The nectar of knowledge books and stories free download online pdf in Gujarati

જ્ઞાન અમૃત

હંમેશાં આપણે ભુત કે ભવિષ્યમાં ખોવાઈ જઈને આ જન્મારો વેડફતા રસ્યા છીએ, રદય કે દીમાગ થી નીર્ણયો લઈ ભવસાગર ની ભુલ ભુલૈયામાં ખોવાઈ જઈએ છીએ, આ સંસારની મોહીની અને આટી ધુટી માંથી આપણે બહાર નીકળી નથી શકતા, જીવતે જીવ જાળ જંજાળ માં આપણે એવા અંધ બની ફસાઈ જઈએ છીએ કે આત્મજ્ઞાન કરી નથી શકતા , બશ ચક્ષુ દ્રારા મન બુદ્ધિ થી જગતને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ,પણ ખુદને સમજવા ભીતરમાં કયારેય જોતા નથી, વધારેમાં વધારે આપણે આપણા બહારી દેખાવ શરીર કે સાન સોરત કે સીદ્ધી ને જોઈએ છીએ અને અભીમાની બનીએ છીએ,
જયારે ખબરજ છે કે શરીર નાશવંત છે ,કંઈ સાથે નથી આવતું, અને આપણે કશું લેવા નથી આવ્યા પણ ગયા જન્મનાં કર્મ નું ફળ ભોવવા આવ્યા છીએ, અને નીર્વાણ પામવું તે માત્ર એક આત્માનો ધર્મ છે

ફરી ધ્યાન દોરૂ છું હે દેહ ધારી શુધ્ધ આત્મા ઓ

કહ્યું છે ને એક કહેવતમાં ભર્યા તળાવમાં થી કોરાં...
બસ એવીજ કંઈક આ વાત છે...
શરીર અને આત્મા બન્ને અલગ છે તે સત્ય તો જાણતાજ હશો ને??
આત્મા અજર અમર અ જન્મો છે, પરંતું પૃર્વ જન્મના કર્મોને ભોગવવા નવો જન્મ ધારણ કરે છે...મતલબ આ જન્મ માં મળેલ મૃત શરીર છે, ગયા જન્મોનું ફળ માત્ર છે,
તમે કર્તા નથી, પણ નીમીત માત્ર છો, ફક્ત ફળ ના ભોગવટા માટે એક સમય યાત્રા માટે શરીર રૂપી યંત્રના યાત્રી છો..
માટે તમારે માત્ર યાત્રા પુરી કરી આ યંત્ર ને છોડી દેવાનું છે,
શરીર રૂપી યંત્ર બધું ભોગવે છે, આત્મા તો માત્ર દર્શક છે,
માટે આ પાંચ આજ્ઞા સમજવા જેવી છે...
આત્મા એક માત્ર પ્રકાસ કુજ છે એવી જયોત છે જેને કયારેય કોઈ ઓલવી શક્તું નથી, પણ પ્રકાસને ઢાંકી સકાય છે.
બસ ગયા જન્મના કર્મ નું આવરણ તમારા આત્માને મળેલ તે તમારૂ શરીર છે, જે તમને સત્ય સમજવા નથી દેતું,
આત્મ જ્ઞાન થકી આ આવરણના પડ માંથી આત્મ રૂપી પ્રકાસને જાગૃત કરો...
પૃર્ણ પ્રકાસ મય એટલે નીર્વાણ પામવું , સ્થીર થવું..યોગ સમાધી માં જવું,

કર્તવ્ય પાલન એ આપણી નૈતીક જવાબદારી છે , જેને જેવો અવતાર અને જન્મારો મળ્યો તેને વધાવી તમારૂ દૈનીક કાર્ય કરી ,આત્માના પીતા પરમપીતા નું ધ્યાન ધરવું,
પાંચ કર્મ પાંચ ઈન્દ્રિયો દ્રારા દયા કરૂણા પ્રેમ ક્ષમા અને મદદ,
આ કર્મથી દુર રહેવું.કાળ ક્રોધ કામ લાલચ લોભ મોહ અહંકાર ઈર્ષયા રાગ અને દ્રેષ,
જે થાય તે સારા માટે થયું સારા માટે થશે સારા માટે, પરમાત્મા પર વિશ્વાસ રાખવો, દરેક પ્રત્યે સમભાવ રાખવો,
રંગ સ્વાદ સ્પર્શ ગંધ અને સંગંધ ના આવરણમાં આવી તેની મોહીનીમાં ન બંધાવું ,

આ જગતમાં બધુંજ ક્ષણીક ક્ષણ ભંગુર અને નાશવંત છે, માટે નાશવંત વસ્તું ની માયા રાખી તો દુઃખ ના દાળીયા બની જશો,
કશુંજ પણ કાયમ કે અમર નથી, આપણું શરીર પણ, માટે તેની પણ માયા ન રાખતાં, દેહ પણ ચરમ શીમાએ પહોચી એક દીવસ ધીરે ધીરે ઓલવાવાનો શરુ થશે, અને છેલ્લે નાશ પામશે, માત્ર ને માત્ર આત્મા અમર છે, અને તેથી આત્માને શરીરથી અલગ જાણવો, કર્મથી વીમુક્ત રાખવો,
અને શરીર થી જે કાર્ય થાય જાણે અજાણે તો ખુદને નીમીત માત્ર ગણવા, મે કર્યાનો ભાવ તમને નવા કર્મ બંધનમાં બાધશે, અને ફરી તે ફળ ભોગવવા નવો જન્મ લેવો પડશે, સદ કર્મ થી શારૂ ફળ, દુષ કર્મથી ખરાબ ફળ,
ફળ એટલે પરીણામ

પાંચ આજ્ઞા સમજો
(૧)નામ ધારી આપણું શરીર અલગ છે , (૨) શરીરમાં ત્રીકુટી મધ્યે બીરાજમાન આત્મા શુધ્ધ અજર અમર અજન્મો છે, તે કંચન સમાન છે તેને તમારે પારસ મણી બનાવવાનો છે,
(૩) આપણે કર્તા નથી પણ નીમીત માત્ર છે, પરમ શક્તી કે પરમ પીતા જ કર્તા છે,
(૪)કર્મ કે કાર્ય કરવા માટે સંજોગો ભેગા થાય ત્યારે થાય છે, કોઈ એક હાથે તાળી નથી પડતી, માટે મે કર્યું એ સમજ ખોટી છે,
(૫) કાર્ય કરવા માટે નીમીત આપણે ,તે પ્રમાણે થવું ન થવું ઈશ્વરના હાથમાં છે, માટે કર્મ ફળની આશ રાખવી તે પણ દુઃખ નું કારણ બને છે.

જે આ પાંચ આજ્ઞા સમજી કર્મ નહીં બાધે, ખુદને નીમીત માત્ર સમજશે, શુખ કે દુઃખ નો ભોગવટો નહીં સમજે, સમભાવ રાખી જીવશે, અને ધ્યાન દ્વારા ખુદને સમજશે, તે પ્રકાસીત થઈ નીર્વાણ પામશે, જન્મ મરણના આ મૃત્યુ લોક ના દુખ તકલીફ પીડાના આ ફેરા માંથી સદાય ને માટે મુક્ત બની , શાંતી પામશે
માયા ના આ ભવંડર માં રાગ અને દ્રેષ શુખ અને દુખ , કામ ક્રોધ લાલચ લોભ અહંકાર ઈર્ષયા, સ્વાર્થ , લુટ ફાટ જગડા, મારૂ તારૂ, ખીચ તાણ, નફરત , ચારો કોર અંધકાર હાહાકાર ડર ખુના મરકી, અસ્તીત્વ માટે આંધળી દોટ..ડગા‌ પાસલા, દાવ પેચ..મારૂ તારૂ...સ્વાર્થ માં અંધ માનવ જાત કશુજ સમજતો નથી, અનીતી અધર્મ કરી માનસીકતા થી કર્મ બાંધી, ફરી નરક માંટે નવું શરીર બાંધે.
શુખ સાથે દુખ , દુખ સાથે શુખ ચાલ્યાજ કરે છે..આત્માને શાંતી કયારેય મળતીજ નથી, ન જીવતે જીવ ના શરીર છોડી મૃત્યુ બાદ..
ફરી નવો દેહ ધારણ ફરી પાપના ભારા ..
કયા શુધી આ પાપ લોકમાં આવજાવ કરશો..?

ઈશ્વર એક મહાન શક્તિ છે, જેમણે તમને પ્રકાસીત કર્યો છે..સદાય ને માટે પ્રકાસીત રહેવા, પણ કર્મ બંધનથી તમારો પ્રકાસ સીમીત રહી ગયો છે..
આત્મ જ્ઞાન થશે ત્યારે સમજાશે..
ઈશ્વરીય તત્વ એ પ્લસ માયનસ ઉર્જા છે, એક સ્ત્રી તત્વ એક માયનસ તત્વ..
બન્નેના એક થવાથી જે ઉત્પન્ન થયુ તે બ્રહમાડ માં રહેલ તમામ ગ્રહ તારા જળ વાયુ અગ્ની પ્રકૃતિ બધુજ

આંખો બંધ કરી નીદ્રાધીન થશે તો શરીરને માત્ર આરામ મળશે, આંખો બંધ કરી યોગ ધ્યાન અવસ્થામાં જશો તો અંતરના પટ ખુલશે, તમારી સ્વની ઓળખ થશે, જે ખુલી આખે બહાર શોધો છો ભગવાનને તે અંદર મળશે, તાત્કાલિક નહીં થાય આમ દેહના આડંબરો આડા આવશે, સમયાન્તરે ધ્યાન અવસ્થા થશે, પણ નેત્ર પટલ ખુલશો કે સંસારી માયામાં મગ્ન થશો, પણ નીયમીત ધ્યાન થી આત્મ શક્તિ વધશે તો સંસારી આવરણો આડા નહીં આવે ખુલ્લી આંખે પણ જાગૃત અવસ્થામાં રહેશો, માયા ના બંધન તમને બાંધી નહીં શકે..૩૩ કરોડ દેવી દેવતા, જેવા ખુદ તમે છો તે સમજશો..
હમકો મનકી શક્તિ દેના મન વિજય કરે. દુસરો કી જય સે પહલે ખુદકો જય કરે.
બસ આ સત્ય સમજાશે..
ખબર છે કેટલા જન્મોનો થાક છે, કેટલા જન્મોના સંસ્કાર , કેટલા જન્મોની વેર ભાવના, સપના , ઓરતા, અને દુખી આત્મા બની ભટકો છો??
મારૂ મારૂ મારૂ...
મને મને મને...સારૂ ખરાબ ..શુખ દુખ..ભોગવટો..છુટી જવું..
પામવું ખોવું...હાર જીત...
ખબર છે સંધર્ષ કોની સાથે??
ખુદની સાથે ખુદની લડાઈ છે..
પાંચ ઈન્દ્રિયો પર કાબુ કયારે..
રાગ દ્રેષ નો કયારે અંત લાવશો

બસ બધું તમારેજ જોઈએ છે...? હા તમારેજ,
કયારેય સ્વાર્થ મુકી લોકો માટે વીચાર્યું છે???
પરાયી પીડ જાણી છે...?
પરોપકાર નીસ્વાર્થ ભાવે, કોઈ પણ જાતના સ્વાર્થ રહીત , મે કર્યું ના ભાવ રહીત..

તો કોણ છે એવું...જે ણે પીડ પરાયી જાણી હોય , સ્વાર્થ રહીત , હું પણા રહીત...??
મે કર્યા ના ભાવ વીના??
શોધજો...કેટલાય આવી અમર થઈ ગયા..
કે પછી હજું મારૂ મારૂ કરી ..પાપના ભારા બાંધવા છે??
અરે સમય પરીક્ષા લે છે તમારી , ના તમે બળવાન છો, ના કમજોર. સમય સમય ની વાત, તડકા છાયડા ની વાત, સમય બલવાન, સમય કમજોર...
માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, હેજી તારા દીન રે દેખી ને દુઃખી યા આવે રે, તો આવકારો મીઠો આપજો..
કાગ બાપુના આ શબ્દો,
જીવન નુ મર્મ સમજવા પુરતા છે

જયારે કોઈ પારકાને દુઃખી દેખી તમારી આંખ ભરાઈ આવે.. સમજજો ઓમકારની કૃપા વરસી તમ પર...
મર્મ સમજજો ...જીવનનો,
જીવન કંઈ પામવા નથી મળ્યું,
માત્ર દીન દુઃખી યા પીડીત લાચાર, માર્ગ ભટકયા ની મદદ માટે મળ્યું છે,
ધન વાન દોલતવાન પણ પીડીત દુઃખી હોય છે, તેના વીચારોથી, માત્ર ધન દોલતથી શુખી દુઃખી ની વ્યાખ્યા ન બાંધતા,
નહીતર અતી શ્રીમંત કેમ સંતો મહાત્મા કે મંદીર દેવળોના દરવાજા ખટખટાવતા હશે..?
મારો ગુરુ હું પોતે છું..

છે ૩૩ કરોડ દેવી દેવતા, કબીર, કૃષ્ણ ,રામ, સાંઈ,મહાવીર, બૌધ્ધ..અને કેટ કેટલાય...
એમને પુજવાથી નમવાથી કલ્યાણ નહીં થાય, રોતડા રોવાથી પણ નહીં,
કારણ ખબર છે ? કર્મનો સિદ્ધાંત ,
જે કરશે તેનેજ ભોગવવૈ પડશે, કોઈ આડે નહીં આવે,
તો શું કરશો?? સોધી લો કોઈ સીધ્ધ પુરૂષ ને ..થઈ જાઓ સમર્પીત, અને જ્ઞાન ગંગા મેળવી ચાલી નીકળો મુક્તીના પંથે, નીર્વાણ પામવા..પર બ્રહમ માં ભળવા, કા દેવ બની દીન દુઃખી યા પીડીત કર્મથી પીડાતી આત્માને માર્ગ બતાવવા અને આશરો આપવા..
ઓમ શાંતિ🕉️💐🙏

તમે તમારા ગુરૂ બનો, ના બની શકોતો ,કોઈ તત પુરષની શરણે જાઓ , જે આ જગતમાં શરીર ધારણ કરી હયાત છે‌.
કોણ છે?? મળે તો ખોઈ ન દેતા...
ઓમ શાંતિ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED