TAlash - 2 - 18 books and stories free download online pdf in Gujarati

તલાશ 2 - ભાગ 18

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. 

 વાહ સર, આ તો જબરું થયું જેને માટે આખી રાત બગાડી એ વસ્તુ આખરે હાથમાં આવી ખરી." આસિસ્ટન્ટે કહ્યું.

"ભાઈ, તે અને કાકા એ કઈ ઓછી મહેનત નથી કરી. પણ આ જરૂરી હતું નહીં તો એ લોકોને આપણા પર વિશ્વાસ ન બેસત કે આપણે એમની સાથે છીએ."

"સાચું ગણેશન.પણ હવે એ લોકો ને અવિશ્વાસનું કોઈ કારણ નહીં રહે. એક કામ કર તું ઘરે જા અને ફ્રેશ થઇને સુમિતને મળવા પહોંચી જા." ખબરીએ કહ્યું કે જે ગણેશનનો સગો કાકો હતો. અને આસિસ્ટન્ટ એનો સગો દીકરો હતો. 

"ભલે કાકા હું જાઉં છું." કહી ગણેશન ફ્રેશ થવા પોતાના ઘરે ગયો. જયારે આસિસ્ટન્ટ ત્યાં ચોકીમાં જ એના બાપુ (ખબરી) એ લાવેલા કપડાં બદલ્યા. અને પછી ચા નાસ્તો મંગાવ્યા. ચા નાસ્તો કરી ને એ સુમિતની ઓફિસે જવા નીકળ્યો.

xxx

"મુંબઈ થી લંડન આવનારી ફ્લાઈટ લેન્ડ થઈ ગઈ છે. પેસેન્જરો એક્ઝિટ ગેટ નંબર 4 થી બહાર આવશે." એનાઉન્સમેન્ટ સાંભળીને ભૂરો ઝૂમી ઉઠ્યો અને જીતુભાને કહ્યું. "ચાલ જીતુભા, આમેય તારા ચેક ઈન નો સમય થઇ ગયો છે. નહિતર તને મારી ગર્લફ્રેન્ડ ને મળાવત." 

"કઈ વાંધો નહિ ભૂરા નસીબમાં હશે તો ફરી ક્યારેક મળી લઈશ." કહી જીતુભા એ પોતાની ટ્રોલી ખેંચી ને એન્ટ્રી ગેટ નંબર 2 બાજુ જવા માંડ્યું. ભૂરા એ નીતાને ફોન કર્યો "4 નંબરના એક્ઝિટ ગેટની સામે જ મેકડોનાલ્ડના એક આઉટલેટ છે ત્યાં ઉભો છું. ત્યાં પહોંચીને મને રિંગ માર. હું તને ઓળખી લઈશ." 

xxx

આળસ મરડતા સોનલ પથારીમાંથી ઉભી થઇ ફઈબા 2-3 વાર ઉઠાડી ગયા હતા હવે નારાજ થશે. વિચારતા એ પરાણે ઉભી થઇ અને બારી પાસે પહોંચી બગાસું ખાતા ખાતા એણે બહાર  નજર કરી ઘરની સામેની સાઈડમાં પાનની દુકાન પર સૂર્યકાન્ત પવાર સિગારેટ પીતો ઉભો હતો. એક હળવું સ્મિત એના ચહેરા પર આવ્યું. એને મનોમન વિચાર્યું હવે એ પવાર સાથે વાત થાય ત્યારે એને સમજાવવું પડશે કે આટલી સિગરેટ તબિયત માટે હાનિ કારક છે.

xxx

મેકડોનાલ્ડ પાસે આવીને નીતાએ ચારે તરફ નજર ફેરવી. અને મનોમન વિચાર કર્યો કે 'કાશ.જીતુભાની ફ્લાઇટ લેટ હોય અને એ અહીં એરપોર્ટ પર મળી જાય. એમ તો એણે પોતે એને ખાલી કહ્યું હોત કે તારું કામ છે લંડનમાં એકાદ દિવસ રોકાઈ જા તો એ ના ન કહેત. પણ પોતાને ભૂરાને મળવાનું હતું એ એને કેમ સમજાવવું. અને જો જીતુભાને સમજાય કે પોતે કોઈ દ્વારા બ્લેકમેઇલ થઇ ને અહીં આવી છે તો તો કેટલી ગરબડ થઈ જાય પોતે સોસાયટીમાં અત્યાર સુધી જે રીતે ગર્વભેર ફરે છે એ બધું એક જ મિનિટમાં ખતમ થઇ જાય. અને ધારો કે જીતુભા આ બધું કોઈ ને ન કહે તો પણ જીતુભા એ અહીં રોકાઈ જવાનું કારણ તો સિન્થિયાને તો કહેવું પડે પોતાના સ્ટાફની સામે પોતે એ બધાની માલકીન એક બિચારી અબળા ની જેમ બ્લેકમેલ થઇ ને કોઈની સાથે રોમેન્ટિક ક્વોલિટી ટાઈમ પસાર કરવા આવી છે એ જાણ્યા પછી પોતાના સ્ટાફ સામે પોતાની માલકીન ની શું ઈજ્જત રહે.' 

પોતાના મગજમાં ચાલતા વિચારોની હારમાળાને ભારપૂર્વક દબાવતા નીતા મનોમન બોલી 'સા... હલકટ ભૂરા એક વાર સામે આવ, જ્યાં સુધી નિનાદનો પત્તો ન મળે ત્યાં સુધી જલસાથી જીવી લે એક વાર ગમે તે કિંમતે તારો ફોન તારી પાસેથી દૂર થયા પછી તને સમજાવીશ કે આ નીતા નિનાદ અગ્રવાલ ના સપના જોવા પણ કેટલા મોંઘા પડે છે જયારે તારે તો મને જીવતી પામવી હતી.'  

"હાય નીતુ ડાર્લિંગ," પાછળથી આવેલા અવાજથી નીતા ચોંકી ઉઠી. પાછળ એક ફ્રેન્ચ કટ દાઢી ધારી સખ્શ ઉભો હતો વ્હાઈટ શર્ટ અને જીન્સમાં લગભગ નિનાદની જ કદ કાઠી નો. પણ નીતાએ ધ્યાનથી નિરીક્ષણ કર્યું એ નિનાદ થી લગભગ 2-3 ઇંચ ઉંચો હતો ચહેરા પર ચાકુનો એક લાંબો ઘાવ અને જમણા કાંડા પાસે વાગેલ બુલેટનું નિશાન. ભૂરા એ નજીક આવીને એકદમ નીતાને ભેટી પડ્યો પણ નીતાએ એક નાનકડું હગ કરી ને જરાક અળગી થઇ અને કહ્યું "બિહેવ યોર સેલ્ફ ભૂરા. અહીં મને ઓળખનારા લગભગ 200 જણા હશે અને તે કહ્યું હતું કે હું તને મળવા આવું તો.."

"યાદ છે ડાર્લિંગ, કે પછી તને જાનુ કહું નિનાદની જેમ" ગંદુ હાસ્ય કરતા ભૂરાએ કહ્યું. અને ઉમેર્યું "મને યાદ છે કે મેં કહ્યું હતું કે તું મળવા આવીશ તો હું કોઈ ને ખબર નહીં પાડવા દઉં અને કાલે રાત્રે 9 વાગ્યે તું હોટલ છોડીશ ત્યારે તને ખબર હશે કે નિનાદ ક્યાં છે."

"એ કાલે રાત્રે નવ વાગ્યાની બદલે અત્યારે જ મને જણાવી દે હું તને રૂપિયા થી નવડાવી દઈશ." નીતા એ કહ્યું. 

"નહાવાની જરૂરતો મને પણ લાગે છે. આપણે હોટેલ પર પહોંચીને એટલે તારા હાથેથી મને...  આઈ મીન . આપણે એક સાથે સાવર ..." ગંદુ હસતા ભૂરા એ કહ્યું.અને પછી ઉમેર્યું. "હવે જલ્દી ચાલ હોટલ પર પહોંચી જઈએ નહીં તો અહીં એરપોર્ટ પર તને ઓળખનારા ઘણા નીકળશે. અને નાહકની તને તકલીફ થશે."  

xxx

"સુમિત ગ્રુપ ઓફ કંપનીઝ ની મદ્રાસની હેડ બ્રાન્ચની ઓફિસમાં અત્યારે ધમાલ ચાલી રહી હતી. ગઈ કાલે એક પ્યુન મરેલી હાલતમાં મળ્યો હતો એની તપાસ પોલીસ દ્વારા ચાલુ હતી. જયારે આજે સવારે લગભગ 9-35 વાગ્યે ખબર આવ્યા હતા કે એચ આર ડિપાર્ટમેન્ટ હેડ વિજયન ને હાર્ટ એટેક આવ્યો છે. એક પછી એક આવી રહેલા નેતાઓએ આ સમાચાર સાંભળ્યા અને અસમંજસ માં પડી ગયા હવે શું કરવું સુમિતને મળવું કે નહીં. એટલામાં મુરુગન બહાર આવ્યો અને બધા નેતાઓને કોન્ફરન્સ રૂમમાં જવાનું કહ્યું. ગણપત આ બધું ધ્યાનથી જોતો સાંભળતો હતો.એક વિજયી સ્મિત સાથે એ સુમિતને મળવા મેનેજરની કેબિનમાં પ્રવેશ્યો. 

xxx

20 મિનિટ પછી હોટેલ રિલેક્ષ ઇન્ટરનેશનલના રૂમ નંબર 1313 ના દરવાજે ભૂરો અને નીતા ઉભા હતા. એની પાછળ જ નીતાનો સમાન લઇ ને એક વેઈટર આવી રહ્યો હતો એણે સમાન દરવાજા પાસે મૂક્યો. "હાલ હવે બારણાં નું લોક તો ખોલ" ભૂરાએ કહ્યું. 

"સાહેબ લોક નથી લગાવ્યું અંદર સિન્થિયા મેમ ને માર્શા મેમ છે." વેઈટરે કહ્યું અને ભુરાની આંખો પહોળી થઇ ગઈ, જયારે નીતાના ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ. ભૂરાએ વેઈટરને જવાનું કહ્યું અને નીતાનો હાથ પકડીને લોબીની રેલિંગ સુધી લઇ ગયો. અને દાંત પિસ્તા કહ્યું. "આ બધા તારા કારસ્તાન લાગે છે. એ બેઉને તો હું સિન્થિયાના ઘરે મૂકી આવ્યો હતો. અહીં ક્યાંથી આવી?"

"મને શું ખબર અને તને શું લાગે છે કે હું પોતે જ મારી બદનામી થાય એ માટે એ બંનેને અહીં બોલવું? મૂર્ખ જરા વિચાર તો કર. અને તારો પ્લાન બકવાસ હતો તારે કોઈ બીજી હોટલમાં ઉતરવું જોઈતું હતું. આ હોટેલ અને આ રૂમ તો તને ખબર હશે જ કે પરમેનન્ટ નાસા માટે બુક રહે છે. જીતુભા પણ અહીં ઉતર્યો હતો. હવે હું જાઉં છું. મારે એ સિન્થિયાની સામે..." એનું વાક્ય અધૂરું રહ્યું કેમકે રૂમ નંબર 1313 નું બારણું ખુલ્યું હતું સામે સિન્થિયા અને માર્શા હાથમાં ગન લઇ ને ઉભા હતા. સિન્થિયાએ ભૂરાને કહ્યું "તારી ગન આપ. અને બંને અંદર આવી જાવ ટાઢમાં મરી જશો."

xxx

કરાચીના એક પોશ એરિયામાં કે જ્યાં પાકિસ્તાનના ટોચના અધિકારીઓ ના બંગલા હતા એમાના એકના પ્રાંગણમાં ઝૂલા પર નાઝ બેઠી હતી સામે રહેલી 2 ખુરશી પર 2 મધ્ય વયસ્ક મહિલાઓ બેઠી હતી. 

"ચાચી, મામી, ઓલા બે ઉલ્લુના પઠ્ઠા શું કરે છે."

"એ બંને સુતા છે." બે માંથી એકે જવાબ આપ્યો.એ નાઝની ચાચી હતી.

"બન્ને તમારે ત્યાં જ સુતા છે?' 

"હા જ્યારથી તને રાજસ્થાનથી બચાવી હતી ત્યારથી બન્નેની પહેલા જેવી જ દોસ્તી થઇ ગઈ છે." ચાચીએ કહ્યું.

"પણ એ બન્ને વચ્ચે શું તારા લીધે જ મગજમારી થઈ હતી?" મામી એ પૂછ્યું.

"હા મામી. હવે એ બન્ને મુર્ખાઓ સમજતા નથી કે હું એક જ છું. મારી જુડવા બહેન હોતતો અમે બન્ને એ બેઉને પરણી જાત" સહેજ હસતા નાઝે કહ્યું. 

"પણ તું કોને પરણવા માંગે છે." ચાચી-મામી બંને એ સાથે પૂછ્યું.  

"હું નક્કી નથી કરી શકતી મને બંને ગમે છે."નાઝે હવે ખીલખીલાટ હસતા કહ્યું. 

"પણ એવું કેવી રીતે બને તારે કોઈ એક ને જ પસંદ કરવો પડશે."ચાચીએ કહ્યું.

"હું પસંદ કરી ચુકી છું." સિરિયસ થતા નાઝે કહ્યું. અને ઉમેર્યું “હું પસંદ કરી ચુકી છું. મારા ફરજ ને મારા દેશની ઉન્નતિને હું એ બેઉ તો શું બીજા કોઈને પરણી ન શકું. કેમ કે મારી ફરજ મને નિકાહ કરવા, પોતાના ખાવિંદ સાથે મોજમજા કરવા, પોતાના સાસ સસુરની ખિદમત કરવા જેટલો સમય આપી શકે એમ નથી. આપણો મુલ્ક દુનિયામાં કેટલો પાછળ છે કેટલા દુશ્મનો છે એ બધું હું નજર અંદાજ ન કરી શકું."

"પણ બેટી તો પછી તારી જિંદગી. તારા સમણાંઓ તારું ઘર તારો પોતાનો પરિવાર તારા બચ્ચાઓ." મામીએ કહ્યું.

"મારો પરિવારતો તમે લોકો જ છો હું કેટલી નસીબદાર છું કે, 2 સાસુ અને 2 સસરા છે મારે અને ઇ ચારેય ઉપરાંત મારા 2 ખાવિંદ. અને એ પણ એવાકે, મારા માટે જ નહીં મારા કહેવાથી કોઈની પણ જાન લઇ લે,  અથવા મારા માટે જાન આપી દે એવા. બાકી તમે જે કહો છો એવા પરિવાર માટે મારી પાસે એટલો સમયજ ક્યાં છે. એટલે તો એ બન્ને ને પરણવાની લાલચ આપ્યા કરું છું નહીં તો એ બે માંથી એક ને પરણી ને અત્યારે 2-3 બચ્ચાંની માં બની ગઈ હોત, ખેર એ બધું છોડો મામુજાન અને ચાચુ જાન ક્યાં છે?

"એ લોકો ક્યાં કદી કોઈ ને કઈ ને જાય છે કે પોતે ક્યાં જાય છે. રોજ ખુદાને પ્રાર્થના કરીએ છીએ કે એ સહી સલામત રહે."

"નાઝ, એ બંને અત્યારે મદ્રાસમાં છે.” ઘરમાંથી બહાર આવી રહેલા અઝહરે કહ્યું. 

"અને ત્યાં જલસાથી રૂપિયા ઉડાવે છે. અરબસ્તાનના એક નવોદિત શેખ અને એના મેનેજર બનીને" શાહિદે કહ્યું.  

xxx

"ભૂરા હવે તારો ખેલ ખલાસ" ઝાટકો મારીને ભુરાના ખિસ્સામાંથી એનો ફોન ખેંચીને નીતાએ કહ્યું. 

"એ છોકરી, તું પણ બહુ શાણી ન થા. જલ્દી અંદર આવો.અને બતાવો નિનાદ ક્યાં છે." દરવાજો અટકાવતા સિન્થિયાએ કહ્યું. 

"સિન્થિયા આ ભૂરા એ નિનાદ ને ક્યાંક.."

"ચૂપ, તું પણ એના સાથે જ ભળેલી છો.  અરે.. તું .. તું તો નીતા છે. સોરી નીતા મેડમ તમે.. તમે પણ આ ભૂરા સાથે ભળેલા છો તમે પોતે જ તમારા ઘણીને ગાયબ કરાવી દીધો. તમે આ ભૂરા સાથે..? ઓહ્હ ગોડ." સિન્થિયાએ કહ્યું. ભૂરો આ બધું સાંભળીને મંદ મંદ મુસ્કુરાતો હતો. 

"શટ અપ, સિન્થિયા હું આવાની સામેય ન ઉભું. હું એની સાથે અહીં હોટેલના કમરામાં રોકાઈ શકું એવું લાગે છે તને." નીતાએ પૂછ્યું. 

"માન્યામાં નથી આવતું." સિન્થિયા એ કહ્યુ.

"નીતુ. જાનુ આપણી બાજી ઉઘાડી પડી ગઈ છે. હવે છુપાવવાનો કોઈ ફાયદો નથી. જો સિન્થિયા આમ તો એ તારી અંગત બાબત છે. પણ તું પૂછે છે તો તને યાદ કરવું. તું અને ચાર્લી.." ભૂરા એ કહ્યું. અને ઉમેર્યું. "એ જ રીતે આ મારી જાનુ નીતા ડાર્લિંગની અંગત બાબત છે. જો કોઈને વાંધો હોય તો નિનાદ કે એના ઘરનાને હોય તને કોઈ વાંધો ન હોવો જોઈએ. હવે રહી વાત એને ખબર ન પડે એની તો તારી કિંમત બોલ મારી નીતુ ડાર્લિંગ પાસે બહુ રૂપિયા છે "

"હરામખોર હવે કહે કે નિનાદ ક્યાં છે નહીતો.." નીતા એ કહ્યું અને પછી ઉમેર્યું "સિન્થિયા આ ભૂરા એ મને ફોન અને મેસેજ કરેલા કે નિનાદની ખબર મેળવવી હોય તો હું એને એકલી એની રૂમમાં મળું જો હું તને કે જીતુભા ને કહેત તો એ નિનાદ ને .."

"નિનાદના ખબર તો હજી હું એકલો જ આપી શકું એમ છું." અટ્ટ હાસ્ય કરતા ભૂરો બોલ્યો. "મને ગન નો કોઈ ડર નથી. અને નીતુ ડાર્લિંગ આટલી ધમાલ પછી પણ આપણી ડીલ ઓપન છે આ સિન્થિયા અને માર્શાને  વિદાય કર અને  કાલ રાત સુધી..." એનું વાક્ય અધૂરું રહ્યું પાછળથી માર્શાએ મારેલ લાતથી ભૂરો ધકેલાયો અને રૂમના બેડ પર પડ્યો.

ક્રમશ:

 

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો. 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED