કોને ભૂલુંને કોને સમરુ રે - 72 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 72

ગોઝારી રાત્રે અચાનક રાતના બાર વાગે ફોનની રીંગ વાગી...."હલાવ..કોણ જગુભાઇ?તમારીમીલમાં મોટી આગ લાગી છે જલ્દી આવો ..."

જગુભાઇની આંખે ચક્કર આવી ગયા..."આગ?જે પી મીલમા?"

બસ સ્ટેંડથી ભાગ ભાગ કરીને ઘોડાગાડી લાવી ચંદ્રકાંત જગુભાઇને લઇને ઘોડાગાડી ભગાડતા ગામને વીંધીને સામુદ્રીમાતાના મંદિરપાંસેના ગઢના દરવાજાને પાર કર્યો ત્યારે બે નદીની પારજેસીંગપુરાની મીલની ભડભડતી આગની લપેટોને જોઇ જગુભાઇનો સાદ ફાટી ગયો..."ઓઇ મારાબાપ...બધુ પતી ગયુ..હશે

મીલના દરવાજે ધોડાગાડી ઉભી રહી ત્યારે બે ગોડાઉનમા ભરેલા હજાર શીંગતેલના ડબ્બાજેસીંગપુરાના જુવાન પટેલોએ ગોડાઉનની પાછલી દિવાલ તોડીને બચાવતા જીવના જોખમે બચાવીનેઉભા હતા..."બાપા બોઇલર ફાટ્યુ હતુ .અંદર કાનજી ને નાનજી હલવાઇ ગયા હતા તેને માંડ કાઢ્યાઆપણા કુવાના પાણીને ઠારવા બહુ મહેનત કરી પણ પણ લાઇનમા જે તેલ હોય એના ભડાકા બોલતાહતા..."જગુભાઇની બાજુમા જીગરજાન દોસ્ત જેસીંગપુરાના બહેચરકાકા અને અમારો વહાલો ગોવીંદઉભા હતા...જગુભાઇ એક પાણા ઉપર બેસી ગયા.... ગોવિંદ જેણે અમને નાનપણથી ઉછેર્યા રમ્યો ગોવિંદ જગુભાઇની પેઢી ઉઠી ગઇ ત્યાર પછી આપબળે એટલો આગળ વધ્યો અને અમરેલી ખરીદ વેચાણ સંઘનો મેનેજીંગ ડાયરેક્ટરબન્યાની વાત લખતી વખતે બહુ યાદ આવી.

પથ્થર ઉપર બેઠેલા જગુભાઇની ચકળવકળ આંખોમાં ખતમ થઇ ગયાની બરબાદ થઇ ગયાની ભાંગીપડવાની ક્ષણે મિત્રબહેચરભાઇએ જગુભાઇને પડતાબચાવી ને ચંદ્રકાંતનાસહારે મુકી જેટલું બચેએટલું બચાવવામા મદદ કરવા લાગી પડ્યા.

સવારે લથડતા પગે ઘોડાગાડીમાંથી બાપ દીકરો ઊતર્યા ત્યારે રડીને સુધી ગયેલી આંખો સાથેજયાબેને બન્નેને અંદર લીધા.જગુભાઇનેસુવડાવી દેવાપડ્યાં.કલાકપછી

ડોક્ટર આવ્યા .ડોક્ટરને જેનો ડર હતો આધાત જગુભાઇ જીરવી શક્યા અને વહેલી સવારેજ્યારે ધરે પહોંચીને પથારીમાં પડેલાં જગુભાઇને જબરદસ્ત સ્ટ્રોક આવ્યો...ડાબુ અંગ લકવો મારીગયુ...ચહેરો વંકાઇ ગયો.....બોલે તે ગોગડાટ સમજાય નહી ...ડોક્ટરોએ તાત્કાલીક ટ્રીટમેંટ આપીનેપંદર દિવસમા હાથપગ હાલતા ચાલતા તો કરી દીધા બાકી ચંદ્રકાંત સતત માલીસ અને વ્યાયામ જેને આપણે અત્યારે ફિઝીયોથેરપી કહીયે છીએ તેની સતત સારવાર કરી...અને જગુભાઇ બચીગયા..ત્યારે સર્વોદય દવાખાનાવાળા ડો મહેતા એટલુ બોલ્યા"તમારા સદ્કર્મોનુ ફળ છે કે તમને એટેકઆવવતો હતો તે સ્ટ્રોકમા ફેરવાઇ ગયો અને આજે અમરેલીના લોકોની સેવા કરવા તમને ભગવાનેબચાવ્યા...છે હવે જે થવાનુ હતુ તો થઇ ગયુ ...ભાગ્યમા લખ્યુ હોય તેમ થાય પણ તમે સારુવિચારો કે મીલ બળી ગઇ પણ તમારી ઇજ્જત કોણે બચાવી? જસીંગપુરાના જુવાનોએ.જેલાખોમા નુશાન થવાનુ હતુ તે હજારોમા થયુ...હવે આરામ કરજો બે મહીના."

હવે સાંધાસુધીથી મીલ નહી બનાવાય નક્કી થઇ ગયુ .એટલે વલીભાઇ મીકેનીકની જગ્યાએફુલસીંગભાઇ મેદાનમા ચાર મહીના પછી જગુભાઇની સાથે ચર્ચા કરતા બેઠા હતા "બાપુજી થીગડાંનુ કામ નથી . રોજ એક બાંધો ને તેરતુટે નો હાલે . બોઇલર ફાટ્યું બોઇલર હાવખખડી ગયું હતું એમાં વલીમમદને તમે માર થીંગડા કર્યું તે હવે આપણે ભોગવ્યું .હવે પંચોતેરડ્બ્બાની જગ્યાએ ચારસો ડબ્બાની મીલ બનાવવા નાનાશેઠે ઓર્ડર કર્યો છે...રાજકોટથી નવા મશીનલેવા જવાનુ છે...ટોટલ કન્વેયર બેલ્ટ ઉપર મીલ બનશે એટલે એક બોઇલર ઉપર બે બીજા માણસલાઇનઉપર ધ્યાન રાખશે ...અંહીયા શીંગ ઓરાશે પાછળ ફોતરા પડશે અને ટોટલ શીગનુ તેલ સુધીબધુ કન્વેયર બેલ્ટ ઉપર ધોડશે..ને સીધુ ગોડાઉનમા પાઇપથી તેલ પહોંચી જશે...હવે લહેર કરો.જગુભાઇને પણ વાત ગળે ઉતરી ગઇ ફુલસીંગભાઇ માં ટેકનીકલ જ્ઞાનથી બહુ પ્રભાવિત થઇ ગયા....ચંદ્રકાંત પણ ફુલસીગભાઇથી બહુ પ્રભાવિત થઇને સાંભળતો હતો.દુખ પછી સુખ આવુ આવતુંહશે..?

.....

ચંદ્રકાંતની વાહવાહીની થોડી વાત કરવા કોણ આવે? "વરને કોણ વખાણે..?વરની માં.."પણ અંહીયાલખતી વખતે તો હે માં સરસ્વતી મારામાં એક અંશ પણ અહંકાર નઆવી જાય એટલુ ધ્યાન રાખીમારી વાહી મારે કરવાની છે....એટલે મારી ચારેકોર વાડ બાંધી દેજે જેમાંથી અંહકાર કે અભિમાન પેસીજાય.

નાટકો ,એકપાત્રીય અભિનય ,કવિતા નિબંધ કે વાર્તા સ્પર્ધા જો પહેલુ ઇનામ મનહરને હોય તો બીજુચંદ્રકાંતને એનક્કી જોઇને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઉપકુલ ડોલરરાય માંકડે વાર્ષિક સમારોહમા ઉલ્લેખકર્યો હતો કે બે છોકરા છે..? પછી હસીને બહુ શાબાશી આપી હતી કેમ ભુલાય ? હજી મોટોધડાકો કરવાનો છે કાલે? ચંદ્રકાંતની જીંદગી ધડાકા ભડાકાઓથી ભરેલી છે અફળાવું પડવું ને ઉભાથવું ને જેમ કરતા જાળ કરોળિયો ભોંય પડી ઉપર ચડવા જાય .. એની નિયતિ હતી .


ચંદ્રકાંત