તલાશ - 2 ભાગ 58 - અંતિમ Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

તલાશ - 2 ભાગ 58 - અંતિમ

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. 


તલાશ 2 વિષે થોડુંક :તાલશ 2 અહીં પુરી થાય છે ત્યારે સૌથી પહેલા તો ખુબ ખુબ આભાર, મારા તમામ વાચકોનો જેમણે મારી લખવાની અનિયમિતતા છતાં વાંચી ને સતત મને પ્રોત્સાહિત કર્યો છે. વચ્ચે એક તબક્કો એવો આવ્યો કે હું લગભગ 20 દિવસ સુધી કઈ લખી શક્યો ન હતો. છતાં વાચકોનો પ્રેમ મને ફોન મેસેજ વોટ્સએપ ઇમેઇલ તથા રૂબરૂ મળતો રહ્યો.(એ અંગત મુસીબતના દિવસોમાં મારી લખવાની ઈચ્છા જ પડી ભાંગી હતી) અને વાચકોની પ્રેરણા એ જ મને ફરીથી લખવા પ્રોત્સાહિત કર્યો. આઉપરાંત ટિમ માતૃભારતી, જયેશ ભાઈ અને મહેન્દ્રભાઈ નો ખુબખુબ આભાર. ડેડલાઈન ને અવગણીને પણ મારી વાર્તાના હપ્તા નિયમિત બુધ અને શનિવારે માતૃભારતી પર પબ્લિશ થાય એવી વ્યવસ્થા એમને કરી એમાં એમને પણ શિડ્યુલિંગમાં તકલીફ આવી હશે. આ સિવાય પ્રિય મિત્ર આશુ પટેલ, પરવીન પીઠડીયા અને મિત્ર દંપતી ભાવિષાબહેન અને રૂપેશ ભાઈ ગોકાણી એ મને સતત પ્રોત્સાહિત કર્યો છે  મારા તમામ વાચકો, મને જાણનારા કે માત્ર એક વાર્તા લેખક તરીકે ઓળખનારા તમામનો ખુબ ખુબ આભાર. તો ફરી મળીશું બહુ જલ્દી ....

 

xxx

 

"મને તમારી ભીખ નથી જોઈતી મનોજ ભાઈ. રૂપિયા તો મારી પાસે બહુ છે. અડધું જેસલમેર ખરીદી લઉ એટલા, બસ બહુ થયું તમે આવા અણઘડ માણસોને સર્વિસમાં રાખ્યા અને પાછા રૂપિયાનો રુવાબ દેખાડો છો. મુકેશ, (જીગ્નાનો દુલ્હો) એ મુકેશ, ચલો ગાડીમાં બેસો. આપણે સગાઈ નથી કરવી." સાંભળીને મનોજના હાથપગ ફૂલી ગયા એને ચક્કર આવી ગયા એ જમીન પર પડવાનો જ હતો કે પાછળથી આવેલા જીતુભા એ એને પકડી લીધો.

"અરે, અરે ભાઈ એમ આવી નાની વાતમાં સગાઈ તોડવાની ક્યાં માંડો છો. આ બહેન નો ડ્રેસ ખરાબ થઇ ગયો છે. પણ ઓલા સાગર ભાઈ ગયા છે હમણાં 10 મિનિટમાં આવા 4 ડ્રેસ લઈને આવશે." જીતુભા એ મનોજ ને સંભાળતા સંભાળતા કહ્યું.

"તું કોણ છો અમારી વેવાઈ વેલા ની વાતમાં ડબકા મુકનાર, અચ્છા આ મનોજ ભાઈ નો કોઈ ક્લાર્ક કે મેનેજર લાગે છે, હું તારા જેવા માણસ સાથે વાત નથી કરતો, અને એય" કહી એણે પોતાની થનારી પત્ની ને સંબોધન કર્યું "મુકેશ ક્યાં? બોલાવ એને. આપણે સગાઈ નથી કરવી. અને ચાલો બધા હોટેલ પર."
"પણ, મુકેશ ભાઈ તો બાપુ સા અને કાકા સા સાથે પહેલા જ સ્ટેજ પર પહોંચી ગયા છે.આ તમને  છેલ્લી મિનિટે શર્ટનું મેચિંગ ચેન્જ કરવાનું યાદ આવ્યું એટલે આપણે મોડા છીએ."
"ઓકે. તો ચાલ આપણે ત્યાં જઈએ અને ઉઠાડીએ એ બધાને" કહીને નવીન મુખ્ય હોલ તરફ આગળ વધ્યો એની થનારી પત્ની એની પાછળ જોડાઈ. મનોજ સહેજ સ્વસ્થ થયો હતો. એ દોડ્યો અને નવીન ના પગમાં પડી ગયો અને કહ્યું. "નવીન ભાઈ પ્લીઝ આવડી વાતને આટલું મોટું સ્વરૂપ ન આપો માન્યું કે એ વેઈટરની ભૂલ હશે, પણ ક્યાં આપણે અને ક્યાં એ લોકો. આવા નાના માણસોની ભૂલ ને ઇગ્નોર કરવી જોઈએ."
"એટલે મારી પત્નીનો 5 લાખ નો ડ્રેસ રદ્દી કરી નાંખનાર ને માફ કરી દવ. અને ઉપરથી મને આંધળો કહ્યો."
"ના એણે તમને આંધળા નથી કહ્યા. એમ કહ્યું કે તમારું ધ્યાન વાતોમાં હતું"
"એટલે એ વેઈટરની તરફેણમાં તમે મારી સાથે દલીલ કરો છો અને એને સાચો પુરવાર કરવા માંગો છો કે જે માણસ હવે જિંદગીમાં કદી તમને મળવાનો પણ નથી. જયારે હું. હું તમારી બહેનનો જેઠ છું આખી જિંદગીના સંબંધ છે આપણા." દરમિયાનમાં મનોજ એના પગ પાસેથી ઉભો થયો અને એના ખભા પર હાથ મુક્યો અને કહ્યું. "નવીન ભાઈ, સાગર ગયો છે. અને અહીંથી 3-4 મિનિટના આંતરે જ મેં કહ્યું એ સ્ટોર છે. અને ત્યાંના બેસ્ટ 3-4 જોડી ચણિયાચોળી લઈને આવતો જ હશે. પ્લીઝ" ત્યાં નવીને એને ધક્કો માર્યો મનોજ લથડ્યો અને પડવાથી બચવા એણે કંઈક પકડવા હાથ લંબાવ્યો એને નવીનનું શર્ટ એના હાથમાં આવ્યું શર્ટ સાથે જ નવીન પણ ખેંચ્યો બન્ને પડતા માંડ બચ્યા. પણ નવીનના શર્ટ નું ઉપરનું બટન તૂટી ગયું. ઉપરાંત જમણા ખભા પાસેની ઉપર ની સિલાઈ પણ ઉખડી ગઈ.
"આ શું કર્યું તમે, તે મનોજ" નવીન નો અવાજ ફાટ્યો એ હોલમાં પહોંચ્યો હતો જ્યાં સગાઈ ની વિધિ શરૂ જ થવાની હતી. જીગ્ના, સોનલ, મોહિની અને અન્ય 2-3 એની બહેનપણીઓ  અને ભાભી સાથે સ્ટેજના એક સાઈડમાં ખુરશી પર બેઠી  હતી. જયારે મુકેશ સ્ટેજ પર વચ્ચોવચ બેઠો હતો એની આજુબાજુ એના પપ્પા મોટા બાપુ ભાભુ અને 2-3 સગા હતા એ લોકો નવીન ની રાહ જ જોઈ રહ્યા હતા. પંડિતજી વિધિ કરવા તૈયાર બેઠા હતા. એમણે આ કોલાહલ સાંભળ્યો મુકેશના પપ્પા એ બાજુમાં ઉભેલા કોઈ ને પૂછ્યું "શું થયું. કોણ રાડો નાખે છે" એ દોડ્યો અને નવીન પાસે પહોંચ્યો એ જ વખતે મનોજની પાછળ ઉભેલા જીતુભા ક્યારનો નવીનને જોઈ રહ્યો હતો એને થતું હતું કે  નવીનને ક્યાંક જોયો છે. મુકેશના પાપાએ ખબર પૂછવા જેને મોકલ્યો હતો એ નજીક આવતા જ જીતુભા એ ચતુર ને ઓળખ્યો. સાથે જ એના મગજમાં સ્ટ્રાઇક થઇ કે નવીન ને ક્યાં જોયો છે. એ તરત જ પાછો ફર્યો અને શું કરવું એ વિચારમાં પડ્યો ત્યાં જ પૃથ્વી એની પાસે પહોંચ્યો."શું થયું જારેજા શું ધમાલ છે?"
"પૈસાવાળા લોકો ના ચોચલા છે. પરબત, બધા તારી જેમ રૂપિયા પચાવી શકતા નથી પણ આને તો મારે સમજાવવો જ પડશે."
"તું કહે તો હું 5 મિનિટમાં મામલો શાંત કરાવી દઉં એ ગમે એનો દીકરો હોય બાપુ સા એક ફોનથી એને સમજાવી દેશે."
"ખોટા ખડકસિંહ બાપુ ને હેરાન કરવાની જરૂર નથી 10 મિનિટ પછી આ નમૂનો મનોજ ના પગમાં પાડીને માફી માગશે બસ. ચાલ જીગ્નાને મળી લઈએ" જીતુભા એ કોન્ફિડન્સ થી કહ્યું.


xxx


"હેલો ગ્રેસ," નિનાદ ફોનમાં કહી રહ્યો હતો સ્પીકર ચાલુ હતું અને ઘરના તમામ સભ્યો સાંભળી રહ્યા હતા.
"ઓહ્હ, હેલો મારા પ્રિન્સ ચાર્મિંગ તને ફોન કરવાનો સમય મળ્યો ખરો."
"હા હું કંપનીના કામમાં બીઝી હતો."
"ઓકે. એક બિગ બ્રેકીંગ ન્યુઝ છે તારા માટે. તું વિચાર કર હું અત્યારે ક્યાં જઈ રહી હોઈશ"
"મેય બી ક્લબમાં કે પછી....."
"ના પપ્પાના ઘરે. મેં ગઈ કાલે જ તને ફોન કર્યો હતો આ 4-5 દિવસમાં ઘણું બની ગયું છે. મારા જીવનમાં. તું અચાનક નીતા મેડમના એક ફોનથી ચાલ્યો ગયો પછી મેં ફરીથી આપણા સંબંધો વિશે વિચાર્યું અને મને એમાં કોઈ ભવિષ્ય દેખાતું ન હતું. એમાં એ જ દિવસે સાંજે મારા પપ્પા મારા એપાર્ટમેન્ટ પર મળવા આવ્યા. એમણે મને સમજાવી કે હું તને ભૂલી જાઉં. માઈકલ પણ એની સાથે હતો તું ઓળખે છે ને પપ્પાની ઓફિસમાં એકાઉન્ટ ચીફ છે એ. મારો બચપણનો મિત્ર અને એ મને મનોમન ચાહતો હતો થોડો રૂપિયે ગરીબ છે પણ બહુ ટેલેન્ટેડ છે. પપ્પાને પણ મારા જીવનસાથી તરીકે એ ગમતો હતો. એણે મને ત્યાં જ પપ્પાની સામે પ્રપોઝ કર્યું. મેં 2 દિવસ વિચારવાનો સમય માંગ્યો. અને છેવટે મેં એને તારી સાથેના સંબંધો વિશે બધું સાચું કહી દીધું."એક શ્વાસે ગ્રેસે કહ્યું.
"પછી શું થયું." નિનાદે પૂછ્યું.
"માઈકલે કહ્યું 'મને તારા ભૂતકાળમાં નહીં વર્તમાન અને ભવિષ્યમાં રસ છે.' બસ આ સાંભળીને મેં એને પરણવાનો નિર્ણય લઇ લીધો 4 દિવસ પછી મારા મેરેજ છે. તું અને નીતા મેડમ બન્ને હાજરી આપશો તો મને અને માઈકલને બન્ને ને ગમશે ગઈકાલે જ મેં હું જ્યાં રહેતી હતી એ એપાર્ટમેન્ટ વેચી નાખ્યું અને હું પપ્પાને ત્યાં જ એની સાથે જ રહીશ. હવેથી આપણા સંબંધો માત્ર પ્રોફેશનલ જ રહેશે" કહી ગ્રેસે ફોન કટ કર્યો અને એ સાથે જ અનોપચંદના ઘરમાં બચેલી થોડી ઉદાસી પણ ગાયબ થઈ ગઈ.  


xxx    


"અરે વેવાઈ કઈક તો સમજો આમ નાની અમથી વાતમાં તમે સગાઈ રોકવાનું કહો છો એ સારું નથી."
"હવે વેઈટર ની વાત જ નથી રહી તમારા દીકરાએ નવીનનું અપમાન કર્યું છે. એને 5 લાખના ડ્રેસના રિપ્લેસમેન્ટ ની વાત કરી ઉપરાંત એનો કાંઠલો પકડ્યો એનું શર્ટ નું બટન તૂટી ગયું શર્ટ ફાટી ગયું."
"અરે ભાઈ એ તો અકસ્માત હતો મનોજ ને નવીને ધક્કો માર્યો એ પોતાને પડવાથી બચવા કંઈક પકડવા ગયો એમાં નવીનનું શર્ટ હાથમાં આવી ગયું.એટલે" કિષ્નચંદે કહ્યું. દરમિયાનમાં જીગ્ના સોનલ મોહિની અને જીગ્નાની ભાભી પણ ત્યાં પહોંચ્યા. એ બધા રડતા હતા અને સામા પક્ષને વિનવવા મંડ્યા પણ એ લોકો એકના બે ન થતા હતા. "ચાલો ચાલો બેસો ગાડીમાં" કહી નવીનના પપ્પા, જીગ્નાના મોટા સસરા આગળ વધ્યા. જીગ્નાનો મોટો સસરો હાડેતો હતો. 6 ફૂટ ઊંચો, લગભગ 125 કિલો વજન ધોતિયું કુર્તો અને ઉપર જવાહર જેકેટ પગમાં ચમચમતા લેધર બૂટ.      
"શેઠજી હું રિક્વેસ્ટ કરું છું. આ જીગ્ના મારી નાની બેન છે. સાવ આવડી અમથી વાત ને આટલી ન ખેંચો પ્લીઝ..." એક પાણીદાર અવાજે એનું ધ્યાન ખેંચ્યું. કિષ્નચંદે જોયું તો કોઈ યુવાન જીગ્નાના મોટા સસરાને  હાથ જોડીને વિનવી રહ્યો હતો."આ કોણ છે?"
"એ મારો ભાઈ છે. જીતુભા" જીગ્ના ની પાછળ રહેલી સોનલે કહ્યું અને કિષ્નચંદે મોં મચકોડયુ  અને મનમાં વિચાર્યું. "આ મિડલ ક્લાસ લોકો શું સમજતા હશે પોતાને આ કરોડોપતિ શેઠિયો મારી વાત નથી સાંભળતો એ એની વાત શું સાંભળશે હમણાં એક ધક્કો મારીને એને ફેંકી દેશે અને થયું પણ એવું જ જીગ્ના ના મોટા સસરાએ જીતુભાને હાથથી ધકેલતા કહ્યું "હું નોકરો સાથે વાત... "અચાનક એ અટક્યો એનું ધ્યાન જીતુભા પર પડ્યું અને એ બોલી ઉઠ્યો "અરે,જીતુભા, તું. તમે,, અહીંયા ક્યાંથી."
"મેં કહ્યું ને કે જીગ્ના મારી નાની બેન છે. અને નવીન અને વેઇટરની અથડામણ એ એક અકસ્માત હતો. વેઈટર સરબતની ટ્રે સંભાળવામાં ધ્યાન ચુક્યો અને નવીન અને એની વાઈફ વાતો કરતા આવતા હતા. એમાં ભટકાઈ પડ્યા." જીતુભા એ કહ્યું.
"પણ મનોજે રૂપિયાનો રુવાબ દેખાડ્યો અને નવીન નો કાંઠલો પકડ્યો એનો શર્ટ ફાટી ગયો"
"ગુલાબચંદ જી એ બીજો અકસ્માત હતો અને એમાં વાંક નવીનનો હતો એણે મનોજ ને ધક્કો માર્યો હું બાજુમાં જ હતો મનોજે કૈક પકડવા હાથ લંબાવ્યો અને નવીન નો શર્ટ એના હાથમાં આવ્યો." જીતુભા એ  શાંતિથી કહ્યું અને ઉમેર્યું "મનોજે રૂપિયાનો રુવાબ નહોતો દેખાડ્યો એ એક વ્યવહારુ સૂચન હતું કે નવીનની વાઇફના ચણીયા ચોળી ખરાબ થઇ ગયા છે તો તાત્કાલિક નવા રેડિમેટ મંગાવી લીધા જેથી વિના મુશ્કેલીએ પ્રસન્ગ માણી  શકાય."
