Life path and mistake maze books and stories free download online pdf in Gujarati

જીવન પથ અને ભુલ ભુલૈયા

જાગ્યો છું ઘોર નીંદર થી હવે કે ,પછી છું ઉધાડી આંખે સ્વપ્નમાં કંઈ સમજાતું નથી..
તારી આ માયાજાળ છે એવી મોહીની કેવી કંઈ સમજાતું નથી, કરૂં નીકળવાના જેટલા પ્રયાસ બહાર નીકળાતું નથી, લીધો છે જન્મ દયા કરૂણા પ્રેમ ક્ષમા દાખવવા...પણ જયા દેખું ક્રોધ હીસા સ્વાર્થ અભીમાન ઈર્ષ્યા વહેમ અંધ શ્રધ્ધા ,બનાવટી આ જગત અને બનાવટ કરતા આ લોકો વચ્ચે ધીરજ ધરાતું નથી', કોણ વાત સાંભળી સમજશે કંઈ સમજાતું નથી, લોકોને બતાવું છું અરીસામાં ખુદને પણ એમને તો લાલચ લોભ મોહ અભીમાન માં સત્ય દેખાતું નથી, ખાય છે ઠોકરો પર ઠોકર તો પણ આંખો ખુલી ચાલવાનું મન એમનું થતું નથી', શરીર માટે સજી ઘજી કરે છે કાયાનું કલ્યાણ..આત્મા નું કલ્યાણ કોઈ કરતું નથી, કામ ક્રોધ અભીમાન જેવા વીકારો માં તમો પ્રધાન લોકો સતો ગુણ નો મહીમા સમજતા નથી, સમજાવું છું કે આતો એજ વાત થઈ .." સવારે જાગી તૈયાર થઈ બની છની નીકળ્યા સાંજે હતા તેવા ને તેવા ઠેકાણે પાછા...અને આવતી કાલ માટે ફરી એજ તૈયારી...
બસ જન્મ મરણના આજ છે ફેરા...ક્યાં સુધી આમજ ચાલ્યા કરશો....?
બહું સમજાવું છું ખુદને અને તમને સ્થુળ શરીર પાંચ તત્વ ની દેણ કાલે વીહીન થશે પાંચ ભુતોમા ....ફરી શુક્ષ્મ શરીર ને શોધવાનું રહેશે અવતાર ધરવા નવું સ્થુળ શરીર..
ક્યાં સુધી બદલ્યા કરશો આ ભાડાનું મકાન...અને ભટક્યા કરશો ..નહી અંત આવે આ રીતે તો ક્યારેય...જન્મ મરણના ફેરા કેટલાય થયા અને કેટલાય થશે આ રીતે તો અંતે હાથ કશું જ નહીં આવે...
માટે કરીલો પરમાર્થ કામ જે..સદાય આવે સાથ,
કેવું છે આ જીવન ???
પામવાનું ખોવાનું , જીતવાનું હારવાનું, હસવાનું રોવાનું, બનાવવાનું ભાગવાનું, સ્વાર્થ ના સગા આ જગતનાં લોક મન રાખીએ તોજ ખુશ , કેટ કેટલા નું મન રાખવાનું??
મળ્યું આજ શું ધી એવું કોઈ...જે દયા કરૂણા પ્રેમ વાત્સલ્યની મુરત હોય..પર ઉપકારી હોય...?? મળ્યું આવું કોઈ કે જેની સાથે વીતાવેલ હળવાશ ની એક પળ જેથી ભવભવનો જાણે થાક ઉતરી ગયો હોય??
તો કોના માટે આ જીવન વેડફો છો?? એવા લોકો કે જે ખુદ માટે જીવે છે...એમની પાછળ તો જીવન નથી બગાડતા કે જે કંઈ ભેગું કરી નથી સકવાના જે સાથે ની લઈ જઈ શકે કે નહીં તમારા માટે એવું ભેગું કરાવી સકે જે શુખકારી હોય સાથે આવે.....
શું કરવાની એ નામના સુપ્રસિદ્ધી ઈજ્જત માન મોભો શુખ સગવડ જે નાશવંત અને ક્ષણીક હોય....?
જીવનસાથી ની જરુર હોય તો પણ એવો ગોતો જે આ જન્મમાં નહીં પણ જન્મો જન્મનો સાથી બને, ખુદ તરે આને તમને પણ તારે...એવો નહીં જે ખુદ તો ડુબે તમને પણ ડુબાવે....અને હા તમે પણ કોઈ માટે એવા જ બનજો ખુદ તરો અને બીજાને પણ તારો..જન્મ સફળ ત્યારે થશે જ્યારે પ્રભુ ને પ્રીય બનીને રહેશો...અને પ્રભુ ને પ્રીય ત્યારેજ બનશો જ્યારે તેણે બતાવેલા માર્ગ પર ચાલશો..
કામ ક્રોધ વાસના અહંકાર અભીમાન લોભ લાલચ ઈર્ષ્યા ને ત્યજી પ્રેમ કરૂણા દયા ક્ષમા વાત્સલ્ય મય બની નીરવીભીમાન બની જીવસો..પોતાના માટે તો બધા જીવે પોતાનું તો બધા કરે પર ઉપકાર બીજા માટે અને એ પણ ની સ્વાર્થ ભાવે અભીમાન કર્યો વીના કાર્ય કરો તો ભગવાન ને પ્રીય બનશો..
યાદ રાખજો તમારી મારી આપડી બધાની સાચી ઓળખ..ૐ (અકાર) આત્મા છે , આકાર સ્થુળ શરીર નહીં.. કારણકે સ્થુળ શરીર પાંચ તત્ત્વો જમીન આકાશ જળ વાયુ અને અગ્નિ નો બનેલો છે જે નાશવંત છે..પણ આત્મા અમર છે જે તમારા કપાળે ત્રીકુટી મધ્યે સ્થીર છે ઉર્જાનો સ્ત્રોત બની...જે તમારા સ્થુળ શરીરને ધારણ કરેલ છે...જે અવીનાશી છે અમર છે અજન્મો છે જે ક્યારેય મરતો નથી..ફક્ત નવું શરીર ધારણ કરે છે તમારા કર્મો ના આધારે...માટે કર્મ આ જન્મના તમારા આવતા જન્મનું પ્લાનીગ છે..અને આ જન્મ તમારો ગયા જન્મનું પરીણામ છે..
શુખ દુઃખ જે અનુભવો છો તે પાછલા જન્મનો હીસાબ છે...
જો મોક્ષજ જોઈતો હોય તો સદ કર્મ કરી ભગવાનને અર્પણ કરો...હીસાબ શુન્ય કરો...અને શારો જન્મ જોઈતો હોય તો સદ કર્મ કરી પુન્ય ભેગું કરો...
આ માયા જાળ ભપકા મોજ શોખ ને બાજું માં મુકો...પરોપકારી જીવન જીવો... ભગવાન ને પ્રીય બનો...
ઓમ શાંતિ....
શીવ સત્ય છે તે આપણા આત્મા ના પીતા છે....અને શ્રી વીષ્ણુ શીવજી એ બનાવેલ પ્રથમ તત્ત્વ પુર્ણ પુરષોતમ ભગવાન જેમણે કરોડો પ્રકાશ જોજન વર્ષ તપ કરી શીવની કૃપા પામી સંપુર્ણ પુરષોતમ બનેલ...જે માયા પતી છે..માયા સૃષ્ટીના રચીતા બ્રહ્માજીના પણ પીતા છે...
પણ એ બધા ભગવાન એટલા માટે છે કઃરણકે તેમણે હંમેશા સંસાર ના કલ્યાણ માટેજ કાર્ય કર્યા છે..કરે છે..નીયમો બનાવ્યા અને પાલન કરાવ્યું ..પણ તે પણ પરોપકાર એટલેકે આપણા માટે કલ્યાણ માટેજ બન્યા છે..અને આપણે પણ,
આશુરી ગુણો અવગુણો ને મારો અહમ ને મારો...
અભીમાન ના પણ કેટલાય પ્રકાર છે..
૧) દેહ અભીમાન (શરીર કાયા રૂપનું અભીમાન હું કેવો કેવી)
૨)ધન દોલત નું અભીમાન (હું કેટલો ધનવાન)
૩) સત્તા કે હોદાનું અભીમાન(હૂં કેટલો સતા વાળો મારો કેટલો મોટો સોદો)
૪) બળ કે જુથનું અભીમાન ( અમે કેટલા બળ વાળા અમારૂં બળજુથ કેટલું)
૫) શક્તી નું અભીમાન (હું કેટલો શક્તી વાળો છું મારા જેવું કોઈ નથી)
વીગેરે વીગેરે....
શેર માથે સવાશેર હોયજ જેમ ઉંટ પહાડ નીચે આવે ત્યારે નાનો લાગે...તો આ અભીમાન શું કામનું છે દેખાવ જ હોય કશું કામ ન આવે તે મોટાઈ શું કામની..?
ક્યારેય વીચાર કર્યો છે આપણને બધાયનો રચીતા કેટલો શક્તી શાળી હશે??
છતાં એ નીરવીભીમાની અને પરોપકારી દયાળું છે..
તેને તેજ પ્રીય છે જે માણસાઈના મહાન ગુણો ધરાવે છે..
દયા કરૂણા પ્રેમ ક્ષમા પરોપકાર નીરવીભીમાન
ઓમ શાંતિ
કંઈ પણ કરો હંમેશા યાદ રાખો કે ભગવાન બધું દેખે છે..
અહીં તમારૂં શાસન હશે ,ત્યાં જશું ત્યારે તેને હીસાબ આપવો પડશે..
તમને ચોક્કસ ઉદેશ્ય માટે કામ સોંપીને મુકેલ છે...
મનમાની માટે નહીં...પરીક્ષા છે તમારી પાસે કે ફેલ...
જેમ આખું વરસ તૈયારી કરો અભ્યાસ મા ધ્યાન આપી પાસ થાઓ કે જલસા કરી ફેલ...
જીંદગી ની આ પરીક્ષા માં પાસ થવું અવ્વલ આવવું કે ફેલ થવું તમારા હાથમાં છે...
જીંદગી ટુંકાવી તો ભુત થઈ ભટકવું પડશે...
માટે એ પણ ના કરતા...
અને એમ પણ ના સમજતાં કે આવું કંઈ ન હોય...
આંખો બંધ કરી ત્રીકુટીમા મધ્યે ધ્યાન કરી બેસજો શાંતી સાથે અલોકીક શક્તી નો પણ અનુભવ થશે..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED