તલાશ 2 - ભાગ 19 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

તલાશ 2 - ભાગ 19

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. 

".....પણ આપણી ડીલ ઓપન છે આ સિન્થિયા અને માર્શાને  વિદાય કર અને  કાલ રાત સુધી..." એનું વાક્ય અધૂરું રહ્યું પાછળથી માર્શાએ મારેલ લાતથી ભૂરો ધકેલાયો અને રૂમના બેડ પર પડ્યો.

"ઉભી રહે. શું નામ તારું માર્શાને? એને બોલતો કરવાની ચાવી મારી પાસે છે." કહીને નીતાએ પોતાનો જમણો હાથ ભુરાની સામે ઉંચો કર્યો. વીટી એની છાતી સામે રાખી અને ગુલાબી ડાયમંડ પર પોતાનો અંગૂઠો રાખ્યો. ભૂરાએ આ જોયું અને બોલ્યો. "સોરી, સોરી, નીતલીઈઈઈ, એને પ્રેશ ન કરતી. મારે ઝેરી સોયથી નથી મરવું." ભુરાનું આ વાક્ય સાંભળીને નીતા ખચકાઈ ને ઉભી રહી ગઈ.

xxx

"ફૈબા, હું પેપર દઈ ને સીધી મોહિતભાઈ અને માસી સાથે ખરીદી કરવા જઈશ. એમને ભાભી માટે સાડી ઘરેણાં લેવા છે. મને આવતા મોડું થશે."

"ભલે દીકરી, સાચવીને જજે. અને મોહિની આવવાની છે તારી ભેગી?"

"ના, પ્રદીપ અંકલનું બેન્કનું કૈક કામ છે એટલે એ પૂરું કરવા જવાની છે એટલે નહીં આવે."

"ભલે પછી મોહિત ને કેજે તને મૂકી જાય." 

xxx

"સુમિતજી. મને તો આખી ઓફિસ ઉપર શંકા છે ખાસ તો તમારા પર. બાલા મણીના મોત માટે તમેજ જવાબદાર છો. મેં ઓરીજીનલ સીસીટીવી ફૂટેજ જોયા છે. અને મને નથી લાગતું કે તમારી પરવાનગી વગર કોઈ તમારી ઓફિસમાં, તમારી કેબિનમાં એનું ખૂન કરી શકે."

"તો તો તમારે મારી ધરપકડ કરવી જોઈએ."

"હું એટલો મૂર્ખ નથી. મને ખબર છે કે હું તમને પોલીસ ચોકી લઇને પહોંચું એ પહેલા તમારા જામીનના પેપર તૈયાર થઈ ગયા હશે. અને પછી 24 કલાકમાં હું તમારા સીસીટીવી ઓપરેટરની જેમ ગાયબ." ગણપતે કહ્યું. 

"કદાચ તને વિજયનની જેમ હાર્ટ એટેક પણ આવી શકે" સુમિતે હસતા હસતા કહ્યું. 

"મને ખબર છે વિજયનને હાર્ટ એટેક શું કામ આવ્યો. પણ હું છોડીશ નહીં."

"ઓલા અબ્દુલને સવારે પકડ્યો હતો 5 વાગ્યે શું થયું. મળી મારી એની સાથેની કઈ લિંક. એને તો હું ઓળખતો પણ નથી." સુમિતે કહ્યું.

"અચ્છા તો પછી આ શું છે?" કહી ગણેશને ફોટો બતાવ્યો.અને ઉમેર્યું "કોઈ પણ એક્સપર્ટે સાબિત કરી આપશે કે એ તમે જ છો. ઉપરાંત એક વાત તમારા ધ્યાનમાંથી બહાર રહી ગઈ કે મરીના બીચ પર ગયા અઠવાડીયે સીસીટીવી લાગ્યા છે. એમાંથી તમારી આખી ફિલ્મ મળી જશે." સાંભળીને સુમિત જીવનમાં પહેલીવાર સહેજ ખચકાયો. આમ તો એના માટે બહુ મોટી વાત ન હતી કઈ સાબિત થતું ન હતું. પણ થોડોક સમય માટે પણ કંપની બદનામ થાય એવી સ્થિતિ હતી "તારી કિંમત બોલ ગણેશન આ સુમિત દરેકની કિંમત આપી જાણે છે."

"મારી કિંમત તમે શું માનો છો. સુમિતજી?"

"તું જ કહે."

"તમારી નીચે કોન્ફરન્સ હોલમાં બધા નેતાઓ સાથે મિટિંગ છે એ એટેન્ડ કરો અને વિચારો મારી શું કિંમત હોવી જોઈએ. મને ખબર છે કે આ આખી ઘટનાથી તમને બહુ ફરક નહિ પડે. અને બાલા મણીનું ખૂન કરવા બદલ અગર અબ્દુલને જેલ થશે. તોય એ હસતા હસતા જેલમાં વયો જશે.પણ હું ઈચ્છું છું કે તમે મારી કિંમત બરાબર માંડજો.

xxx

લેન્ડ થયેલી ઇન્ટરનેશનલ ફ્લાઈટ માંથી એ ઉતર્યો અને થોડીવાર પછી એક્ઝિટ ગેટની બહાર આવી એણે એક ટેક્સી પકડી અને કહ્યું."દલામાલ ટાવર." એની મંજિલ હતી 'શેઠ અનોપચંદ એન્ડ કુ'. 

xxx

હોટલ રિલેક્ષ  ઇન્ટરનેશનલના રૂમ  નંબર 1313નું અટકાવેલું બારણું ધડાકાભેર ખોલીને જીતુભાએ અંદર પ્રવેશ કર્યો. એની ગન એના હાથમાં જ હતી ભૂરા સામે તાકી એ બોલ્યો "હેન્ડઝ અપ ભૂરા" પછી એણે ધ્યાનપૂર્વક જોયું તો પલંગ પર ભૂરાને વળગીને બેઠેલી નીતાને જોઈ એની આંખોમાં આશ્ચર્ય ઉદભવ્યું. બાજુમાં જ સિન્થિયા અને માર્શા બેઠા હતા. અને ચારેય મંદ મંદ મુસ્કુરાઈ રહ્યા હતા. 

"વોટ ધ હેલ  આ બધું શું ચાલી રહ્યું છે. અને નીતા મેડમ તમે? તમે આ ભુરાની ગર્લફ્રેન્ડ?"

"આવ આવ જીતુભા. અમે તારી જ રાહ જોઈ રહ્યા હતા. જોયું નીતુ ડાર્લિંગ મેં કહ્યું હતું ને કે 2-3 મિનિટ રાહ જોઈએ. જીતુભા આવતો જ હશે." 

"કોઈ મને કહેશો કે આ બધું શું ચાલી રહ્યું છે?" જીતુભાએ ફરીથી પૂછ્યું.

"બેસી જાવ જીતુભા. અને તમારી ગન ખીસામા રાખી દો. તમે તો મુંબઈની ફ્લાઇટ પકડી હતીને. તમે અહીં ક્યાંથી?" નીતાએ પૂછ્યું. 

"મને ભૂરા પર શંકા હતી એટલે મેં શેઠજી ને વાત કરેલી એમણે  મને રાત્રે ફોન કર્યો કે તારી ટિકિટ કેન્સલ કરી નાખી છે. અને સિન્થિયાને કહેજે 4 વાગ્યે ભુરાની રૂમ પર પહોંચી જાય અને તું પણ એરપોર્ટથી સીધો ભુરાની રૂમ પર પહોંચી જજે અને એની હકીકત જાણજે. પણ નીતા મેડમ તમે આ ભુરાની ગર્લફ્રેન્ડ તો તો નિનાદ..?"

"બધું કહું છું શાંતિ રાખો જીતુભા. આ ભુરાએ મને બ્લેકમેલ કરીને અહીં બોલાવી હતી. તમને કહ્યું મારી ગર્લ ફ્રેન્ડ આવે છે. પણ પપ્પાજીનું સુરક્ષા કવચ જોરદાર નીકળ્યું અને ભૂરો મને પામે એ પહેલા. હાહાહા" કરી નીતા હસવા માંડી. 

"ખરેખર મેં નહોતું વિચાર્યું કે સિન્થિયા અને માર્શા  અહીં આવી પહોંચશે. મને જીતુભાની તો ખાતરી હતી કે એ આવશે. પણ નીતા તને જોઈને એની બોલતી બંધ થઈ જશે એવું હું વિચારતો હતો." ભૂરાએ કહ્યું. 

"શેઠ જી એ જો મને ખબર પડવા દીધી હોત કે નીતા મેડમ લંડન આવે છે તો મેં ભૂરા ને ત્યારે જ ખતમ કરી નાખ્યો હોત ."

"એટલે જ પપ્પાજીએ તમને નહીં કીધું હોય જીતુભા. નહીં તો હું વિધવા થઈ જાત. કૈક ગંભીર અવાજે નીતા બોલી અને ઉમેર્યું. "એક વખત મેં ઘરનાઓની સુરક્ષા વિશે કંઈક શંકા કરી હતી. એટલે આ ભુરીયા ઉર્ફે નિનાદયાએ આ આખું કાવતરું ઉભું કર્યું." સાંભળીને જીતુભા આશ્ચર્ય પામી ગયો. અને પૂછ્યું. "આ ભૂરો, ભૂરોજ નિનાદ સોરી નિનાદ ભાઈ છે?" 

"યસ, જીતુભા કોઈ શક? હા તને શક પડી ગયો કે હું ઓસ્ટ્રેલિયા શું કામ ન ગયો.અને મારી ગેમ બગડવા મંડી. પણ પપ્પાજીની ક્ષમતા વિશે. નીતાને જે શંકા હતી એ પહેલા અહીં સિન્થિયાને અને માર્શા ને જોઈને, અને પછી તને જોઈને દૂર થઈ ગઈ."

"પણ સમજો કે મને વ્હેમ ન પડ્યો હોત તો?" જીતુભા એ પૂછ્યું. 

"તો ગઈ કાલે આખા દિવસમાં હું એ વહેમ ઉભો કરાવત. અને જો તું ઇન્ડિયા ચાલ્યો જાત તો આ નીતા સાથે એને બ્લેકમેલ કરીને રોમેન્ટિક ટાઈમ પાસ કરત." નિનાદે નીતાને પોતાની નજીક ખેંચતા કહ્યું. 

"હવે રહેવા દેને ડાયા.ભૂલી ગયો પાંચ મિનિટ પહેલા ગીડગીડાતો હતો. 'નિતલી એને પ્રેસ ન કરતી મારે ઝેરી સોય થી નથી મરવું." કહેતા નીતા એની બાહોમાં સમાઈ ગઈ. અને ઉમેર્યું "મને છેક ત્યાં સુધી ખબર નહોતી પડી. હું તો આટલા વરસો થી તારી સાથે રહું છું હું ન ઓળખી શકી તો આ સિન્થિયા ક્યાંથી ઓળખી શકે અને જીતુભા તો તને પહેલીવાર કાલે રૂબરૂ મળ્યો. પણ તે જયારે ઝેરી સોયની વાત કરી એ જ વખતે મને ખબર પડી કે  જેના માટે હું મારી ઈજ્જત દાવ પર લગાવી ને આવી હતી એ તું જ હતો. કેમ કે આ અંગૂઠી વિષે માત્ર તું અને હું 2 જ જાણીએ છીએ."

"ના નીતુ. આપણા 2 ઉપરાંત પપ્પાજી મોહનલાલ સુમિત અને સ્નેહા ભાભી. આટલાને ખબર છે અને સ્નેહા ભાભી પાસે પણ આવી વીટી છે. ખાસ આવા અવસર માટે. પણ ચિંતા કરવાનું કોઈ કારણ નથી. કંપનીનું સુરક્ષા કવચ બધાને માટે છે. આ માર્શા કેવી હાલતમાં ફસાઈ હતી.ખબર છે ને. કંપનીનું સુરક્ષાકવચ એક્ટિવ થયું અને અડધો કલાકમાં માર્શા આઝાદ થઈ ગઈ."

"પણ સર, અમારી પ્રાઇવસી નું શું? " માર્શા એ પૂછ્યું.

"તમે બધા મને અને નીતાને નામથી જ બોલાવો. અને તમારું સુરક્ષા કવચ ત્યારેજ એક્ટિવ કરવામાં આવે છે જયારે તમે કોઈ એવી મુસીબતમાં હોવ અને તમને મદદની જરૂર હોય. બાકી સામાન્ય સંજોગોમાં તમારી પ્રાઇવસી માં કોઈ દખલ નથી દેતું. કંપનીના કોઈ સિનિયર મોસ્ટની રીક્વેસ્ટથી જ તમારું લોકેશન શોધીને તમને બનતી મદદ પહોંચાડવામાં આવે છે."

"મારુ લોકેશન કેવી રીતે મળ્યું? માર્શા એ પૂછ્યું.

"તારા ડાયમંડના એયરીંગ પરથી. અને હવે તું જયારે ક્યાંય પણ જાય તો આ એયરીંગ પહેરીને જ જજે." જીતુભાએ  કહ્યું. 

"પણ તે હાઈટ કેવી રીતે વધારી એ તો કહે. આ મોઢા પર માસ્ક અને હાથ પરના નિશાન તો સમજ્યા." નીતા એ કહ્યું. 

"વેરી સિમ્પલ" પોતાના ચહેરા પરનો માસ્ક દૂર કરતા નિનાદે કહ્યું. "જેમ તમે ગર્લ્સ હિલ પહેરો છો એવા આ સૂઝ છે. માત્ર એની હિલ બહાર નથી દેખાતી. ઓકે સિન્થિયા હવે બધા માટે કૈક પીવાનું મંગાવ મારે કેટલીક સિરિયસ વાતો કરવી છે. સાંજે તો જીતુભાની ફ્લાઇટ છે."   

xxx

 રાજકીય નેતાઓ સાથેની મુલાકાત બહુ સારી કે અત્યંત ખરાબ ન રહી. પહેલી વાર એવું બન્યું હતું કે એક સાથે બધી પાર્ટીના નેતાઓ એક કંપનીમાં ડોનેશન માટે આવ્યા હતા. બધાને ચા નાસ્તા સાથે આવકાર્ય બાદ સુમિતે બધાને આવવાનું કારણ પૂછ્યું.

"સાહેબ, તમારી કંપની બહુ મોટી છે. રાજ્યમાં અને કેન્દ્રમાં કોઈ પણ સમયે ચૂંટણી થઇ શકે એમ છે. અમને બધાને પાર્ટી ફંડ જોઈએ છે." ગુરુએ બધી પાર્ટી વતી કહ્યું. 

"એ તો વર્ષોથી જે  રિવાજ છે એ મુજબ બધાને અમે આપીએ જ છીએ." સુમિતે કહ્યું.

"પણ તમારી જે હેસિયત છે એ મુજબનું નથી આપતા."

"હું મારી નહીં તમારી પાર્ટીની હેસિયત મુજબ આપું છું." સુમિતે કહ્યું અને જબરો કોલાહલ થઇ ગયો. બધા એક સાથે બોલવા લાગ્યા. સુમિત 3-4 મિનિટ શાંતિથી બેસી રહ્યો પછી એને ઉંચે સાદે કહ્યું. "મેં મારી મરજી મુજબ બધા પક્ષ માટે ચેક બનાવડાવ્યા છે જેને જોઈએ એ પાર્ટી રસીદ આપીને ક્રિશ્ના સ્વામી પાસેથી લઇ શકે છે. જેમને ન જોઈએએ જઇ શકે છે." કહી કોન્ફરન્સ રૂમમાંથી બહાર જવા ઊભો થયો.

"સુમિત જી તમે આ બરાબર નથી કરી રહ્યા.” અમ્માના ખાસ માણસ ગુરુ અન્નાએ કહ્યું. અને ઉમેર્યું. “તમારી ઓફિસમાં તમારી કેબિનમાં ગઈ કાલે એક ખૂન  થયું તમારા એક મેનેજરને આજે અચાનક એટેક આવ્યો તમારા સ્ટાફનો એક માણસ ગાયબ છે.  અમારી સાથે સંબંધ બગાડતા પહેલા વિચાર કરજો. ક્યાંક મુસીબતમાં ન પડી જવાય. નહીતો આ ગાડી બંગલો ઓફિસ.."

"ગેટ આઉટ" સુમિતે રાડ નાખી. અને ક્રિષ્ના સ્વામી પાસેથી ગુરૂ અન્નાની પાર્ટી માટે નો ચેક માંગ્યો 5 કરોડનો ચેક હતો. સુમિત ગુરુ અન્નાની નજીક ગયો એને ચેક બતાવ્યો અને પછી એની સામે જ ફાડી નાખ્યો અને પછી શાંતિથી કહ્યું "મિટિંગ પૂરી હવે તમે લોકો જઈ શકો છો. અને જેને જે કરવું હોય એ કરવા સ્વતંત્ર છો." કહી કોન્ફરન્સ રૂમની બહાર આવી ગયો બધા અવાચક બની ને એને જોતા રહ્યા. 

xxx

સુમિત મેનેજરની કેબિનમાં પહોંચ્યો ત્યારે ગણેશન એની રાહ જોઈને ત્યાંજ બેઠો હતો. સુમિત કેબીનના એટેચ્ડ બાથરૂમમાં જઇ મોં ધોઈ બહાર આવ્યો પોતાની ખુરશી પર બેઠો આજે કલાક પહેલા ગણેશને એને અંદર થી હચમચાવી મુક્યો હતો. એટલે જ જનરલી શાંતિથી બધી ડીલ કરનાર સુમિતનો મગજ ત્યાં બધા નેતાઓ સામે ગરમ થઇ ગયો હતો. ગણેશન ની સામે બેસી એણે સ્મિત કર્યું અને કહ્યું "તારી કિંમત બોલ." 

xxx

"એ અત્યારે ક્યાં છે?" એણે પૂછ્યું.

"દાદર માર્કેટમાં ખરીદી શોપિંગ કરવા ગઈ છે. લગભગ 2 કલાક થયા હવે 15-17 મિનિટમાં નીકળશે." 

"ઠીક છે." કહીને એ બહાર આવ્યો. 

"અરે પૂરું સાંભળતો ખરો" એને જવાબ આપનારે કહ્યું પણ એનું ધ્યાન ન હતું. એ બહાર આવ્યો અને પોતાની કાર દાદર તરફ ભગાવી. 

 ક્રમશ:

 તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો. 

 

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 4 માસ પહેલા

Nishi

Nishi 1 વર્ષ પહેલા

Parul

Parul 1 વર્ષ પહેલા

Bhimji

Bhimji 1 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 1 વર્ષ પહેલા