"અરે આ તો કસાટા આઇસક્રીમ છે આને મંત્રોની શું ખબર પડે ડોન્ટ ટેલમી..."
ચંદ્રકાંતે ધીરેથી રહસ્ય ખોલ્યુ..."બહુ નાનપણથી મને ટોનસીલ રહેતા હતા એટલે ડોક્ટરે બિલકુલધસીને ના જ પાડેલી .ઠંડુ પીણુ નહી,ગોલો નહી કુલ્ફી નહી નો આઇસક્રીમ...ઓ કે .પછી કહ્યું આડોક્ટરની બાધા તો અઢાર વરસ સુધીની જ હતી ,એટલે સવિનય કાનુન ભંગનો હવે એકવીસમાં વરસેઆપ સહુની સમક્ષ કરીશ.
એક દિવસ રાત્રે સપનામા આવીને વેનીલા આઇસક્રીમે ટીપ આપી.."જો ચંદ્રકાંત આમતો તું ક્યારેયઆઇસક્રીમ ખાઇ શકીશ નહી એટલે તને રસ્તો બતાવુ...તારે હિમ્મતથી આઇસક્રીમ ખાઇ લેવાનો પછીસાદુ પાણી પી લેજે .તારા કાકડા કંઇ ફુલીને ફાળકો નહી થાય..."બસ મૈં યુ ગયા યું આયા ...ચંદ્રકાંતકીચનમા જઇ સાદા પાણીનો ગ્લાસ ભરીને કસાટાની પ્લેટ બાજુમા મુક્યો..."અબ તુઝે નહી છોડુંગા..." પછી એક શેર સંભળાવ્યો.."હમ મર્દ હૈ મર્દમેં કુછ કમ નહી લેકીન આઇસક્રીમકે લીયે ઇતના ડરના ???નહી નહી નહી...પછી કસાટા શાંતિથી ધીરે ધીરે નાના નાના ટુકડા ચમચીમાં લઇને આઇસક્રીમનાપારણા કરાવ્યા...આજે એક બાધા હટી .
"બાઇ ધ વે તારી ભાષા ઉપરથી એમ લાગે છે કે તું કવિ છે?"પુષ્પાદીદી
"એમ કહું કે હા ઊગતો કવિ છું, તો બાજુમાં મહાન કવિ લેખક શ્રી સુરેશ જોષી સાહેબ રહે છે તેમનાઓટલાને વંદન કરીને જ આવ્યો હતો...હાં કવિતા વાર્તાઓ ક્યારેક લખુ છું .નાટકો બહુ કર્યા છે.અભિનય કરવો એટલે મુખવટો પહેરવો બરાબર ? બસ સતત સંઘર્ષમાં જીવાતી જીંદગીમાં આપણેસહુ નાના મોટા મુખવટા પહેરીને છીંકને ?એવા મુખવટા પહેરી યુનિવર્સિટી સુધી નાટકોમા એવોર્ડ પણઝુટવી લીધા છે....ધેટસ ઓલ...દાસદીદી બોલ્યા"મને પણ પુષ્પા એમ લાગેલુ કે આ ટાંરો કઝીન કંઇસીધો સાદો શરમાળ કઝીન નથી જોને આપણને સહુને કેવા ફ્રેશ કરી દીધા...."
"હવે હું જાઉં? "ચંદ્રકાંતે ઉભા થતા પુછ્યુ..
"તે મને પ્રોમીસ આપલું છે કે રોજ સાંજે જમવાનુ મારી સાથે જ્યાં સુધી બરોડા રહે ત્યાં સુધી ,રાઇટ? "પુષ્પાદીદીએ રીમાંઇન્ડ કર્યું .
"આવી સરસ કંપની અને અટલો આનંદ મળતો હોય તો ના પણ કેમ પાડુ..."ચંદ્રકાંતે આછડતી નજરે સોનાંગી સામે જોઇ લીધુ...
"સોરી ,દાસદીદી સોનાંગી તમને મારી બડબડથી બહુ બોર કર્યા નહી..?"
સોનાંગી બોલી"જસ્ટ શટઅપ...ચંદ્રકાંત તને ખબર છેને કે મારી મોટી દીદી કેટલી ડેંજર છે..?વીએન્જોઇડ...તારી દીદી ને મારી દીદી મુક્ત રીતે પણ અટલા લાંબા સમય પછી ખડખડાટ હસતી થઇ .."
બધા ઘરના દરવાજા સુધી મુકવા આવ્યા..."બાય બાય"
........
વડોદરાની ત્યાર પછી સળંગ ત્રણ મહીના સુધી હરશામ દીદીકે નામ થઇ ગઇ હતી...દર શનિકેરવિવારે સવારે દીદીને ત્યાં જવાનું .મુવી જોવા દીદી સાથે જવાનુ પછી હોટેલમા જમવાનું બરોડા ફિલ્મસર્કલમા દીદી મેંબર હતા એટલે સયાજી ગાર્ડનનાં એમ્ફી થીયેટરમા કેટલીયે સાંજ દેશ વિદેશના બેસ્ટમુવી જોયા સ્પેનીશ ફ્રેંચ ઈરાની મુવી જોયા...સયાજી સર્કલ ઉપર પહેલે માળે વડોદરાની આલાગ્રાંડહોટેલ કેકટસ ફ્લાવરમા સ્પેગેટી ખાધી...દીદીએ નાનોભાઇ સમજીને આ સ્પેગેટી કેમ પકડવી કેમખાવી એ શીખવાડ્યુ હતુ...આજના નુડલ્યના જમાનામા આ બધુ બહુ હાસ્યાસ્પદ લાગે પણ એજમાનામાં એ અનુભવ થ્રીલ લાવતો હતો...ચંદ્રકાંતનુ આર્થીક રીતે કોઇ ગજુ જ નહોતુ કે આવી લાઇફસ્ટાઇલ આવો આનંદ મેળવી શકે...પણ તકદિરે ત્રણ મહીના બાદશાહ બનાવ્યો...સોનાંગી પણચંદ્રકાંત સાથે વાતો કરતા થાકતી નહી...તેની શાલિનતા અને આંખોમા ઉભરાતો અશબ્દ પ્રેમચંદ્રકાંતને ભીજવી ગયો હતો...
દરેક ઘટના ચક્ર ફરતા ફરતા અંત તરફ તો આવે જ . મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટમા ફાઇનલ એકઝામ થઇરહી હતી . હવે પાછા અમરેલી જવાનો સમય નજીક આવી રહ્યો હતો .હવે આ શહેર ફરીથી મળે નમળે ખબર નહોતી. રીઝલ્ટ પછી ક્યાં નોકરી મળે ખબર નહોતી . જીંદગી ફરી ત્રિભેટે આવી રહી હતી . તકદીર ક્યા લઇ જશે ખબર નહોતી .
બરોડા છોડ્યા પછી ફરી જીંદગીમા ક્યારેય સોનાંગી મળી નહી...પહેલા મળી શ્રીકેશી તો છેલ્લે મળીસોનાંગી જેને જોઇને જેના હોસલા આપવાની લીધે જીંદગી ગમ્મતે તેટલી કઠીન રાહ ઉપર હોય તો પણએક જોમ મળે .એમની વ્યક્ત કે અવ્યક્ત લાગણીઓ જ તમને તમારામાં આત્મ વિશ્વાસ જગાડે .એસમયની જીંદગી અલગ રંગભરી ગઇ . પણ પછી ? ક્યાં ચાલી ગઇ એ ? જાણે ક્યારેક લાગે કેદુનિયા સે જાને વાલે જાને ચાલે જાતે હૈ કહાં ? તો ક્યારેક કહાં તુમ ચલે ગયે...? ચીઠ્ઠીનાં કોઇસંદેશ..ના જાનેવો કોનસા દેશ...? કહાં તુમ ચલે ગયે…?”મનમાં ગુંજ્યા કરે .પણ છેલ્લે “મેરી આવાઝસુનો પ્યાર કાં રાગ સુનો ના પડછંદા પહાડો ઉપર કે હર નગરની ગલીઓમાં ગુંજે છે જ્યાં ચંદ્રકાંત ગયાછે ત્.સોનાંગી ..શ્રીકેશી…મને તારી યાદ સતાવે .ઓ નિલ ગગનનાં પંખેરૂ ….તું કાંનવ પાછો આવે ….
ચંદ્રકાંત