આ સાંબળીને ગુલચન્દ નવીન તરફ ફર્યો. અને કહ્યું. "નવીન સાચું બોલજે આ જીતુભા કહે છે એ સાચું છે?"
"હા પપ્પા પણ તમે કામ એક નોકર ની વાતમાં..."
"નવીનનનનન" ગુલાબચંદની ચીસથી બધાનું ધ્યાન એના તરફ ખેંચ્યું. "આ જીતુભા અગર તને 4 લાફા મારી દે અને અહીં સ્ટેજ પર બેસાડે તો પણ હું કઈ નહિ કહું સમજ્યો. જયારે એ કહે છે કે વેઈટરનું ભટકાવુ એક અકસ્માત હતો અને મનોજનું સૂચન વહેવારુ જ હતું તો પતી ગયું. વાત પુરી. ચલ મુકેશ સ્ટેજ પર આવ" કહી મુકેશનો હાથ પકડ્યો.
"પણ પપ્પા" નવીને કહ્યું.
"ચલ હવે પપ્પા વાળી, આ જીતુભાને તારી ચામડીના જોડા સીવડાવીને પ્હેરાવીશ તોય એના ઉપકારનો બદલો નહીં વડે. અને એ જો કહેશે તો હું કિષ્નચંદજી જ નહીં મનોજ અને જીગ્ના ની પણ માફી માંગીશ, કિષ્નચંદજી તમારી દીકરી જીગ્ના ખરેખર નસીબદાર છે કે જીતુભા જેવો એનો ભાઈ છે. ચાલો બધા" કહી એ પોતાના નાનાભાઈ(જીગ્ના ના સસરા)નો હાથ પકડીને સ્ટેજ પર પહોંચ્યો અને પંડિતજીને કહ્યું વિધિ શરૂ કરાવો. કિષ્નચંદ અને મનોજ અવાચક બની ને ઉભા હતા.
"માં આ કોણ છે? ધૂંધવાતા નવીને પોતાની માં ને એક બાજુ બોલાવી પૂછ્યું  
"એ જીતુભા છે. જયારે તું લંડનમાં ફસાયો હતો ત્યારે માત્ર ચતુરને 5 મિનિટ મળ્યો હતો અને એને આખી વાત પકડી પાડી હતી અને પોતાના માણસો દ્વારા તને ત્યાંથી છોડાવ્યો હતો." નવીનને આખી વાત સમજાઈ એ જીતુભા પાસે ગયો અને એની માફી માંગી મનોજ જીતુભાની બાજુમાં જ ઉભો હતો એની પણ માફી માંગી અને કહ્યું "સોરી, અમે છોકરા વાળા જેવું કર્યું. આખી વાતમાં મારો વાંક હતો."
"કઈ વાંધો નહીં હવે સગાઈના પ્રસંગ નો આનંદ લઈએ. આ સાગર ભાઈ આવી ગયા. જુઓ 4-5 જોડી લાવ્યા છે. દીદીને જે પસંદ આવે એ ચેન્જ કરી લે સગાઈની વિધિ 10 મિનિટમાં શરૂ થશે." કહી જીતુભા ત્યાંથી જીગ્ના પાસે ગયો અને એના માટે હાથ ફેરવ્યો. એ સતત રડતી હતી કિષ્નચંદ એને શાંત કરી રહ્યા હતા. જીગ્ના એ રડતા રડતા જીતુભાની સામે જોયું એ સહેજ મુસ્કુરાઈ. જીતુભા એ એને કહ્યું. અરે રડે છે શું કરવા? લગ્ન ને હજી વાર છે. ત્યારે થોડુંક રડજે,"
"થેંક્યુ જીતુભા" જીગ્ના એ કહ્યું.
"અરે ગાંડી ભાઈ ને થેન્ક્યુ કહેવાનું હોય" જીતુભાઇ એને હગ કરતા કહ્યું કૃષ્ણ ચંદના મગજમાં પણ પસ્તાવાના પૂર વહેતા હતા જયારે કામિનીએ જીતુભાને સગાઈમાં આવવાનું આમંત્રણ આપ્યું એ એમને ગમ્યું ન હતું એનો પસ્તાવો એ કરી રહ્યા હતા.

