પરોપકારી કર્મ  મનોજ નાવડીયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરોપકારી કર્મ 

પરોપકારી કર્મ


'સાચા સુખની એકજ ચાવી'


આપણું સાચું કામ, કાર્ય અને કર્મ શું છે ? આ જીવનમાં બસ મોજ મસ્તી કરીને જતું રહેવાનુ ? શું આમ કરવાથી મનુષ્ય જીવને પરમ સુખ મળે છે ? ના.. આવાં કર્મ બસ ફક્ત થોડાં સમય માટેજ સુખ આપે છે, મનુષ્ય જીવ બસ થોડાં સમય માટેજ આનંદિત રહે છે. તો પછી મનુષ્યને સાચું સુખ કઈ રીતે મળે ? એવો તો કયો ઉપાય છે કે આ મનુષ્ય જીવને પરમ સુખ મળે ?


સાચું સુખ ત્યાજ મળે છે, જો તે બીજાને કોઈને કોઈ અને નાનામાં નાના કાર્યમાં પણ નિસ્વાર્થ પણે મદદ કરે. એટલે કે જો મનુષ્ય પરોપકારી કર્મ કરે, તો જ સાચું સુખ મળે.


"પરાપકરમાં જ સાચો સુખ અને આનંદ રહેલો છે"


હમેશાં મનુષ્ય આ ઝડપી જીવનમાં પોતનુજ વિચારતો રહેતો હોય છે. કઈ રીત પૈસા કમાવવા, ગાડી અને મકાન બનાવવા. બસ તે આવા કાર્ય કરવામાં ઘણાં જ ખોટાં કામો કરી બેસતો હોય છે. પરંતુ મોટાં ભાગે આ કુત્રિમ જગતમાં મનુષ્ય અંતે સુખજ શોધતો હોય છે. મનુષ્ય યુવાનીમાં મન ફાવે એમ જીવન બરબાદ કરે છે અને ઘડપણમાં તેનું જ શરીર તેને સાથ ના આપીને એકલવાયું જીવન વ્યતિત કરે છે.


હવે આવાં કપરાં સમયમાં પણ મોટાં મોટાં શહેરોમાં મેં પરોપકારી મનુષ્યને જોયાં છે, જે ખુબ જ સુંદર પરોપકારી કર્મ કરતાં હોય છે. તે ક્યાક ને ક્યાક અથવા તેમનાં દ્વારા કરેલી પ્રવુતિઓ દ્વાર તે જોવાં મળી જતાં હોય છે. હું રસ્તે ચાલતો જતો હોવ, તો રસ્તામાં પાણી પીવા માટેના કુંડો જોયાં છે, જેનાથી રસ્તે હાલતાં ચાલતાં પશુઓ જેમ કે ગાયો, કુતરાઓ અને બીજા અન્ય જીવોને પાણી પીવાનું જલ્દી જ મળી જતું હોય છે. આ એક ઉત્તમ કાર્ય અને કર્મ છે, જે પરોપકારી કર્મનુ ઉદાહરણ છે.


મેં ઘણીવાર જોયું કે ઉનાળો આવે એટલે રસ્તે ઠેર ઠેર પાણીની પરબ લાગી જતી હોય છે. આથી તરસ્યાં લોકો પાણી પીઈને તરસ છીપાવે છે, જે પરોપકારી કર્મનુ બીજું ઉત્તમ ઉદાહરણ છે. કચ્છમા તો મેં દરેક જગ્યાયે પંખીઓનાંં ચબુતરા જોયાં, જ્યાં પક્ષીઓ ચબુતરા પર બેસીને ચણ અને વિસામો કરતાં હોય છે. મોટાં મોટાં શહેરોમાં ઘરે ઘરે પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા પણ મુકતાં હોય છે.


આમ પરોપકારી જીવ દ્વારા બધેજ એમનું પરોપકારી કર્મ જોવાં મળી જતુ જ હોય છે. ઘણીવાર રસ્તે ગાડી ખરાબ થાય તો મોટાં ભાગે મનુષ્ય તેને અનદેખી કરીને જતાં રહેતાં હોય છે. પરંતુ વાસ્તવમાં કોઈ એક જ વ્યકિત તેને મદદ કરે છે. જામનગરમા રિલાયન્સ કંપનીમાં જાવ તો રસ્તા વચ્ચે બોર્ડ મારેલું જોવા મળ્યુ કે રસ્તા પર ગાડી શાંતિથી જોઈને ચલાવવી, કારણ કે અહીયાં બાગનાં પંખી, પક્ષી, પ્રાણી અવજવર કરે છે. આ જોઈને મને વિચાર આવ્યો કે વાહ ખુબ સરસ. આ લખવાં વાળા મનુષ્યને ખુબ ખુબ આભાર માનવો જ રહ્યો.


પરોપકારની ભાવના ના રાખનાર મનુષ્ય દુઃખી રહે છે. પરોપકારથી મનુષ્ય સુખનો આનંદ અનુભવે છે


"બીજાનાં ભલા માટે જીવવું, સારા નિઃસ્વાર્થ પણે કાર્યો કરવાને પરોપકારી કર્મ કહેવાય છે"


હું નાના હતો ત્યારે હું દાદા સાથે રોજ ચાલીને ખેતરે જતો. એટલે ચાલતાં ચાલતાં રસ્તાની વચ્ચે મારાં દાદા નાના મોટા પથ્થરનાં ટુકડાઓ અને બાવળના કાંટાઓ રસ્તામાંથી લઈને કેડીની એક બાજુએ મુકી દેતાં. આ જોઈને મને થતું કે દાદા આવું શું કામ કરે છે. મેં દાદાને પુછી લીધું કે આમ કેમ કરો છો દાદા, નાના હોય એટલે આપણને કઈ ખબર તો ના હોય. એટલે દાદાએ કહ્યું કે જો કોઈ બળદગાડું આ કેડેથી પસાર થાય તો બળદને પથ્થરો અને કાટાં વાગવાથી અસહ્ય દુઃખ વેદના થાય છે. સાથે સાથે મનુષ્યને પણ કાટો વાગે તો તેને લાંબા સમયે જ સારું થાય છે. પણ જો અત્યારે, આજે ફક્ત એક આપણાં નાના કર્મ વડે બીજાનાં લાંબા સમય સુધી મળતાં દુઃખને તરત જ દુર કરી શકાય છે, તો આવું જ પરોપકારી કર્મ હંમેશા કરતાં રહેવું જોઈએ. તે જ સાચાં સુખની એક ચાવી છે.


"પરોપકારી કર્મ કરનાર મનુષ્ય હંમેશાં સુખી રહે છે"


મનોજ નાવડીયા

Manoj Navadiya

E mail: navadiyamanoj62167@gmail.com