પ્રકરણ 9 અજુગતો અનુભવ..!!
"અરે , ઉભી થા હર્ષા..તારે ઑફિસ જવાનું છે તો લેટ થશે તારે..?"
" અને તમારે...?"
"મારે night shift છે ગાંડી..."
"શું..?"
અચાનક સફાળી બેઠી થઈને હર્ષા બોલી ઉઠે છે....
"ચાલ, હવે ઉભી થા પાણી ગરમ થઇ ગયું હશે...!!"
"હા, યાર.."
હર્ષા ઉભી થઈને ગરમ થયેલું પાણી બાથરૂમમાં લઇ જાય છે અને બહાર આવીને કપડાં લેતાં લેતાં બોલે છે...
"હું ન્હાવા જાઉં છું, અવનીશ.."
"હું મદદ કરું..?"
"ના ,, જરૂર નથી.."
"વાયડી..!!"
"તમે..!!"
"હું સુઈ જાઉં છું થોડી વાર..!!"
"હા..ભલે..!!"
હર્ષા ન્હાવા જાય છે થોડી ક્ષણોમાં હર્ષા આવીને ટિફિન બનાવે છે અને પછી ઑફિસ જવા માટે રેડી થાય છે...
"અવનીશ...અવનીશ.."
"હમ્મ"
"જાગી જાવ ને...મારે મોડું થશે..!!"
"હા...જતી રે ને..."
"જતી રે વાળી..બાઇક શીખવાડી દો એટલે જતી રહું..."
અવનીશ બેઠા થઈને બોલે છે...
"આઈડિયા સારો છે..!!"
"ચાલોને ..મૂકી જાવ ને , પેલો ખડૂસ બોસ બોલશે યાર.."
"હા..પાગલ.."
અવનીશ અરીસામાં નજર નાખી વાળ સરખા કરે છે અને બાઇકની ચાવી લઈને બહાર નીકળવા ઈશારો કરે છે....હર્ષા બહાર નીકળે છે અને અવનીશ લોક મારે છે...
"ગોબરી.."
"હર્ષા...??!! હું મુકવા નહિ આવુ...!!"
હર્ષા હસવા લાગે છે .બંને ઘરની બહાર નીકળે છે રોજનો એ અવાજ "જય શ્રી કૃષ્ણ " અવનીશ હર્ષાને ઑફ સુધી મૂકીને ઘર તરફ પ્રયાણ કરે છે...
અવનીશ ઘરે આવે છે.. અને હર્ષાને ફોન કરે છે થોડીવારમાં સામે છેડે ફોન રિસીવ થાય છે...
"હલો..."
"હા હર્ષા હું પહોંચી ગયો છું.."
"સરસ ....ધ્યાન રાખજો ...વાંધો નહીં.... મેં જમવાનું ત્યાં બનાવીને રાખ્યું છે.... જમી લેજો ટાઈમસર...અને કંઈ કામ હોય તો ફોન કરજો..."
"સારું.... હર્ષા....તું પણ ધ્યાન રાખજે..."
" હા... બાય..."
" બાય "
અવનીશ પોતાનો ફોન ચાર્જમાં મૂકે છે અને પાણી ગરમ કરી નાહવાની તૈયારી કરે છે એટલામાં પોતાનો બેડ સરખો કરે છે અને પાણી ગરમ થતા નાહવા જાય છે આવીને દીવો કરે છે તૈયાર થાય છે અને લેપટોપ લઈને પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે .....કામ ને કામમાં સમય ક્યારે પસાર થઈ જાય છે એનું તેને ભાન જ નથી રહેતું. જ્યારે આ બાજુ હર્ષા લંચ બ્રેક પડતા ફોન કરે છે એટલે અવનીશ પોતાનો ફોન લઈ જુએ છે તો હર્ષાનો ફોન છે એટલે ફોન રિસીવ કરે છે..
" હાલો.."
" હા , હર્ષુ ...બોલ .."
" અરે , જમ્યા ..?"
" નહીં ,યાર..."
" કેમ..? "
"અરે , કામ કરું છું તો ખબર જ નથી કંઈ..!!"
"અરે.... પાગલ... એક વાગી ગયા છે.!! જમી લો ...."
"હા , હમણાં જમી લઉં છું..."
" હમણાં વાળી......અત્યારે જ ઉભા થાવ અને જમી લો...."
"સારું , હર્ષા... જમી લઉં છું..... તું ચિંતા ના કરીશ .....શું બનાવ્યું છે જમવામાં...?"
"મેં ત્યાં બનાવીને જ મૂક્યું છે...જોઈ લો શું છે ને જમી લો..."
" હા , સારું ચલ..."
"શું સારું વાળી....ફોન પર વાત કરો કલાકનો બ્રેક છે...!!"
"તો..?"
" હું તો વાત કરવાની છું ...!!"
"હા , તારું લબ લબ શરૂ કરીશ..."
" તો , હવે હું લબ લબ કરું છું...."
" નહીં , હવે યાર ...."
"તો ....?"
"અરે.... એમ કહું છું કે હું જમી લઉં છું અને તું વાતો શરૂ રાખ.... "
" શરૂ રાખ.... means.."
" પાગલ... એમ કહું છું કે તું બોલ હું સાંભળું છું.. "
" તો બરાબર છે "
અવનીશ ઉભા થઈને જમવા બેસે છે અને હર્ષા એની મસ્તીખોર વાતોમાં મુશ્કેલ છે મશગુલ છે થોડીવારમાં જમી લે છે અને અવનીશ વાસણ સાફ કરવા લાગે છે અને બધું જ વ્યવસ્થિત મૂકીને બેડ પર બેઠા બેઠા હર્ષા જોડે વાતો કર્યા કરે છે .... આમ , એક કલાકનો લંચ બ્રેક ક્યારે પતી ગયો એ જ ખબર ના પડી...ફરીથી એ જ ક્રમ હર્ષા ઓફિસના કામમાં વ્યસ્ત અને અવનિશ પોતાનું લેપટોપ લઈને બેસી જાય છે ...પણ થોડી ક્ષણો પછી અવનીશ ને કઈ અજુગતો જ અનુભવ થાય છે ઘરમાં કોઈ જ નથી એટલે લેપટોપના કીબોર્ડની ટાઈપિંગ નો અવાજ એ ઘરમાં ગુંજ્યા કરે છે...
To be continue...
#hemali gohil "RUH"
@Rashu
શું અવનીશ પણ હર્ષાને અનુભવાય છે એ જ અનુભવી રહ્યો છે..?જુઓ આવતાં અંકે...