સાચું વ્યક્તિત્વ મનોજ નાવડીયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાચું વ્યક્તિત્વ

સાચું વ્યક્તિત્વ


'સ્પષ્ટ વાતો દવાનું કામ કરે છે'



રાહુલ અંદરને અંદર મનથી ખુબ દુઃખી થઈ રહ્યો હતો અને તે પોતાની જાતને વારંવાર ‌કોશતો હતો કે શાં માટે મને જ દુઃખ મળે છે ? શાં માટે મને જ બધાં હેરાન પરેશાન કરે છે ? રાહુલની ઉમર ૨૧ વર્ષની હતી અને તે એક કંપનીના સ્ટોર કીપરમા નોકરી કરી રહ્યો હતો. દિવસે તેને પોતાની સાથે કામ કરતાં સાથી કર્મચારી સાથે રેહવુ પડતું. આથી સાથે રહેતાં ૨-૩ મિત્રો સાથે તેને અણબનાવ‌ બન્યો રહેતો. પોતાને એમ લાગતું કે હું વધારે કામ કરું છુ અને મારી સાથે રહેતા કર્મચારી ઓછું કામ કરે છે.


આથી જ્યારે કંપનીનાં સુપરવાઈઝર દ્વારા કામ દેવામાં આવે ત્યારે તેને એવુંજ લાગતું કે સુપરવાઈઝર મને વધારે કામ આપે છે અને સાથે કામ કરતાં સહકર્મચારીઓને ઓછું કામ આપે છે. ક્યારેક ક્યારેક બિન આયોજિત કામ પણ આવી જતું ‌હોય છે, કારણ કે કંપનીમા તો કોઈ ને કોઈ સામગ્રી કે વસ્તુઓ આવતી અને જતી હોય છે. આથી‌ બિન આયોજિત કામ વધી જવાનાં લીધે રાહુલ સાથે કામ કરતાં સહકર્મચારી સાથે બોલવામાં બહું આડું અવળું બોલી જતો, તેને શું બોલવું ના બોલવું તેને સમજણ ના હતી. જેમ કે એ બિજાને કહેતો કે મેં આટલું કામ કર્યું છે તો હવે બીજો કામ કરશે. તેનાં બોલવાનાં સ્વભાવને લીધે સહકર્મચારીઓ પણ તેનાં કામને મજાકમા લેતાં, મજાક મજાકમા રાહુલને બોલી દેતાં કે આ કામ તુજ કર, આ તારુ જ કામ છે. એટલે રાહુલ પણ તે લોકો સાથે ઝઘડી પડતો અને પછી દુઃખી થઈ જતો.


બોલતો ઘણાં શબ્દો, જે હતાં વ્યર્થ,

ના ઓળખી શક્તો, એથી મળતું દુઃખ,


દુઃખનું પણ કારણ‌ હતું, અહિં ક્યાં કોઈને જાણવું,

જે સમજીને એ જાણે, તે જ બને એ સુખની ચાવી..


એકવાર‌ રાહુલની ફરિયાદ કંપનીના મોટાં જનરલ મેનેજર પાસે પહોંચી ગઈ અને તેને બોલાવવામા આવ્યો, કારણ કે તેની સાથે કામ કરતાં સહકર્મચારી સાથે કામની બાબતે ઝગડો થઇ ગયો હતો.


રાહુલ જનરલ મેનેજરની ઓફિસમા ગયો અને જોયુ કે આટલું મોટી ઓફિસમાં એક માણસ, ખુબજ મોટી પોસ્ટ પર આટલા બધા લોકોને કઈ રીત સંભાળતાં હશે ? તે ખુરશી પર બેઠો અને મેનેજર કહ્યું તારી ફરિયાદ કેમ આવી છે. રાહુલ પણ કહ્યું આ બધાં મારી પાસે જ કામ કરાવે છે. બીજા કામ આવે તો મારી સાથે મજાક મસ્તી કરીને મને કામ છોપી ‌દે છે.


જનરલ મેનેજરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું "આપણે કામ જ કરવા આવ્યાં છીએ" તું બીજાનું કામ છોડ. બીજાં લોકો શું કામ કરે છે તે આપણે નથી જોવાનું. વધારાનું અને બિન આયોજિત કામ આવે તો પણ તેને કરી લેવાય, બની શકે કંપની તેનુ વેતન ના આપે પણ ઉપરવાળો ઈશ્વર તેનું વેતન જરુર આપે છે. ખાસ કરીને જોઈએ તો ૮ કલાકનુ વેતન કંપની તમને આપે જ છે. આપણે કંપનીમા કામ માંટે ૮ કલાકમા જીવ નાખી દેવાનો હોય છે. જેથી આપણાં બાકીનાં ઘરનાં સભ્યો આરામથી જીવન જીવી શકે.


આ વાત રાહુલનાં મનમાં ઘણે ઊંડે સુધી દવાની‌ જેમ અસર થઈ. હવે તે પોતાનાં ખોટા વ્યકિતત્વને ઓળખી ગયો. આજ ખોટા વ્યકિતત્વથી તે સાચું વ્યકિતત્વ પણ પહેલું કદમ મુકે છે. રાહુલે મેનેજર સાહેબ પાસે માફી માંગી અને બીજી વાર આવું નહીં થાય એવું વચન પણ આપ્યું.


એ જ કંપનીમા રાહુલ ધીરે ધીરે બધાં જ કામ ખૂબજ સરસ રીતે કરવા લાગ્યો. ખાસ કરીને તે પોતાનાં શબ્દોને મૌનથી જ ઢાંકી રાખતો. એટલે તે મૌનના શબ્દ તેનાં પર સુખની જેમ અસર કરતા. સમય જતાં તે એક સ્ટોરકીપરથી મેનેજર બની ગયો.


આથી એવું ‌વ્યક્તિત્વ બનાવો‌ કે જીવનમાં બધા યાદ કરે. રાહુલનું સાચું વ્યક્તિત્વ જનરલ મેનેજરે કહેલી સ્પષ્ટ વાતોથી બહાર નીકળ્યું. એવી જ રીતે,‌


"આપણામાં રહેલુ સાચું વ્યક્તિત્વ કોઈએ કહેલી સાંચી વાતોથી બહાર જરુર આવે છે"




મનોજ નાવડીયા

Manoj Navadiya

E-mail: navadiyamanoj62167@gmail.com