ઘણા ઇજાગ્રસ્ત થાય છે .... અને હર્ષા જોર જોરથી હસવા લાગે છે ... આ બાજુ અવનીશ એ જ સમયે બોલી ઉઠે છે

" સુરેશ ને અહીંયા લાવવાનું કારણ ....? "

" કારણ કે હર્ષાના શરીરમાંથી એ આત્મા કાઢવા માટે બીજું કોઈ એક શરીર એને સોંપવું પડશે .... !! એને બીજા શરીરમાં કેદ કરવી પડશે ... એટલા માટે સુરેશ નું શરીર યોગ્ય છે .... અને સુરેશ પણ તાંત્રિક વિદ્યા જાણતો હતો એટલે એના શરીરમાં એ કેદ થઈ જશે .... અને એના માટે આ ઓમકાર વડે હર્ષા ના કોઈ એક ભાગમાં પ્રહાર કરવો પડશે ... ! "

" પણ ... ભાભી એવું કેવી રીતે શક્ય છે ... હું હર્ષા ને કોઈ નુકસાન નહીં પહોંચવા દઉં... "

" તો પછી એ આત્મા પણ એ શરીર નહીં છોડે .. "

" અવનીશ ભાઈ ... તમે કરી શકો છો હર્ષા માટે ... એ ઓમકાર લઈને હર્ષા ના કોઈ એક ભાગ પર પ્રહાર કરો.... "

" પણ એ ઓમકાર છે ક્યાં ... ? "

એટલામાં હર્ષા આવી તુલસીને ગરદનથી પકડી લે છે અને એ ઘેરા અવાજમાં બોલે છે

" અવનીશ ને મેળવવા માટે સૌથી પહેલા તને મારવી પડશે... "

અને એક જાનવર જેવી ઘુરકિયું કરવા માંડે છે ....

એ જ સમયે અવનીશના મોં માંથી બૂમ નીકળી પડે છે...

" ભાભી ... "

અને તુલસી દબાયેલા અવાજમાં બોલે છે

" અવનીષભાઈ ... ઓમકાર .... "

અને અવનિશ એ ઓમકાર શોધવા લાગે છે પણ હર્ષા અવનિશ પર પોતાની શક્તિથી સામાનનો પ્રહાર કરે છે ..... કે એ ઓમકાર સુધી ન પહોંચે .... અને આ બાજુ તુલસી શ્વાસ ન લઈ શકવાના કારણે તડપી રહી છે ... પણ અવનીશ એ ઓમકાર શોધવામાં મથ્યા કરે છે .... લગભગ એના શરીર પર ઘણા બધા ઘા પડ્યા છે અને પીડા પણ થાય છે ... છતાં પણ એ ઓમકાર માટે પ્રયત્ન કર્યા કરે છે .... થોડી ક્ષણમાં એ ઓમકાર દૂરથી જોઈ લે છે કે મંદિરના નીચેના ખૂણામાં પડ્યો છે .... પણ એ જેવું લેવા માટે જાય છે .... એવું હર્ષા પોતાની શક્તિથી એને દૂર ફેંકી દે છે .... અને આ બાજુ તુલસી તડપી રહી છે .... અવનીશ ફરી પ્રયત્ન કરે છે ફરી ત્યાં સુધી જાય છે .... પણ હર્ષા ફરીથી એને ફેંકી દે છે એટલે તુલસી હર્ષા નું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત કરવા પ્રયત્ન કરે છે ....

" તારે અવનીશ જોઈએ છે ને મારા રહેતા તું અવનીશ સુધી ક્યારેય નહીં પહોંચી શકે .... "

અને હર્ષા ગુસ્સામાં તુલસીને સામેની દીવાલ પર ફેંકી દે છે ... અને આ બાજુ અવનીશ એ ઓમકાર લઈ લે છે ...


********


To be continue.....


#hemali gohil "RUH"

@Rashu


શું અવનીશ હર્ષા પર પ્રહાર કરી શકશે ... ? શું અવનીશ તુલસીને પણ બચાવી શકશે ... ?? શું અવનીશ હર્ષાના શરીરમાંથી એ આત્મા કાઢી શકશે ... ? જુઓ આવતા અંકે...