ઉચો અવાજ
'ઘણીવાર તે શિક્ષા લેવાની પધ્ધતિ બને છે'
ક્યારેક ક્યારેક એક ઉચો અવાજ પણ મનુષ્યને શિક્ષા અને જ્ઞાન આપી જાય છે. જ્યારે કોઈ માણસને કઈ આવડતું ના હોય અને જો આવડતું હોય અને કાં તો કામ કરવામાં ભૂલો કરતો હોય, તો તેનાં સાથી માણસ કે મિત્રો કે કુટુબીજનોના એક ઉચા આવાજથી જો વાત કરે કાં તો ઠપકો આપે તો તે માણસને જ્ઞાન અને શિખ મળી જતી હોય છે. આ થયા પછી તે જાતેજ પાંછો પ્રયત્ન કરીને પોતાનું કાર્ય કરવા લાગતો હોય છે.
અહીયાં ઉચો અવાજ એટલે કે કોઈ ઘોંઘાટ જેવું વાતાવરણ ઉભું કરવાનું નથી પણ એક એવો ઉચો અવાજ જેનાં દ્વારા મનુષ્યને કઈક અલગ પ્રેરણા મળતી હોય છે. જે લોકો આવાં ઉંચા અવાજને કઈક અલગ રીતે અને ખોટી રીતે જો મનમાં લઈ લે તો તેનાં માટે કોઈ ફાયદાકારક નથી અને દુઃખી થાય છે.
ઘણીવાર મોટી કંપનીમાં કર્મચારીઓ નોકરી કરતા હોય ત્યારે તેના કામ માટે સહપાઠીઓ અને બોસ કે લીડર તરફ્થી ઉચા અવાજમાં વાત કરતા જોવા મળે છે. મોટા ભાગે લીડર કે બોસ પણ ખોટાં નથી હોતા, પણ તેનાં વર્ષોનાં અનુભવ મુજબ તેમનાં કર્મચારીઓ દ્વારા કામનું રીઝલ્ટ નથી મળતું હોતું એટલે તે લોકોને ઉચા આવાજથી બોલવુ પડે છે. પરંતુ આ ઉચો અવાજ જો માણસને કઈક શીખવાની ભાવના હોય તો તેને જ ફાયદાકારક નીવડે છે, બાકી બીજા કોઈને નહિ. જો લીડર કે બોસની વાત માનીને અને ખોટું ના લગાડીને તેમાથી શિક્ષા કે શિખ લઈને તે કર્મચારી કામ પાર પાડી દે તો તે જ લીડર કે બોસ દ્વારા તેની સરાહના અને કદર પણ કરે છે.
કરોડો વાર ખોટું બોલે,
હજારો વાર થાય પાપો,
ના મળે કદી શાંતિ,
સુખ તો રહે કોષો દૂર,
બને ક્ષણેે ક્ષણે જો સારા,
તો મળે સુખ જીવને અંત સુધી..
એક શહેરમાં એક વાર એક બેન જેમનું નામ સવુબેન તેના ભાઈનાં ઘરે રોકાવવા અને મળવા ગયેલાં. તેનાં ભાઈ શરદભાઈને એક નાનો દીકરો હતો. તે સુંદર અને સરસ કોમળ સ્વભાવનો હતો. શરદભાઈની પત્ની કમળાબેન રોજ તેનાં નાનાં દિકરાને સવારે જાતે નવડાવતા. એટલે રોજની એક આદત બની ગઈ કે મમ્મી પાસે જ રોજ નાહવું.
એક સવારે એમ બન્યું કે નાનો દિકરો નાહવા માટે બાથરૂમમાં પહોંચી ગ્યો અને મમ્મી કમળાબેન રસોઇ બનવવામાં વ્યસ્ત હતાં. નાના દિકરાએ મમ્મી કમળાબેનને સાદ કરીને કહ્યું કે મમ્મી...ઓ..મમ્મી, મને નવડાવી દો.
કમળાબેન તો વ્યસ્ત હતાં એટલે દીકરાના ફઈબા આ સાંભળી ગયા એટલે સવુબેન જોરથી એક ઉચો આવાજ તેનાં ભત્રીજાને કર્યો અને ઠપકો આપતાં કહ્યું કે છાનો-માનો જાતે નાહવા માંડ, આટલો મોટો થયો તોય જાતે નથી નાહી લેતો.
બસ આજ ઉચો અવાજ સાંભળીને નાનો દિકરો મમ્મીને બોલાવ્યાં વગર જાતે જ ફટાફટ નાહી લીધું. હવે તે દિકરો રોજ સવારે જાતેજ કોઈને પણ બોલાવ્યા વગર નાહી લેતો. બસ આવી જ શિખામણ જો દરેક મનુષ્ય લઈ લે તો તે જીવનમાં સુખી થાય છે.
વાત નિકળે મુખ માથી,
લાગે ઘણી વાર મીઠી,
તો લાગે ઘણી વાર તીખી,
જીવનમા ઉતારે એના અર્થને,
તો બને એ જલ્દી સુખી...
મતલબ કે એક ઉચો અવાજ માણસને બહુ સરસ પ્રેરણા આપી જતો હોય છે. આમ ઘણી વાર કામ કરતાં હોવી ત્યારે મનુષ્ય ને કોઈનાં કોઈ દ્વારા શિક્ષા મળતી હોય છે. એટલે એવાં મનુષ્ય પ્રત્યે થોડો પણ ઈર્ષા ભાવ ના રાખવો જોઈએ.
"Do your work self"
"તમારું કામ તમે જાતે જ કરો"
મનોજ નાવડીયા
Manoj Navadiya
E mail: navadiyamanoj62167@gmail.com