Kalyan Vatsa books and stories free download online pdf in Gujarati

કલ્યાણ વત્સું

ૐ શ્રી આત્માનંદ નીર્વાણ 💐: ભગવંત પરમહંસ ભગવાન ,

હે શક્તિ માતા અને શીવ પીતા ,
મને આ વીકારી તમો ગુણી સંસાર થી અછુતો અલગ રહેવામાં મદદ કરજે,
જયા જોઉં ત્યા અભીમાન અહંકાર ક્રોધ લાલચ રૂપી રાક્ષસો નું સામ્રાજ્ય દેખાય,
મને પણ તેમના બાનમાં લપેટવા ખુબ પ્રયાસ કરે છે,
દયા કરો હે ગુરુદેવ,

મારે વીકારી નથી બનવું,
મારી કોઈ સાથે સપ્રધામાં નથી ઉતરવું,
મનેતો દયા આવે એ લોકો પર જે વીકારોને વશ થયે

વીનાશ કાળ નજીક હોય ત્યારે મૃત્યુ નામનું કામ સરળ કરવા, ક્રોધ ભય લોભ લાલચ અભીમાન અહંકાર માણસોની બૃધ્ધી હરી લે છે,
કેવા કેવા પાપના ભારા બાંધે માણસો,
શું સમજાવું તે ખુદના વસવાય નથી બે ભાન છે ભ્રમીત છે,
આખરે નીયતી તેમની કર્મ ફળ તરફ દોરી જાય છે

ન ભુતો ન ભવીષ્યતી અજર અમર અવીનાશી આ જીવ આત્માને , આ મહામાયા નું આવરણ મળ્યું નેત્ર પટલ થી દેખાતું અને મન બુદ્ધિ થી સમજાતું બધું જ માયા છે,એ સત્ય જાણી ગયો છું, હવે અંતર પટ ખોલ

આહત છું, પણ
આહત નું કારણ મારો અંધકાર છે, મારી સોચ સમજ છે, મે નેત્ર મન બુદ્ધિ થી સમજ્યું, તારા આયોજન પર સક કર્યો હશે કદાચ.
તારા સિવાય અને તારી સરણમાં આવી તારો આદેશ પામી તે બતાવેલ માર્ગ પર ચાલનાર તારા ભક્તો શીવાય બીજું કોઈ વીશ્વાસ પાત્ર નથી,
પણ તું દુર્લભ છે તેમ તારા સાચા ભક્તો પણ,
જેને તે ગુરૂ રૂપે મળ્યા તેને તું મળ્યો

અંધકાર શું છે તે થોડું સમજાયું,
જે તે જ્ઞાન આપ્યું તે પ્રકાસ છે,
અને તે બાદ તું વર્તન દ્રારા ભ્રમણા પેદા કરે છે, તેને સત્ય સમજવું અને જ્ઞાન ને ભુલવું તે અજ્ઞાનતા અંધકાર છે

ન્યાય ની આશ આ ધરા પરના કોઈ પદાર્થ કે પ્રાણી પાસે રાખવી નીરાશા નું કારક છે, કારણ કે ન્યાય કરવાનો તેમને કોઈ હક નથી, અને ન્યાય શું છે તેની ગતા ગમ નથી, કારણ કે તે પણ શ્રાપીત છે બધા , કર્મ ફળ ભોગવવા આવ્યા અહીયા મારી જેમજ, જેને પ્રછ્યાતાપ ના તાપથી ખુદને તપાવી તપોવન બન્યું તે તરશે, કર્મ ની ફાસ ભાગશે,

"કર્મ કરશો તો હરજી ધર્મ જાશો હારી"
નેજા વાળા નકળંગ ધણી રામદેવ પીરના શબ્દો છે આ,
કારણ કે પાપ પુન્ય ની વ્યાખ્યાથી પરે છે ઈશ્વર,
પાંચ કર્મ ઈન્દ્રીયોથી કરેલ તમામ કર્મ ફળ ઉપજાવનારૂ છે,
પાપ અને પુણ્ય નો સમનવય છે,
એક સીક્કાની બે બાજું સમાન છે, બન્ને સાથે થાય છે, અને મીશ્ર ફળ સાથે ,ફરી માયાના ફંદમાં બંધનમાં, જીવ શરીર ધારણ કરે છે

બહું પ્રયત્નો પણ નીર્થક નીવડે છે કારણ એક જ છે જે જેની નીયતી,
ઈશ્વર ઉપરથી પ્રેમ જ્ઞાન વરસાવે પણ જેની જેવી ગ્રહણ કરવાની શક્તિ નહીં, પણ પૃર્વ જન્મોનું આવરણ સંસ્કાર અને ફળ નીયતી બની આડે આવે છે, સત્ય સમજવાજ નથી દેતું,મતી ભ્રમીત કરી દે છે,
સત્ય જુઠ લાગે છે, અને જુઠ સત્ય,

માણસ સંબંધોની માયા જાળ માં એવો ફસાય છે કે,
અનીતી અધર્મ ને સાથ આપે છે,
ધૃતરાષ્ટ્રે દુર્યોધન ને સાથ આપી સો પુત્રો ના વધ નું નીમીત બન્યો,
મહાદાની કર્ણ , ગંગા પુત્ર ભીષ્મ અને કેટલાય નામી અનામી કર્તવ્ય ની ખોટી માન્યતામાં અધર્મી ને સાથ આપી
કાળનો કોળિયો બન્યા,
નાત જાત ધર્મ થી પણ પરે છે નીતીમતા અને ન્યાય,
કારણ કે ધર્મ પણ ન્યાય અને નીતીમતા થી ટક્યો છે,

તટસ્થ બની ખુદને એક વ્યક્તિ થી ભુલી ન્યાય કરનાર એક ત્રાહીત વ્યક્તિ બની ન્યાય ના હીતમાં નીર્ણય નથી લઈ સકતા,
ત્યાથી તમારૂ પતન શરૂ થાય છે,
આ એવો સડો છે જે ખુદને ખતમ કરતો હોય તોય દેખાતો નથી, પણ તમને વધુ અધર્મ કરવા પ્રેરી , વીનાશ તરફ દોરી જાય છે,
અત્યારે ખબર નહીં પડે પણ અંતે પછતાવાનો વારો પણ નહીં મળે,
ત્યા ફક્ત હીસાબ થાય છે, જેસી કરની વેસી ૧૦૦% ભરણી

ધડીયાળનો કાંટો ફરી ફરીને ત્યાજ આવશે પણ સમય દર વખતે સરખો નહીં જ હોય,
બસ આટલો સંદેશ આપું છું જાગવા માટે,
માયાના આવંડર માંથી નીકળી સત્યના પ્રકાસને ઓળખો,
તટસ્થજ નહીં, સમભાવી બનો, દરેક પ્રત્યે સમભાવ રાખો,
માર્ગ બતાવો, સત્ય ને ઉજાગર કરો,
ન માત્ર સત્યનેજ સાથ આપો, બલકી સત્યની મીસાલ બની, સત્ય માટે દરેકને પ્રેરો

જીવ અજ્ઞાની છે, કોઈ અધર્મ કે અન્યાય કરતું હોય તો તેને જરૂર રોકો , સાચો માર્ગ બતાવો, પણ તે માટે તમારે કાળ ક્રોધ ગુસ્સો કરવાની જરૂર નથી, નહીંતર તમારામાં પણ વીકાર આવી જશે

બધું ત્યજી મીરા ની જેમ કોઈ સંત રોહી દાસ,
ભાટી હરજીની જેમ કોઈ રામદેવજીને,
જેસલ ની જેમ કોઈ તોરલ દેને,
અમરબાઈ ની જેમ કોઈ દેવીદાસ બાપુને,
કોઈ સદગુરૂ ને ગોતી લેજો,
સૌથી મોટો દર્જજો ગુરૂ નો છે, મા-બાપ પતી બધાયથી ઉપર છે ગુરૂ, કારણ તે કોઈ મનુષ્ય સાધારણ માણસ નથી, પણ સ્વર જ્ઞાન થકી આત્મા ઉજાગર કરાવનાર, માર્ગદર્શક છે, જે કર્મ થી છોડાવી,
નીર્વાણ તરફ જવાનો માર્ગ મોકળો કરી આપશે

"હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું"
આ પણ એક સચોટ સંદેશ છે, જેટલા પણ સંતો થઈ ગયા નીર્વાણ પામ્યા તે સંદેશ છોડતા ગયા, ભજન ચોપાઈ વીગેરે રૂપે, કલાકાર તો ફક્ત સુર પુરી ગાયે છે,
પણ તેનો મર્મ સમજવો જરૂરી છે, સમય ગુરૂ બનાવી મુકે ચેતવા, નહીં સમજો તો ઘડીયાળ નો કાંટો રોકાવાનો નથી, વઈ જશે સમય પછી ,સમય નહીં મળે

તમે જેને સારો બચારો ભલો કહો છો , કેમ ? તટસ્થ બની પછી કહેજો જો વાસ્તવમાં ભલો હોય તો કહેજો, એ બચારા ભલા નો અંત કેટલાક નો જોયો હશે, કેવો ?
ખરેખર મરનારની નીંદા નજ કરાય,
પણ આવા કેટલાક ના અંત ખરાબ થયા હોય તેની હીષ્ટ્રી ખોળજો, ખબર પડી જશે, હજું નહીજ સમજાય,

વીષ્ણું અવતારી શ્રીરામ નીર્વાણ પામેલ,
બુધ્ધ નીર્વાણ પામેલ, મહાવીર પણ, સાંઈ પણ , કેટલાય સંતોએ પણ સમાધી લીધેલ,
પણ શ્રી કૃષ્ણ ની મોત?
પારધીના હાથે પગે બાણ વાગી કરૂણા મય , કેમ? વીચારો..કેમ એ નથી કહેવું, ખબરજ છે કેમ બધાને
ભગવાન હતા ને ? તેમણે કર્મ ફળ ભોગવવું પડે દરેકે ,એ બતાવ્યું શ્રી કૃષ્ણે,
શ્રી રામે બતાવ્યું મર્યાદા માં કેવી રીતે રહેવું,
બુધ્ધે મૌન નું મહત્વ સમજાવ્યું, દરેક જીવ પ્રત્યે દયા અને સમભાવ,

જન્મ ખુદને સમજવા અને માત્ર ને માત્ર નીસ્વાર્થ ભાવે જરૂરીયાત મંદ, ગરીબ, લાચાર ,બીમાર ની મદદ કરવા માટે, અને કોઈ સત્પુરુષ ને સમર્પિત થઈ નીર્વિણ પામવા,
શુધ્ધ અને સત પ્રતીસદ વીશ્વાસ , અંધ વીશ્વાસ નો વીચાર પણ પાપ ગણે તેજ તરે,
કોઈ નો પણ સમય સરખો નથી રહેતો, શરીર થી માંડી પદ ધન દોલત વીગેરે બધી બાબતોમાં,
આટલું ભુલતા નહીં,

તમે કેટલા વીકારોને વસ છો?
અહંકાર કોને કહેવાય ખબર છે? ખબર હશેજ, પણ અધુરી,
હું કોણ, નાત જાત ધર્મ વર્ણ લીંગ ઉમર સતા જ્ઞાન વીગેરે વીશે હું કોણ, આ પણ અહંકાર છે વીકાર છે, છોડી શકોછો?
ગંગાસતી ની રચના,
"જાતી પણું છોડી ને થાવું રે વીજાતી પાન બાઈ, મેલવું અંતરનું અભીમાન રે
જાતી રે વીજાતી નહીં હરી કેરા દેશમાં ને.."

સાભળ્યા હશે બધાજ ભજનો જાણે અજાણે ,ગમે અણગમે, ઈચ્છાએ અન ઈચ્છાએ,
પણ ભેદ સમજ્યો?
સમજયો હોય તો સરસ👌💐🕉️
પણ ન સમજ્યો હોય તો સમજવો જરૂરી છે

હું પણ નીમીત બનું છું ઘણી વાર ઈશ્વર ની કૃપા થી,
પણ નીમીત માત્ર, બસ મારો રોલ ત્યા પુરો,
વ્યક્તિને પ્રતીતી થશે કે નહીં તે જાણવું પણ મારો અધીકાર નથી,
તે સમજશે કે નહીં તે નીયતી નક્કી કરશે,
નીયતી તેના પૃર્વ જન્મોના કર્મે નક્કી કરેલીજ હોય છે પહેલેથી,

જેવું જ્ઞાન તેવી સમજ હોય, ઈંગ્લીશ જાણનાર ઈંગ્લીશ જાણી શકે, ગણીત નો તજજ્ઞ ગણીત, હીન્દી નો હીંદી,
બસ આવું જ છે કંઈક, જે જેનો જાણકાર છે તે ગુણો ને વર્તનને પારખી લે છે,
તમે લાખ ઉપાર કરો છુપાવવાના, ગમે તેવી બનાવટ છળ કરો , પારખું પારખી લે છે,
કોઈનું શું જવાનું, ખુદનું કર્મ ખુદનેજ વેઠવાનું, કોઈ જીવ બાળે કે પેટ,
આપણા કર્મનું ફળ કોઈ લઈ નથી લેવાનું, લેવાતું હોત તો?
સમજો .. સમજવું હોય તો, સમજશો તો કલ્યાણ

આત્મા હંમેશાં પહેલાં ખુદનું વીચારે છે, પછી બીજાનું, સગા બાપ મા પતી પત્ની ભાઈ બહેનનું પણ પછી,
પણ કયો આત્મા વીકારી આત્મા, મા બાપ ભાઈ બહેન પતી પત્ની પણ એક શબ્દ આપણને કડવો કહે તો, એક વાર તો ભાવ આવીજ જાય અણગમાનો, એજ નક્કી કરે છે આત્મા કોઈનો સગો નથી

તો કોણ કોનું? ખરા મોકે કોઈ કોઈનું નથી હોતું,
પણ સત્વ ગુણી જે ઈશ્વરનો અંશ છે તે સર્વ નું હીતેચ્છુક હોય છે

બધી રીતે વીચારતા હશો તમારા માટે કે બીજા માટે, પરંતું આ રીતે વીચાર્યું છે? ખુદ માટે કે બધા માટે? કે શું છે આ બધી માયા?
મારૂ વાણી વર્તન કથની અને કરણી કેવી છે? કેવી હોવી જોઈએ?

દીવસમાં ઓજું કેટલી વાર લાગે છે? કોનાથી? પોતાનથી કેટલી વાર? અજાણ્યા કે પારખાથી કેટલી વાર? કેમ? લોકો‌સ્વાર્થી છે તે માટે કે તમારી ભુલ માટે?

મન પર કાબુ સંપૂર્ણ કાબું, દરેક પ્રત્યે સમભાવ ના દુઃખ ના શુખ, ન અધીક કોઈ વાલું ન અલખામણુ,
ન ગુસ્સો ન પ્રેમ
રાખી શક્શો?
પ્રયાસ શરૂ કરો, જે દીવસે સમભાવ જાગશે ,એ દીવસે તમારો પહેલો મોક્ષ થશે,
નહીંતર આમજ મર્યો તો... કર્મ પ્રમાણે ફળ , અને કારક ફળ એજ તમારો નવો જન્મ અને શરીર

વીચારજો તમે કેટલી વાર કોઈની સાથે અન્યાય કર્યો? કેમ ? કયા વીકારને વસ થઈ?
લાલચ લોભ મોહ ક્રોધ અહંકાર ડર ભય, શાના માટે?
ખોટું કર્યું,

અને કેટલીવાર તટસ્થ રહી વહેવાર કર્યો

કોઈક વાર એવો પણ સમય આવે છે , કોઈ ની સામે તમે ખુદ હો, અને ન્યાય તમારેજ કરવાનો હોય, જે કરવો હોય તે કરી શકો, તમે ગલત હો તો પણ ખુદને સહી સાબીત કરી શકો તેમ હો, અને તમે શું કર્યું?
જો આ વખતે પણ હું ને છોડી ત્રાહીત બની ન્યાય કર્યો હશે તો , તમે ન્યાય કે ધર્મના માર્ગ પર છો

ખુદથી હંમેશાં લડો દુનીયા થી નહીં, ખુદને મહાન સાબીત કરવા નહીં, પણ ખુદના અવગુણ સોધી તેને દુર કરવા,
મનમાં કેટલાય મેલ છે, માટે સંસારમાં આવ્યા તે ધોવા, નહીં તર અહી નજ હોત,
તમે સત પુરૂષ હો અને જગત ના કલ્યાણ અર્થ આવ્યા હોતો મેલ નહીં હોય,
જો સત પુરૂષ હો તો કહેજો મારે ગુરૂ બનાવવા તમને

