ચંદ્રકાંતને જયાબાએ રાત્રે પુછ્યુ...ચંદ્રકાંત જમીને બેઠો એટલે બહુ ચટપટી થતી હતી તે વાત કાઢી …”શું થયુ..?કેમ લાગી છોકરી...શું વાત થઇ..?"
"બા,આ વાતમાં ઉતાવળ કરવી નહી..એક તો હજી મારુ કામકાજ હજી ઢચુપચુ ચાલે છે.માંડ મહીનાનાખર્ચા નિકળે છે એમા કોઇની છોકરીને લગ્ન કરીને લઇ આવો તો એને પણ સંભાળવાનીને...એનીયકંઇક હોંશ તો હોય ને..? “ ચંદ્રકાંત.
“મે બહુ ચોખ્ખી વાત કરી દીધી છે કે મારી આવક તમારા કોઇ શોખ પુરા કરી શકે તેવી હાલમાં નથી અને ...તારા બાપા મને ટેકો આપે એ મને મંજુર નથી..જે છે કે જે હશે તેમાંજ ઘર ચલાવવું પડશે..તોચાલશે..?"ચંદ્રકાંતે આખી વિગતે વાત કરી દીધી .
"હાય હાય તે એવુ કીધુકે મારે તારા બાપાનાં ટેકાની જરુર નથી..?ક્યારેક જરુર પડે તો..ટેકો કરે ઇ તોઆપણો રિવાજ છે.." જયાબા એ અંદરની તિવ્ર ઇચ્છા વ્યક્ત કરી દીધી …પછી સમજી ગયા કે આછોકરો હમણાં જ મારી સાથે બથોડા લેશે .
"બા સાચુ કહુ આ બધુ રિવાજ છે એમ નહી આ તમારી માગણી છે કે ચંદ્રકાંતને જરુર પડે વેવાઈ ઉર્ફેછોકરીનાં બાપે પડખે ત્યારે ઉભા રહેવાનુ..એમએ ન સમજે...?એની કિંમત પણ છોકરી અને એનામાબાપ વસુલે જીંદગી ભર..પૈસાવાળા હંમેશા બહુહુશીયાર હોય કોઇક જ સંસ્કારી ને ખાનદાન હોયપણ હું એવો ઓશીયાળો થવા માગતો નથી એટલે મારા માટે આવા પેંતરાં ફરીથી ન કરતાં.."
"હવે તો ઇ છોકરીના માબાપ જ ના પાડી દેશે જોજે..અટલો બધો પાવર નહી રાખવાનો..સમય આવેનીચા વળતા આવડવુ જોઇએ..ચંદ્રકાંત...તારુ માંડ માંડ પુરુ થતુ હોય એવી ખબર એનેતો પડી ગઇ..?હવે જોજે ગામ આખામાં ઇ લોકો ઢંઢરો પીટશે કે છોકરો પોતે જ હજી પગભર નથીને લગન કરવાનિકળી પડ્યા છે..કુંવરજીબાપો ય ભોંઠો પડ્યો હશે...હવે તો ભગવાન કરે ઇ ખરું.." પણ જયાબેનનીધારણા ખોટી પડી. ચંદ્રકાંતેતો આ વાત ઉપર ચોકડી મારી દીધી હતી .જો બાત ગઇ વો બાત ગઇ. પૈમાના જો તુટ ગયા મધૂશાલામેં વો તુટ ગયા . મધૂશાલા તૂટે પૈમાને પર ના કભી રોતા હૈ જો બીત ગઇવો બાત ગઇ.
-----
અઠવાડીયુ નિકળી ગયુ...રવિવારે સવારે નવ વાગે ઘરની બેલ વાગી..દરવાજો ખોલ્યો ચંદ્રકાંતે..
"બા કુંવરજીબાપા આવ્યા છે.." ચંદ્રકાંતે હાક મારી .
જયાબા પાણીનો ગ્લાસ ભરીને ટીપોઇ ઉપર મુકીને સામે બેઠા ત્યારે જગુભાઇ પણ ઉત્સુક નજરે બેઠાહતા ચંદ્રકાંત રસોડાની બારી બહાર મેદાન તરફ નજર માંડીને જોતા હતા..
"કેમ કુંવર ક્યાં સંતાઇ ગયો મોટુ પરાક્રમ કરીને...!!"
જયાબેન ચમક્યા ,જગુભાઇ હબક ખાઇ ગયા...ચંદ્રકાંતે બાપાનો ચરણસ્પર્શ કર્યો...
બાપા હસતા હસતા ચંદ્રકાંતની પીઠ ઉપર ધબ્બો મારી બોલ્યા"શું ભુરકી છાંટી છોકરી ઉપર..?હેં..?હુંતો બીજા આપણા જાણીતા કાણકીયાની વાત લઇને ગયો હતો તો છોકરી..શું નામ...હાં સુરભી બોલીજો ચંદ્રકાંતની ના આવે તો જ બીજી વાત કરજો દાદા.."
જયાબા આધાત ઉપર આધાત સહન કરતા રહ્યા...જગુભાઇ મુક સાક્ષી બની ચંદ્રકાંત ઉપર પોરસાતાજોઇ રહ્યા...
"બોલ હવે કુંવર આગળ વધવું છેને...?હવે તારા મોટા બાપા બેન બનેવીને વાત કરવી છેને..?"
"ના,બાપા હવે તમે મને તમે સાવ સાચી વાત કરજો આ સુરભીની તબિયતની..."
બાપાનો ચહેરો લેવાઇ ગયો...ઝાંખા ધબ્બ થઇ ગયા..."કેમ શું થયુ બેટા...?"
"આ છોકરીને કંઇ દમ કે અસ્થમાં કે એવી કોઇ બિમારી છે... બાપા ?"
"કેમ ...કેમ...કેમ...શેના ઉપરથી તું પુછે છે ?તને શેની શંકા આવી છે..?"બાપા સહેજ ઉંચા અવાજેબોલી ગયા..જયાબા નવો આધાત પચાવી ન શક્યા..એકદમ ચોક્ન્ના થઇ ગયા
"ચંદ્રકાંત તેં મને વાત નકરી...શું શંકા છે..? "જયા બા.
"બાપા જવાબ આપો..પ્લીઝ...એને કંઇ દસમા ધોરણમા હતી ત્યારે આવુ કંઇક થયેલું પણ બે વરસએની દવા કરી ને હવે એવુ કંઇ નથી..."કુંવરજીબાપાએ સરેંડર કર્યુ..
"બાપા હજી એને અચાનક સ્વાસ ચડે છે ...મને પહેલી મિટીંગમા એની મમ્મી જે રીતે દોડીને આવી નેપાણી પીવડાવતા પીઠ પાછળ હાથ ફેરવતી હતી ત્યારે જ શંકા ગયેલી વળી આવા દમ અસ્થમાંવાળાના ખભા સહેજ ઉંચા હોય અંદરબાજુ વળેલા હોય...એટલે બે ચાર વાર હસાવીને એને જ સ્વાસચડતો હતો તેને જે અકળામણ થતી હતી તે નોંધી લીધી હતી..
" મને પોતાને અટલી બધી ખબર સુરભીની નહોતી હો ભાઇ...એના બાપાએ આછકલો ઉલ્લેખ કર્યોહતો કે સુરભીને આવી શ્વાસની બીમારી થઇ હતી પછી તેની પુરેપુરી ટ્રીટમેન્ટ પણ કરી લીધી છે હવેકંઇ નથી હો. છોકરા તેંતો ભારે કરી...તારી નજર તો ગજબ છે હવે મુક ઇ છોકરીને .બસ ?આપણેબીજી છોકરી ગોતીશું..."
બાપા સાવઢીલા પડી ગયા .માંડ માંડ ચા પીને ટોપી આડીઅવળી પહેરીને જલ્દી જલ્દી નિકળ્યા પછીજયાબા પોતાના છોકરાની તેજ નજરથી અંજાઇ ગયા...જગુભાઇ અંદર અંદર ખુશ થતા હતા...વાહવાહ