જ્ઞાન અમૃત Hemant pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જ્ઞાન અમૃત

આત્મહંસ:
જીવનમાં રોજે રોજ નવું શીખવા મળે છે,
પણ મહત્વ ને બે વાતો,
ક્ષમા પરમો ધર્મ, અને બીજું
ધૈર્ય
ક્ષમા ની ભાવના હોય ત્યા સહનશીલતા કે સહનકરવાની વાતજ ન આવે,
પ્રેમ મય જ બનવું હતું બન્યો છું,
🕉️💐🙏❤️

ઈશ્વરને એકજ પ્રાથના રોજ થી છે મારી,
મને કંચન નહીં પારસ બનવું છે,
અને વીશેલું નહીં પણ ચંદન ના વૃક્ષ સમાન,સંગંધ ઠંડક અને પ્રેમ શાંતી દાયી બનવું છે.
નીર્વાણ પામવાનો અવસર આવશે પામી જઈશું, ત્યા સુધી કોઈકનો વીસામો બનવું છે, કોઈને મદદ રૂપ બનવું છે, કોઈની વાતો સાભળવી છે, મીઠો આવકારો આપવો છે, અને બને તો હૈયાહ આપી, કોઈના બને તેટલા આતરડા ઠારવા છે,
જય ગુરુદેવ
દેખાવ તો ઘણાય કરતા હશે,
હું તો જે છું તેજ નજર આવવા માગું,
માણસ અવતારમાં છું ને,
દયા કરૂણા પ્રેમ ક્ષમા ધેર્ય શાંતી પ્રસન્નતા ધીર ગંભીર, નીખાલસતા, સ્વભાવીક છે,
કયારેક ગુસ્સો ,કયારેક અશ્રું, કયારેક શુખ કયારેક દુઃખ માનસીક પ્રવૃતીઓ થઈ જાય સ્વભાવીક છે,
પણ રદયમાં હંસ આત્મા બીરાજે , માટે રદય ને રોજ પ્રચ્છાતાપ ના તાપ થી તપાવી પવીત્ર અને નીર્મળ રાખું છું
શું સહી શું ગલત?
તમારૂ મારૂ કયા કસું ચાલે છે? કયા હું કે તમે કર્તા છો?
જયારે કર્તા હર્તા ઈશ્વર છે તો હું કે તું કોઈ કશું કર્તા નથી,
માનવ રૂપી આ શરીર નામે યંત્ર માં બેસાડી ઈશ્વર કટ પુતળી ની જેમ નચાડે,
કયારેક હસાવે રડાવે દોડાવે ભગાડે ડરાવે ધમકાવે કૃતુહુલ જગાડે, આપણું શું ગજું? તો શું સારૂ શું ખરાબ?
નીયતી થી ચાલે બધું પહેલેથી આયોજન બધ્ધ , એમા મારૂ તમારૂ લગાર ન ચાલે.
માટે છોડો ઘટીયા સોચ, સારૂ ન સારૂ,
મગજ ની ઘટીયા સોચ, મનને ગમે તે સારૂ ન ગમે તો ખરાબ,
ભુડને કચરા કીચડમાં આળેટવું ગમે, કીચડ કાદવમાંથી બહાર નીકળી કમળ ખીલી શીવ ને ચડે, ના પીવે સાગરના કોઈ નીર ત્યા, તેજ સાગરમાંથી મોતી પાકી હંસનો ચારો બને,
ઈશ્વરની લીલા પર સક ના કરો જે એ કરે તે બરાબર કરે,
દીવસો સારા તો સદકર્મનું ફળ સુખમાં જીવો,
અને દુઃખના તો કર્મનો હીસાબ ચુકતે ,આગળ ફરી નહીં નડે,
માટે જે થયું થાય છે કે થશે બધું સારા માટે એ વાત ને ના ભુલો,
🕉️
ઈર્ષયા, કાળ, ક્રોધ, લાલચ લોભ મોહ અને કામ મોહ ને છોડો, પ્રેમ મય બનો, જેટલું કુદરતી છે તે કુદરતની બક્ષીશ છે એમાં અશુધ્ધી ન ભેળવો, વહેવાર રાખો ચોખો અને દીવા જેવો,
પછી હોય લાગણી વેપાર કે અવેજનો,
ઘૃણા છે તે છે વીનાશ કારી કાળ નું રૂપ,
પ્રેમ સદેવ શ્રધ્ધા વિશ્વાસ નવી આશા ઉમ્મીદ નું બીજ,
ઈશ્વરનું રૂપ પ્રેમ છે, જે સદેવ બધા પર કરૂણા વરસાવે છે, તેનો સંદેશ સમજો, હકદાવા એ પણ નથી કરતો આપણને બનાવનાર, જેમ જીવવું હોય તેમ તમારા કર્મ પર છોડે,
બસ સમજો આમાં સંસારનો સાર
હંમેશાં આપણે આપણા વીશેજ વીચારીએ છીએ, કેટલો સ્વાર્થી જીવ છે આપણો?
મને શું મળ્યું મળશે, આપ્યું આપશે? કોણ કેટલું રાખે છે રાખશે? મારે આ જોઈએ તે જોઈએ, કોઈ રાખે તો સારા ન રાખે તો ખરાબ,
કયારેય એમ વીચાર્યું કે આપણે આપણો સ્વાર્થ ત્યજી ની સ્વાર્થ ભાવે કોઈ માટે વીચાર લગાર માત્ર કર્યો છે?
એક માત્ર એવું કોઈ સેવા ભાવી કામ શું કર્યું, મન અભીમાનીત થઈ જાય, મન માં ભાવ જાગે મે આવું સારૂ કાર્ય કર્યું, હું આમ કરૂ છું, આપણી પાસે જેની ઓછપ છે તેજ દેખાવ થાય, તેજ બતાવી મનને મનાવવાનો પ્રયાસ થાય. હોય તેથી તો ધરાયેલા હોઈએ,
સમ
અને ન હોય અને ઈશ્વરની કૃપા થી મળે તો જીરવી ન શકીએ ,દેખાવો કરીએ, કયારેય આ બાબતે વીચાર્યું છે? ખુદની જાતને દેખો મનના અરીસામાં તમે આવું કરતા કેવા લાગો છો?
દુનીયા તમે જે દેખાડો તેતો દેખવાનીજ છે, પણ જે છુપાવવાનો પ્રયત્ન કરો તે સારી રીતે દેખે છે,
શું દેહના વર્તનના દેખાવા હોય?
બધાયમાં કોમન છે, બધુંજ કયાક વધું કયાક ઓછું કંઈક ને કંઈક ઓછું વધતું હોયજ, એક વાતમાં તમારી પાસે વધું,બીજી બાબતમાં બીજા માં વધું,
અને એ પણ નાશવંત બધુંય,
શું કામ જાળવણી રાખો છો?
રાખો ને સાચવીને રાખી શકાય તો, શરૂઆત દેહની શરીરની કરો , રૂપ રંગ જુવાની..કયા સુધી?? આજીવન પણ નથી રહેતી, અર્ધી ઉમર પણ નહીં, કાયા કરમાતા વાર નથી લાગતી, તો સંપતી પણ ..કા તમે નહીં રહો, કા સંપત્તિ, એક ને તો પહેલાં જવું જ પડશે,
તો શું તમારૂ ? શું કાયમ સાથે રહેવાનું?
વાત ટાળવાથી, ન સાંભળવાથી પરીસ્થીતી નહીં બદલાય,
જાગ્યા ત્યાંથી સવાર..
જે છે તે બધાનો સદ ઉપયોગ કરો,
કેવો ઉપયોગ?
સદુપયોગ, પણ તમારી મરજી મુજબ નહીં
જગત કલ્યાણ માટે ,
કોઈને ઉપયોગી થાઓ,
ના ખબર પડે તો કોઈને ગુરૂ બની સમર્પિત થાઓ,
માંગો આદેશ
કે પછી જીવનના મર્મને સમજી માણસ બની માનવતા રાખી જીવો, અધીરા ન બનો, વીકારો ન ધરો, ધેર્ય શાંતી ન ખોવો, ખુદ ભગવાન પણ ન બનો,
જેટલા ઉપર ઉડશો , એક દીવસ નીચે આવવું પડશે, જેટલા ઉપરથી પડશો ચોટ વધારે લાગશે, અને દર્દ પણ તે પ્રમાણે વધું થશે,
જયા સુધી સમય તમારા ફેવરમાં હશે ત્યાં સુધી કોઈ ફરક નહીં પડે, પરંતુ પવન બદલાતા વાર નથી લાગતી, જીંદગી જતા વાર નથી થતી, ઘડીયાળ નો કાંટો સતત ફર્યા જ કરે છે દીવસ રાત, કેટલા દીવસો મહીના વર્ષ જીવી લીધું, ઉમર કેટલી ક્યા ખોવી એ પણ ખબર નથી રહેતી, તો પછી સમય બદલાતા શું વાર લાગશે?