પ્રકાશનો નીયમ છે, તે આવે અંધકાર ભાગે, પ્રકાસ છુપ્યો નથી રહેતો, તમે ઉજળા થયા તો દેખાવ નહીં કરવા પડે લોકો ની નજરમાં આવશો,
કારણ કે ઉજળું અને પ્રકાસ બધાયને ગમે છે,પણ સીતળતા આપનાર પ્રકાસ ,

જીવન અમુલ્ય છે માટે સર્વ વીકારો ત્યજી, જીવી લઉં છું જેની સાથે હસી ખુશી થી જીવવા મળે, જયા મદદની પુકાર હોય ત્યા બને તેટલી યથા શક્તિ, જયા સાથ માંગે યથા શક્તિ, પ્રેમ કરૂણા શાંતી નીર્વીભીમાન હેત સ્નેહ, ભાઈચારો હોય ત્યા રોકાઉં રોકાવા મળે, કાળ ક્રોધ લાલચ લોભ અભીમાન હીંસા જોઉં ત્યાથી દુર ભાગું
જય હંસ ભગવાન

પ્રભાવીત કરવા એ મોટી વાત નથી, પણ સત્યના દર્શન કરાવી કોઈનું જીવન નીર્મળ બનાવવું અઘરૂ કામ છે,
ઘણી વાર એવો પ્રભાવ કે એવી સંગત મળે છે કે તમને એમ લાગે કે ના બધું મળી ગયું, સુખજ આને કહેવાય, પણ તમને એવી અધોગતી તરફ લઈ જતું હોય કે, આંખો ખુલે ત્યારે ખુબજ મોડું થઈ ગયું હોય, અને ફરીને પાછા ઠેકાણે આવવાનોય સમય ન વધે,
નીર્વાણ કે મુક્તી નો માર્ગ તો દુર રહી,
ચેતજો આવી સંગત થી

ની નજર પણ કોઈ પર પડે તો વ્યક્તિ માં પરીવર્તન શરૂ થઈ જાય છે,અને જો કૃપા થાય એમનો હાથ શીર પર પડે કરૂણા મય પ્રેમ મય , તો તમને એ કૃપા કયાય આડા અવળી ભટકવા દેતી નથી,
પણ સદ ગુરૂ ની કૃપા એ પણ નીયતીથી પહેલેથી નક્કી થયેલી હોય છે, તેનો સમય કાળ સ્થળ બધું શું નીશ્ચીત હોય છે,
જો તમને એવા કોઈ સદગુરૂ સીધ્ધ પુરૂષ ની કૃપા દ્રષ્ટિ મળી તો બેડો પાર,
અને એવા સીદ્ધ પુરૂષ મળવા છતા કોઈજ બદલાવ ન આવે તો સમજજો તમારી નીયતી માં ખુબજ ખોટ છે, તમારા પાપ કર્મો તમને આડા આવે છે , માટે તમારી બુદ્ધિ ભ્રષ્ટ‌છે

જયારે કોઈ ધર્મ સમુદાય પંથ તમને એમ શીખવાડે કે તમે સર્વાતમ છો અને બીજા નીમ્ન , ત્યારે સમજજો તમે અહંકાર અભીમાન નામની ખાઈમાં ઉતરી રહ્યા છો,
જયારે કોઈ ધર્મ સમુદાય પંથ તમને ઈર્ષયા ક્રોધ હીંસા ના પાઠ ભણાવે સમજજો તમને કોઈ અધોગતી તરફ દોરી રહ્યું છે,
પણ જયા કરૂણા પ્રેમ ક્ષમા અહીંસા નીરવીભીમાન અને સમભાવ જો નજરે જોવા મળે ને તેને સામેથી સ્વીકારી લેજો,
તેની ઉર્જા માત્ર થી તમે પ્રકાસીત થવા લાગશો,

જય ગુરુદેવ, કલ્યાણ વત્સું💐🕉️🔱🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED