Kone bhulun ne kone samaru re - 7 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 7

મોદીશેરીમા બે ત્રણ ઘરમાં દુજાણું એટલે શેરી વાળા લોટો છાશ લેવા અચુક આવે... બહાર ડેલા પાંસેપીત્તળની ગોળી ઇંઢોણી ઉપર મુકી હોય ઉપર લોટો મુક્યો હોય જે ડેલાની સાંકળ ખખડાવે એનેનાતજાત ધરમ જોયા વગર છાશ આપવાની .

"બા છાશ આપજો.."પહેલી સોનારણ મંગળાએ દરવાજો ખખડાવ્યો તો લક્ષ્મીમાં ઓંશરીમા પાટેબેઠા હતા ... કમુ ..કાંતા ગુલાબ...છાશ આપજો ..કોઇ જવાબ મળ્યો એટલે બા ઉભા થઇ લોટોછાશ ભરીને ડેલાની ખડકી ખોલી ...મંગળાના હાથમાથી લોટો પડી ગયો ..."બા હું ? લુગડા...સફેદ?

કાંઇ અમંગળ ...?"

" ગાલાવેલીયુ , હવે રોજ આમ તારે મને જોવાની સે .લાવ્ય લોટો..."

ધ્રુજતા ધ્રુજતા લોટો છાશનો પકડીને મંગળા દોટ મુકી..."હાય હાય..."

કલાકમા મોદીશેરીમા ડંકો પડી ગયો ...લક્ષ્મીમાં અભડાઇ ગયા ..!!! ડેલા બહાર ટોળામા ઘુસપુસથતી હતી ...પણ ડાહીડોશીએ સલાહ આપી " છાનીમુની મરજો નીકર છાશમાંથીયે જાશો તોજગદંબા છે બાપા...એની હારે બાથોડાનો લેવાય.”પણ બાપા આતો અમરેલી ગામ ! ગામમાં ચોવટીયાનો પાર નહી…”લે હાંભળ્યુ ? “ કરતા કરતા અફવાનાં ઘોડાપૂરમાં આખુ ગામ તણાય ગયું..

........

સાંજેતો આખા ગામમા વાત ફેલાઇ ગઇ ..." હાંભળ્યુ કે નહી ?કાળીદાસ હીરજીનું ઘર વટલાઇગ્યુ.."

ગાંધી શેરી મોદી શેરી વાણીયાવોરા શેરી એમ ચારેકોરથી વૈષ્ણવ કપોળ ગાંધીપાને નાકે ભેગા થઇગયા...ગજબ થઇ ગયો! ભારે કરી …?માળા હાળા પૈસાનાં જોરે બહુ ફાટી પડ્યા સે .હવે તો પાઠ ભણાવ્યે જ છૂટકો.

"એકતો ઉઘાડપગો કાળીદા હતો હવે કે છે બાઇડીએ ખાદીના ગાભા પેર્યા સે...હવે હરીજનને ઘરમાબોલાવશે જોજો...મરજાદમૂકી દીધી?કાંઇ શરમ જેવુયે રહ્યું .

" ચાલે આપણી વૈષ્ણવ વાણીયાની નાત લાજી મરે....ફટ સે આવાને.."

"હવે તો મરજાદીની મરજાદનો ધજાગરો કરશે "

ઘણીવાર કાનાફુસી કરી પણ બિલાડીને ગળે ઘંટ કોણ બાંધે..?

ગામમા કપોળવાણીયામા સૌથી પૈસાદાર જાજરમાન ખુરાંટ દાધારીંગા લક્ષ્મીબેન કાળીદાસ શંઘવી સામે કોઇની આંખ મિલાવવાની હિમ્મત નહોતી

"અરે એને તો લાજ શરમેય નથી હવે ઘુમટો તાણતી નથી ઉધાડે માથે ફરેસે બોલો !વર ઉધાડપગો વહુઉઘાડે માથે...મરજાદેય નહી? ને નાત બહાર કાઢો બસ..."

કોઇના ટાંટીયામા એકલા જાવાનુ જોર નહોતુ ...એટલે આખુ ટોળુ એકબીજાને આગળપાછળ કરતાપહોંચ્યુ કાળીદાસભાઇને ઘરે...

લક્ષ્મીમાંને ખબર પહોંચી ગયેલા એટલે મજાના પાટે બેઠા હસતા તા...

"જય શ્રીકૃષ્ણ લક્ષ્મીબેન..." ટોળામાંથી એક બોલ્યો

લક્ષ્મીમાંને મજા પડી ગઇ ..."આવો આવો માજન આવો ...તમે ગામની કપોળ જ્ઞાતિનું મહાજન આવોઆવો .અમ ગરીબને ત્યાં ક્યાંથી? કમુ કાંતા દુધી બધાને ટાઢુ પાણી આપો જોંઉ..."

"ના ના પાણી નઇ,પેલા અમને કહો ...કે.."

"બધી વાત પછી આમ શ્વાસ ચડીગેલા હઉને પાણીતો અમારા ગોળાનુ પીવુ પડે .." મહા મુત્સદીલક્ષ્મીમાંને બધો અંદાજ આવી ગયેલો.. આવા જાજરમાન મોટી મોટી આંખ્યુ ડબકાવતા ઉઘાડે માથેબેઠેલા લક્ષ્મીમાએ ટોળા ઉપર ધારદાર નજર કરી.. તો સૌ હાકાબાકા થઇ ગ્યા .પાછળથી કોઇ માથુનીચુ રાખીને તતપપપ થતા બોલ્યુ " સાંભળ્યુ સે કે તમે નાતથી વટલાઇ ને ઓલા ટકામુંડાગાંધીની નાતમાં ગયા ?"

"માથુ ટટ્ટાર કરીને લક્ષ્મીમાં બોલ્યા " હા મહાજન આખો દેશ વટલાઇ ગયો સેને ?હા તમારા ટકામુંડાગાંધી વાંહે ? તે અમે નક્કી કર્યુ કે આપણેય વટલાઇ જાવુ...હું તો તમને હંધાયને કઉં છુ તમેયવટલાઇ જાવ...તમારે વટલાવુ હોય તો મારો સોકરાવ ખાદીના ધોતીયા ઝબ્બા ઘર્યે આપીજાહે...અમારા તરફથી માજનને એટલું તો આપવું પડે."

કાળીદાસબાપા દુર ખાટલે બેઠા બેઠા તમાશો જોતા હતા..."અંગ્રેજ સરકાર હામે બારવટુ કરવું પણતલવાર ભાલો...અહિંસાથી અંગ્રેજોના દિલમાં દિવો કરવા એકલો ભડ માણહ નિકળી પડ્યોછે.એકલી ખાદીની પોતડી પહેરે સે તે તમે હવ મગરની ચામડીના થઇ ગ્યા સો?હજી મોડુ નથી થ્યુંકવછું"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED