તમે કયા ઈશ્વર ને શોધો છો આજ ઈશ્વર છે..આદી-અનાદી, સર્વોપરી, સર્વ શ્રેષ્ઠ,સર્વના પીતા, સર્વજ્ઞ, એક દીવ્ય તેજોમય પ્રકાસ મય,
અલ્લાહ, ઈશ્વર, વાઈગુરૂ, બુધ્ધ, મહાવીર, ઈશું, કે જે પણ રૂપે ઓળખો,
એ અજર અમર અવીનાશી, અજન્મા, નીર્વીકારી, બધાનો તાત શુષ્ટીનો રચીતા, પરમ તત્વ એકજ છે, જેનું કોઈ આકાર નથી પણ તેણે બધાને આકાર આપ્યો છે, તે ત્રણે કાળનો રચીતા છે, તેજ સમય ચક્ર ને ચલાવનાર છે..
ઓમ શાંતિ તો માત્ર નાદ છે. એકાક્ષર છે
રજો ગુણ મમતા જગાડે છે..દુખ નો અનુભવ કરાવે છે.પાંચ કર્મ ઈન્દ્રીયો મા મન ને ફસાવે છે..જે મુત્યુ બાદ એ ઈચ્છા સાથે મનુષ્ય અવતાર ધરી નવું ખોળીયુ ધારણ કરે છે આત્મા,
ત્મો ગુણ તુષ્ણા જગાવી લાલચ લોભ અભીમાન ઈર્ષા દ્રેષ જગાવે છે, અને અધોગતીએ લઈ જાય છે, અને પછી પશુ પક્ષી ની યોની મા જન્મ..ત્રીજો ગુણ સત્યગુણ..જે જ્ઞાન પ્રકાસ અને શુખ આપે છે,અને અંતે દેવત્વ ધારણ કરી આત્મા જ્ઞાની દેવગણો ના લોકમાં સ્થાન પામે છે..પણ જે આ ત્રણ ગુણ..સતગુણ, રજોગૂણ, અને તમો ગુણ થી પર રહે છે અને આત્મા ને અજર અમર અને નીરગુણ ગણી પરમાત્માનો સાક્ષાત્કાર કરી ઈન્દ્રીઓને વસમાં રાખી જીવે છે, તે મુક્તિ પામી પરમધામ ને પામે છે.
ઓમ શાંતિ
પરમાત્મા ને પામવાની ચાર રીત,
જ્ઞાન.યોગ.ભક્તિ મુર્તિ પુજા, અને હોમ હવન દાન પુન્ય..
મન મરે માનવ મરે મર મર જાયે શરીર આશા તૃષ્ણા ના મરે કહ ગયે દાસ કબીર..
અહીનો ભેગું કરેલ અહીજ રહેવાનું, નવા જનમ માટે શું આવશે ભેગું? લાલશા લઈ ને જશો ..ફરી એજ ઉધમ પછાડા..
માટે આત્મા નું કલ્યાણ કરો..ભાવે ભજીલો ભગવંત જીવન થોડું રહ્યું કાઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું..બાળપણ એટલે ગાડપણ, જવાની એટલે કામ અર્થ જવાબદારી,અને વૃધ્ધાવસ્થા એટલે આરામ..સમય કયારે લેશો??
ઓમ શાંતિ
આ નવું વર્ષ નથી, જીવનમાં થી એક ઓછું થયું કાળ એટલો નજીક આવ્યો, નીર્માણ શું કર્યું?? એવું કંઈ જે સાથે આવશે??
શરીર મરે આત્મા નહી તે તો અમર અવીનાસી છે, કયા સુધી આત્મા બની ભટકશો?? પરમધામ પહોચો એવું કોઈ કાર્ય કર્યું?? કે હજું એક ધર થી બીજું ધર ખોળીયા બદલી ભટકયા કરશો??
આત્માને શુખ કેવું દુખ કેવું અનુભવ કેવો?? એને તો કોઈ સ્પર્શી શકતું નથી, શરીર ધારણ કરે ત્યારે જીવ આત્મા બને, નહીતર નીરાકાર પ્રકાસ બિંદુ સમાન, અરે અગ્ની ને સવાદ સેનો, એતો બધુંય સ્વાહા કરે. પતીત ના બનો તપોવન બનો.
કર્મના બંધનમાં ન બંધાઓ, નહીતર જન્મ મરણના ફેરા ફરતા રહી જશો..દેવ મનુષ્ય કે પશુપંખી
બ્રહમ ને રચનાર બ્રહ્મા, પાલન કરનાર વીષ્ણુ પાલનહાર,શરીર રૂપી બંધનમાથી મુક્તિ અપાવનાર શંકર..ત્રણ પીતાના રૂપ છે, આ બધાનો રચીતા તો સર્વ ગુણોથી નયારો નીરગુણ નીર્વાકારી છે.
એકાક્ષર ૐ કાર છે..મનને શાંતિ આપનાર એટલેકે શીવ છે.
શીવ પીતા અને તમને જે દ્વારા બનાવ્યા તે પ્રકૃતિ માતા છે..પર બ્રહમ ના મુળ તો એકાક્ષર નીરાકારી સર્વથી નયારા પરમપીતા પરમાત્મા પાસે છે..
બધા બંધનોને કાપી શીવથી નાતો જોડો , જો મુળ થી અલગ થશો અને શીવને જાણસો તો ફરી જન્મ નહી લેવો પડે, કારણકે જન્મ પાલન અને સંહારનુ કાર્ય સદંતર નીરંતર સતત એક સાથે ચાલ્યા કરે છે..એની કોઈ શરૂઆત નથી કોઈ અંત નથી.
તમે પરબ્રહ્મ નો એક ભાગ છો સાગર ની એક બુંદ, પ્રકૃતી ના પાંચ તત્વ આકાશ અગ્ની જળ વાયુ અને પુથ્વી માંથી સ્થુળ શરીર ધારણ કરી પરમાત્મા ના અંશ આત્મા દ્વારા બનેલ જીવ આત્મા.. ક્ષર અને અક્ષર , ક્ષર એટલે સ્થુળ જેનો નાશ નક્કી છે તે શરીર અને અક્ષર એટલે ૐ આત્મા જે પરમાત્મા નો અંશ છે, જેનું ઠેકાણું પરમધામ એટલે કે મુક્તિ છે..જયાથી આવેલ ત્યા જઈ રોકાવાનું, જેમ પુથ્વીનો છેડો ઘર કહો છો તેમ.
હવે આપ શું ઈચ્છો છો..
દેવ્તવ રૂપ ધારણ કરી દેવોની પ્રકાસ મય દુનીયા, (સતો ગુણ ધારણ કરવાથી મળશે)
મુત્યુલોક ની મોહ માયા ની દુનીયા,(રજો ગુણ ધારણ કરવાથી મોહ કામનાથી મળશે)
અધોગતી અને પશુપક્ષી ની યોની (તમો ગુણ દ્રૈષ ઈર્ષ્યા અભીમાન લોભ થી મળશે)
અને આ બધા ગુણ સતો,રજો,તમો થી ન્યારા રહી કર્મ એટલેકે કર્તવ્ય નુ પાલન કરી ઈશ્વર જે કરે તે ઠીક, મહેનત ખંત થી ન શુખ ન દુખ ,બધાને સમાન ગણી તટસ્થ વહેવાર કરી ધીર ગંભીર જીવન જીવશો અને ઈશ્વર પર શ્રધ્ધા રાખી તમારુ કાર્ય ભક્તિ ભાવથી કરશો, અને યશ કે જશ કે અબજસ ભગવાન સામે ધરી દેશો બધાથી ન્યારા બની ,બધુજ ત્રણ ગુણ કરે છે સતો રજો તમો ..તમે તો ફક્ત આત્મા છો અમર છો અવીનાશી છો તો... પરમધામ મા સ્થાન પામશો
ઓમ શાંતિ