ઘરમા તો આઝાદીનો માહોલ છવાઇ ગયો...કામવાળાને કોઇ બંધન નહોતા ...મરજાદ નહોતી ઘુમટાનહોતા...આ વાત ગામમા ખબર વિજળી વેગે ફેલાઇ ગઇ ...કાળીદાસબાપાનુ આખુ કુટુંબ આઝાદીનીછાવણી બની ગયુ ..આઝાદીના લડવૈયાઓનાં ઝુડનાં ઝુડ લક્ષ્મીમાંને ચરણ સ્પર્શ કરવા દોડ્યા .આઝાદીનાં માહોલમા સહુ લડવૈયા માટે લક્ષ્મીમાંનું ઘર છાવણી બની ગયું.
.......
એક મહીનામાં તો મરજાદી કપોળ જ્ઞાતિનું પંચ લક્ષ્મીમાંને મળવા આવી ગયુ "લક્ષ્મીબેન આપણીનાનકડી નાત એમા આવા વેરઝેર કેમ ચાલે?આપણે ગઇ ગુજરી ભુલી જઇએ...અમે તમને નાતબહારકરવાનો ઠરાવ પાછો લઇએ છીએ ને કાળીદાસભાઇ કાયમ પંચના મોભી રેશે એવી ખાતરી આપીયેછીએ હવે મીઠુ મોઢુ કરાવો....
"એ ગુલાબ કમુ કાંતા ઠાકોરજીને ધરાવેલા મગજના લાડુ પ્રસાદ સહુને આપો ...તમે અમારા ન્યાતભાઇ છો અમને કોઇ ખટકો નથી હોં...લવજીભાઇ ...પરમુખ તમે જ રહો ને ઇ તમારી હારે જ રહેશેબસ હાઉં?
...........
ગુલાબબેનના સહુથી પહેલા લગ્ન કર્યા ત્યારે ઘરમા હરખ માતો નહોતો ...મોટા જમાઇ પણ ભણેલા હતા...ગુલાબબેન લક્ષ્મીમાંની જેમ ગોરા અને બહુ પ્રભાવશાળી તો હતા પણ બા ના લાડકા એટલા જહતા...એમને વિદાય કરીને ત્રણ છોકરાવ તથા બે દિકરીઓને પરણાવા લક્ષ્મીબેન ઉતાવળા થતાહતા...પણ એમની પસંદગીનો કાયદો એવો કે કપોળ સોળની કન્યા ગરીબ ધરની પણ સંસ્કારી નેરૂપાળી તો જોઇએ જ...એટલે ચારે તરફ નજર દોડાવી પહેલા હાવાભાઇને માટે હીરાબેનનુ માગુ નાખ્યુ...લક્ષ્મીમાંને ના કોણ પાડે?આવા લખપતિના ઘરમા દિકરી આપવા કોણ રાજી નહોય પણ એકફફડાટ પણ રહેતો કે લક્ષ્મીબેન કડક સ્વભાવના અને અંગુઠા નીચે દબાવીને રાખશે વળી હાવાભાઇઆઝાદીની લડાઇમા એકદમ ખુંપી ગયેલા....લક્ષ્મીબેને જવાબ માગ્યો "બોલો શું કરવુ સે? મને છોડીગમી ગઇ સે મારા ઘરના મોભા પરમાણે એને પલોટી નાખીશ પણ સટ કરજો ..."
"બેન અમારે કોને પુછવાનુ હોય? પણ તમને ખબર તો સે ને કે અમે કંકુને કન્યા સિવાઇ કાંઇ ન મળે.."
મારે છોડી કહ્યાગરી જોઇએ મારે કોઇ ખોટ નથી .તમારા લુગડાય નથી જોતા ...ને મંગળસુત્ર હુંમોકલીશ પુરી સોને ઢાંકીને મારી વહુ આવશે ..લ્યો હવે ગોળની કાંકરી કે સાકર ની કણી આપ એટલેમીઠુ મોઢુ કરીને જાંઉ...
.........
સાંજે બધા જમવા બેઠા હતા ત્યારે લક્ષ્મીમાએ ધડાકો કર્યો ..."કઉંછું હાંભળો હાવાનુ નક્કી કરી લીધુસે ...હવાભાઇ એક મીનીટ બા સામે જોઇ રહ્યા "તમે એને કીધુ છે કે હું આઝાદીની લડાઇમા લાગેલો છુંજેલમાંયે જવુ પડે પછી રે કકળ નો કરે..."
હવે ગાલાવેલો થામા .તારીમા આવી જમ જેવી બેઠી સે .
બધાભાઇબહેન હાવાભાઇને વળગી પડ્યા....કાળીદાસભાઇએ પાછળથી વિગતે લઇ લીધી .ઠીકત્યારે તમને ગમ્યુ ઇ ખરુ....આમે ય મને આ બધામા નાખતા જ નહી ગુલાબને પોસ્ટકાર્ડ લખીનાખજો......
હવે કમુ માટે મહુવાના શીક્ષકનુ માગુ આવ્યુ ... ત્યારે સામેવાળા ટુંકી આવક વાળા પણ ખાનદાન બહુ.કમુબેને અંહીયા માંના ધરમા રાજરાણીનુ સુખ ભોગવ્યુ હતુ પણ લક્ષ્મીમાંની સામે બોલે કોણ?
પછી જગુભાઇના માટે વાણીયાવોરા શેરીમા રહેતા વોરા કુટુંબની જયાને પસંદ કરી ત્યારે પણ કંકુ નેકન્યા એ જ નિયમ રહ્યો...એટલે જગમોહન ઉર્ફે જગુભાઇને જયાબેનના લગ્ન નક્કી કર્યા છેલ્લે કાતાંબેન માટે અમીદાસ ગાંધી અને પુરણભાઇમાટે પુષ્પાબેન નક્કી કર્યા....સહુના ધામધુમથી લગનકર્યા ને સંસારમાથી કાળીદાસભાઇ પરવાર્યા .લક્ષ્મીબેન હવે પગ વાળીને બેઠા ત્યાં પહેલો આધાતથયોને સહુથી વહાલી ડાહી મોટી ગુલાબબેનના ઓચીંતા અવસાનનો કારીધા લક્ષ્મીબેન સહી નશક્યા .એમને ડાયાબિટીસ થઇ ગયો...આઝાદીની લડાઇને લીધે સુમિત્રાબેન ભટ્ટ અને ડો.હરિપ્રસાદભટ્ટ ધરે કાયમ આવજા કરે...હરિપ્રસાદભાઇ લક્ષ્મીબેનના માનેલા કરતા સવાયા ભાઇ...બહુ મશ્કરા.લક્ષ્મીબેનની એવી એવી મજાક કરે કે લક્ષ્મીબેન રાતાપીળા થાય...ત્રેણેય વહુ રસોડામા મોઢામાસાડલા ભરાવીને હસવુ દબાવે ત્યારે લક્ષ્મીબા બોલે"વાલા મુઇઓ તમે ખીખીયાટા કરી લ્યો પણહરિપ્રસાદ ગમે એટલુ કે પણ આ ડોશી એમ જાવાની નથી..."