રસીક ગોરો ઉંચો વાકડીયા વાળ આંખો નબળી એટલે કાળી ફ્રેમના જાડા ચશ્મા પહેરે...તે દિવસરાતમચ્યો રહેતો રીફીલની સસ્તી ઇંક બનાવવા પણ તે ગોથા ખાતો હતો એટલે ચંદ્રાપેનવાળાચંદ્રકાંતભાઇ શેઠે તેને સ્કેચ પેન ઇંક બનાવવા કહ્યુ જે લગભગ ફાંઉન્ટન પેનની ઇંક જેમ વોટરબેઝ ઇંકકહેવાય તે પીગમેન્ટ ડાઇથી બને ...આપ સહુ નાના હશો ત્યારે ઇંકની ટીકડી આવતી હતી જે પાણીમાપલાળો એટલે ફાંઉન્ટન પેનની શાહી બને..એ બેઝ ઉપર આગળ ફાઇબર ટીપ અંદર પ્લાસ્ટીકનીપોલી ટ્યુબમાં ફાઇબરમાં ઇંક ભરેલી હોય તે આગળ ફાઇબર ટીપમાંથી નિકળે આ એનુવિજ્ઞાન..કોલો નામની સ્કેચ પેનમા બાર કલરના સેટ બન્યા અને ધુમ વેંચાયા ..પછી પેન બોલપેનોકોલો નામની બનાવી પણ વિલ્સન સામે ટક્કર ન લઇ શકી...
એ રસીક માટુંગાની જ ડોક્ટર છોકરીને પરણીને બોરીવલીમાં ઠરીઠામ થયો પછી બોરીવલીમાંશીંપોલીમા મળવાનુ ક્યારેક થતુ હતુ .અચાનક એક દિવસ રસીક મળી ગયો.."ચંદ્રકાંત મારી દિકરીબહુ જ હોંશીયાર છે બહુ ભણી છે તેના માટે કોઇ છોકરો હોય તો કહેજે.." રસીકને એક માત્ર સંતાનદિકરી . દિકરી બાપની લાચારી બદદાશ્ત કરવા તૈયાર નહી…” પપ્પા મારે એવી લગ્ન કરવાની ઉતાવળનથી પ્લીઝ…મારે આગળ વધવું છે મારે ખુબ ભણવું છે…”રસીક થોડાક દિવસ બહુ મુઝવણમાંરહ્યો.તેની પોતાની એવી મોટી આવક નહોતી પણ તેની વાઇફ સારુકમાતી હતી .એના વાઇફ જ રસીકનેસમજાવ્યો કે લગ્ન કરવા જ જોઇએ એ જરુરી નથી એને વિકસવું છે તો વિકસવા દો પ્લીઝ..” નરમસ્વભાવનાં રસીકે માં દીકરીની વાત સ્વીકારી લીધી અને એ બધી વાત ક્યારેક મળીને ત્યારે છુટકારોછુટકારો કરતો રહ્યો..અચાનક એક
મહીના પછી ખુશખુશાલ રસીકનો ફોન આવ્યો "મારી દિકરી ભણવા વિદેશ જાય છે... યુ એસ .”એદરમ્યાન ચંદ્રકાંત રીફિલ સ્ટેશનરીની લાઇન છોડી ઓટોમોબાઇલની લાઇનમાં સ્કુટર મોટરની દલાલીકરવા આમ થી તેમ ભટકતા હતા...તેમને પણ એવું સપનું આવતું હતું કે મારા દિકરા દીકરીને હું ખુબભણાવીશ . પંદર વરસના ગાળા પછી રસીક અચાનક ફેસબુકમાં મિત્ર બન્યો...સારો સાહિત્યનોશોખીન બની ગયો હતો.."દોસ્ત હવે અમેરિકા છું..!!!" દિકરી બહુ સરસ ભણીને નોકરીમાં સેટલ થઇછે .તેને સીટીઝનશીપ મળી પછી અમને પણ પાછળ બોલાવી લીધા..હું અને મારી વાઇફ અંહીયાનોકરી કરીએ છીએ…ઇંડીયાની સ્ટ્રગલભરી આખી જીંદગીનો હવે થાક ખાઉ છું ,ચંદ્રકાંત અમે બહુખુશ છીએ….
અને અચાનક જ આઘાતજનક સમાચાર મળ્યા "રસીક ઇઝ નો મોર.."
"બીછડે સભી બારી બારી..."ચદ્રકાંત ને રીફીલ સાથે રસીક ક્યાં સુધી લઇ ગઇ એ વિચારતા જચંદ્રકાંતના હાથના ટેરવામાં આજે પણ સળવળાટ થાય છે... ચચરે છે.
-----
આવોજ દિનેશનો સાથ પણ યાદ આવી ગયો...સ્ટીલબોલમાટે દિનેશ નામની સીડી પકડી રામભાઇપાંસે પહોંચ્યા પછી ભફાંગ ચંદ્રકાંત પડ્યા...પણ આ જેના લોહીમા એ ગીત વણાયુ હોય "કરતા જાળકરોળીયો ભોઁય પડી ગભરાઇ વણ તુટેલે તાતણે ઉપર ચડવા જાય.." ચંદ્રકાંતે એવી કેવી ધુનકીમાં“બસ રીફીલ બનાવવી છે” એ વાતમા જીંદગીમા એવા અટવાઈ ગયા …દરેક વસ્તુના મૂળમાં જવાનીટેવ તેમને બહુ ભારે પડી.”જો હું પોતે રીફીલ બનાવું પોતે રીફિલની ઇંક બનાવું..હું જ નોઝલ બનાવું..હુંજ રીફિલની ટ્યુબ બનાવું તો… જે રીફીલ મને અત્યારે પંદર રુપીયામા મળે છે તે દસમાં ઘરમા પડેએવા તરંગો અને લોજીકે એ જમાનામાં ચારપાંચ લાખનું નુકશાન કરી નાંખ્યું એ વાત આગળ ઉપરઆવશે પણ અત્યારે ચંદ્રકાંતની સામે અમરેલીયન મિત્ર દિનેશ ઉભો છે ….દિનેશ અચાનક સરસકપડામાં સજ્જ થઇને મળ્યો..."ચંદ્રકાંત તું મારો દોસ્તાર છે એટલે તને મારી વાત કહું છુ .."
"બોલ યાર આપણે જ બધા એક બીજાના સહારા જ છીએ..."
"ચંદ્રકાંત મારા લગન થઇ ગયા..!!!"
"હેં?!! શું વાત કરે છે..!! ક્યાં ક્યારે ..?"
"તારી ભાભીના આ સેકંડ મેરેજ છે એ જૈન જ છે .સામે વાળા બહુ પૈસા વાળા છે બોરીવલીમાં મેડીકલસ્ટોર છે તેમાં બાપાને…બોરીવલીમા સરસ કસ્તુર પાર્કમાં ફ્લેટ સસરા તરફથી મળી ગયો..ભગવાનનોદીધેલો તરી ભાભીના પહેલા લગ્નથી થયેલ દીકરો પણ મળી ગયો... બિચારી સાવ નાની ઉમ્મરે રોડઅકસ્માતમાં પતિને ખોટ બેઠી હતી …એ લોકોએ બધી વાત પહેલેથી જ કરી દીધી હતી .. ચંદ્રકાંતદંહીસરમા સીંગલ ભાડાની રુમમા જીંદગી જીવતો હતો હું ક્યારે ફ્લેટમા આવત..?તારી ભાભી બહુસરસ દેખાવડી ને હું ઘંટીઘોબા શીળીનાં ચાઠાવાળો પાંચ નંબરના ચશ્મા ગરીબ મા બાપનું સંતાનએટલે મે બધુ વિચારીને હા પાડી દીધી દોસ્ત…”
દિનેશની આંખોમાં ઝળઝળીયા હતા … ચંદ્રકાંતની આંખો પણ વરસી પડી …
ચંદ્રકાંત આધાત પર આધાત પચાવતા રહ્યા ...દિનેશ કેટલો સરળતાથી એક સ્ત્રીની જીંદગી બચાવીસંસાર માડી રહ્યો હતો...તેની મહાનતા જોઇ પોતાની જાત ઉપર નફરત થઇ ગઇ...ક્યાં અમારુગણત્રીબાજ ઉચ્ચ ખાનદાન કુટુંબ …ને ક્યા દિનેશ..!
"યાર તું કોઇ સંત મહંત કે સાધુ કરતા ય વેંત ઉંચો આજે થઇ ગયો..ચંદ્રકાંત દિનેશને ભેટ્યા ત્યારેબન્નેની આંખમા ફરીથી સાચા આંસુ ચમકતા હતા..
"ચંદ્રકાંત મને એમ હતુ કે તને સમાચાર સાંભળીને આધાત થશે ...તને લાગશે કે પૈસાવાળી વહુ મળીએટલી બધી બાંધછોડ કરી નાખી પણ તું પહેલો એવો દોસ્ત છે જેણે મારી અંદરની લાગણી સમજી..
આજે તને હાઇક્લાસ પાર્ટી હોટલમા મારા તરફથી..."
ત્યાર પછી અવારનવાર બોરીવલીમાં દિનેશને ઘરે જઉં ત્યારે ભાભી મને પ્રેમથી ભિંજવી નાખે ..નેમહાત્મા દિનેશને હસતો હસતો અપાર પ્રેમમાં ભાભીને ભીંજવતો ચંદ્રકાંત નીરખતા હરખાતા રહ્યા . આજે એ યાદ આવે ત્યારે ફરી એ જ વાક્ય મનમાં ગુંજે ..કહાં ગયે વો લોગ..?