xxx 

કરાચીના એક અત્યંત અપ માર્કેટ સોસાયટીમાં આવેલા હારબંધ બંગલાઓમાં 2 બંગલાની કમ્પાઉન્ડ વોલ તોડીને 2 બગીચાઓને જોડીને બનાવેલ આલીશાન ગાર્ડનમાં એક મોટા ટેબલ અને એની ફરતે રહેલી 7 ખુરસી પર 7 જણા બેઠાંહતા. 2 પ્રૌઢ કપલ અને 3 જવાનીયાવ, 

"મામુ ચાચુ. મારી તકલીફનું કૈક વિચારો" નાઝે હસતા હસતા કહ્યું.

"તને શું તકલીફ છે બોલ" હનિ-ઈરાની એક સાથે બોલ્યા. 
આ સામેના બંગલામાંથી રોજ અહીં ચા- નાસ્તો, જમવા આવવું પડે છે. મામી કે ચાચી બીમાર હોય તો ગમે એના રસોડે જય રસોઈ કરવી પડે છે. બાપરે કેટલી તકલીફ છે મારા નિકાહ કરાવી દો."

"પણ કોની સાથે એ તો તું નક્કી કર" અઝહર અને શાહિદે એક સાથે કહ્યું.

"નાઝ દીકરી, ફરીથી વાત ત્યાં ને ત્યાં જ આવીને ઉભી રહે છે. તારે  છે એ નક્કી કર જલ્દી હવે." મામી અને ચાચી એ કહ્યું. 

"મામુ, ચાચુ, તમને ખબર છે, તમને દુબઈથી ભાગવા મજબુર કરનાર કોણ હતો?" અચાનક નાઝે પૂછ્યું.

"અમે ઓળખતા નથી પણ મુંબઈની કોઈ કંપનીનો મુલ્જીમ જતો જીતુભા નામનો" ઈરાની એ કહ્યું એ સાથે જ અઝહર અને શાહિદ ચમક્યા એણે નાઝ સામે પ્રશ્નસૂચક નજરે જોયું . નાઝે હા માં માથું ધુણાવ્યું અને કહ્યું "હા અઝહર, શાહિદ એ જ જીતુભા જેણે આપણને લંડમાં આપણા પર હુમલો કર્યો હતો અને રાતો રાત ભાગવા મજબુર કર્યા હતા અને એજ ઓલા નાસાના ઓપરેશન પાછળ જવાબદાર છે, એ જ જેને કારણે મારે જેસલમેર છોડીને ભાગવું પડ્યું હતું અને તમારી મદદથી હું માંડ બચી હતી." કહેતા એનો શ્વાશ ફૂલી ગયો બધા ખામોશ થઈ  ગયા.                
"પણ એને ને નિકાહને શું લાગે વળગે?" આખરે ચાચીએ પૂછ્યું.

"એજ કે જે જીતુભાને ખતમ કરશે એ મારો સોહર બનશે. મારા માં-બાપ પછી તમે લોકો જ છો મારી સંભાળ રાખનારા. તમારા પ્લાન ચોપટ કરનાર અને મને અડધી રાત્રે ભાગવા મજબુર કરનારને હું તરફડીને પગ ઘસડતાં મરતો જોવા માંગુ છું. અઝહર,શાહિદ તમે બન્ને સાથે કે અલગ અલગ કોશિશ કરો મને કઈ ફર્ક નથી પડતો. જીતુભા મરવો જોઈએ, અને જીતુભાને પહેલી ગોળી મારનાર કે એને મોત સુધી લાવનાર સાથે હું નિકાહ કરીશ, મને  2 વર નથી જોતા. કોઈ એક જ જોઈએ છે. પણ આપણા બચપણની દોસ્તીની કસમ તમારા 2 માં કોઈ હુંસાતુંસી ન જોઈએ. જે પહેલા જીતુભાને મારશે કે મરવા મજબુર કરશે એ મને જણાવશે અને બીજો એ વાત ઈમાનદારીથી સ્વીકારશે. એટલી ઈમાનદારી દાખવજો. 

"મને મંજુર છે" અઝહર અને શાહિદે એક સાથે કહ્યું. 

"તો તલાશ શરૂ કરીદો. ઇનામ બહુ મોટું છે.“ નાઝે હસતા હસતા કહ્યું અને બાંધણીપલેટમાં નાસ્તો પીરસવા માંડ્યો.

સમાપ્ત.
 

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો. 

 

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 3 અઠવાડિયા પહેલા

Amit Shah

Amit Shah 3 માસ પહેલા

Vandana Parmar

Vandana Parmar 3 માસ પહેલા

excellent story

Jaydeep R Shah

Jaydeep R Shah 6 માસ પહેલા

Rakesh

Rakesh 5 માસ પહેલા