Talash 2 - 37 books and stories free download online pdf in Gujarati

તલાશ - 2 ભાગ 37

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.  

1999 એપ્રિલ 16-17: શસ્ત્રો  સજાવાઇ ગયા છે. સામ સામે સેનાઓ ગોઠવાઈ રહી છે. અનોપચંદના પક્ષમાં કોઈ મરણીયો જીતુભા અને પૃથ્વી તો કોઈ મોહન લાલ અને ક્રિષ્નન પ્લાસીના યુદ્ધ ના દગાખોર મીરજાફર અને રાય દુર્લભ પ્રધાન છે. શું મોહનલાલ ખરેખર દગાખોર છે? એવા વિચારે ચડેલા સુમિતના વિચારોમાં ફ્લાઈટ લેન્ડિંગ કરતા બ્રેક લાગી. મધ્ય રાત્રીના 3 વાગ્યે સુમિત આગરા એરપોર્ટ બિલ્ડિંગમાંથી બહાર આવ્યો. એના સામાનમાં માત્ર એક સોલ્ડર પાઉચ જ હતું. એ સખ્ત થાકેલો હતો. બહાર પ્રાઇવેટ ગાડી ના પાર્કિંગમાં એણે જોયું તો માંડ 3-4 વાહન હતા. જેમાંથી એક મોહનલાલે કહ્યું હતું એ ઓફ વ્હાઇટ કલરની સુમો ઉભો હતી. ચારે બાજુ ઘોર અંધારું હતું અને હમણાં જ ફ્લાઇટ આવી હોવાથી થોડી ચહલ પહલ હતી સહુ પોતપોતાના ગંતવ્ય સ્થાને જવાની જલ્દી માં હતા. સુમિત આરામથી 2 મિનિટ ઉભો રહ્યો અને પછી સુમો પાસે પહોંચ્યો. 

"હેલો હું સુમિત, તમે તમારું નામ..." બારણા પર હળવા ટકોરા મારતા સુમિતે કહ્યું.

"આવો સાહેબ, હું ગિરધારી, રાધે રાધે." કહી ગિરધારી એ પેસેન્જર દરવાજો ખોલ્યો. સુમિત એમાં ગોઠવાયો. ગિરધારી એ કાળજીથી દરવાજો બંધ કર્યો અને ડ્રાઈવર સીટ પર બેસ્ટ કહ્યું. "તો આપણે નીકળીએ સાહેબ?"

"હા પણ આપણે ક્યાં જવાનું છે?"

"એ તો તમને મોહનલાલજીએ કહ્યું જ હશે ને સાહેબ રાધે રાધે " કહી ગિરધારી સહેજ હસ્યો રાતના 3 વાગ્યે ય એના મોમાં એની ઓળખ જેવું પાન હતું. 

'ડેમ ઈટ' સુમિત મનમાં બોલ્યો અને પછી કહ્યું "ચલો" એ સાથે જ ગિરધારીએ સુમો સ્ટાર્ટ કરી. સુમિત બારીમાંથી ક્યાં એરિયામાં જઈ રહ્યા છે એ જોવાનો પ્રયાસ કરવા લાગ્યો પણ એને ગઈ રાતનો પણ અલમોસ્ટ ઉજાગરો હતો અને આખા દિવસમાં દુબઇ થી મદ્રાસ અને પછી મદ્રાસ થી અહીં આગ્રા. ઉપરાંત ઓફિસના કામમાં મગજમારી, મોહનલાલની નવી ચાલ શું હશે અને ખાસ તો સ્નેહાના વિચારો એને ઘેરી વળ્યા અને માંડ 5 મિનિટમાં એ પાછલી સીટમાં ઊંઘી ગયો. ગિરધારીએ પાછળ ફરીને જોયું કે સુમિત ઊંઘી ગયો છે. એના ચહેરા પર એક સ્મિત ફરી વળ્યું. અને એણે સુમો ની સ્પીડ વધારી.

xxx 

"જીતુભા, એ જીતુભા," ઝાહેદ જીતુભાને ઢંઢોળી રહ્યો હતો. પણ જીતુભા બેહોશ હતો. 

"એ મહેનત રહેવા દે ઝાહીદ, હાથી પણ 6 કલાક બેહોશ રહે એવો ડોઝ એણે પીધેલા પાણીમાં હતો. એને સવારે 10 વાગ્યા સુધી હોશ નહીં આવે." ખાલિદે કહ્યું. અને ઉમેર્યું બોલ તું બીજી શું ઇન્ફોર્મેશન આપવાનો હતો એ કહે."

"એમાં એવું થયું કે, મેં જીતુભાને બપોરે ફોન કર્યો સાંજે ક્યારે મળવું એ પૂછવા માટે. એને મારી સાથે વાત પુરી કરીને તરત જ બીજા કોઈનો નંબર ડાયલ કર્યો પણ મારી સાથેનું એનું કનેક્શન ચાલુ જ હતું. જીતુભા જે ફોનનું મોડલ વાપરે છે એમાં કોન્ફરન્સ કોલ ની સગવડતા છે. ભૂલથી એણે એ બટન દબાવી દીધું હશે. અને કોઈ પૃથ્વી સાથે વાત કરી અને એને બેલ્જીયમથી અહીં બોલાવ્યો છે. હવે બેલ્જીયમ થી દુબઈમાં કુલ 3 ફ્લાઇટ આવે છે. રાત્રે 10 વાગ્યે એક રાત્રે 2 વાગ્યે અને એક બપોરે 4 વાગ્યે."

"કોણ હશે આ પૃથ્વી કેવો દેખાતો હશે? હવે એને કેમ પકડવો?" ખાલિદે વિચરતા વિચરતા કહ્યું. 

"હું શું કહું છું આપણે એ હોટેલના કોઈ ડ્રાઈવરને મોકલી આપીયે. હાથમાં પ્લે કાર્ડ લઈને" ઝાહિદે કહ્યું ખાલિદ ને એનો એ આઈડિયા પસંદ આવ્યો. એને કહ્યું એ જે હોય એને એક વાર અહીં લઈ આવ સુમિત પાસેથી ડબલ રૂપિયા મળશે. 

xxx 

પોતાના એક બેડરૂમ હોલ કિચનના ફ્લેટમાં મોહનલાલ બ્રહ્મ મુર્હતમાં આટા મારી રહ્યો હતો. નરીમાન પોઇન્ટની ઓફિસમાં રેડ પડી એ જ વખતે અનોપચંદની પ્રાઇવેટ લિફ્ટ દ્વારા એ છટક્યો હતો. કેમ કે એને ઘણા કામ કરવાના હતા. અનોપચંદ એન્ડ કુ. ના દેશ ભરના ટોચના અધિકારીઓ સાથે વાત કરીને એણે રેડ પાડવા આવનાર ઓફિસરોને કોઓપરેટ કરવાની સૂચના આપી હતી. વચ્ચે સલમાનો ફોન આવ્યો એને જવાબ આપ્યો પછી ગણપતને ફોન કરીને સૂચના આપી. વચ્ચે 2 વાર ગિરધારી ના ફોન આવ્યા એને જવાબ આપ્યો. એ વખતે મુંબઈમાં લગભગ 4 વાગ્યા હતા. તો એ જ વખતે લગભગ 2-35 વાગ્યે પૃથ્વીને લઈને બેલ્જીયમથી આવેલું વિમાન દુબઈમાં લેન્ડ થયું.   

xxx 

પૃથ્વી એરપોર્ટ પ્રિમાઇસીસમાંથી બહાર આવ્યો. પોતાની બેગ નીચે મૂકી અને સહેજ આળસ મરડતા ઉભો રહ્યો. એને લાઈટ બ્લ્યુ ટીશર્ટ અને જીન્સ પહેર્યા હતા. એના પડછંદ શરીરને તાકતી 2-4 બુરખાધારી અરેબિયન યુવતી ઉભી ગઈ. પૃથ્વી એ મનોમન આ નોંધ્યું. સહેજ મુસ્કાઈને એણે બહાર તરફ ડગલાં ભર્યા. બહાર કેટલાક લોકો (મોટાભાગના ટેક્સીવાળા) હાથમાં અલગ અલગ નામના પ્લે કાર્ડ લઈને ઉભા હતા. એક માણસના હાથમાં 'પૃથ્વી' લખેલું પ્લેકાર્ડ જોઈને પૃથ્વી ઉભો રહ્યો હાથમાં કાર્ડ લઇ ઉભો રહેનાર કોઈ આફ્રિકન દેશનો હટ્ટોકટ્ટો હતો. પૃથ્વી એ મનોમન જીતુભાનો મેસેજ યાદ કર્યો અને પછી સાદ પાડ્યો. "ટેક્સી"

"યસ, સર" કરતો એક દુબળો પાતળો યુવક દોડી આવ્યો અને પૂછ્યું "ક્યાં જવું છે."

"મંઝર" પૃથ્વીએ જવાબ આપ્યો. 

"આવો સાહેબ," કહી એણે બેગ ઊંચકી અને પોતાની ટેક્સી તરફ આગળ વધ્યો. પોતાના નામનું પ્લેકાર્ડ લઈને ઉભેલા પેલા આફ્રિકનની સામે જોતા જોતા પૃથ્વી પોતાના ટેક્સી ડ્રાઈવર પાછળ દોરવાયો.

xxx 

"સાહેબ મંઝર માં ક્યાં જવું છે. બહુ મોટો એરિયા છે આપણે લગભગ પહોંચવા જ આવ્યા" ટેક્સી ડ્રાઇવર ના આ વાક્ય થી ઝોલે ચડેલા પૃથ્વીની ઊંઘ ઉડી એણે બારીમાંથી ચારે તરફ જોતા કહ્યું."ખરેખર તો ક્યાં જવું છે એ મને ખબર નથી. પણ કદાચ તું ઓળખ્યો હોય એક ટેક્સી વાળો છે ઇન્ડિયન સુલેમાન નામ છે એનું."

"એક મિનિટ સાહેબ તમે. તમારે સુલેમાન નું શું કામ છે? તમે ઈન્ડિયાથી આવો છો?" કૈક ગભરાતા એણે પૂછ્યું.

"હા ઈન્ડિયાથી આવું છું.?" 

"પણ સાહેબ એ ને તો એ વાતને તો ઘણો સમય થયો. ચાર પાંચ વર્ષથી ગયા. એ એ.." ગભરાતા ટેક્સી ડ્રાઈવરે કહ્યું. 

"કઈ વાતને ઘણાં વર્ષ થઇ ગયા. ભાઈ." સહેજ અવાજ ધીરો કરીને પૃથ્વીએ કહ્યું.

"એણે કોઈને માર્યો હતો અમદાવાદમાં, અને પોલીસ એને શોધતી હતી. એટલે એ ભાગ્યો અને ઇન્દોર માં થોડો વખત રહ્યો. પછી કંઈક લાગવગ થી અહીં આવ્યો હવે એ એના બીબી બચ્ચા સાથે શાંતિથી જીવે છે અહીં કોઈ ગુનો એણે નથી કર્યો તમે પોલીસ ઓફિસર છો?" પૃથ્વીના પડછંદ શરીરને તાકતા એને કહ્યું એ લગભગ ધ્રુજી રહ્યો હતો. 

"એ તો બધું અહીંની સરકાર કહેશે. પણ તું એના વિષે આટલું કી રીતે જાણે છે સાચું કહેજે નહીં તો?" ધમકાવતા પૃથ્વીએ કહ્યું. 

"સાહેબ હું પાકિસ્તાની છું અને એ સુલેમાન ને મારી કઝીન સાથે ઇશક થઇ ગયેલો. દોઢેક વર્ષ પહેલા એ બેઉના નિકાહ થયા. અમે બાજુબાજુમાં જ રહીએ છે અને ટેક્સી ચલાવીએ છીએ"

"પણ તમારામાં તો કઝીન સાથે પરણવાનો વહેવાર હોય છે. તું કેમ એને ન પરણ્યો?"
"સાહેબ મારે કોઈ સગી બહેન નથી અને એને કોઈ ભાઈ નથી. મારા મામુ મારી બાજુમાં જ રહે છે અને અમે પાકિસ્તાનમાં પણ ભાઈ બહેનની જેમ જ ઉછર્યા હતા પણ સાહેબ સુલેમાન ને ઘરે 5 મહીના પહેલા જ દીકરો આવ્યો છે એને માફ.."

"પહેલા તું મને એના ઘરે પહોચાડ. હું પોલીસ ઓફિસર નથી પણ કૈક અગત્યના કામે મારે એને મળવું છે."

ભલે સાહેબ પણ પહેલા ખબર હોત તો ત્યાં એરપોર્ટ પર જ તમને મળાવી દેત એ ત્યાં જ હતો મારા પછી 4થો નંબર એનો હતો. આ જુઓ સામે મારુ ઘર આવી ગયું તમે અહીં મારા ઘરે આવો હું એને ફોન કરું છું. એ જ્યાં ભાડું લઇ ને ગયો હોય ત્યાંથી ફટાફટ ઘરે આવે." 

xxx 

સાડાચાર વાગ્યે મદ્રાસ એરપોર્ટ પર લેન્ડ થયેલ ફ્લાઈટ માંથી ગુરુ અન્ના ઉતર્યો ત્યારે એની હાલત બધું જ હારી ચૂકેલા જુગારી જેવી હતી. લગભગ બાર વાગ્યે એ કોઈ બે ચાર જણાને ફોન કરવા તમિલનાડુ હાઉસ (દિલ્હી) થી બહાર નીકળ્યો એ જ વખતે સંસદમાં ચાલતી ચર્ચા અધુરી છોડીને આવેલ અમ્માએ એને યાદ કર્યો હતો. પણ એ તો બહાર હતો તો અમ્મા એના પર બગડ્યા હતા. અને પોતાની ના છતાં ગુરુ અન્નાએ ચીફ સેક્રેટરીની પરમિશન ની રાહ જોયા વગર આઇટી અને ફેમાના ઓફિસર ને મજબુર કરી ને અનોપચંદની કંપની પર રેડ કરવા મોકલ્યા એથી અમ્મા બહુ ગુસ્સે હતા, ગુરુ અન્નાના ચમચાઓ પર ગુસ્સો કરતા અમ્માએ કહ્યું. "ગુરુ અન્નને કહેજો મારી સામે આવશે તો એને જેલમાં મોકલાવી દઈશ એને કોને અધિકાર આપ્યો અફસરોને દબડાવીને રેડ પડાવવાનો. બધું થાત પણ એની પ્રોસિજર મુજબ.હું એને પાર્ટીમાંથી નિષ્કાસિત કરું છું. અને એનો સાથ આપનાર તમામને." ગુરુ અન્નાના એક ચમચાએ અમ્મા થી ડરતા ડરતા ગુરુ અન્નાને આ આખી વાત કહી કહી. હવે સુમિતની ઓફિસમાંથી કઈ એને ફસાવવા જેવું મળે તો પણ કઈ ઉપયોગ ન હતો. હા. જો સુમિત એના માણસોના હાથમાં આવ્યો હોત તો કઈ કરી શકત. અને રિસાયેલા અમ્માને કૈક રીતે મનાવો શકત. પણ પેલા ક્રિષ્નને આખી બાજી બગાડી નાખી હતી. સુમિતને ભગાવી દીધો હતો. ખેર પણ હવે ક્રિષ્નનને, એને તો હું મારીશ. આ સરકાર પડે તો તરત થનારી ચૂંટણીમાં અમ્માના પક્ષની ચંદ્રેશન કુમાર કે જે પાર્ટીમાં જ મારો હરીફ અને નંબર 1 છે એને બદલે પોતાની ટિકિટ પાકી હતી. એટલે જ અમ્માની પાસે વ્હાલા થવા. સુમિત પાસે પાર્ટી ફંડમાં 100 કરોડ માંગ્યા હતા. પણ હવે બાજી પલટાઈ ગઈ હતી. ન 100 કરોડ મળ્યા. ઉપરાંત અમ્મા નારાજ થયા. હવે સાંસદ તરીકે લડવાની ટિકિટ પણ કપાઈ જશે. અને સુમિત પણ હાથમાંથી છટકી ગયો નહીતો 25-50 કરોડ એના બાપ પાસેથી પડાવી શકત. હવે એના ગોલાપા કરવા પડશે. 

xxx 

"સુમિત સાહેબ પ્લીઝ જરા કો ઓપરેટ કરજો તમારી આંખો પર પટ્ટી બાંધવી પડશે. મને તો મોહનલાલે તમને બેહોશ કરીને લાવવાનું કહ્યું હતું.પણ મને એ ન ગમ્યું" કહેતા ગિરધારીએ સુમિતના રૂમાલથી જ એની આંખો પર કચકચાવીને પાટો બાંધી દીધો. પછી સુમો લગભગ 10 મિનિટ ચાલ્યો. છેવટે ગિરધારીએ સુમો ઉભો રાખ્યો અને કોઈકને કંઈક કહ્યું.પછી લોખંડના ગેટ ખોલવાનો અવાજ આવ્યો એકાદ કૂતરું પણ ભસ્યું. સુમિતને નીંદર આવી ગયેલી એ વાતનો પસ્તાવો થયો. પોતે કદાચ જાગતો હોત તો. ક્યાં આવ્યા છે એ સ્થળ ઓળખી શકાત એને મનોમન ગણતરી કરી કદાચ સવા બે કલાકની મુસાફરી થઈ તો પોતે ક્યાં એરિયામાં હોય? એને કઈ સમજાયું નહિ.  

"સાહેબ હળવેથી ચાલજો ચાલો હું હાથ પકડું છું કહી ગિરધારી એની સાથે વીસેક ડગલાં ચાલ્યો. 

"હવે તું જા ગિરધારી, સુમિત ભાઈ અમારા મહેમાન છે" કોઈ બોલ્યું.

"ભલે જેમ તમે કહો એમ, રાધે રાધે"કહી ગિરધારી એ સુમિત નો હાથ છોડ્યો અને એના બદલે કોઈ બીજાએ પકડ્યો. 
"સુમીત ભાઈ 10 ડગલાં ચાલી ને પછી પગથિયાં ચડવાના છે." સાવ કાન પાસે આવેલ અવાજ સાંભળીને સુમિતને લાગ્યું કે આ અવાજ ક્યાંક સાંભળ્યો છે. પણ એને કઈ યાદ નહોતું આવતું. 

"બસ પગથિયાં પુરા થયા હવે ડાબી બાજુ 4 ડગલાં" 

"તમે કોણ છો હું તમને ઓળખું છું? સુમિતે પૂછ્યું અને પોતાની આંખો પરથી પટ્ટી હટાવવાનો પ્રયાસ કર્યો. 

"હમણાં નહીં સુમિત ભાઈ આ જુઓ રૂમ આવી ગઈ અંદર જાવ પછી પટ્ટી ખોલજો અને આપણે બપોરે મળીશું. ત્યાં સુધી આરામ કરો 24 કલાક માં ઘણી મુસાફરી કરી છે તમે." કહી એને દોરનારે એને એક રૂમમાં ધકેલ્યો. અને પછી તરત જ બારણે લટકતું તાળું મારી દીધું. સુમિતે પોતાની આખો પરથી પટ્ટી ખોલવાના પ્રયાસ કર્યા. ત્યાં એક તીણી ચીસ એને સંભળાઈ. "કોણ છે? કોણ છે ત્યાં? આ ગોરાણીમાં એ લાઇટ શુ કામ બહાર થી બંધ કરાવી દીધી છે." કૈક ગભરાયેલ અવાજની ચીસ સાંભળીને પણ સુમિત આનંદિત થઈ ગયો આ અવાજ સાંભળવા એ 4 દીવસથી તડપતો હતો. એ ચીસ પાડનારને એ ઓળખ્યો હતો. એ સ્નેહા હતી. 

ક્રમશ:

 તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરીને જરૂરથી જણાવશો. 

 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED