"નિયમિત માણસ"
'કોઈક વાર નિયમોનું પાલન કરવું શક્ય નથી બનતું'
આ દુનિયામાં દરેક વખતે દરેક મનુષ્યએ નિયમોનું પાલન જરુંર કરવું જોઈએ. હવે ઘણાં મનુષ્ય વિચારતાં હોય છે કે કેવાં નિયમો, કયાં પ્રકારનાં નિયમો કે શાં માટે મારે આ નિયમોનું પાલન કરવું જોઈએ ?
"સારા નિયમો મનુષ્યને બંધનમાં તો રાખે છે, પરંતુ તે તેને હંમેશાં સુખી રાખે છે"
જે મનુષ્ય પોતે પોતાનાં બનાવેલા સાચાં નિયમો અથવા સરકાર કે કંપનીએ બનાવેલાં નિયમોનું પાલન સારી રીતે કરે છે, તે જ મનુષ્ય પ્રમાણિક મનુષ્ય તરીકે ગણવામાં આવે છે. પંરતુ ઘણીવાર મનુષ્યએ બીજાનાં સુખ માટે કે બીજાને મદદ કરવાં માટે નિયમોને બાદ કરવાં પડે છે. મતલબ કે પોતે નિયમો તોડે છે એમ ના માનીને બીજાને સહાયરૂપ થઈ રહ્યો છે એમ માનવું જોઈએ.
આઝાદ હોવાં છતાં બંધનમાં બંધાવવું પડે છે,
ખરાં સમયને ઘણીવાર સાચવવો પડે છે,
સંપૂર્ણ નથી હું કદી,
એટલે જ માણસ બનીને રહેવું પડે છે..
એક વાર સરકારી બસમાં ૨ મહિલાઓને આદિપુર (કચ્છ) થી સુરત અરજન્ટ કામ માટે જવાનું હતું. આથી બંને મહિલાઓને તાત્કાલિક ટિકિટ મળે એમ શક્ય ના હતું. તો બંને મહિલાઓ આદિપુર બસ સ્ટેન્ડ પર પહોચી જાઈ છે. સુરત જવા માટેની બસ ૮.૨૫ PM આવી ગઈ હતી. હવે બસના કંડક્ટરે માત્ર રિઝર્વેશન વાળાઓને જ આવવાં દીધાં અને જેની પાસે ટિકિટ ના હતી તો તે લોકોને બસમાં ચડવાની ના પાડી દીધી.
હવે બંને મહિલાઓને કામ અરજંટ હતું એટલે બંને મહિલાઓ કંડક્ટરને વિનંતી કરી છે કે અમને બસમાં બેસવાં દો, અમે નીચે બેસી જઈશું એને ટિકિટ પણ લેશું. આવી વાત સાંભાળીને કંડક્ટર અને ડ્રાઈવર એમ બંનેએ તે મહિલાઓને બસમાં બેસવા દે છે અને ટિકિટ પણ આપી દે છે.
હવે બંને મહિલાઓ બસની અંદર ૩-૪ સીટો પછીની લાઈનોની વચ્ચે ઉભાં રહી ગયાં. બરાબર તેજ સીટની પાસે એક ભાઈ બેઠેલાં અને બંને મહિલાઓ ને પૂછ્યું તમને ક્યાં જવાનુ. એક મહિલાએ કહ્યું સુરત. તો ભાઈ કહ્યું સુરત ઊભાં ઊભાં જ જશો કે શું ? મહિલાએ હા પાડી. હેવં ભાઈને ભુતકાળ નો શું કડવો અનુભવ થયો હશે કે અચાનકથી તે મહિલાઓને ઉંચા અવાજથી બોલવાં લાગ્યાં કે ટિકિટ વગર અહિયાં બેસવુ નહિ. બંને મહિલાએ પણ આના કરી કે અમે ટિકિટ લિધી છે અને તાત્કાલિક કામ છે એટલે અમારે જવું પડે એમ છે. પણ પેલાં ભાઈ જોર જોરથી બોલવાં લાગ્યાં અને કંડક્ટરને પણ નિયમો સમજાવા માંડ્યા કે આવી રીત બસમાં નીચે બેસવાના કોઈ નિયમો નથી. થોડી ધમાલ કંડક્ટરે પણ કરી, પણ ભાઈ બોલતાં બંધ જ ના થાઈ. પાછા ભાઈ ઘણા ગુસ્સામાં હતાં એટલે કે હું આગળ ફરિયાદ કરી દેવા.. આગલાં બસ સ્ટેન્ડ પર.
આ ભાઈ હતાં 'નિયમિત માણસ', જેની વાત સાવ ખોટી ના હતી, પણ વાસ્તવમાં ઘણી વાર બીજાને મદદ કરવાં નિયમોમાં બાંધ છોડ કરવાં પડે છે.
હું આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. હવે અરજન્ટ કામ હોય તો કોઈને મદદ તો કરવીજ પડે. એટલે મેં બેને મહિલાઓને તે ભાઈની બાજુમાં ઊભા રહેવાની ના પાડીને પાછળ જવાં કહી દીધું. બસ હવે મામલો બધો ઠાળે પડી ગયો. તે બંન્ને મહિલાઓ પણ આનંદિત અને ભાઈ પણ પોતાનાં નિયમોથી આનંદીત.
'એટલે કોઈક વાર નિયમોનું પાલન કરવું શક્ય નથી બનતું'.
સારા વિચારોનાં બંધનમાં રહું હું,
પણ બીજાને બંધનમાં ના રાખું હું,
પક્ષી કહે આ પિંજર મને નડે,
મુક્ત કરો તો વિશાળ ગગનમાં ઉડી લવ,
માછલી કહે આ માછલીઘર મને નડે,
મુક્ત કરો તો વિશાળ દરિયામાં તરી લવ,
પશુ-પ્રાણી કહે આ ઉદ્યાન મને નડે,
મુક્ત કરો તો વિશાળ ધરા પર વિચરી લવ,
મનુષ્ય કહે આ માયા મને નડે,
મુક્ત થાવ તો વિશાળ જીવન જીવી લવ,
સારા વિચારોનાં બંધનમાં રહું હું,
પણ બીજાને બંધનમાં ના રાખું હું..
મનોજ નાવડીયા
Manoj Navadiya
E-mail: navadiyamanoj62167@gmail.com