કોને ભૂલુંને કોને સમરુ રે - 98 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 98

"પહેલાતો તમને જોતો રહી ગયો ...અટલા ભણેલા...અવડામોટા પ્રોફેસર...એકતો સાવ સાદા થોડાઐયો તમિલછાંટ પહેલા લાગી હતી એમા લાલદાસદાદા અમીદાસ ફુવા જેવુ ગોળ મટોળમોઢુ...ભારતનાટ્યમ કલાકાર સો ટકા હશો એટલે તો એક એક હાથ પગના નેણની નજાકત ભરીભાવભંગીમાં

"આગળ બોલ ...ગોળ મટોળ બોડી....જો જે છે છે..."

"અરે દીદી તમારી તેજસ્વી ઔરામાંથી બહાર ધીરે ધીરે આવી રહ્યો છું...ઓહ માઇ ગોડ.. “

"તારો ઇરાદો શું છે ?આમ મને ચણાના ઝાડ ઉપર ચડાવે છે ?પણ મેં કહ્યુને આવુ ગોળમટોળ ફુટબોલ જેવું બોડી પછી ભફાંગ પડીશતો...?"

ફરી અટ્ટ હાસ્યના પડઘાઓ લંબાયા...

"દીદી આમ હસતા રહો મને બહુ સારુ લાગે છે...જીંદગીમા બે ધડી હસી લઇએ તો સ્ટ્રેસ ધટી ,જાયરીલેક્સ થઇ જઇએ .બસ ધીરે ધીરે લેન્ડીગ કરુ છું ..”

"ચંદ્રકાંત... માર્કેટીંગ મેનેજમેન્ટમા તારે જોડાવાની જરુર નહોતી તું તો અત્યારથી એક્સપર્ટ લાગેછે...હવે વાત પછી પહેલા મારી બનાવેલી ચકરી ખા .."ચંદ્રકાંતની પ્લેટમાં ચાર ચકરી મુકી થોડાસક્કરપારા મુક્યા..."કેમ લાગે છે સાચુ કહેજે નો માર્કેટીંગ... કે..."

"દીદી બહુ સરસ ચકરી છેહું તો તમારી ચોરીનો ચાકર થઇ ગયો છું ,ખરેખર ચકરાઇ ગયો છુ કે તમેકેટરીંગ કોલેજમા પ્રોફેસર છો કે સાઇકોલોજીમા...?"

"સાચુ બોલવાની મેં કસમ આપી છે...યાદ છેને..?"

"એટલે કહ્યુ ખરેખર સુપર ક્લાસ કડક અને કરકરી છે વાહ મજા આવી ગઇ..."

"એકલારામ છું એટલે નવરાશમા આવુ બધુ બનાવુ ને ખાઉં પછી ગોળમટોળ થાઉં ને..!"

"ના તમે નવરાશમાં બીજુ પણ સરસ કામ કરો છો...દીદી..."

"હેં..?મને ખબર નથી ને તું કઇ રીતે કહી શકે...?કમઓન ટેલમી..."

"અંહીયા આવો કહી પેઇન્ટીંગ પાંસે ચંદ્રકાંત લઇ ગયો... વહેલી સવારનાં પેઇન્ટીંગ નીચે કોનુનામ લખ્યુ છે...બોલો..."

પુષ્પાદીદીની આંખો સહેજ ભીની થઇ ગઇ ..."તું મારા ઘરમા પગ મુકવા સાથે અટલુ બધુ જોઇગયો..?"

"મને કહો સવારનુ દ્રશ્ય છે કે સાંજનુ...?"

"હવે તું બહુ ચાલાક છે તો તું કહે..."

"દીદી સવારનુ દ્રશ્ય છે...પંખીઓ સવારમા આકાશને આંબવા દોટ મુકે હવામા ....જુઓ હવે ને કહોએમ આઇ રાઇટ ઓર રોંગ...?"

"યુ આર રાઇટ.."

"દીદી હવે હું રજા લઉં...?બહુ મોડુ થઇ ગયુ નહી...?"ચંદ્રકાંત

"સત્તાવાહી રણકતો દીદીનો પહેલો અવાજ સાંભળ્યો.."હા સાચી વાત છે મોડુ તો થઇ ગયુ છે તારીવાત સાચી છે...તારી હોસ્ટેલ ઉપર જા અને બેગ બિસ્તરો જે હોય તે લઇને આવી જા...જવાની વાતતોકરતો નહી....નોટ એલાઉડ .

"દીદી દસ વરસની ઉમ્મરે હાવામામા (હાવાબાપા )મને લઇને તુલસીશ્યામ લઇ ગયા ત્યાં રજનીશજી નોશિબિર સાત દિવસ ભરીને જે આનંદ મળ્યો અને એમનો જે ઓરા હતો તેમાથી જેમ બહાર હજીનિકળ્યો નથી તેમ તમારી ઓરામાંથી બહાર નિકળાતુ નથી..."તમે જે કહો તે કરવું પડે તેવી રીતે તમેમને હીપ્ટોનાઇઝ કરી દીધો છે . હું સાચુ કહુ છું .ચંદ્રકાંતની આંખો સજળ થઇ ગઇ...દીદી ઉભા થઇચંદ્રકાંતની પીઠ પસવારી રહ્યા હતાં ત્યાં ડોરબેલ વાગી......"

ઓહ માઇ ગોડ . આવી ગઇ . સરોજિની નાયડુ કે બુલબુલ નથી પણ એક નંબરની બંગાળીવાધણ આવી ગઇ છે . વાત કરતા પહેલા સીધા ન્હોર ભરાવી દેતું એને જોઇશ તો સાવ ગરીબડીગાય લાગે પણ બાપરે….ટેરીફીક

દુર્ગામાં નો અવતાર છે વાધણજો જો દરવાજો કેવી રીતે ખખડાવે છે જાણે પોલીસવાળાઆરોપીને પકડવા ઘર ઉપર ધાવો બોલાવે એવી રીતેજા બાપા જા ચંદ્રકાંત ,નહીતર બારી કૂદીનેઆવશે .”

ચંદ્રકાંત એક બે મીનીડ ધ્રૂજી ગયા કારણકે બહાર બોંગોલી દુર્ગા દરવાજાને ધ્રજાવી રહી હતી .પછીઉંડો શ્વાસ લઇ સ્વસ્થ થઇ પણ સાવચેત થઇ ગયા .દીદીએ હુકમ કર્યો..."જા દરવાજો ખોલ મારે રસોઇકરવી કે દરવાજા ખોલવા..? કામ તો કરવું પડે.

ચંદ્રકાંત ઝડપથી ઉભો થઇ ગયો . “જસ્ટ કુલ જી પ્લીઝ દરવાજો સયાજી મહારાજનો બનાવેલોદરવાજો છે એમ ધામ ધુમ કરવાથી તૂટશે નહી !...મેનડોરની સ્ટોપર ચંદ્રકાંતે ખોલી....સામે એકઅત્યંત સંસ્કારીબંગાળી સાડી પહેલી દેવીજી ઉભા હતા તેની બરાબર પાછળ લપાઇને સાક્ષાત્રુપમોહિની પંજાબી પહેલી એક યૌવના હતી ,જે ચંદ્રકાંતને જોઇને આશ્ચર્ય ચકિત થઇ ગઇ હતી..ચંદ્રકાંત હજી થોડા સમય પહેલાં દિલના ઘાવ સહન કરીને સ્વસ્થ થયા હતા . એની મારકણીઆકર્ષક આંખોથી ચંદ્રકાંતને જોઇ રહી હતી તે ચંદ્રકાંતે નોંધી લીધું.”પધારો પધારો વેલકમ

" પુષ્પા, ટુમાડે ઘડમે યે કૌન નયા વેલકમ ઘુસ ગયા હૈ..રે એકટો ઉસકા ઘડ હૈ ઐસે વેલકમકડટા હૈ ઉપરસે દડવાજા ખડખડાને કાં ની બોલ્યા હૈ ..ટું નયા પેઇંગ ગેસ્ટ લાઇ ક્યા ? સંભલના,બહોત મીઠા બોલટા હૈ નક્કી ટુમકો ફસા દેગા …..બી કેરફુલ.”

અટલુ બોલતા બોલતા ગીતાંજલિ એક્સપ્રેસ ઘરમાં ઘૂસી ગઇ .

ઇસ સૈલાબકો કોઇ રોક નહી પાયેલાહે રામ..” ચંદ્રકાંત હેબતાઈ ગયા . બંગાળી દુર્ગામાતા નેપુષ્પાબેન હસી હસીને એકબીજાને રસોડામાં તાલી દેતા હતા ! દુર્ગામાતા સાથે આવેલો ઉપગ્રહ ડ્રોઇંગરુમમાં ચંદ્રકાંતની સામે ગોઠવાઇ ગયો .આરામમાં કામાખ્યાં મંદિરની વાત ચંદ્રકાંત શોધી રહ્યાકોઇસાક્ષાત્ દૈવી જેવું રુપ જીવંત ગોઠવ્યું હતું ..સભ્યતા મુજબ ચંદ્રકાંતે સામે હળવું હસી અંદરની બન્નેદેવીઓની નોકજોક ઉપર હાથથી ઇશારો કરી ભગવાન બચાવે એવો હાવભાવ કર્યો ..


ચંદ્રકાંત.

રેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!

શેયર કરો