talash 2 - 38 books and stories free download online pdf in Gujarati

તલાશ - 2 ભાગ 38

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. 

"કોણ છે? કોણ છે ત્યાં? આ ગોરાણીમાં એ લાઇટ શુ કામ બહારથી બંધ કરાવી દીધી છે."  કૈક ગભરાયેલ અવાજની ચીસો સાંભળીને પણ સુમિત આનંદિત થઈ ગયો આ અવાજ સાંભળવા એ 4 દિવસથી તડપતો હતો. એ ચીસ પાડનારને એ ઓળખ્યો હતો. એ સ્નેહા હતી.  

"સ્નેહા, સ્નેહા" પોતાની આંખો પરથી પટ્ટી કાઢતા સુમિત બોલ્યો.

"કોણ? સુમિત, સુમિત તમે તું. આવી ગયો મને છોડાવવા?" બોલતા સ્નેહા એને વળગી પડી. 

"શાંત થા.સ્નેહા હવે હું અહીં છું. કોઈ તારું કઈ નહીં બગાડી શકે, આપણે જલ્દીથી અહીંથી આપણા જસુ" પલંગ પર બેસતા સુમિતે કહ્યું. એટલામાં મંદિરમાં કોઈએ સુંદર અવાજે સુરદાસજી નું ભજન  ઉપાડ્યું.

॥ जागो पीतम प्यारा लाल तुम जागो बन्सिवाला। तुमसे मेरो मन लाग रह्यो तुम जागो मुरलीवाला॥ 

સ્નેહાએ કાંતાના કહ્યા મુજબ પ્રાર્થના કરી હતી કે એનો જલ્દીથી સુમિત સાથે મેળાપ થાય. અને હજી તો સવાર પડે એ પહેલા સુમિત એની પાસે આવી ગયો હતો. એણે ભગવાનનો મનોમન આભાર માન્યો અને સુમિત ને કહ્યું. 

"ચાલને આપણે નીચે દર્શન કરવા જઈએ, મેં સાંભળ્યું છે કે નીચે બહુ જ સરસ મંદિર છે. અને મેં રાત્રે મનોમન પ્રાર્થના કરી હતી તને મળવાની અને જો સવાર પહેલા તો એ પુરી થઇ ગઈ"

"પણ કેવી રીતે જશું? હું અંદર આવ્યો કે તરત જ બહારથી કોઈએ તાળું મારી દીધું. કોણ છે એ લોકો?"

"શું તો તું મને છોડાવવા, અહીંથી લઇ જવા નથી આવ્યો?"

ના ઉલ્ટાનો હું મોહનલાલ ના આદેશથી અહીં પહોંચ્યો છું. પણ કોણ છે એ લોકો કોઈ મળે તો એની સાથે વાત કરીને આપણા અહીંથી નીકળવા કઈ પ્રબંધ કરીએ."

"મને શું ખબર કે કોણ છે એ લોકો. હું તો 4 દિવસથી અહીં આ રૂમમાં જ છું. અને અહીં આવીને કોઈ માણસમાં મેં માત્ર સામેના ગેટની પાછળ રહેલા ચોકિયાતમાંથી એકનો જ ચહેરો જોયો છે."

"તો પછી તારું જમવાનું? તારી નહાવા ધોવાની વ્યવસ્થા?"

"એ બધું અહીં આ રૂમમાં જ વ્યવસ્થા છે. માત્ર જમવાનું અને ચા. બરાબર ટાઈમે મળી જાય છે. ગોરાણીમાંજ માત્ર વાત કરે છે અને 2 શિફ્ટમાં 4 સ્ત્રીઓ મારી ચોકી કરે છે. પણ તે શું કહ્યું. મોહનલાલના આદેશથી એટલે?"

"2 મિનિટ સ્નેહા મને હવે તાળો મળે છે. અત્યાર સુધી મને વહેમ હતો કે મોહનલાલે જ તને ગાયબ કરાવી છે. અને મોહનલાલે જ મને મજબુર કરી ને અહીં સુધી પહોંચાડ્યો. એનો મતલબ મારો વહેમ સાચો હતો. તો તું કહે છે એ ગોરાણી કેવા દેખાય છે? અને ઓલી 4 સ્ત્રીઓ જે તારી ચોકી કરવા બેઠી છે એ કેવી દેખાય છે?"

