Kyarek hasvu pan kevu kathu pade books and stories free download online pdf in Gujarati

કયારેક હસવું પણ કેવું કાઠું પડે

આ પણ એક સત્ય ધટના છે..મારી મુસાફરીનો અનુભવ છે..કોઈ જાતી સંપ્રદાય કે ધર્મ કે પ્રેદેશ માટે નથી...હું ભારતીય છું અને બધા ભારતીય આપણે એક છીએ..
અહીયા લોકોની માન્સીકતા અને સમયે સરજેલ માનસીક પરીસ્થીતી ની આ વાત છે..
ચારેક વર્ષ પહેલાની આ વાત છે.
હું તથા મારા કેટલાક સાથી મીત્રો ઉજ્જૈન અને ઈન્દોર પ્રવાસે ગયેલ ..આવવા જવાની ટ્રેન ટીકીટ સ્લીપીગ કોચની બુક કરાવેલ...
ત્રણ દીવસનો ટુર બે દીવસમાં પુરો થઈ ગયેલ એટલે એક દીવસ વહેલા નીકળ્વાનું થયું સ્લીપીગ રીટર્ન ની ટીકીટ કેન્સલ કરાવી...અને અમે એજ દીવસે નીકત્ળવાનું નક્કી કર્યું ..
રાત્રે 11વાગ્યે લગભગ ટ્રેન હતી..
હમે લોકલ ના ડબ્બામા ચડેલ ઈન્દોર થી ગાધીનગર માટે...
ઈન્દોરથી ટ્રેન રવાના થઈ વચ્ચે એક સ્ટેશન આવેલ ...લગભગ 60 કીલો મીટર ગોધરા દુર હશે..
ત્યાથી એમ પીના એક ભાઈ ચડેલ , ટ્રેન મા એટલી ગીરધી કે ઉભા રહેવાની જગ્યા નહી, ભાઈ ને અમે જગ્યા કરી બેસાડ્યા , ઓળખાણ થઈ , એ ભાઈ ના બીજા ભાઈઓ બીજા ડબા મા ચડેલ , અને બધા પાવાગઢ મહાકાળીમાતાના દર્શન કરવા જતા હતા, ખુદને પંડીત જી કહેતા હતા..
અમારી બાજુમાં રાજસ્થાનના એક વૃધ્ધ દંપતી તેમના અસલી પહેવેશમા બેઠા હતા,
એવામા એમનો ભાઈ આ એમ પી ના ભાઈને સોધતો આવેલ અને આમ તેમ જોઈ મારી બાજુમા બેઠા ભાઈને સોધતો હતો, બાજુમાં બેઠેલ તેના ભાઈએ કહ્યું વો મેરા ભાઈ હૈ મુજે ઢુઢ રહા હૈ, પેલા ભાઈની વાત સાભળી તેમજ પેલાને સોધતો જોઈ મને હશું આવ્યું...પેલો ચીડાયો બેચારો એના ભાઈને ગોતતો ગોતતો કંટાળી ગયો હશે..એણે ગુસ્સો મારા પર ઉતાર્યૉ..મને કહેવા લાગ્યો હસતા કયું હે, મે કહ્યું તુમ્હારા ભાઈ મેરે પાસ બેઠા હૈ ઉસને બતાયા કી મેરા ભાઈ મુજે ઠુઠ રહા હૈ, બતાના મત , તો મુજે હસી આ ગઈ , એ વધું ચીડાયો અને મારી બાજુમાં બેઠેલ રાજસ્થાની વૃધ્ધ ને જોઈ મને પણ રાજસ્થાની સમજી , જેમ તેમ બોલ્વા લાગ્યો..અને કહેવા લાગ્યો..યે તુમ્હારા રાજસ્થાન નહી યે એમ.પી હૈ..કહા કહાસે ચલે આતે હૈ....
મે જેવી રીતે પ્રેમથી જવાબ આપ્યો તેમ તે વધું ગુસ્સે થયૉ, અને મને મારી નાખવાની ધમકી આપતા ટ્રેન નીચે ફેકી દેવા..તેના બીજા ભાઈઓ જે પાછળ હતા તેમને બુમો પાડી બોલાવા લાગ્યો, તેના મારી બાજુભા બેઠેલ ભાઈનું પણ સાભળવા તૈયાર નહી,
પહેલા તો હું ઘભરાઈ ગયો એક તો રાત્રીનો સમર સવાર પડવાને હજું વાર હતી મારા મીત્રો બીજી શીટ પર દુર હતા..અને પરાયી ધરતી પર આપણું કોણ..
થોડી વાર ટ્રેન ચાલ્યા કરી તેના ભાઈઓ કોઈ આવ્યા નહી પેલા ભાઈ બોલતા રહ્યા ..ગોધરા આઠ કે દસ કીમી દુર રહ્યું હશે..
મને હવે બળ ફાબ્યું અને ગુસ્સો પણ ચડેલ પણ તેના જેવુ કોણ થાય..પણ કંઈક પાઠ ભણાવવો જરુરી હતો...
મે એને બોલતો અટકાવી કહ્યું સુન એ પહેલે તો મે રાજસ્થાની નહી ગુજરાતી છું તુમ પાવાગઢ જા રહે હો , તુમ્હારે એમ પી પુરા હોકે પાચ દસ મીનીટ મે મેરા ગુજરાત આયેગા...
અબ તુ જો ફેક રહા થા તો લે જો ઉખાડના હૈ ઉખિડલે જીસ્કો બુલાના હૈ બુલાલે....ગોધરા જાકે તેરી બારી હૈ, સીર્ફ ઈસ બાર નહી જીતની બાર ગુજરાત આયેગા પીટુંગા,
એ ભાઈની સાન ઠેકાણે આવી ગઈ થોડા થોડા થવા લાગ્રા અને ભૈયા એસા નહી વેસા નહી માફ કરદો મે તુમાહે રાજ્સથાની સમજા થા એમ કહી માફી માગવા લાગ્યા..
મે કહ્યું રાજ્સ્થાની ઈન્સાન નહી? ઉન્હે જીને કા હક નહી, તેરા એમ.પી દેખકર દાદા ગીરી કરતા હે, જરા રુક ગોધરા આને વાલા હૈ ફીર તેરી ખેર નહી,
એ ભાઈ ત્યાથી એ ડબા માથી ભાગી ગયા ગોધરા આવ્યું દેખાણા ..નહી...
પણ મને સમજાયું બહાર નીકળીએ તો કેવા કેવા લોકો ભટકાય ..સતા કે પ્રદેશ ની ગરમી બતાવી રોફ જમાવે આપણને હસવું પણ કાઠું પડે.આતો કીસ્મત સારા કે આપણો દેશ આવ્યો નહીતર આવા લોકોનો શો વીશ્વાસ અને ડરી ગયા હોત તો એ એની જાત દેખાડોત..
બધા લોકો સરખા નથી હોતા...બે ભાઈઓમા એક ભલો બીજો સ્વભાવે વીચીત્ર..
આભાર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED