કોને ભૂલુંને કોને સમરુ રે - 157 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 157

દિનેશને મળવા ચંદ્રકાંત અબ્દુલ રહેમાન સ્ટેશનરી બજારમાં ચક્કર કાપતા રહ્યા ..વિચારતા હતા કેરામભાઇને પણ એકવાર મળવુ જોઇએ એટલે નટરાજ માર્કેટમાં પહેલે માળે તપાસ કરતા હતા..

"રામભાઇ ક્યાં બેસે છે...?"

" સામેની રુમ એમની છે સાંજે પાંચ પછી આવશે...કંઇ કામ હતુ..?"એક પંચાતીયા પટ્ટાવાળાએપુછ્યુ.

"રામભાઇ દલાલ છે ને..? કે છે સીંધીમાડુ છે..સાચુ..?"ચંદ્રકાંતે ખણખોદ ચાલુ કરી...

"બહુ મોટા સપ્લાયરોનાં, મોટા મોટા કારખાનાનાં કામ કરે છે એવુ સાંભળ્યુ છે.."

વાત ચાલુ હતી ત્યાં અચાનક એક સફેદ પેંટને બુશર્ટ પહેરેલા ગોરાચટ્ટા ટાલીયા અપ ટુ ડેટ ભાઇપેન્ટમાંથી ચાવી કાઢી સામેની રુમ ખોલવા લાગ્યા એટલે પંચાતીયા પટ્ટાવાળાએ ઇશારો કર્યો "રામભાઇ.."

.....

ચંદ્રકાંત બજારમા નીચે ઉતરીને ચક્કર લગાવી દસ મીનીટમાં ઉપર પહોંચ્યા..રામભાઇની કેબીન ઉપરનોક કર્યુ..થોડીવારે રામભાઇએ દરવાજો ખોલ્યો..."યેસ..?"

"રામભાઇ ચંદ્રકાંત સંઘવી..રીફીલવાળા.."

"વડી મેરેકો તુમ બતાવ..જીતને તુમ્હારે સંગવી હૈ સબને ક્યા દેખ લીયા હૈ? સબ રીફીલ રીફીલકડતાહૈ.."આવો આવો વડી બૈઠો સાંઇ ..કીધડ બૈઠતા હૈ તુમ..?"

"સામને સુતાર ચાલમે પચાસ છપ્પનમે..દુસરે માલે પે.."

"વડી વહાં તો સોહનમલ્લ હૈની..?બોત જુના હમારા દોસ્ત હૈ મેરા..મગડ તુમ રીફીલમેં કૈસે ઘુસા..?"

"બાત ઐસી હી હૈ વડી સાંઇ રીફીલ કભી રીફીલ હોતા હૈ ક્યા..? મગર નામ ક્યા રીફીલ ..ઉલટામામલા હૈ ની..?"ચંદ્રકાંતે સીંધી રામભાઇને ખડખડાટ હસાવ્યા..

"તેરી બાત તો સૌ ટકેકી હૈ..ઘડી ઘડી સ્યાહી ભરના પડે ઐસી પતલી કાંડીકા નામ ઉલટા કડ દીયારીફિલ...હા હા હા..વડી ચાઇ પીએગા ...?બોત અચ્છા આતા હે ઇધડકા ગોલ્ડન ચાઇ...તેરે પચાસછપ્પનમે નીચે પરભુ હૈ ની વોહી ટોપ ચા બનાતા હૈ.."

"હમારા ઉપરવાલા એક નંબરકા મખ્ખીચુસ રમેશ હમે કંપલસરી ઉધરકી હી ચા પીલાતા હૈ પ્રભુકોઆને હી નહી દેતા..."ચંદ્રકાંત..

"બોલ સાંઇ ઇસ ગરીબખાનેમેં ક્યા લુટને આયા હૈ..?"રામભાઇ

"પુરા માર્કેટ જાનતા હૈ કી આપ યે નીચેકી સબ દુકાનવાલેકો નચાતે રહેતે હો...!સ્ટેપલર તો મેક્સકાજાપાનકા અસલીમાલ રામભાઇ...સ્ટેપલ પીન રામભાઇ...પાઇલોટ પેન...રામભાઇ..સબ ઇંપોર્ટેડસ્ટેશનરીકે લીયે રામભાઇકો પકડેંગે મગર માલ એસ બ્રીજલાલકો હી મિલેગા ..વો હી બેચેંગા..ઐસાસુના હૈ.."

"દેખ સહીબાત યે હૈ કી યે તેડે ગુજરાટી લોગ નખરા બહોત કરતે હૈ ઔર યે મેરા રીસ્તેદાર સોહનચંદબ્રીજલાલ દો પૈસા વો કમાયે તો ક્યા ખોટા હૈ..?

"મગર ઇંમ્પોર્ટેડ રીફીલકે નોઝલતો આપ સીર્ફ ગુજરાતીકો બેચતે હો.."

"યાર ટુંટો પુરી જાસુસી કરકે આયા હે રામભાઇકી લુંગી નિકાલને કોતો નહી આયા..?

"નહી સાંઇ આપકી મહેરબાની ચાહીયે...રામભાઇ.."

અમારી વાત વચ્ચે જામનગરથી ફોન આવ્યો .."વડી દસ પેકેટ હી મીલેંગે માલ કા શોર્ટેજ હૈ ઇધડકાબોલ ન્યુ હેવનકા ઇંડીયાકા ભેજુ ..?..અચ્છા બાબા પંદરા કલ આંગડીયામે ભેજતા હું..બાકી સબમજામા છો..?

હાં બોલ ..."

"વોહી બોલ કે લીયેહી મૈ આયા હું..સરકાર.."ચંદ્રકાંત

"દેખ યે તેરા ચાચા વિલ્સનવાલા ઔર મેરા મામલા હૈ . તેડેકો રીફીલકા બોલ દેગા તો મેરા ધંધેકા વોવાટ લગા દેગા બાબા...ના..ના"ચંદ્રકાંતને સમજ પડી ગઇ કે તેને ડાયરેક્ટ સ્વીસબોલ નહી મળે પણદિનેશ કે બીજા કોઇને પકડવો પડશે.

-----------

વિલ્સન રોજની હજારો ગ્રોસ રીફીલ બનાવે નોઝલ બનાવે ...તેના સ્વીસ ઓટોમેટ મશીનોમાં એકમશીન સાતસો ગ્રોસ બનાવી શકે તેવા પંદર ઓટોમેટ તેમના..તેમને સ્વીસબોલનું ઇંમ્પોર્ટ કરવાનુંલાઇસન્સ તેમને એકનેજ મળેલું .

શહેનશાહો કે શહેનશાહ હતા અમારા વિલ્સનવાળા...બે હિસાબ આવક હતી ...જોટર થી માંડીનેતમામ બોલપેનની ઉત્તમ ક્વોલીટી હંમેશા બેમિસાલ રહેતી..

તેમાંથી તેમના મોટાભાઇ છુટ્ટા પડ્યા .....એમણે પણ મહેનત કરી..બનેવીએ તેમની બાજુમા ચંદ્રાપેનકર્યુ .. પણ કોઇ તેમને પહોંચી શક્યુ નહી...

-----

કપોળ બોર્ડીગમા એક મિત્ર હતો રસીક બુસા... કપોળનિવાસમાં રહે ભણવા માટે કપોળ બોર્ડીગમાચંદ્રકાંતની સાથે હતો ત્યારે ચંદ્રકાંત તેની રંગબિંરગી હથેળીના રંગ જોઇ પુછતા "રસીક શુ કરે છે? રોજ કલર કલ્પના હાથમાં ડાધ પડેલા હોય છે ..

આમ રોજ ધૂળેટીના જાણે પાક્કા રંગ લાગેલા હોય છે શર્ટ ઉપર પણ ડાધ.. શું કરેછે ?

"ચંદ્રા..." રસીક ઉવાચ.

ચંદ્રા શું ચંદ્રા ? આમ પણ તું બહુ ચીપી ચીપીને બહુ વાત પુછે તો એક અક્ષર બોલે યાર તારી સાથેવાત કેમ કરવી ? તારા હાવભાવ પણ જાણે મોટું સીક્રેટ મિશન લઇને બેઠો હોય તેવી તારી રહસ્યમયરીતભાતથી બહુ મજાની આવતી જોતનેવાત નકરવી હોયતો મને ના પાડી દે

અરે ચંદ્રકાંત માઇ સ્વીટહાર્ટ ના એવું કંઇ નથી જો હુંઆપણા ચંદ્રકાંતભઇ શેઠ જેમની મોટી વિલ્સનસામે ચંદ્રા પેન કંપની છે તેમાં લેબોરેટરીમાં કામ કરું છુંયુ નો અમે લોકો મોટાપાયે સ્કેચપેન ફાઇબરપોઇંટ પેન બનાવીને છીએ તો તને ખબર હશે પણ ફાઇબરટીપ સ્કેચપેનની ઇંક મેં ડેવલપ કરીછે ..ડીયર..”

શુંવાત કરે છે ? ગ્રેટ .. તો પછી રીફીલઇંક પણ બનાવનેજોરદાર ડીમાંન્ડ છે રીફીલોની …”ચંદ્રકાંતેધીરેથી પલીતો ચાંપ્યો .

બહુ કોમ્લીકેટેડ ઇંક છે હજી મારી ફોર્મ્યુલા એકદમ સેટ નથી થઇ ..”રસીક

તો વિલ્સનવાળા ની પણ ક્યાં સેટ થઇ છે બિચારા જોષી ફારમાલેબ રાજકોટનાં ગુલામ છે બાપા.પણ હવે તો વિલ્સન પણ આવી ફાઇબર ટીપ સ્કેચ ચાલુકરી તેમાં કેમલવાળા તો દિવસરાત મંડીપડ્યા છે ખરુને ? ઠક હવે સમજાયુ કે ચૌદકલરનો રસીક સ્કેચપેનની ઇંકનો બાદશાહ છે…”

અરેના યાર. તું મને ચણાનાં ઝાડ ઉપર ચડાવવા બેઠો છે ,પણ પેટમાં બિલાડાં બોલે છે .ચાલજમવાનો ટાઇમ થઇગયોતારો રૂમ પાર્ટનર અનિલ અને હરેશ ભુખ્યા અળગોટીયા મારતા હશેરસીકે વાત આટોપી ત્યારે ચંદ્રકાંતને ઘણી માહિતી મળી હતી

રેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!

શેયર કરો