"મેં તને કહ્યું ને કે મેં 4 દિવસમાં માત્ર એક ગેટની બહારના ચોકીયાત નો જ ચહેરો જોયો છે. બાકી નીચે 4 કુતરાઓ છે જેમાંથી એકનું નામ મોતિયો છે. અને આખો દિવસ વાંદરા હૂપાહૂપ કરેછે. ગોરાણી અને પેલી 4 સ્ત્રીઓ સતત ઘૂમટો તાણી રાખે છે એમના ચહેરા મેં જોયા નથી, પણ મોહનલાલ શું કામ આપણને બંદી બનાવે?" સ્નેહાએ કંઈક  અકળાઈને પૂછ્યું. 

"એજ સમજાતું નથી કે એ શું કામ આવું કરે છે." કહીને સુમિતે સ્નેહાને મોહનલાલે કંપનીમાં કરી લીધેલા કબજા ની વાત કરી અને ઉમેર્યું. "પપ્પા હજી માનવ તૈયાર નથી. તેમનું માનવું છે કે મોહનલાલ આપણું અહિત ન જ કરે અને કંપની પડવાની તો વાત જ હમ્બગ છે. પણ તારે એ ગોરાણી ને કહેવું હતું ને કે તું કોણ છે. તારી ઓળખ આપી હોત તોય એ લોકો તને છોડી દેત. ખેર તે વાંદરા કહ્યું તો મને કૈક અંદાજો આવે છે આ સ્થળ વિશે. આગ્રાથી બે- સવા બે કલાકે મને ગિરધારીએ અહીં ઉતાર્યો આમ તો દોઢ કલાક જ થાય. નક્કી આ મથુરા છે, 

"એ લોકો માત્ર મને જ નહીં પાપાજી અને તને અરે મારા પિયરિયાં ને પણ ઓળખે છે. એટલામાં બારણામાં કંઈક ખડખડાટ થયો અને બારણું  ઉઘાડ્યું. અંદર ગોરાણીમાં એ પ્રવેશ કર્યો.    

xxx

ગુરુ અન્નાને અમ્માની નારાજગીના સમાચાર મળતા જ  બહારથી સિધ્ધો એરપોર્ટ પહોંચ્યો હતો અને મદ્રાસની ફ્લાઇટ પકડી હતી. મદ્રાસ ઉતરીને એણે પોતાના ગુર્ગાને ભેગા કર્યા હતા. એ લોકો એક નાનકડા મકાનમાં એકઠા થયા હતા. એમને ન્યુઝ મળ્યા હતા કે અનોપચંદ એન્ડ કુ.ની મદ્રાસની ઓફિસમાં દરોડાની કાર્યવાહી હજુ ચાલુ હતી. એનો મતલબ એ થયો કે, ક્રિષ્નન હજી ત્યાં જ હતો પણ એના સુધી કેમ પહોંચવું? એ લોકોની સામે જ એક ટીવી ચાલુ હતું સવારના 6 વાગ્યા હતા. અને બધી ન્યુઝ ચેનલો બ્રેકિંગ ન્યુઝ બતાવી રહી હતી કે 'ભારતના જાણીતા ઉદ્યોગપતિ અનોપચંદની કંપની પર એક સાથે 32 જગ્યાએ દરોડા પડ્યા હતા. અને બધા ડોક્યુમેન્ટ ની તપાસ  થઇ રહી છે. પણ અમારા અંદરના સૂત્રો જણાવે છે કે અત્યાર સુધી કોઈ પણ સ્થળેથી કઈ વાંધા જનક હોય એવું મળ્યું નથી.અને સહુથી અગત્યનું છે કે, કંપનીના માલિક અનોપચંદ કે એના ઘરના કોઈ સભ્યો ભારતમાં નથી.અને એવું પણ સમજાય છે કે હવે  અનોપચંદ કંપનીના એકલા કર્તાહર્તા નથી એના મેનેજર મોહનલાલ નો કંપનીમાં બહુ મોટો હિસ્સો છે.'

"ઓહ, મને તો હતું કે આટઆટલી કંપનીઓ છે. કલાક બે કલાકમાં કૈક મોટો ગોટાળો પકડાશે,અને આ મોહનલાલ કોણ છે એ ક્યાંથી ટપકી પડ્યો." કૈક વ્યગ્રતાથી ગુરુ અન્નાએ કહ્યું. 

"પણ આપણે એમાં કૈક ઘાલમેલ ના કરી શકીએ?" એક બોડી બિલ્ડર પણ બુદ્ધિનો બળદ એવા ચમચાએ ગુરુ અન્નાને પૂછ્યું. જવાબમાં ગુરુ અન્નાએ એને ગાળો દીધી અને કહ્યું,"મૂરખ,એવું કઈ થતું હોત તો મેં પહેલા જ કરાવ્યું હોટ આ દરોડા પાડવા આવનારા સ્થાનિક નથી. એમણે કબ્જે કરેલ ડોક્યુમેન્ટમાં કઈ ઉમેરવું કે ઉપાડવું મુશ્કેલ છે." એટલામાં એના ફોનમાં રિંગ વાગી કોઈક અજાણ્યો નંબર હતો.એકાદ મિનિટ વિચારીને એણે  ફોન ઉચક્યો અને કહ્યું. "હેલો"

"ગુરુ અન્ના નમસ્કાર,"

"કોણ બોલે છે સવાર સવારમાં "

"તમારો હમદર્દ,"

"એ ભાઈ હું સવારના પોરમાં ગાળો બોલવાના મૂડમાં નથી કોણ છે ફટાફટ બોલ નહીતો ફોન કટ કર."

"હું ગણપત બોલું છું. ગણપત રાજુપતિ. હું સુમિતની ઓફિસજે એરિયામાં છે એ ચોકીમાં પોલીસ ઇન્સ્પેકટર છું અને તમારો ખાસ ચાહક અને ચમચો ગણો તો ચમચો અને ખાસ માણસ કહો તો ખાસ માણસ છું."

"પણ મેં તો તને કદી જોયો નથી.ન પાર્ટી મિટિંગમાં ન મારા દરબારમાં," કૈક ગર્વભેર પોતાની મુશીબતો ભૂલીને ગુરુ અન્નાએ કહ્યું 

"સાહેબ તમે મોટા રાજકારણી છો કાલે સાંસદ બનશો પછી મંત્રી. તમારી ઓળખાણ થી હું ય કંઈક મોટું પદ પામીશ, અને આમેય પોતાના બધા પણ બાજી રમવા બેઠા હોઈએ ત્યારે બીજાને ન બતાવાય. તમે સમજી લો કે હું તમારું એવું છૂપું પાનું છું સમજોને કે હુકમનો એક્કો" 

"મારા લીધે તું પ્રમોશન મેળવીશ પણ તું મારા શું કામનો? ગુરુ અન્નાએ કહ્યું. 

"હું તમારા પરની મુશ્કેલી દૂર કરાવી શકું એમ છું. હું પાક્કું હોમવર્ક કરીને જ આગળ વધુ છું મારી ઇન્ફોર્મેશન હું બીજા કોઈને આપીશ  તો એ મને માલામાલ કરી દેશે. પણ હું તમારો ચાહક છું. મારે તમારા સહારે જ આગળ વધવું છે."

"મારી કઈ મુશ્કેલી છે જે તું દૂર કરી શકીશ બોલ" કૈક ગુસ્સાથી ગુરુ અન્નાએ કહ્યું. 

"બધી વાત ફોન પર ન કારાય અન્ના, આજકાલ ફોન પણ હેક થઇ શકે છે. રૂબરૂ મળો એટલે વાત કરીએ, હા તમારી એક બે મુશ્કેલી વિશે જણાવી દઉં જેથી તમને મારા પર વિશ્વાસ આવે, સૌથી પહેલા તો અમ્માએ તમને પાર્ટી માંથી કાઢી મુક્યા છે. અને તમારું સાંસદ બનવાનું સ્વપ્ન રોળાઈ ગયું છે, તમારો હરીફ ચંદ્રેશન કુમાર તમે લાયક હોવા છતાં ફરીથી ટિકિટ મેળવશે. અને તમારે અગર અમ્મા સાથે સમાધાન થઇ જશે તોય એના પ્રચાર માં જોડાવું પડશે. અને ખાસ તો ક્રિષ્નન....."

"ક્રિષ્ણન નું શું બોલ જલ્દી ." ગણેશને ગુરુ અન્નાની દુખતી રગ દબાવી હતી એટલે એ બરાડી  પડ્યો. 

"સવારે સાડા આઠ વાગ્યે, મરીના બીચ પર શ્રીદેવી ઉડુપી રેસ્ટોરાંમાં,એકલા આવજો, તમારા ગુર્ગાઓ જરૂર હોય તો 200 ફૂટ દૂર ઉભા રહે મને વાંધો નથી. ખોટી ગર્દી કરશો તો કોઈ વ્હેમશે, મને સાડા આઠે મળશો  તો ક્રિષ્નન બપોરે 12 વાગ્યે તમારા કબજામાં હશે. અને હું કહું એ રીતે એને કબ્જામાં લેશો તો તમારી સાંસદ તરીકે ટિકિટ પાકી. મારી ગેરંટી. અને તમને ટિકિટ મળી જાય એટલે મારુ પ્રમોશન કરાવવું પડશે. તો મળીએ સાડા આઠ વાગ્યે." કહી ગણેશને ફોન કટ કરી નાખ્યો.  

xxx

સુલેમાને પહેલા સલમા સાથે વાત કરી અને પછી પૃથ્વીની વાત સલમા સાથે કરાવી. જયારે પૃથ્વીએ પોતાની ઓળખ જીતુભાનાં બનેવી તરીકે આપી અને કહ્યું કે જીતુભા મુસીબતમાં હોઈ શકે છે. ત્યારે સલમાએ સુલેમાનને કહ્યું."તારો જીવ આપી દેવો પડે તો પણ આ ભાઈનો સાથ ન છોડતો એમને બનતી મદદ કરજે." સુલેમાન સલમાન મામાનો દીકરો હતો અને સલમા એના ઘરમાંજ ઉછરી હતી બન્ને વચ્ચે ભાઈ બહેન જેવો સ્નેહ હતો. પછી એક બીજાના ઘરના સભ્યોના ખબર અંતર  પૂછી ને ફોન બંધ કર્યો એટલે પૃથ્વીએ કહ્યું. "સુલેમાન, હું અહીં નો અજણયો છું. પણ તું અહીં ચાર વર્ષથી થઈ છે. તારે આજે આખો દિવસ મારી સાથે રહેવાનું છે,"

"ભલે પૃથ્વી ભાઈ, પણ તમને કેમ એવું લાગે છે કે જીતુભા મુશીબત માં છે?"

"કેમ કે હું અહીં આવુ છું એ એ લોકોને ખબર પડી ગઈ હતી અને મને પણ પકડવા એમને એરપોર્ટ પર માણસો રાખેલા. આતો હું જીતુભાને બરાબર ઓળખ છું  એટલે એના મેસેજનું અર્થઘટન કરતા મને ખ્યાલ આવી  ગયો કે કૈક ટ્રેપ છે મને ફસાવવાની. પહેલા આપણે જીતુભા ઉતર્યો હતો એ હોટેલ પર જઈએ. અને ત્યાં તપાસ કરીએ. મને હોટેલ પર છોડીને તો શેખ ઝાહીદ નામે ઓળખાતા માણસની  તપાસ કર તારી ઓળખાણ લગાવ કોઈ ને પૂછ. હું હોટેલ માં રૂમ બુક કરી એકાદ કલાક રોકાઇશ ત્યાં તું આટલી માહિતી ભેગી કરજે. આપણને હોટેલ પહોંચતા અડધો કલાક થશે. અત્યારે સાડા પાંચ વાગ્યા છે બરાબર 7 વાગ્યે આપણે હોટેલના રેસ્ટોરાં માં મળીશું. અને એ તારો સાળો  છે એ પણ આપણને આ કામમાં ઉપયોગી થશે. ખર્ચની ચિંતા ના કરતા લે. આ 500 દિરહામ રાખ.”

xxx

"તારો વિચાર સાવ  સાચો છે. સુમિત, તમે લોકો અત્યારે મથુરામાં છો. આ વિસ્તાર પલ્લી પાર તરીકે ઓળખાય છે. અને હું કોઈની ઓળખાણથી કોઈને છોડવાની નથી. જ્યાં સુધી મારા બોસનો હુકમ ન આવે ત્યાં સુધી. મારા બોસ કોણ છે એ તો તમને લોકોને સમજાઈ જ ગયું હશે. હા, મોહનલાલજી જ છે. જેમના આદેશ થી તમને અહીં નજરબંધી કરવામાં આવ્યા છે. હવે ફટાફટ તારો મોબાઈલ આપી દે એટલે...."

"તમને શું લાગે છે ગોરાણીમાં કે મારો મોબાઇલ લઇ લેશો તો મારી શોધ બંધ થઈ જશે. અરે હું એક દિવસ હાજર નહિ હોઉં તો તરત ન્યુઝ મીડિયા અને મારા માણસો...."

સુમિતનું વાક્ય કાપીને ગોરાણીએ કહ્યું. "સ્નેહા પણ એમજ કહેતી હતી  યાદ છે ને સ્નેહા, અને ન્યુઝ ચેનલો એની શોધ પણ કરી પણ સ્નેહા તું સલામત રીતે અત્યારે અમેરિકામાં તારા કઝીન ના ઘરે વેકેશન મનાવી રહી છે એવું મીડિયામાં કોણે કહ્યું તને ખબર છે? પૂછ આ સુમિતને. એણે જ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સ્નેહા અમેરિકા ગઈ છે અને પ્રુફ પણ આપ્યા જો આ ન્યૂઝપેપરમાં ફોટો પણ છે." ગોરાણીના રહસ્યસ્ફોટ થી સ્નેહા ચકરાવે ચડી ગઈ. તો સુમિત મૂંઝાઈ ગયો. સ્નેહા એ એને પૂછ્યું."સુમિત તે આ ફોટામાં દેખાય છે એવી પ્રેસ કોન્ફરન્સ કરી? અને તને કોણે કહ્યું કે હું અમેરિકામાં છું?" સુમિત કોઈ જવાબ આપવાની સ્થિતિમાં ન હતો.ત્યાં ગોરાણી એના બચાવમાં આવ્યા. "સ્નેહા, આ બધું એણે મોહનલાલજી ના કહેવા પર કર્યું. કેમ કે એ તને ચાહે છે દિલથી. તને રાતનું જમવાનું મળી જાય એટલા માટે એ મદ્રાસની ઓફિસ છોડીને મોહનલાલના આદેશથી એણે કહ્યું એની સાથે એણે કહ્યું ત્યાં મુસાફરી કરીને અહીં આવ્યો છે. ખેર બધી વાતો છોડો સુમિત તું નાહીને ફ્રેશ થઇ જા. 10 મિનિટમાં ચા- નાસ્તો મોકલું છું.પછી તમે બન્ને આરામ કરો હજી બહુ વહેલું છે. બપોરે લગભગ 1 વાગ્યે ભોજનના સમયે તમને જગાડીશ. આ ધોતી અને કુર્તો પહેરી લેજે. લાવ તારો ફોન" કહી ગોરાણી એ પોતાનો હાથ સુમિત તરફ લંબાવ્યો. અને પોતે કઈ કરી શકે એવી સ્થિતિમાં નથી એવું સમજતા જ સુમિતે પોતાનો ફોન એમને આપી દીધો.

ક્રમશ:

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો. 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED