હકીકતનું સ્વપ્ન..!! - 31 Hemali Gohil Rashu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હકીકતનું સ્વપ્ન..!! - 31

પ્રકરણ 31 બદલો..!!

અવનિશ હર્ષાને નીચે પડેલી જોઈને એંની નજીક દોડી જાય છે... અવનીશ હર્ષાને જગાડવા માટે પ્રયત્ન કરે છે ....

" હર્ષા .... હર્ષા ..... જાગને ..... પ્લીઝ ...... હર્ષા ..... આંખો ખોલને .... "

અવનીશ હર્ષાને જગાડવા માટે ઘણા પ્રયત્નો કરે છે..... પણ હર્ષા તરફથી કોઈ પ્રત્યુત્તર ના મળતા અવનીશ હર્ષાનું માથું પોતાના ખોળામાં મૂકી દે છે .... અને એના ચહેરાને પંપાળ્યા કરે છે .... અવનીશ પોતાનું માથું બેડ પર મૂકી દે છે .... અને હર્ષાનું માથું એના ખોળામાં ..... એ રાત આમ જ વીતી જાય છે .... જે અવનીશ અને હર્ષા ના જીવનની સૌથી દુઃખદ રાત્રી હતી ....


*******


બીજા દિવસે સવારમાં અવનીશ અને હર્ષા બંને તૈયાર થાય છે .....

" આપણે ઓફિસે નથી જવાનું ... ? "

"ના ... હર્ષા ...થોડો સમય તું આરામ કરી લે .... તને એકદમ સારું થઈ જાય .... પછી જઈશું .... "

" પણ અવનીશ ... હવે મને સારું જ છે .... "

" ના ..... આપણે હમણાં નથી જવાનું ..... એક અઠવાડિયા સુધી ..... "

" પણ અવનીશ ..... "

" હર્ષા .... કીધું ને તને એકવાર સમજ નથી પડતી ..... ?? "

હર્ષાએ પહેલીવાર અવનીશને આ રીતે ચિડાતા જોયો હતો....

" અરે ... પણ શું થયું છે. .... ? અવનીશ ... આમ ગુસ્સો કેમ કરે છે.... ? "

" પણ તને કહ્યું ને કે નથી જવાનું .... ? "

" ઓકે ..... સારું..... "

હર્ષા રિસાઈને બેડ પર બેસી જાય છે .... થોડી ક્ષણ પછી અવનીશ તૈયાર થઈને હર્ષા પાસે આવે છે...

" હર્ષા ... તારા માટે જ કહું છું એક અઠવાડિયા માટે અટકી જા ને પ્લીઝ... "

" ઓકે હવે.... અવનીશ ... "

"તો નારાજ કેમ છે... ? "

" તો શું કરું? શાંતિથી પણ આ વાત કહેવાય ને ....? "

" ભૂલ થઈ ગઈ ... હવે, નહીં ગુસ્સો કરું બસ.... "

" ઓકે .... "

" પણ હું બહાર જવું છું .... "

" ક્યાં..? "

" એક કામ છે તો..!! "

" પણ શું કામ છે.. ? "

" એક કામ છે યાર.. હું જાઉં છું ... "

અવનીશ ઉભો થઈને નીકળી જાય છે અને હર્ષાને ઉભા થઈને જતા જોઈને હર્ષા દુઃખી થઈ જાય છે...

**********

" અરે .... અવનીશ .... આવ ... "

" હા , સુરેશ અવનીશ કંઈ મળ્યું ? "

અવનીશ નકારમાં માથું ધૂણાવે છે ...

" તો બીજો એવી કોઈ કડી કે જેનાથી આપણે કંઈ જાણી શકીએ ... ? "

" ના ... ઉલ્ટાનું ગઈકાલે રાત્રે.... "

અવનીશ અટકી જાય છે .....

" શું થયું....? અવનીશ...? "

" એક મિનિટ.....!! આ રક્ષાસૂત્ર.... ?? આ હોવા છતાં હર્ષા.... મતલબ આ બધું કરનાર .... "

" હા... હું ... "

સુરેશ જોર જોરથી હસવા લાગે છે...

" હરામખોર... મેં તને મારો દોસ્ત માન્યો... અને તે...? કેમ સુરેશ... કેમ ?"

સુરેશ અવનિશના શર્ટનો કોલર પકડે છે...

" કારણ કે ...તે હંમેશા મારું બધું જ છીનવી લીધું છે.... મારી ઈજ્જત..."

" આઈ નો કે સુરેશ તું તારી બહેન આશાની વાત કરે છે ... પણ એમાં મારો વાંક નથી.. "

" એનું નામ પણ ના લઈશ તું .... એ તને કેટલો પ્રેમ કરતી હતી ... એનો અંદાજ છે તને.. ? "

" અને હું નહોતો કરતો એનું..? કોઈને પ્રેમ માટે જબરદસ્તી ના કરાય...? અને એ એની મુર્ખામી હતી કે એણે સુસાઈટ કર્યો... મેં એને કોઈ દગો નથી કર્યો... મેં સ્પષ્ટ એને ના પાડી હતી.. "

" પણ અવનીશ હવે તું મરીશ...? અને તું જેને તારું બધું માને છે ને એ પણ... હર્ષા...!! "

સુરેશ જોરજોરથી હસવા લાગે છે... અને ફરીથી બોલે છે...

" અને હા અવનીશ... આ આત્માનો તોડ મારા સિવાય કોઈ પાસે નથી...."

અને સુરેશ એક શેતાની અને કટુ હાસ્ય સાથે પોતાની પાછળ સંતાડેલી ચપ્પુ પોતાના ગળા પર મારી દે છે..

" સુરેશ.... સુરેશ ..."


**********


To be continue.....


Gohil Hemali "RUH"


@Rashu


શું થઈ રહ્યું છે હર્ષા અને અવનીશ જોડે..? શું અવનીશ સુરેશને બચાવી શકશે .?? શું સુરેશ અવનીશની મદદ કરશે..? જુઓ આવતાં અંકે.....