કોને ભૂલુંને કોને સમરુ રે - 99 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 99

ચંદ્રકાંતને હડસેલીને જે માનુની અંદર ધસી ગયા...હતા તેને કંઇંક કહી દેવા ચંદ્રકાંત ઉભાથયા.પુષ્પાદીદીનું હાસ્ય રોક્યુ રોકાતુ નહોતુ ...દુર્ગાદેવીએ સીધી રસોડામા એન્ટ્રી લીધેલી ત્યારે મેનર્સતો હોય કે નહી ?કોઇ ચંદ્રકાંતને પુછે પણ કે આપ કોણ ?આતો સાક્ષાત્ દુર્ગાદેવી .હવે ચંદ્રકાંતનોવારો હતો ... ચંદ્રકાંતે પાછળ પાછળ રસોડામાં એન્ટ્રી લીધી..."હી ઇઝ માઇકઝીન...ચંદ્રકાંત...ચંદ્રકાંત શી ઇઝ પ્રોફેસર મીસીસ દાસ એન્ડ શી ઇઝ સોનાંગી.." ચંદ્રકાંતનીબરોબર લગોલગ પાછળ આવી ગયેલી રુપરાશીનુ નામ સોનાંગી છે જાણ્યું.

બન્નેએ ચંદ્રકાંતને હલ્લો હાઇ કર્યુ...

"સોનાંગી યુ સીટ ઇન ડ્રોઇંગ રુમ એંજોઇ કંપની ચંદ્રકાંત ગો ..."પુષ્પાદીદી

બે મીનીટ કામરુપ દેશની પરીને જોઇને આવાચક થઇ ગયા..."આપ બોંગોલી હૈ..?"

"નહી જી હમતો ઉસસેભી ઉપર હૈં.." પરી ખીલખીલાટ હસી પડી

"હેં ?મૈ કુછસમજા નહી ...મુઝે ઇતના માલુમથાકી બોંગોલીકો હીંદીકે કહી અક્ષર માલુમ નહી હૈ ... જૈસે કી અસલ નામ બંગાલ હૈ તો બોલેંગે બોંગોલી ..ક્યા આપ સબ બોંગોલીઓ કે મુહમે રોસોગુલ્લાભરા હી રહેતા હૈ ? ..આપને બોલા બોંગોલીસે ભી ઉપર ? ક્યા મામલા હૈ ?”ચંદ્રકાંત

"અચ્છા હુઆ આપ સાસ લેનેકો રુક ગયે જી .અબ ઇસમે આસામી કો જોડ દો..ચંદ્રકાંત..."

ફરી હાસ્ય રુમમા ફેલાઇ ગયુ....

"ઓહ માઇ ગોડ .યે દુર્ગામાતા આપકી ..."ચંદ્રકાંત

બે મીનીટ હસી હસીને લાલઘુમ થઇ ગઇ સોનાંગી..."સચ્ચી ઉનકા નામ દેવાંગી હી હૈ . મેરે જૈસી છોટીપરી પર બાપરે યે બડી ટાઇગ્રેસ...!મેરી બડી બહેન દીદી હૈ..."

"વોહી તો મૈ બોલા કી યે જૈસે પુષ્પાદીદીકે ઘરમે અંદર ઘુસી તભી પક્કા હો ગયાથા યે હી હૈ માંદુર્ગા...જય હો...માં કી સવારીભી બાઘ પર હોતી હૈ ...યુ આર રાઇટ...યે ખાલી ડરાતી હૈ કી કાટતીહૈ..?"

ફરીથી હસતી પરી લાલઘુમ થઇ ગઇ...”બચપનમે યે કામ ભી કીયા હૈ

"દીદી દેવાંગી ઇકોનોમીક્સકી પ્રોફેસર હૈ .મૈને ઇંગ્લીશમે કલકુટાસે ડોક્ટરેટ કીયા હૈ .આપ...?"

"મૈ તો અંગુઠાછાપ..."ચંદ્રકાંતને હસતા હસતા કહ્યું .

"વો ક્યા હોતા હૈ..?અનુઠા કી અગુંઠા...?"સોનાંગી

"ગુજરાતીમે અનપઢ ગવાંર કો અંગુઠાછાપ કહેતે હૈ..મે આપ સબ પઢેલીખે કે સામને વોહી હું.. જો મૈબોલા વો અંગુઠાછાપ ..” ચંદ્રકાંતે પોતાનો અંગુઠો હોઠ ઉપર અડાડી ટીપોને પરના ન્યુઝપેપર ઉપરછપ્પાની જેમ મારી દીધો .અબ સમજા કી નહી ?”

"મગર આપકી અંગુલી અંગુઠા બહોત અચ્છે હૈ..."સોનાગીએ ધડાકો કર્યો...

"હાં યે બાત સહી હૈ ક્યું કી યેહી અંગુલીયો ઔર હાથ મેરે સાથ હૈ બાકી કુછ ભી નહી હૈ . કુછ તો બનુંઇસમે લીયે યહાં માર્કેટીંગ મેનેજમેન્ટ કા છોટા કોર્સ કરને આયા હું .બાકી આપ યે સમજો કી સ્ટ્રગલરહું .અપને આપકો જાનનેકે લીયે બરોડા આયા હું..."

"ઐયો...મેં ભી સ્ટ્રગલર હું .અસામમેં જોબ નહી મિલા ઓર બૈઠે બૈઠ ઉધર બોર હો રહીથી તો દીદીનેબુલાલીયા...આપકે જૈસી સ્ટ્રગલ કરને કે લીયે .દેખતે હૈ...આગે ક્યા લીખા હૈ...?”

અગર આપ યહાં પ્રોફેસર હુઇ તો સબસે કમ ઉમરકી પ્રોફેસર હોંગી...સ્ટુડંટ માનેગે નહી કે યે હમારીપ્રોફેસર હૈ...ઓલ ધી બેસ્ટ...મગર એક બાત હૈ આપ સબ કામરુપ દેશકી યાને અસમમે ભગવાનજેસી સબ પરી હી બનાતે હૈ યા .....દેવ ભી બનાતે હૈ...?

......

દેવ દેવી જમવા બેસી જાવ ચલો...પુષ્પાદીદીનો હુકમ છુટ્યો... સાંજે જે દીદીની મિત્ર પ્રો.દાસ,સોનાંગી સાથે વિતાવી હતી તે હંમેશા યાદ રહી ગઇ...કેટલા સંસ્કારી પોલીશ્ડ લોકો વચ્ચે અણધડહીરાનો ઘાટ ઘડાવાનો ચાલુ થયો હતો...

સાંજે દીદીની સાથે બહુ મુશ્કીલથી એક કરાર નક્કી થયો...”જ્યાં સુધી તું બરોડા છે ત્યાં સુધી સાંજેમારે ત્યાં જમવાનુ કે ?દિવસે તને અંહી આવવુ પછી કોલેજ જવુ એમાં ભાગાદોડી થઇ જાય હુંપણ કોલેજમા હોઉં એટલે જાઓ તુમ્હે બક્ષ દિયા...”

મહોતરમા આપકી બડી મહરબાની...બધા આઇસક્રીમને ન્યાય આપતા હતા ચંદ્રકાંત પ્લેટમા પડેલાકસાટા આઇસક્રીમના ટુકડા સામે ત્રાટક કરીને જોતા હતા...કે ફ્લેશબેકમાં ?

ચારપાંચ વરસની ઉમ્મરે ઉનાળામાં બરફનો ગોલો ખાવાનું બહુ મન થતું પણ જેવો ગોલો ખાય એટલેગળું પકડાય જાય . ખાંસી સર્જી તાવ ગળામાં સખત દુખાવો થાય . ચંદ્રકાંતને ડો. કે વી પરીખને ત્યાંલઇ જવાબમાં આવે. ગોરા ચટ્ટા ડોક્ટર પરીખ સાહેબ ગળામા બેટરી મારી દર વખતે કહેટોનસીલબહુ વધી ગયા છે ઓપરેશન કરાવી લોચંદ્રકાંત દર વખતે ચીસ પાડી બોલી ઉઠેના ના સાહેબઓપરેશન નહી . હવેથી આઇસક્રીમ કે ગોલો સાવ ઓછો ઠંડો થઇ જાય પછી ખાઇશ બસલાલદવા ની બાટલી બ્લુ દવાની સોળી ગળામા ખાનભાઇ કંપાંઉડર ફેરવે અને બીજે દિવસે ચંદ્રકાંતરમતાભમતા થઇ જાય .

"કેમ આઇસક્રીમ નથી ખાતો...? “ચંદ્રકાંત ફ્લેશબેકમાંથી પાછા ફર્યા .

હેં હા હા હા ક્ષણે જુના દર્દને ભૂલીને ચંદ્રકાંત બોલ્યા

"દરેક આઇસક્રીમને મારે દસ વખત મંત્રોચાર કરવો પડે છે..."

ત્રણેયે સાથે પુછ્યુ "હૈં?"


ચંદ્રકાંતરેટ કરો અને રિવ્યુ આપો

SUNIL ANJARIA

SUNIL ANJARIA માતૃભારતી ચકાસાયેલ 9 માસ પહેલા

શેયર કરો