Kone bhulun ne kone samaru re - 8 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 8

"પણ લક્ષ્મીબેન આપણે તો પાક્કા કપોળ વૈષ્ણવ મરજાદી..."

"તે મુળચંદભાઇ તમે તો ઝબ્બો પહેર્યો સે મરજાદીએ શીવેલુ નો પેરાય ને? તમે તો નાગનાથેય જાવછોને..?તે આમા તમે મરજાદી શેના હમમ..? આપણે ચામડાનાં જોડા ન પહેરાય. રમેલાં ઢોરના ચામડા માંથી શીવેલા જોડા મરજાદીએનોપહેરાય લવજીભાઇ.આ તમે હંધાયે ચંપલ મોજડીયુ પેરી છે કે ની ? આપણે મરજાદીએ લાકડાની ચાખડીયુ પહેરાય હમજ્યા? આ મારો શંકર તમારા બધા જેવા મરજાદી નથી પણ આખી જિંદગી જોડા જ નથી પહેર્યા.મને ખબર સે કે ગામ આખુ એને ઉધાડપગો કે સે પણ ઇ નૈ દેખાય.

"

“હવે અત્યારે અમે ઇ વાત માટે આવ્યા નથી .તમે આમ હાવ લાજ શરમ મરજાદ મૂકી ઉઘાડે માથે ફરોસો ઇ નો હાલે. તમારા આ ટકામુંડા ગાંધીની વાંહે અમારા લજવાવું નથી .એટલે તમને હમજાવવા આવ્યા કે નાતની વાત નાતમાં રે પણ તમે બધા પૈસાનાં જોરે નાતને વગોવી નાખો ઇ નો હાલે એટલે નો હાલે બાકી નાત હામે થાવુ હારુ નહી હમજ્યા "લવજીભાઇ નાત પ્રમુખ થોથવાતા બોલ્યા ..."હવે જો માફીનહી માંગો તો તમારા આખા ઘરને ન્યાત બહાર કરવુ પડશે પછી છોકરાને રહ જાહેર વાંઢા ઢાંઢા ત્યારે હમજણ પડશે “લવજીભાઇને શ્વાસ ચડી ગયો .ઠુસકુ આવી ગયું .આખુ મહાજન ઊંચા જીવે લવજીભાઇને પાછળ અધ્ધર શ્વાસે મુંઢ સજ્જડબમ્મ ઊભું છે.

લક્ષ્મીબા એક મીનીટ ચુપચાપ સહુ ઉપર નજર ફેરવીને જોતા રહ્યા..." દુધી વહુ અંદરથી હાવાનેજગુને પુરણને ગુલાબને કમુ કાંતાને બહાર બોલાવી લ્યો..."

બધા બહાર આવી ગયા એટલે લક્ષ્મીમાંએ કહ્યુ જોવો છોકરાવ તમે મને ગાંધીને રવાડે ચડાવીદીધી તો તમે બધાયે ગાંધીની પાછળ વટલાય ગયા સો એટલે નાતનુ મરજાદીયા પંચ મહાજનઆપણને ગાંધીને રવાડે ચડશુ તો સહુને સજા કરશે નહીતર માફી માગવાની વાત કરે છે ...કેમ

બરોબરને લવજી શેઠ...? હવે આપણે શુ કરવાનુ ? માફી માગવી કે....."

"લવજી શેઠ ખોટા જોરમા આવી ખોંખારો ખાઇ ગયા...

હાવાભાઇ બોલ્યા " ને જે કરવું હોય કરે દેશસેવાનો યજ્ઞ નહી છોડીયે..."

આખી મંડળી હુડુડુ ઉભી થઇ ગઇ...ખુલ્લી ધમકી આપી"નાત બહાર કરવાનો ઠરાવ કાલેથશે..જવાબ કાલે દેવો પડશે ન્યાતના ડેલે નાની હવેલીયે..યાદ રાખજો ન્યાત છે...પરીણામ બહુખરાબ આવશે.."

બીજે દિવસે ન્યાતનુ પંચ બેઠુ બેઠુ રાહ જોઇને થાક્યુ .સહુ લવજીભાઇની સામે કતરાતા હતા ..જગદંબામાં છે ન્યાતનો ફંડફાળો કરે સે...કોની હારે બાથ ભીડી તો વિચાર કરવો હતો કે સીધ્ધીસટાસટી ...?લવજીભાઇ થુક ગળતા બોલ્યા "મને એમ કે મોઢામા તરણુ લઇને માફી માગવા આવશે.. એને બદલે ફરક્યા નહી?!!!હવે ઠરાવ તો કરવો પડે.. એટલે કર્યો...હરખ ઘેલા ઠરાવનાચોપાનીયા લઇને ચારેકોર ગામની ભીંતો ઉપર લગાડવા પીછડેથી લખીને મંડ્યા ચોંટાડવા.

"આજથી કાળીદાસ હીરજીનુ ઘર ન્યાત બહાર છે કોઇએ એની હારે કોઇ વહેવાર કરવો નહી જે કરશેએને પણ ન્યાતબહાર કરવામા આવશે..અને હરીજનો માટે વપરાતો જમાનાનો શબ્દકાળીદાસભાઇના કુટુંબ માટે "ઢેઢી "છે લખીને ગામને ચિતરી મુક્યુ...

સવારના કાળીદાસભાઇ જારનો થેલો લઇને વહેલી સવારે નાગનાથ જવા નિકળ્યા ત્યારે વાણીયાઆધાપાછા થવા માંડ્યા... બાપાએ શાંતીથી નાગનાથ દાદાના દર્શન કર્યા ત્યાંથી અમથા ઓછા જતાકાળીદાસભાઇ નાગનાથથી મોગરાના ફુલ તોડીને થેલામા નાખ્યા ને હવેલી પહોંચ્યા...બાવાશ્રીનુ મોઢુખુલ્લુ રહી ગયુ...પણ હવેલીમા ચાંદીના હીંડોળા પાટુ ભગવાનના રમકડા ચારે તરફ શંધવી કુટુંબનુ દાન હતુ...

સવારે છાશ લેવા બધી કોમ આવી ગઇ.રોટલા તો બનાવે પણ છાશ વગર ગળે કેમ ઉતરે ? બા બધ્ધાને બે લોટા છાશ આપી .પણ ચાર કપોળ આધાપાછા થાતા હતા ...પછી મોટા ઘુમટા તાણીનેકાળીદાસભાઇને ડેલે છાશ માટે લોટા લંબાવ્યા ત્યારે લક્ષ્મીમાનુ મોઢુ હસુ હસુ થતુ હતુ.."લે વિજીયાબેલોટા લઇજા..."

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED