ગુરૂ વાણી Hemant pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

ગુરૂ વાણી

મન મરે માયા મરે મર મર જાયે શરીર, આશા તૃષ્ણા ના મરે કહ ગયે દાસ કબીર,
અધુરા શબ્દો પુરા કરૂ,
આશા તૃષ્ણા રહીત અને સમભાવી બનવું,એ પહેલો મોક્ષ છે,
કોઈ પણ પ્રત્યે મોહ અધીક પ્રેમ કે અણગમો કે દ્રેષ એ દુઃખ પીડાનું કારણ બને છે,
જીવ અજન્મો અજર અવીનાશી તો છે પણ અછુતો પણ છે, તેને કોઈ બંધન બાંધી નથી શકતા , એ ભર્યા તળાવમાં કોરો છે,
જીવન કે ભવ સાગર વચ્ચે જીવને કમળ ની માફક અલગ નોધારો કોરો રાખવો એટલે મોક્ષ.

માયા ના આડંબર માંથી બહાર નીકળવું એટલે સમભાવી બનવું
ન કોઈ થી જાજા હેત ના કોઈથી અણગમો ના મનદુઃખ,
બધામાં છે તો એક શુધ્ધ આત્માજ
કાળ ક્રમે ભેગા થવાય લેવડ દેવડનો હીસાબ ચુકતે કરવા, કોઈ ને દોષારોપણ પણ ન કરવા,
સારૂ તો સારૂ ખરાબ તો ખરાબ જેવો વહેવાર કોઈનો લાગે , બસ આપણું કર્મ ફળ છે,
શારૂ થયું સુંદર, ખરાબ દુઃખ પીડા દાયી હતું, અતી સુંદર,હવે ફરી એ ભોગવવું નહીં પડે, કર્મ ભોગવી છુટયા
જય ગુરુદેવ

કર્તવ્ય પથ પર છો તમે ,પ્રથમ તે પથ થી ભટકો નહીં, તમારી જીમ્મેદારી સમજો અને નીભાવો આનંદ થી,
ગણો અણગમો ન રાખવો‌ કદાપી,
કર્તવ્ય થી ભાગવાથી કર્મ પીછો નહીં છોડે,
ગણે અણગમે એ પાલન કરવું જ પડશે,
માટે સમભાવી બની બધી ફાઈલોનો નીકાલ કરવો જરૂરી છે

થોડાજ મહીના પહેલા એક ભાઈને મળેલ , શરીર અને માયાના આડંબર માં એટલા ચકચુર હતા વાત ન પુછો,
સમજાવેલ ભાઈ આટલો મોહ ન હોવો જોઈએ આ બધું નાશવંત છે, કર્તવ્ય પાલન અને વર્તમાન થકી બધું બરાબર છે, પણ એમણે કહેલ મારે માયામાં રહેવું છે મારે બધું માણવું છે, તમને શું પ્રોબ્લેમ?
આજે એમની દશા થોડી કોઈ કારણસર ખરાબ છે..
આર્થિક રીતે..
શું સમજ્યા

જયારે કોઈ શોખ આદત બની જાય અને આપણે તેમના આદી ત્યારે તે છુટતી નથી, અને એક સમયે તે વસ્તુ આપણને મળતી નથી કે આપણે તે લઈ કે ભોગવી નથી શકતા ત્યારે , બહું કષ્ટદાયી બને છે,
અંત ઘડીએ જે કંઈ છોડીને જવું પડે કે જીવનમાં કંઈ આશ રહીજાય, જીવને અધોગતીએ લઈ જાય છે, જીવને સદગતી નથી મળતી,
માટે કબીરે કહેલ મન મરે આશા મરે મર મરજાયે શરીર, આશા તૃષ્ણા ના મરે,
આશા તૃષ્ણા ને મારવી પડે તો મરે ,જાતે મારવી પડે, સમભાવી બની

લોકો માં ત્રણ પ્રકારના સંસ્કાર હોય છે,
લાગણીશીલ મમતાળું રજોગુણ
ક્રોધ ઈર્ષયા અભીમાન શીલ તમો ગુણ
અને દયાળું સેવાભાવી સત્વગુણ
આ છે ત્રીગુણી માયા ,
જેવા ગુણ વાળી વ્યક્તિ સંપર્ક માં આવશે તેવો પ્રભાવ તમ પર પાડશે તમને દાનવ માનવ કે દેવ ના સંસ્કાર આપશે.
પણ સમભાવી બનશે તે ત્રીગુણી માયા થી પરે રહી નીર્વાણ પામશે.

લોકોના શબ્દો વહેવાર તમને પ્રભાવીત કરે છે તમને ગમે તે રીતેજ,
જેવી તમારી નીયતી અને સંસ્કાર, તેવું કોઈનું વર્તન શારૂ કે ખરાબ ભલે રહ્યું તમને જરૂર પ્રભાવીત કરશે તમારા સંસ્કાર મુજબ

ક્રોધીત તમો ગુણી આત્મા કુદરતી રીતે ક્રોધીત રહે કોઈક વાર સ્વાર્થ સધાતા ખુશ જોવા મળે,
રજો ગુણી માયા શુખ માં રચી પચી ,
દેવી આત્મા દેવીય કામો કરી ફુલા ન સમાય,
સમભાવી સીવોમય બની સમભાવી રહી જીવન નીર્વાહ
હંમેશા વર્તમાન માં મન કર્મ વચન થી જીવનાર સુધ્ધ સત્વને ધારણ કરનાર જ નીર્વાણ પામે છે,
બાકી માનવ દાનવ દેવ ની ત્રીગુણી માયામાં દુનીયા માં અહીથી ત્યા જન્મ મરણના ધક્કા ખાયા કરે છે
લિખિત વાર્તા "આત્મ સમર્પણ" માતૃભારતી પર ફ્રી માં વાંચો

પૈસો‌ કેવા પાપ કરાવે...
ભોગી જોગી સાધું સન્યાસી ગરીબ અમીર સ્ત્રી કે પુરુષ કોઈથી પૈસાની લાલચ છુટતી નથી, અને પૈસા ની લેવડ દેવડનો વહેવાર તમો ગુણ ધારણ કરાવે છે,
બાકાત તમે છો આ માંથી?

હાથી ના દાંત બતાવાના અલખ ચાવવાના અલગ આવા પણ શબ્દો સાંભળવા મળે, કોણ પોતાનું કોણ પારકું?
જયારે આત્મા ને અછુતો અજન્મો કર્યો હોય
શીવોમય કર્યો હોય મન કર્મ વચન થી ત્યારે બતાવાની વાતજ કયા આવે?
તમે દેખો શરીરનો વહેવાર કર્મ કાળે કરેલા ભોગવવા પડે, કોઈનું લેણું દેણું ચુકવવું પડે ,
તમે એજ દેખશો નેત્ર ચક્ષુ થી તો એમજ લાગશે,
શુધ્ધ આત્માને દેખો શરીરના આવરણ માં જે બેઠો,
હશે નીરવાણી તો તેજ મુખ પર જરૂર દેખાશે

દરેકમાં ત્રીગુણ હોય છે ઓછા વધતાં પ્રમાણમાં
કારણ કે આ દેહ પંચ તત્વ નું બનેલું છે, જેમાં બધાજ ગુણો રહેલાં છે,
તમે જે જોવા માંગશો તે દેખાશે,
દોશ બીજા કોઈના નહીં આપણા ખુદના છે,
આપણી સોચ સમજ ના છે
જય ગુરુદેવ

હંમેશા યાદ રાખો
બીજાને નહીં ખુદનેજ સુધરવાની જરૂર હોય છે,
પોપટની ચાચ વાકી બગલાની ડોકવાકી..
પણ આપણે ઉંટ જેવાતો નથી ને આપણા કેટલા વાંકા છીએ?
આખી દુનિયા ને નહીં સુધારી શકો માટે ખુદ સુધરો,
જગત એક બ્રહ્માંડ નો ભાગ છે તમે તેને અલગ અલગ રીતે દેખો છો તેજ માયા છે,
માટે પહેલાં ખુદને જાણો
અન્યને જાણવાની જરૂર નહીં પડે

માયા નો પડદો હટશે
બધુજ સમજાયી જશે
સમભાવ આપો આપ જાગશે
જય ગુરુદેવ

આ જગતમાં બધાંજ એક માત્ર ઈશ્વરનો અંશ છે,
નાના મોટાની વાત કરી મુર્ખતા માં ન ભળો,
કીડીઓના સમુહમાં,
મકોડાના સમુહમાં,
પશું પક્ષીના સમુહમાં
માનવ ના સમુહમાં
બધા પોત પોતાની રીતે રાઈટ છે
કીડી મોટી મકોડો માણસ સીહ હાથી પશું પક્ષી
આકાર થી ?
કર્મ થી?

સીહ કેમ જંગલનો રાજા કહેવાયો?
તાકાત માત્ર થી?
ના એ માત્ર પેટભરવા માટે એની યોની મુજબ કર્મ કરે છે, સંહાર કરવા નહીં, શક્તિ પ્રદર્શન માટે નહીં,
અને પ્રાણીનો જીવ લે છે તો પણ વીવેકથી,
જયારે માણસ નર સંહાર કર્તા નથી અચકાતો.

અનીતી અને અણહક નું લેવું એટલું વ્હાલું લાગતું હશે,
પણ પછી એનો હીસાબ આપતાં ખુબ કાઠું પડે છે,
કા વ્હાલ સોયા ને ખોવો પડે સંપતી પડી રહે, કા કપાતાર પાકે કે ખુન ના આંસુ રડાવે છે,
તાત્કાલિક ના સહી,ઘડો ભરાઈ રહે પછી વારી આવે છે જયારે, ત્યારે જયારે ન બાવડામા બળ હોય ના હેડણીયા ચાલતા હોય , ના ધાક રહે ના કોઈ આપણને સાંભળતું સમજતું હોય,
માટે ચેતજો મારા વાલાઓ..
નજરે દેખેલ દાખલા કહું છું...
સમય બની સમજાવું છું

ગુરૂ મારાજ ની દયા થઈ છે,
ભલે જીવન ગમે તેવું વીતે , ભલે મોત ગમે તેવી થાય ,
કદાચ શરીરને પીડા થશે તો પણ, આત્મા ને કશું જ નહીં અડે ,
પરંતું આ જન્મમાં કોઈનું જાણે શું અજાણે પણ અહીત નથી કર્યું,નીમીત નથી બન્યો ભગવાન બનાવે નહીં, અને આ જીવન ગયા જન્મના કર્મ નું કારક ફળ છે,
તેમ છતા ઈશ્વરીય કૃપા રહીછે આજ સુધી કાલની કોને ખબર.
ગયા જન્મની લેણ દેણ પ્રેમ નફરત ધન દોલત ઉછીનું ઉધાર આ ભવે ચુકવીનેજ જઈશ,

પછી કોઈ વાલીયો કહે કે વાલ્મિકી,
કોઈ સંત કહે કે ઢોંગી,
કોઈ યોગી કહે કે ભોગી,
માણસોને મુખે એમના સંસ્કાર ગમે તે બોલાવે, એમને ગમે દેખાડે સમજાડે,
પણ હું આજન્મમા કોઈનું ઉધાર રાખવા નથી માંગતો,
બધાથી પ્રેમ સમભાવ છે, કોઈ પાસે કંઈ જોઈતું નથી, બસ વીનંતી 🙏 તમારૂ ઉછીનું ઉધાર માગણું લેણું વાલા લઈ જાજો , જીવ હોય તો તેપણ, પ્રેમ ધન દોલત જે કંઈ હોય,
આ જન્મ છેલ્લો પછી કંઈ નહીં મળે કોઈને,

મારો પથ નીર્વાણ નો પણ અંત ઘડીએ, ત્યા સુધી જેમ જૈન ધર્મમાં દીક્ષા પહેલાં એક દીવસ જીવન હર્ષા ઉલ્લાસ આનંદ થી સદ ભાવના થી મોજ સોખ પેરવા ઓઢવા ફરવા બધું જ કરી લે છે તેમ આ જન્મ છેલ્લો
બધું ચુક્તે કરવા
જય ગુરુદેવ
શક્તિ અને પુરૂષાર્થ આપજે
જગત ની કોઈ ચીંતા નથી જે કહે ભલે કહે,
અંદર આત્મા શ્વાસે શ્વાસે જાપ અજંપા નીરંતર ચાલે નામ તારું ધડી ન વીસારે,
પાપી દેહ ભલે પીડાય કે શુખ કે દુઃખ અનુભવે આત્મા ના અજંપા ચાલે
જય ગુરુદેવ
જયારે કર્તા હર્તા હું છું જ નહીં
હું નીમીત માત્ર ત્યારે પણ મને નીમીત સારા કામનો બનાવજે
એજ અંતીમ ઇચ્છા