માટે પાંચ જ્ઞાન ઈન્દ્રીયો અને પાંચ કર્મ ઈન્દ્રીયોને વસમાં રાખો, તમે એના વસમાં ન રહો, ભર્યા તળાવમાંથી આત્માને કોરો રાખો, અછુતો રાખો, ક્યાંક પરોવાઓ આત્માને તો પણ ત્યા જ્યાં, પ્રકાસ હોય, આત્માની સુધ્ધી થાય,
હાસીલ ભલે કશું ન થાય, પણ આત્મ સંતોષ રહે, કે જીવન વેડફ્યું નથી, કંઈક ઉપયોગમાં એ રીતે લીધું છે, કે આપણે કોઈકના રદયમાં સદાય પ્રસન્તા ખુશી નું કારણ બની જીવંત રહીએ, મન કોઈનું ટુંકુ હોય તો પણ વીશાળ એ રીતે બને કે ત્યા આપણી જગ્યા થાય,
કોઈ દીવસ સંજોગ વસાદ લુટાઈએ તો પણ એ રીતે લુટાવું કે લુટનાર ને અફસોસ રહે.
મારૂ મારૂ કરી મરવાની જરૂર નથી, સમરપણ અને ત્યાગ એજ જીવનમાં શીખવાનું છે,
જય સોમનાથ
એ.સી માં બેઠાં હો અને વીચારો આપણે તો રોજ મજા છે, શરીરને એ રીતે આદતે પાડી દો અને લાઈટ જાય ત્યારે શું હાલ થાય છે? કોઈક દિવસ બહાર જતા તડકા ગરમીમા સમય વીતાવતા શું હાલ થાય છે?
દરેક બાબતમાં આજ વાત લાગું પડે છે,
કુદરતનો ગુરૂત્વાકર્ષણ નો સીદ્ધાંત, જેટલી જડપે ફેકો કે છોડો અથડાઈ પરત એજ ગતી એ આવે ,
કહેવાનો કોઈ એક અર્થ નહીં હજાર બનશે, સારા પણ ખરાબ પણ, તમારા ફાયદાના પણ નુકસાન ના પણ, ગમે તેવા ન ગમે તેવા પણ, પરંતુ અહીયાતો મે સીધ્ધાત જ રજું કર્યો છે, અર્થ તમે નીકાળશો,
બસ આજ સમજ છે
આત્મા સ્વાર્થી નથી, પણ મન બુદ્ધિ સાથે ભળતા દીમાગની જે ઉપજ આવે છે તે સ્વાર્થ જગાવે છે,
શબ્દજ એવો છે સ્વાર્થ જે કોઈનો થતો નથી, તો તમારો મારો શું સગો થશે?
માટે તેને ત્યજવો જરૂરી છે,
કોઈ વસ્તુ કાયમ નથી,
સદેવ યાદ રાખજો.
આત્માથી આત્માનું મીલન એટલે શ્રધ્ધા વિશ્વાસ વીકાસ પ્રગતી પ્રેમ, અને આત્માથી પરમાત્માનું એટલે નીર્વાણ,
બંન્ને જરૂરી છે, પણ કોઈનો વિશ્વાસ તુટવો કે તોડવો એટલે? સર્વનાસ,
પરંતું સ્વાર્થી ભાવ માટેનો વીશ્વાસ એટલે અંધ વીશ્વાસ, એ તુટે તો વીકાસ થાય , નીર્માણ થાય,
સંસાર ચક્ર જન્મ મરણ ચાલ્યા કરે આ જગતમાં ,
હજારો લોકો રોજ નવી આશ સાથે આશાથી જન્મે, આશ તુટતા રોજે રોજ મરે, કોઈ જીવતે જીવ મરે, કોઈ મુત્યુ બાદ પણ જીવે ભુત યોનીમાં,
મન મરે આશા મરે મર મર જાયે શરીર ,આશા તૃષ્ણા ના મરે કહ ગયે દાસ કબીર.
શક્તિ એ શીવને ક્હ્યું, તમે અને હું કોણ છીએ, આપણે બેય અલગ કે એક?
શીવે જવાબ આપ્યો..
આ પ્રશ્ન જ અધુરાઈ ભર્યા છે, જે આપણને જુદા કરે છે,
પર બ્રહ્મ પંચ તત્વનો સમુહ છે, અને આત્મા શીવ, શીવ અને શક્તિ વીના બધું શુન્ય છે,
જો શીવ શક્તિ એક છે તો બધુંય જીવંત છે , શીવ શક્તિ વીના પ્રાણ હીન,
જેણે આ ભેદ જાણ્યો અધુરાઈ મટી નીર્વાણ પામ્યું
હરીઓમ
જીવન એટલે શું?
સત્ય છે વર્તમાન,
ભુત તે છે જે આજે નથી, ભવીષ્ય પણ તે છે જે આજે નથી,
માટે તો કહ્યું છે કલ કરે છો આજ કર આજ કરે શો અભી,
આજે ન થયું તે અફસોસ ભુતકાળ બનશે,
માટે જાગ્યા ત્યાંથી સવાર,
આજ ને સુધાર , પણ કેવી રીતે?
નીર્વાણ તરફ, નીર્માણ તરફ નહીં,
નીર્માણ કરેલ તુટશે એક દીવસ, પણ નીર્વાણ થશે તો હંમેશા વર્તમાન,
ઓહમ સોહમ માં ભેદ છુપ્યો જેમાં વસ્યો સંસાર , પ્રેમ પ્રેમ સબ કહે, જાન સકે ન કોઈ, જો જાનત હૈ પ્રેમ કો વોહી પ્રેમ મય હોઈ,
કોણ છે પ્રેમ મય કરૂણા મય? જે પાસે બે હાથ લંબાઈ બધુય માંગો છો? જયારે કોઈ ન સાંભળે ત્યારે કોને પુકાર લગાવો છો? કેમ?
કોણ છે કરૂણા મય? ઈશ્વર કોણ છે ઈશ્વર? કયા છે? બહાર કે અંદર??
ભીતર છે તે સીમીત છે, બહાર છે તે અનંત,
પરંતું પહેલાં ખુદની ભીતરના ઈશ્વરને ઓળખો, પછી બહાર અનંતના દર્શન થશે,
અનંત બ્રહ્માંડમાં વ્યાપે શ્રી હરી જે ઘટની અંદર હોય,
ઓહમ સોહમ નીરખીયે ,
પ્રેમ મય સંસાર
હરીઓમ
રોજ ભગવાને પામવાના સ્વપ્ન તો હોય દરેક ના ,ભગવાનને પામશો કે સામે આવી ઉભા રહેશે તો કરશો શું? શું માગશો? સ્વાર્થ ધન માયા મીલકત સારૂ સ્વાસ્થ્ય અમરત્વ? આતો નકરો સ્વાર્થ થયો, અમરત્વ સીવાય બાકીનું આપી દેશે પણ ક્યા શુધી? જીવન હશે ત્યાં સુધી પછી?
પણ ભીતરના ભગવાનને જાણસો ત્યારે ખુદ પ્રકાશીત થશો,
અને પછી બહાર પ્રકાસ ફેલાવી એક માંથી અનંતનો ભાગ બનશો, ત્યારે સમજાસે કે તમારે નાશવંત વસ્તુઓની જરૂર છે કે ? શાની? આ પ્રશ્ન અહીયા ? પ્રશ્નાર્થ છે,
બસ એટલું કહીશ નાશવંત નહી શોધો
તમે આત્મા સાથ મળ્યો તે પણ આત્મા બરાબર?
પણ ગુણ?
શુધ્ધ સત્વગુણી? કાયમ વર્તમાન બનશે? નીર્માણ પામશે? સ્વયં શક્તિ માન દેવી દેવતા જેવી શક્તિઓ પામી દેવત્વ ધારણ કરશે?
કે ભટકતા રહેશો દુઃખી થઈ આ જન્મ ની જેમ દરેક જન્મ?
થોડાક પ્રશ્નો છે.. જવાબ શોધજો મળે તો બેષ્ટ અપ લક👍
પ્રેમ મય તો હુતો બન્યો છું, દરેકમાં એ અવીનાશી આત્મા ઈશ્વરના રૂપને જોઉ છું,
પણ સુધ્ધ સત્વ ધારણ કરી સાથી બનશે તેની સાથે કાયમ વર્તમાન બની ,
શીવ શક્તિ ની જેમ ,લક્ષ્મી નારાયણ જેમ, દેવી દેવતાઓ જેમ ,
એકલા નહીં, પણ બે છતા એક
વાત શ્રી કૃષ્ણ ની,
એમણે વધું મહત્વ કોને આપ્યું? જન્મદાતા માતા પિતા, પાલક માતા પિતા, સખા મિત્રો તથા ખાસ મીત્ર સુદામા, ગોપીઓ , રાધા પ્રીયસી, રૂકમણી સત્યભામા,
આ માંથી કોને? બધાયને સાચવ્યા, તેમ છતા પ્રેમ ને સમર્પણ કરનાર ને, આપ્યું બધાયને જેમણે જે માગ્યું,
સુદામાને ધન દોલત, રૂકમણી જેવી પ્રીયસીને પત્નીનો દરજ્જો, સમાજે આપેલ સત્યભામાને પત્ની નો દરવાજો,
પણ રાધાને? કૃષ્ણે રાધાસાથે પોતાનું નામ જોડી અમર કર્યું.
મીરા એ પ્રેમમાં નામ અમર કર્યું,
રોહીદાસે વેરાગ્ય અપનાવી નામ અમર કર્યું,
આવા તો કેટલાય દાખલા આ ધરા પર..
સંસારી હો કે ગૃહસ્થ ,
દેવત્વ પણ પામી શકાય , અને નીર્વાણ પણ,
પણ મંત્ર શુધ્ધ સત્વ રૂપી પ્રેમ
હરીઓમ