sahuthi moto dharm manavta books and stories free download online pdf in Gujarati

સહુથી મોટો ધર્મ માનવતા

મંથનનો વીષ્ય છે તો ચર્ચા નો પણ...
વાત કરુ છું પાપ અને પૂન્ય ની...
વ્યાખ્યાઓ કરવી હોય તો ઓછી પડે..કે પુન્ય એટલે શું ?અને પાપ એટલે શું?
પહેલા થોડી આ બાબતો ઉપર નજર નાખીએ..
ધર્મ એટલે શુ?
તમે કહેશો..
હીન્દું , મુસ્લીમ, શીખ, ઈશાઈ, પારસી, જૈન, બૌધ્ધ...કેમ ખરુ ને...
તો હવે કહો...
આપણે કહીએ છીએ ધર્મ કર ...એટલે???
ધર્મનું કાર્ય કર તો પુન્ય થશે...
ખરુને????પુન્ય એટલે શું?
અલગ અલગ ધર્મ સંપ્રદાય...અલગ અલગ નીયમ....ધ્યાનથી સમજજો અહીયા...ધર્મના વીરોધની વાત બીલકુલ નથી...પણ આપણી સમજકે માનસીકતા ની છે.

થોડી નજર નાખીએ આ બાબતો પર....
*માસ મટન ખાઈએ પાપ લાગે..નીર્દોસ પ્રાણીની હત્યા....પાપ છે.પણ લગભગ કેટલાક હીન્દું ધર્મ ના લોકો બલી ચડાવી ખાતા કે આજે પણ માસ ખાય છે..
દક્ષીણ કે દરીયા કીનારાના લોકો માછલી ને દરીયાઈ વનસ્પતી કહી ખાય છે..અમુક જગ્યાએ ભગવાનને પણ ચડાવે છે.લગભગ..તો આપણે ગુજરાત અને રાજસ્થાનમાં તે ખાવુ હીન્દું ધર્મમા પણ પાપ છે...તો મુસ્લીમ ધર્મમા અમુક પ્રાણી ચોકકસ ધાર્મીક તહેવારોમાં અલ્લાહના નામે હલાલ કરી ખાય છે..મારો કોઈ ઉદેશ્ય કોઈ ધર્મ માટે ટીક્કા ટીપણી કરવાનો નથી, કે આનો મને હકક પણ નથી...હુતો સર્વધર્મ સમભાવમા માનુ છું .જીવો અને જીવવા દો ..પણ વાત પુન્ય અને પાપ શું ?કોણે નક્કી કર્યો કેમ..તે માટે નો છે.
* આપણે ઊધા વાળી બેસીએ તો વડીલ કહેશે કોના નામના વાળ્યા. મુસ્લીમ ધર્મમાં ઉધા વાળી ને નમાજ પઢાય છે..અલ્લાહનું નામ લેવાય છે..
તો શું પાપ અને પુન્ય જે તે ધર્મના લોકો પાળતા હોય તેનેજ લાગું પડે? બીજાને નહી????વીચારવાનો સમજવાનો વીષય છે.
*છુઆ છુત અને પાક નાપાક આવા શબ્દો પર પણ ચર્ચા કરીએ તો કોણ છુત કોણ અછુત?? કેમ? સ્વચ્છતા અને ચોખ્ખાઈની વાત કરતા કરતા લોકોએ અમુક સમુદાય પર આ વાત ઠોકી બેસાડી...નાઈ ધોઈ પવીત્ર હોવું જરુરી કે મન ની પવીત્રતા પણ જરુરી...?
અમુક ધર્મમા સુતક હોય એટલે અપવીત્રતા કહેવાય તેનો સમય જાય એટલે પવીત્રતા ના નીયમ મુજબ ફરી પવીત્ર થઈ જવાય ,તો આ નીયમ બધા લોકોને લાગું કેમ ના પડે નાઈ ધોઈ પવીત્ર કેમ ના થઈ શકે??? અછુતતા કેમ ન મટી શકે..??
*જન્મ આપનાર મા બહેન દીકરી વીગેરેને પણ આપણે અછુત જેવું ગ્રહણ મહીનાના અમુક દીવસોમા લગાડીએ છીએ...તો અમુક જગ્યાએ તો મંદીરમા સ્ત્રી પ્રવેશ નીશેધ છે..
આ બધી ચર્ચા કરવાનો મારો કોઈ આશય ધર્મ વીરુધ્ધ જવાનો બીલકુલ નથી.
પણ આ બધા પર એક નજર નાખવી સમજવું જરુરી છે, કેમછે? કેમ નથી? તેની ચર્ચા કરવાનો મારો કોઈ ઈરાદો નથી..શહી કે ગલત તમને જે લાગે તે...બરાબર...
પણ આ બાબતો રીમાઈન્ડ કરવી હાલ આ ચર્ચા માટે જરુરી છે.

દરેક ધર્મમાં સામાન્ય અને કોમન વસ્તું કે લક્ષણો આપ્યા છે જે પાપ પુન્ય , કે પછી નેકી બદી ના કહી શકાય અને તે છે...માનવતા ના અને અમાનવીયતાના..વર્તનો કે લક્ષણો.
* દયા, કરુણા, ક્ષમા, પ્રેમ ભાવ, મદદ , આદર સત્કાર, સમભાવ, વીગેરે..માનવતાના લક્ષણો.

તો..ક્રોધ, લાલચ, લોભ, અભીમાન, લુટફાટ , હત્યા વીગેરે...અમાનવીય વર્તન ..અપવાદોને બાદ કરી..

હવે જોઈ લો કોઈ ધર્મ ...આ માનવીય વર્તનો ને પાપ કે બદી નહી કહે,
ત્યારે ..અમાનવીય વર્તનોને પુન્ય કે નેકી નહી કહે....
જો સમજાય તો બધા ભગવાન એક છે નામ અલગ છે...માલીક બધાને બનાવવા વાળો કે ષૃષ્ટીનો રચીતા કોઈ એકજ છે ..અલગ અલગ નથીજ ...એ વાત ખરી...??? હા એમા કોઈ સક નથી..તો આપણે એકજ માલીક ની સંતાન એક ના કહેવાઈએ??
તો માનવતા બધા ધર્મમા એક સરખીજ છે...અપવાદોને બાદ કરતા...અને બધાજ ધર્મના ગ્રંથો માનવીય અને માનનીય પ્રવૃતી કરવાનીજ વાત શીખવાડે છે...અને અમાનવીર પ્રવૃતીને ના કરવાની સલાહ આપે છે....બરાબર???
બધી વાત જે કરી તે બધા માનોજ છો..કોઈની ના નહીજ હોય..??? બરાબર..હું પણ માનું છું

અરે ભાઈ માલીક આપણો , ભગવાન ઈશ્વર અલ્લાહ સ્વામી જે કહો તે એકજ છે નામ જુદા છે...અને તે જ્યા છે તેના સુધી પહોચવાનો કે તેને પામવાના માત્ર આપણા રસ્તા અલગ છે...
જેમકે અમદાવાદ આપણે જવું છે...થો તો ઉતરદીશા વાળા ત્યાથી આવશે...દક્ષીણ વાળા ત્યાથી...પૃવ વાળા પૃર્વ થી અને પશ્ચીમ વાળા પશ્ચીમ થી...ભાઈ દીશા અલગ પણ ધ્યેય તો એકજ છે...પછી કોઈ ચાલીને આવે કોઈ ગાડી મા કોઈ હવાઈ જહાજ મા કે કોઈ પાણીમા તરીને કે હોડી નાવ કે સ્ટીમરમા બેસીને.. એ અલગ વાત છે...આમ અલગ અલગ પંથ સમૂદાય ધર્મ અને માલીકના નામ અલગ પણ માલીક એકજ છે...તો બધા રાઈટજ છે...જેને જે રીતે ચાલવું છે તે રીતે ચાલે...આપણે શું કામ વાધો લઈએ બધું રાઈટજ છે...

મને તો આ બધા માથી આ ત્રણ મેઈન સારા માનવતાના સ્રોત નજરમા આવ્યા છે..
અને એ છે..
1) કોઈ નીર્દોષ સાંત પ્રાણી', મનુષ્ય જીવ જંતુ પશું કે પક્ષી ને અ કારણ પરેશાન ના કરો.કે હત્યા ના કરો.
2) કોઈને કાઈ આપી શકો નહી તો કાઈ નહી, પણ કોઈનું છીનવી ના લેવું.
3)કોઈની મજબુરીનો ફાયદો ના ઉઠાવવો.કે મજબુર ના કરો

આ ત્રણ બાબતોનો ખ્યાલ રાખી આ ત્રણ બાબતોને પાળો એટલે મારે મન પુન્ય છે ..અને આ ત્રણ બાબતોનો ભંગ કરો તો પાપ ...
મને બીજા પાપ શું પુન્ય શું તે સમજમાં નથી આવતા...અને સાચું કહું તો આ ત્રણ બાબતોમાં બધુંજ આવી ગયું...

અને આથી વધું સારા કાર્ય કરવા હોય તો છેજ
દયા કરુણા મમતા ક્ષમા પ્રેમ અને તે માટે
1) કોઈને ખરાબ સમયમા મદદ કરો..ભુખ્યાને ભોજન તરસ્યાને પાણી..બીમારને સારવાર..
2) અભીમાન ના કરો ઉચ નીચના બધાને સમાન ગણો પ્યાર અને હુંફ આપો, દરેકનું સન્માન જાળવો.

અને છેલ્લે ઝવેરચંદ્ર મેધાણી ની કવીતા આવકારોના આ શબ્દો કહીશ...
હેજી તારા આગણીયા રે પુછીને જે કોઈ આવે તો ..આવકારો મીઠો આપજે રે લોલ .માનવીનો પાસે કોઈ માનવી નવ આવે રે.હેજી તારા દીન રે દેખીને દુખીયા આવે તો બને તો થોડુ કાપજે રે લૉલ
બસ આમા બધું આવી જાય છે કે..સમય બડા બલવાન સમયથી મોટું કોઈ નહી..
જેનો સમય બળવાન છે તે બળવાન અને જેનો સમય ખરાબ કે દુબળો તે દુખી ..એટલે સારો સમય જોઈ , જેનો ખરાબ સમય હોય તે મદદ લેવા આવે છે કે મદદની આશ રાખે છે..માટે જેનો સમય સારો હોય તેમણે ખરાબ સમય વાળાનો મદદ કરવી માનવતા રાખવી....

અને ગાંધી બાપુના સબદો ,
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે...પર દુખે ઉપકાર કરે પણ મન અભીમાન ન આણે રે...
હા આ વાત ને સમજવી બહૂં જરુરી છે....
કયાય અમાનવીય કૃત્ય કરનારને તેના અમાનવીય કૃત્યમાટે સાબાસી આપી કે પુજાયો જોયો છે???? ના...તો...
સંત ...કબીર, જલારામ,ઓલીયા, પીર, બુધ્ધ, મહાવીર, ઈશું, ગુરુ નાનક, સાઈ, પરબવાળા બાપા, અને આવા અઢળક સંત પીર ભગવાન બની પુજાય છે...
વાલીયો લુટારો પહેલા લુટફાટ માતે નતો પુજાયો પણ રામાયણ ગ્રંથ માટે વાલમીકી બની પ્રચલીત થયા,
જેસલજાડેજો તોરલદેના પ્રભાવથી ભક્તીના મારગે ચાલી માનવ સેવા ના કાર્યથી પીર થઈ પુજાણા..

કારણ ગાંધીજીએ ઉપરની પંક્તીમાં આજ વાત કહી તેજ છે....
દયા કરુણા સેવા પુજા જીવો અને જીવવા દો માનવ ધર્મ આપણો ધર્મ
આભાર
Raajhemant

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED