કોને ભૂલુંને કોને સમરુ રે - 71 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 71

છોકરીને કારણે કેટલા યુધ્ધો ખેલાયા યાદ કરુ તો કોલેમાં ગૃપ પડી ગયેલા જેમા એકમાં શ્યામલીએકમાં ભૈરવી એમ ભાગ પડી ગયા હતા પણ અમે સાંસ્કૃતિક પ્રવૃતિવાળા વિવાદોથી દુર રહ્યા.

હવે કોરસમા ગવાતા ગીત માટે શોધ ચાલતી હતી...અચાનક ચંદ્રકાંત બોલ્યા.."રમેશભાઇ..પારેખ"

બપોરે કોલેજ છુટ્યા પછી ચંદ્રકાંત સીધ્ધો રમેશભાઇની ઓફિસે પહોંચી ગયો...

"રમેશભાઇ બચાવો..હવે તમે ઉગારો ..."

" ચંદુ મજાક નહી કર બોલ શુ ઉપાધી છે..?"

"અરે રાજકોટ રેડીયો ઉપર યુવક મંડળનો કાર્યક્રમ છે..."

"હા મને ખબર છે મારો ભેરુ ત્યાં છે શાહ ..."

"હા પણ પ્રોગ્રામમા મારે તમારી એક ટોપ રચનાને સ્વરબધ્ધ કરીને કોરસમા મુકવાની છે .હવે આજેજો તમે ગીત નહી આપો તો તમે હું બહાર નિકળીશુ...અમારી પાછળ સમયનો વાધ પડ્યો છે.."

"લે મુંજાઇશ માં... ચાલશે?"ઐમ કરી વાયોલેટ ઇંકવાળી પેનથી મારી બુકમા લખ્યુ"દર્પણશીઆંખ તમે ફેરવી લીધી ને મારો ચહેરો ઢોળાઇ ગયો ધુળમા...લે કર ટેસડા...ઉકાળો પીવો છે કે ચા ..?"

"તમે મને માલામાલ કરી દીધો હવે કંઇ નહી...

વાયોલેટ કલરની શાહીથી લખેલા શબ્દો આજ સુધી જીવ ની જેમ સાચવ્યા છે .મુળ વિક્રમનીડીલક્સ બુકમાં બધા જમાનાનાં નામી કવિઓને પોતાની લખેલી રચનાનાં એકાદ શેર કે કવિતાનાંબંધ દરેક મોકે લખાવી લીધેલાચાલીસ વરસ પછી વિર વિક્રમ હારી ગયો ..મુંબઈના ભારે ભેજ અનેવરસાદી પાણી ચંદ્રકાંતના સાહિત્ય ખજાનાં ને લપેટામાં લીધો . કથા જેમાં કાચું કામ શરુ કરેલું તેનાઅડધા પાનાંમાં શાહી રેળાઇ ગઇએ જોતા ધડકતા દિલે ચંદ્રકાંતે બ્રાઉન પેપર કવર ચડાવેલોઉલાળીયોપહેલો સંગ્રહ ખોલ્યો …”જેને રમેશ રાખે તેને કોણ મારી શકેવાહ !છેલ્લાદસ પેજઉલાળીયો ઉંધી મુકેલી એટલે ટચવુડ બચી ગયા પણમારી હાલત ગઢ આલા પણ સીંહ ગેલા જેવીહતી રમેશના લીટોડા ચોકડીઓ સહીત પચાસ જેટલી રચનાએ પાણી અને જીવાત સામે જીવનીઆહુતિ આપી પ્રાણ ન્યોચ્છાવર કરેલા.જૌહર કરેલી એક એક રચનાઓ પચ્ચીસ જેટલી અપ્રસિધ્ધવાર્તા નિબંધોનાં જૌહર થી ચંદ્રકાંતની આંખના ખૂણા ભીના થઇ ગયા હતા .હવે તો યુદ્ધ કલ્યાણકરીને કાતર લઇને ચંદ્રકાંત એક પ્રાર્થના ની કંડી ગણગણતા હતાગજ કાતર લઇ ને બેઠો પ્રભુજીદીનદયાળ વધે ઘટે તે સહુને કરે સૌની લે સંભાળ..”

કલાક પછી નવી કવિતાની બુકમાં પાછલા બે પેજ ઉપર રમેશજી અનિલજી મનોજ ખંડેરીયાકુતુબઆઝાદ દિલહર સંધવી જવાહિર બક્ષી એમ સહુ સાંકડમુકડ ગોઠવાઇ ગયા હતા બાકીનાલબ્દી થયેલા ઢાળિયા ઉલાળીયાની સાથે વિર વિક્રમાદિત્ય વેતાળનો લઇને અગોચરમાં ઉપાડી ગયાહતા .

બીજે દિવસે સવારે અમરેલીની હવેલીના મુખીયાજીના સુપુત્રને કોમર્સ કોલેજમા હારમોનીયમ સાથેહાજર કર્યા.હરજીવન બાપોદરા કે કે એવુજ કંઇક નામ હતુ...આપણે નામે કથામા આગળચાલીશુ...

"ભાઇ ગીતનુ મુખડુ છે જરા ઢાળ બેસાડશો..હરુભાઇ..?"

આંખે ચાર નંબર જેવા કાળી દાંડીના ચશ્માંમાંથી હરૂજી ચંદ્રકાંતને જોઇ રહ્યા..."જામે જામે...ઢોલીનીહમણા જરુર નથી...સરેલા દદની પાસા ..દદદદરપપપણશી આંખખ....અંહ...ના દદરરપપણ શી વાહવાહ જામે જામે ચંદ્રકાંત .બાજુમાં ટેબલ પર તાલ ઠોકતા મનહરજી પણ ડોલ્યાયાર હરું કમાલ છેઅડધા કલાકમા ડો ગીરીશભાઇની હાજરીમાં મુખડુ સંભળાવ્યુ"દર્પણશી આંખ તમે ફેરવી લીધીનેમારો ચહેરો ઢોળાઇ ગયો ધૂળમા..."

"બહુ સરસ...કોરસમાં સરસ જામશે ...છોકરીઓ ગીતનો ઉપાડ લે પછી છોકરાવ જોડાય તો કેમહરુભાઇ?.."ડો ગીરીશભાઇ સામે હરુ બહુ વિનમ્રતાથી કહ્યુ "સાહેબ શબ્દોનો અર્થ જો સમજીએતો એક પ્રેમી તેની પ્રેમીકાની આંખમા આંખ રોજ નજર નાખતો હશે આજે પ્રેમિકાએ નજર ફેરવી લીધીનો ઘા સહન થવાથી પ્રેમી કહેછે મારો ચહેરો ઢોળાઇ ગયો ધૂળમા...એટલે પહેલા છોકરાઓ ગીતનોઉપાડ કરે અને છોકરીઓ તેને પહેલા આલાપલે પછી ગીત છોકરીઓ ઉપાડી લે...તો બરોબર જામેએમ હું માંનુ છું..."ગીરાશ સાહેબે હરુની પીઠ થાબડી ...વાહ હરુભાઇ તમારુ જ્ઞાન અને સંગીતનીસમજણને સલામ...હવે તમે તમારુ મ્યુઝીક ગૃપ બનાવી કંપોઝ કરજો તમને બધી છુટ...."

સાહેબના ગયા પછી ચંદ્રકાંત મનહર ભૈરવી શ્યામલી અહિંસા એમ કદાચ ચીમન અને બીજા સીંગર છોકરાઓ વાહ વાહ કરતા હરુ ઉપર તુટી પડ્યા..."જીઓ જીઓ..."

ચંદ્રકાંત બીજે દિવસે ફાટફાટ થતા રમેશજીને મળ્યા"બાપુ આપની પહેલી રચના અમે રેડીયો ઉપર રજુકરીને રમેશ પારેખના ઇતિહાસમા અમારુ નામ કોતરાવી દેશુ...પણ આખુ ગીતતો આપો..મારા પ્રભુ..."

……

રેડીયો વાળા આવીને રેકોર્ડીગ કરી ગયા... દિવસે અમરેલીના કોલેજના ઇતિહાસમા પહલુ યુવકજગતનુ પ્રસારણ થયુ ત્યારે કોમર્સનાંતો ઠીક આર્ટસના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ વાહ પોકારી ગયા.

આજે પચાસ વરસ જૂની બુક યાદ આવી સાથે રમેશની પાતળી લાંબી આગળીયોથી ફુટતાટહુકાઓ તેની અગોચરમાં જોતી આંખો કોઇની નજરાય જાય એટલે લીલા ચશ્મા પહેરતા ચંદ્રકાંતનાગુરુને એક ગુરુ દક્ષીણા રૂપે અંજલિ આપ્યાનો હરખ માતો નહોતો ..રમેશનાં ગીતને પહેલી વખતઆકાશવાણીમાં હજુ કર્યા એટલે હુંકાર તો આવે ને ? રમેશજીએ આકાશવાણીના યુવક મંડળકાર્યક્રમ ને સાંભળ્યો ,માણ્યો અને પહેલા પોતાને તાલી આપી ને બીજે દિવસે હરંખ ધરેલાં ચંદ્રકાંતનેતાલી આપી ને ભેટી પડ્યા ..”બહુ સરસ કંપોઝીંશન કર્યું છે .કોણે કર્યું ? આપણા હવેલીનામુખીયાજીનો દીકરો છે કદાચ હરું બાપોદરા .

ચંદુ મે પણ તાલઠોક બહુ વરસ કરી મ્યુઝીકલ ક્લબ બનાવી ઢોલક વગાડતો થયો છું પણ તારી ટીમેતો જમાવટ કરી .વાહ

માણસ નામે ચંદ્રકાંત કોઇ મોટો મીર નહોતો .પણ આવા યારોના વચ્ચે આળોટતો હતો.આવા આવા દિગ્જ્જોને પડખે ચડીને જીંદગી તરબતર કરતો હતો....પણ કાળ કોને મુકે છે????

ચંદ્રકાંતરેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!

શેયર કરો