પ્રકરણ 30 તણાવ..!!
જમ્યા પછી અવનીશ બધું સાફ કરવા માટે કિચનમાં જાય છે .... અને હર્ષા તેની પાછળ પાછળ ફર્યા કરે છે...
" અરે... હર્ષા ... કેમ પાછળ પાછળ ફરે છે ..... ?? આરામ કર ને... "
" પણ અવનીશ.... હવે .... કેટલું સુઇશ...? "
" હા ... કઈ નહિ તો એક જગ્યાએ બેસ ને ... આમ તો થાકી જઈશ... "
" હા ... ઠીક છે..."
હર્ષા બેડ પર બેસી જાય છે અને અવનીશ કામ પતાવીને હર્ષા પાસે આવે છે ..
" હર્ષા ... એક વાત પૂછું....? "
" હા.... અવનીશ.... બોલો ને.... "
" હર્ષા.... આપણે હમણાં કંઈ નવી વસ્તુઓ ઘરમાં લાવ્યાં છીએ... ? "
" કેમ ... ? અવનીશ... ? "
" અરે ... જસ્ટ પૂછું છું હું ..!! "
" પણ કેમ તમે વળી ઘરમાં ધ્યાન આપો છો હમણાં..? "
" ના.. એવું કંઈ નથી... "
"તો કેવું છે..? "
" તું અણી કેમ કાઢે છે મારી.. ? "
" જસ્ટ પૂછું છું... "
" જો... પાછું... "
હર્ષા અવનીશની સામે જોઈને હસવા લાગે છે.... પણ અવનીશ ગંભીર બની જાય છે .. કારણ કે અવનીશને એ ચિંતા સતાવે છે કે જો એ રક્ષાસૂત્રનો પ્રભાવ ઘટી જશે તો એ આત્મા વધારે તીવ્રતાથી પ્રહાર કરશે.... તો પછી હું હર્ષાને કેવી રીતે બચાવીશ...? ક્યાં હશે એ વસ્તુ..? કઈ હશે એ વસ્તુ..?
" અવનીશ... અવનીશ .... શું વિચારો છો..? "
" કઈ નહિ.."
અવનીશ એકાએક ઝાટકા સાથે બેડ પરથી ઉભો થઇ જાય છે અને અત્યંત ગભરાઈને એ રૂમનો સામાન બધો ફેદવા લાગે છે... એને જોઈને હર્ષા તરત જ અવનીશ ને રોકવા માટે પ્રયત્ન કરે છે....
" અવનીશ ... અવનીશ ... અવનીશ... "
" હર્ષા પ્લીઝ ... દૂર રહે મારાથી.... "
" પણ અવનીશ ... આ બધું શા માટે વિખો છો.. ? "
અવનીશ કઈ જ જવાબ આપતો નથી ... અને હર્ષા એને રોકવાના સતત પ્રયત્નો કર્યા કરે છે... એ રૂમનો કબાટ અને એનો સામાન ....બધા જ પુસ્તકો ...બધું જ અવનીશ જુએ છે ... પણ અવનીશને કઈ જ મળતું નથી... અને અવનીશ તણાવ અનુભવે છે અને તણાવ વશ અવનીશ રડી પડે છે અને ત્યાં જ નીચે માથું પકડીને બેસી જાય છે... અને પોતાના ગોઠણ પર માથું નાખી દે છે ... એવામાં હર્ષાનો રડવાનો અવાજ આવે છે ...
" અવનીશ... અવનીશ... બચાવી લો....અવનીશ..."
અવનીશ અવાજ સાંભળી હર્ષાની સામે જુએ છે અને હર્ષાને જોઈને અવનીશ ઉભા થઈને હર્ષા પાસે જવા દોડે છે અને અચાનક એનું શરીર હવામાં ઉડવા લાગે છે...એના ચહેરાની આગળ. એના વાળ આવી ગયા છે અને હર્ષાનો અવાજ શાંત થઈ ગયો છે અને અચાનક જોર જોરથી હસવાનો અવાજ આવે છે....અને અવનીશ રડતા ચહેરે એની સામે જોઈ રહે છે...અને હર્ષાનો ચહેરો ઉપર તરફ થાય છે ...
" હર્ષા.... હર્ષા... "
હર્ષાનો ચહેરો કાળો પડી ગયો છે ... એની આંખોમાંથી લોહી નીકળી રહ્યું છે ...હોઠો સુકાઈ ગયા છે અને ચહેરાનો ડાબો ભાગ દાઝી ગયો છે...અને આ અવનીશ માટે અસહ્ય છે... અવનીશ ફરીથી બૂમ પાડે છે..
" હર્ષા.... "
અને અવનીશની નજર એ રક્ષાસૂત્ર પર જાય છે જે કાળું પડી ગયું છે પણ એની કોઈ જ અસર નથી... અને હર્ષાની અંદર રહેલી એ આત્મા બોલી ઉઠે છે...
" મેં કહ્યું હતું તારી હર્ષાને ...... કે શાંતિથી માની જા પણ નહીં.... હવે હું નહિ છોડું કોઈ ને નહિ... "
" હર્ષાને છોડી દો..... તમને હું જોઈએ છીએ ને તો મને લઇ જાઉં.... એને છોડી દો પ્લીઝ.... "
" તને લેવા માટે હર્ષાની ઈચ્છા જરૂરી છે ... નહીં તો એની મોત..."
અને અવનીશ મૌન રહે છે અને એ આત્મા જોર જોર થી હસે છે અને અચાનક હર્ષાનું શરીર ધબ દઈને નીચે પડે છે....અને અવનીશ તરત જ હર્ષા પાસે દોડે છે.....
" હર્ષા..... હર્ષા.... "