જીવનનું સત્ય આત્મ જ્ઞાન ..જીવન અને જીવનનું કલ્યાણ. Hemant pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનનું સત્ય આત્મ જ્ઞાન ..જીવન અને જીવનનું કલ્યાણ.

એક સત્ય આજે તમને કહેવું છે...પુરાવા સાથે...જે ને ખોટો પાડવાની કોઈની તાકાત નથી..કારણ કે આજ સત્ય છે...
ॐ જ સત્ય છે.......
ૐ એટલે શીવ .....જે જીવ રૂપે આપણા સ્થુળ શરીરને ધારણ કરે છે....
અકાર એટલે આપણો દેહ શરીર ...બે હાથ બે પણ માથું શરીર કાન નાક હોઠ આંખો...જેને આપણે ખુબ સાચવીએ છીએ જતન કરીએ છીએ...જે ક્ષણીક અને નાશવંત છે..રોજે આપણી જુની ચામડી નાશ પામી ઉખડી નવી આવે છે નવા કોષ બને છે...લોહી પણ ત્રણ મહીને શુધ્ધી કરણ થાય છે...માટે ત્રણ મહીનામાં એક વાર આપણે રક્તદાન કરી કોઈનો જીવ બચાવવા દાન કરીએ છીએ...
આમ માતાના ગર્ભ થી વૃધ્ધીની પ્રક્રીયા શરુ થાય બાયળકના જન્મથી વધી આગળ પુખ્ત અવસ્થા ના છેલ્લા ચરણના અંતે વૃધ્ધી અટકી જાય છે...અને વૃધ્ધા વસ્થાની શરુઆત થાય છે.. અને દેહ ના નાશવંત થવાની દેહ સુકાવાની કરમાવાની....અને એક દીવસ આયુશ્યની દોરી પુરી થાય..એટલે કે સ્થુળ શરીર કાર્ય કરી શકે તેવું ન રહેતા આત્મા દેહ છોડી દે છે....

આ આત્મા એટલો ૐ જે શીવ થી છુટો પડી ખોળીયું ધારણ કરે છે(એટલે કે જન્મ ધારણ કરે છે)

આમ શીવથી છુટો પડી દેહ ધારણની વારંવાર પ્રક્રિયા એટલે અનંત યાત્રા જે પાછો શીવમાં જઈ ભળી ન જાય.
આત્મા અજર અમર અવીનાશી અજન્મો છે. માટે કહેવાયું છે જીવ કયારેય ધરડો નથી થતો...શરીર થાય તો પણ...
આની કહેવત તમે સાંભળી હશે કે વાદરો ધરડો થાય પણ ઠેકડું મારવાનું ન ભુલે...આતો સંસારી લોકોને તેમની ભાષામાં વાત સમજાવવા આ ઉદાહરણ આપ્યું...

જીવ સ્વારથી હોય છે તે હંમેશા એના શરીરનો અને શુખનો વીચાર કરે છે...પણ જેને આત્મ જ્ઞાન થાય તો પરોપકારી બને છે...તે સમજી જાય છે કે આ કાયા તો ભાડાનું મકાન છે , જો ફરી શારૂ સરીર ધારણ કરવું હોય કે જન્મ મરણની યાત્રા માંથી મૃક્તી પામવી હોય તો " મન ક્રમ વચનથી ભગવાને માર્ગ ચીંધેલ દયા કરૂણા ક્ષમા દાન પુન્યના કામો કરી શ્રી હરીને પ્રીય બનીને રહો,

પાંચ ક્રમ ઇન્દ્રીયો સ્પર્શ ગંધ દ્રષ્ટી કર્ણ અને સ્વાદ ઈન્દ્રી પર કાબું મા રાખો કામ ક્રોધ મોહ અભીમાન ઈર્ષ્યા નો ત્યાગ કરો...
જે કર્મ કરો તે શીવને અર્પણ કરો ગીતા જીમા કહેલ તે મુજબ આપણે માત્ર નીમીત છીએ કરનાર શીવ ૐ કાર જાતે છે. આપણા જીવને એક યંત્ર રૂપી શરીરમાં એક ચોક્કસ સમય કાળ માટે બેસાડી કાય ચક્ર (સમય) મા બેસાડેલ છે...
એની ઈચ્છા વીના કશુજ થતું નથી...
માટે ધીર ગંભીર બની શ્રી હરીને ગમે તે રીતે માત્ર ઉપર બતાવેલ દયા કરુણા ક્ષમા દાન પુન્યના કામ કર કર્મની આશ મત રાખ તે પર તારો અધીકાર નથી..માટે તને શુખ કેવું દુખ કેવું...ખુશી કેવી રુદન કેવું. શા માટે સ્વાર્થ મા ભરમાય છે...જેને તું તારૂ શરીર ગણે છે તે એક ભાડાનું મકાન છે..
તને ભગવાન શુધી કાળચક્રે આ શરીર પર બેસાડેલ છે.

☝️🕉️💐💐💐
વાત ઉપર મે કરેલ તે ૐ સત્ય છે, સમજાઈ ગયું હશે ..
અકાર એટલે સ્થુળ શરીર...જે નાશવંત છે...
ૐ કાર એટલે આત્મા જે આપણા કપાળમાં ત્રીકુટી મધ્યે એક શુક્ષ્મ પ્રકાસ બીદું રુપે બીરાજ માન છે...જેણે આ સ્થુળ શરીરને ધારણ કર્યું છે..
અને કારક શરીર કે કારણ...તમારા કરેલા કર્મના ભાથા..જે જીવ સાથે આવે છે તે કર્મ...
આમ ત્રણ શરીર નો સમુહ એટલે તમે આપણે પોતે..

મુળ વાત એતો સમજાઈ ગઈ કે આત્મા અજર અમર અજન્મો છે અવીનાશી છે ..તે શુક્ષ્મ પ્રકાસ રૂપે છે.
આત્મા શરીર છોડે એટલે શરીર શુન્ય બની જાય છે નકામુ બની જાય છે...
અને આત્મા કર્મ ના ભાથા .. નું ફળ ભોગવવા ,કરેલ કર્મ મુજબ મુક્તી અથવા નવો જન્મ ધારણ કરે છે..
અને પૃર્વ જન્મના કર્મ અનુસાર ફળ ભોગવે છે..શુખ દુખ તડકો છાયો, ગરીબી અમીરી, તંદુરસ્તી બીમારી, શારીરીક સંપૂર્ણ અપંગતા..વીગેરે વીગેરે.
અને આ કારણે તો આ જન્મમાં ખુબ શારા કર્મ કરનાર ધણા બધા લોકો દુખી અને પાપી દુરા ચારી લોકો શુખ ભોગવતા જોયા હશે...

તો અમુક શારા કર્મ કરનાર શુખી પણ, અને અમુક જન્મથી અપંગતા કે બીમારી સાવ નાની ઉમરે ખુબજ પીડા અને ત્યાર બાદ દર્દ નાખ મોત..હવે આ નાની ઉમરના લોકોએ આ જન્મમાં હજું દુનીયા પણ જોઈ નથી પાપ શું પુન્ય શું એ પણ જાણતા નથી...કોઈ ખરાબ કર્મ કર્યા નથી છતા આટલા બીમાર અપંગતા કે ખુબ કરૂણ મોત?? તો એ આગલા જન્મના કર્મ નું ફળ હોય છે...આ આધાર છે....શુખ અને દુખનો....
બીજો દાખલો પૃર્વ જન્મ અને તેના કર્મ ફળ નો ....
જુના જમાનામાં આપણા ઘરડાઓ ...ધાન ભરવા કોઠા બનાવતા...આ કોઠા માટીના કે લાકડાના હોતા...પણ એની એક ખાશ ખાશીયત હોતી...
ધાન નખાય ઉપરથી...અને નીકાળાય નીચે થી ...એમ બે મુખ હોતા એક કોઠાર ઉપર ઘાન નાખવા અને બીજું છેક નીચે નાનું મુખ ધાવ્ય નીકાળવા માટે...
આપણા કર્મ ફળ નો પણ આરીતનો નીયમછે કોઠાર જેવો..
કેવી રીતે તે સમજો હવે....
કોઠારમાં પહેલા....અડધે જવાર નાખો પછી અડધે શુધી મકાઈ અને પછી બાકીમા બાજરો ..
હવે નાખ્યા તો ઉપરથી ..પણ નીકાળશે ક્યાંથી...? નીચેથી...
તો પહેલા શું નીકળશે....? જવાર ...
કારણ ? કારણકે પહેલા જવાર નાખેલ માટે નીચે જવાર પડેલ છે...જયા શુધી જવાર હશે ત્યા શુધી જવાર ..પછી મકાઈ ત્યાર બાદ બાજરો...
સમજાયું ...કંઈ..
તમે તમારા પૃર્વ જન્મના સમય કાળમાં જે પ્રમાણે પાપ કે પુન્ય કર્યા હશે તે પ્રમાણે ફળ ભોગવસો...
જે નાખ્યું તે નીકળશે સમય પ્રમાણે....નહી મોડા નહી વહેલા..
જે વાયું હશે તે લણશો... સમજાયું...?

હવે ભગવાન પર શ્રધ્ધા રાખશો તેમણે બતાવેલ માર્ગ પસંદ કરશો તો કસોટી ના અંતે મોક્ષ પણ પામી શકો..કે પછી એની કૃપાથી શુખ પણ પ્રાપ્ત કરી શકો...

કારણકે પ્રભુને ગમે તે સહુને ગમે.....
🕉️🕉️🕉️👇 મુખ્ય વાત ૐ કાર આત્માને કાઈ અડતું નથી..
ના અગ્ની ના જળ ના ના પવન ના ધરતી ના આકાશ તેને કોઈ અડી શક્તું નથી..મારી શક્તું નથી ડુબાડી શક્તું બાળી શક્તું નથી
કારણકે આત્મા તો પ્રકાસ છે...
જેમ ૐ ને કોઈ શબ્દ અડી શકતો નથી...તે અલગજ રહે છે.. તેનું સંયોજન કોઈ શબ્દ સાથે થઈ શકતું નથી...
થાય તો કરી બતાવો...ક્ખ વ્ર ખ્ર ખ્ગ આમ ૐ ને કોઈ શબ્દ જોડી શકાતો નથી...
તેમ આત્માને કોઈ સ્પર્શી શકતું નથી...
ઓમ કાર સર્વ શ્રેષ્ઠ છે પ્રથમ અને અંતે છે...
આમ શીવ ૐ કાર છે ૐ શીવ છે.
અને તેમનો અંશ આત્મા છે ...જે ૐ નું શુક્ષ્મ રુપ છે..
ઓમ નમ: શિવાય.
હવે વાત લોકો ની ...
જેમ આપણે આત્મા છીએ તેમ બધાજ મુળતો આત્મા જ છે..
કોઈ વીકારી....તમો ગુણી..
કોઈ માયાળું પ્રેમાળ....રજો ગુણી ...
અને કોઈ બુધ્ધી શાળી અને પરોપકારી તપોવની ..સતો ગુણી..

પછી મા બાપ ભાઈ બહેન પુત્ર પુત્રી પતી પત્ની પાડોશી ..સગા વહાલા મીત્ર કે અજાણ્યું કોઈ પણ ગમેતે હોય...
ઉપરના જેવા ગુણો ધરાવતું હશે તેવું વર્તન કરશે...

અને હા કોઈ કોઈ નું નથી આ જગતમાં ...બધા ગયા જન્મનું લેણું બાકી હોય તે લેવા આવે છે....શુખ દુખ ધન દોલત પ્રેમ સેવા જીવ ..સાથ ..જે બાકી હોય તે લેવડ દેવડ પતાવી ..સંબંધો પુરા પછી જીવતે જીવ કે મરીને અલગ...થઈ જાશે
..
પણ તમારા સંબંધો સાત જન્મના વચન બધ્ધ હશે સતો ગુણી આત્મા હશે તો સાથ જન્મો જન્મ આપી શકે‌..પણ એ આપણને કાઈ ખબર ના હોય..

દાખલો એક...કરોડ પતી કે રોડ પતીની સંતાન મા બાપ ની સગી થાય ન પણ થાય...
અને કોઈ સંતાન બીમારી મા ખુબ બધો ખર્ચ કરાવી સેવા કરાવી કાળનો કોળિયો બની રડતા મુકી જતો રહેતો જોયો હશે..કારણ...લેવડ દેવડ પુરી...

એજ રીતે પતી કે પત્ની કે ભાઈ બહેન ..સંસારના કોઈ પણ સંબંધનો દાખલો લઈલો ...લેવડ દેવડ પુરી વાર્તા પુરી..રામ રામ

બસ આજ સંસાર છે..આજ નીયમ .
અને હા આ જન્મના સંબંધ દરમ્યાન હજુ લાગણી મમતા કે આશા તૃષ્ણા બાકી રહી હોય કોઈ ઈચ્છા બાકી રહી હોય તો મૃત્યુ બાદ ..આત્મા નવો જન્મ ધારણ ના કરે મોક્ષ પણ ના મળે જીવ ત્યાજ ભટકે...
તે ભુત પ્રેત કે અન્ય યૈનીમા કાળ ક્રમે રુપ ધારણ કરે છે..
જયા શુધી તેની આશા તૃષ્ણા પુરી ન થાય જીવ સાંતી ન પામે..
અને ઘર પરીવારની કા રક્ષા કરે કા હેરાન કરે છે..અને આપણે વીધી કરી બેસાડીએ કે તારવી આવીએ એ પણ એની ઈચ્છા મુજબ...

આ છે હકીકત..
માટે બહું બધી આશા લોકો પાસે રાખશો તો દુખના દાળીયા થઈ જશો...

સતો શુધ્ધ સતો ગુણી ની સાથે રહેશો તો તરી જશો..જેમ‌ સાધું સંતો કે પુન્યશાળી સેવા ભાવી લોકો નો સંગાથ અને એમના કાર્યોને અપનાવી સાથ આપશો તો..

રજો ગુણી સતો ગુણી મીક્ષ આત્મા સાથે..મીશ્ર ફળ શુખ દુખ હસી ખુશી મોજ..

તમો ગુણી સાથે....દુખ પીડા દર્દ વેદના ડગો...વીશ્વાસ ધાત...

માટે કા ભગવાન મા મન લગાડો તરવું હોય તો..
મનુષ્ય અવતાર ભોગવવો હોય આ જન્મે આવતા જન્મે‌તો દાન પુન્ય કરો...અને એની સોબત કરો જે તમો ગુણી ન હોય ..કા શુધ્ધ સતો ગુણી કા તો મીક્ષ સતો ગુણ રજો ગુણી હોય..

પણ તમો ગુણી...જે કામ વાસના ક્રોધ ઈર્ષ્યા દ્રેષ અભીમાન હીસા વાળા સ્વાર્થી ગુણો અધર્મી ની સંગત તમારો આ જન્મ પણ બગાડશે....
અને મરણ પણ....
કોઈ આત્મ હત્યા ના કરતા...નહીતર અધોગતીએ જશો..જીવન પુરૂ જીવજો ..શુખ કે દુખ...કાદવ મા પણ જીવનના કમળ ને ખીલાવાનો પુરો પ્યત્ન કરજો ભગવાન પર વી શ્વાસ રાખજો જરૂર શારૂ થશે...પાપ કર્મ ફળ ભોગવતા ભોગવતા પણ શુખીયા થઈ જશો...
જેમ જેલની સજા કાપતા કાપતા સારા વર્તાવ થી સજા માપ કરી છોડી દેવામાં આવે છે...
પણ વીશ્વાસ શ્રધ્ધા ધીરજ રાખજો...અંધ શ્રધ્ધા નહી..
કર્મ કરશો તેવાજ ફળ મળશે...
વાવી આકડો ગુલાબના ફળની આશા રાખો તો ન મળે...
બસ‌ જીવનના ગુલાબને મહેકાવી દો સારા કર્મ કરો ..
ખોટા માણસ ‌પાછળ જીવન ના બગાડો... પરીસ્થીતી વીકટ હોય તો પણ કર્મ થી ન ભાગો..કર્તવ્ય નું પાલન કરો..કોઈ સહારો ન હોય તો ભગવાનતો છેજ...
એનો સહારો લઈ શારી ભાવના સદગુણ વીકસાવી કર્મ કરો..

કોઈ મહાન આત્મા, દીવ્ય આત્મા, દેવ આત્મા ,ધર્મ આત્મા, પુન્યશાળી આત્મા જે મળે તેની સોબત કરો..
જેટલો સાથ મળ્યો એટલો જનમારો સફળ....
માટે આવા કોઈ પણ માણસનો સંગાથ મળે તો ના છોડજો..
પણ તમારી ફરજ કર્ત્વય પણ સંભાળજો...
કોઈની સાથે મળેલ થોડીક પળો પણ શુખીયા કરી દે છે..
અને કોઈ એવું ભટકાય કે પાચ મીનીટ ભટકાય તો દુખી કરી દે.
સમજવાનો વીષય છે...
પાપી દુરા ચારી અભીમાની અધર્મી ઈર્ષ્યાળુ લોકોની સંગાથ કયારેય ના કરશો.
અભીમાનના પણ પ્રકાર છે, થોડા કહૂં છું
૧)દેહ અભીમાન ...રૂપાળો રુપાળી ગોરો ગોરી યુવાન બળવાળો વાળી...
૨) જ્ઞાન નું અભીમાન.. હું પંડીત ,એમ બી બી એસ.એમ ડી...વીગેરે ..વકીલ ..એલ એલ બી..સંગીત કાર ચીત્ર કાર...વીગેરે...
૩) સત્તાનું અભીમાન.. ટલેટટર ,ડી એસ.પી , નેતા, પ્રમુખ વીગેરે
૪)જુથનુ જાતી સમુદાય નું વભીમાન...હુ આ જાતીનો પેલી જાતીનો.અમે બળસાળી અમારૂ આટલુ મોટું જુથ બળ..અમે ઉચા અમે મોટા વીગેરે
૫)ધન દોલત નું અભીમાન..હુ કરોડ પતી , ઉધોગ પતી..આટલી સંપતી..
૬) જાતી લીગ નું અભીમાન..અમે પુરુષ મહાન અમે સ્ત્રીઓ મહાન
વીગેરે અભીમાનના પ્રકાર
હું મહાન મારાથી કોઈ મોટું નહી મારા આગળ કાઈ ન આવે કોઈનું
બસ વીનાસ નુ કારણ છે..ખુદને મારે બીજાને ચેપ લગાડે...કોરોના જેવો....
દુરજ રહેવું.....
જોજો ચેપ ન લગાડતા...
ખુદને હોય તો દવા કરાવજો...
કઈ દવા??
પચ્છાતાપ હા પચ્છાતાપની આગ...કરેલ ભુલનો પછતાવો તમને પતીત માંથી તપોવન બનાવી દે છે....
ભાઈ અગ્નીમા તો બધુય બળી જાય છે. પણ અગ્ની પચ્છા તાપની રાખજો ઈર્ષ્યા ની નહી...દુશ્મનીની નહી..નહીતર તમે પણ નહી બચો..
વીકારો ત્યજો...
જીવો અને જીવવા દો...
ૐ નમઃ શિવાય
🕉️💐🙏☝️🔱👌👌🌄🌝