રોલર કોસ્ટર જેવી જીંદગી ઉપર નીચે થયા કરી ...કેટલાયે કૈટુંબિક ઝખમોએ અંદરથી ચંદ્રકાંતનેલોહીઝાણ જેમ કર્યો તેમ તેની કલમ તની અભિવ્યક્તિ ઔર નીખરવા લાગી...રોજ એક આંખમાઆનંદ હોય ને બીજી આંસુબોળ...!!!
ત્રણ દિવસના યુથફેસ્ટીવલ માટે ભાવનગર પથિકાશ્રમ પહોંચ્યા ત્યારે વીસ જણની ટીમ હતી...અમારાજી એસ તરીકે ગજેરા હતા...પુરા છ ફુટનો કસાયલ દેહ અને દિલનો સાવ ભોળો અમારો જીગરી યારહતો એ.ભાવનગર ઝોનમા અમારુ નૃત્ય અને નાટક લઇ જવાનુ નક્કી થયુ હતુ .સાલ હતી ૧૯૬૭. સાંજેપથિકાશ્રમમા જમવા બેઠા ત્યારે મહારાજ હેબતાઇ ગયા...!
ચંદ્રકાંત અને મનહર ચાર પાંચ રોટલી શાક દાળ ભાતમા ઉભા થઇ ગયા પણ ...ગજેરા જ્યારે ત્રીસરોટલી પછી બોલ્યા "એક હારે બબ્બે ચચ્ચાર મુકોને મહારાજ...અમે પાછળ ઉભાઉંચા થઇ ગયાહતા.
પચાસે ગજેરા બોલ્યા..."લ્યો હવે હાંઉ કરો..ને દાળભાત આપો એટલે પતે"
(એ ગજેરાના લગ્નમા ચંદ્રકાંતે પટેલોના લગ્નને માણ્યા હતા તેની યાદતો આવી પણ ગજેરા અચાનકગુજરી ગયાની વાત આજે પણ પચાવી નથી શકતા....)
ક્યાં પાંચ ફુટ ચાર ઇંચના ચંદ્રકાંત ક્યા એ અમારો ભીમ....!!!બીજે દિવસે આદિવાસી નૃત્ય અમારીકોલેજ તરફથી રજુ કરવાનુ હતુ... એક તો અમારી કોલેજ બજરંગી જેવી એટલે કોઇ સંજોગોમા કોઇછોકરીના મા બાપ છોકરીઓને બહારગામ મોકલવા રાજી નહી.બીજુ અમારુ કોલેજનુ આ પ્રોગ્રામમાટેનુ બજેટ...એટલે જ આદીવાસી બનવા સિવાય ઉપાય નહોતો...સવારે મેકઅપમાટે ગજેરા મુઠાભરીને કોલસાના પાઉડર લઇ આવ્યા હતા...મોટી મોટી દોરીઓ ના બંડલ તૈયાર હતા....સફેદ ચીરોડીલાલ ગેરુ ના પડીકા તૈયાર થયા ...દસ લાકડીઓ ફાળીયા જેવા કપડાને બદલે સૌ ધરેથી કાળા કપડાલઇ આવ્યા હતા આંજણની ચાર ડબ્બી ...ચંદ્રકાંતે મનહરને યાદ કરાવ્યુ "આસોપાલવના ડાળખાકાપીને લાવ્યા?"
વળી ગોકળ અને વિઠલને બહાર દોડાવ્યા ...પણ તુરત પાછા આવ્યા...
"ડાળખા કાપવા કેમ? દાતરડા ભુલી ગયા છીએ ..."વિઠલ
"મરડીને લાવો એમા પાછા હું આવવાનુ હાલો હુંયે આવુ છુ..."ગજેરા...ગર્જયા...
બે છકડામા ખડકાઇને શામળદાસ કલેજના પટાંગણમા પહોંચ્યા ત્યારે મેદનીતો હકડેઠ્ઠઠ...બૈ ચારઅમારામાંના ચાર આદિવાસી પહેલી વખત હોંશમા ને હોંશમા "હા હા અમારે ય ભાગ લેવો છે કેમનહી?"કરતા આવેલા તેમને પસીનો છુટવા લાગ્યો....."ભારે કરી..એલા ક્યાંક ભગો નો કરતા "બાકીહતુ તે ગજેરાએ મશ્કરી કરી... નાગા નાગાનાચવાનુ સે તે આ ડાળખીઓ સુતળીથી પોતેથી બાંધવાનાંકહી દઉં સું પછી મને નો કહેતા કે જીએસે અમને નાગા કર્યા ..મોટેથી ગજેરા હસ્યા અને નાચનારીગભરાઈ ગયા ..એલા ડબલ ગાંઠ મારજો કોઇક બોલ્યું . અંદર જાંગીયા પહેરેલા રાખજો .બીજાએમજાક ઉડાવી.
અમારી કોલેજનો નંબર ચાર હતો એટલે પડદા પાછળ મેકઅપ રુમમા બધાને પુરવામા આવ્યા ત્યારેશામળદાસ કોલેજની ફુટડી જુવાન છોકરીઓ બની ઠનીને ઠેકા લેતા હતા અને કાઠી જેવા કળાયેલમોરલા જેવા છોકરાઓ પાઘડીને ઠીક કરતા ડાંડિયાના તાલે ઉંચી છલાવું હવામાં લગાવીને ગોળ ચક્રીલેતા હતા એ બધા આદિવાસીઓને જોઇને હસવા લાગ્યા..."હવે એ લોકો તો ચાર છોકરા ને ચારછોકરી એમ આઠ જણાવ ધમધમાટી બોલાવી દેશે ને આપણેતો સાવ નાગાપુગા લાગશુ તો?"અમારોએક જણ પાછળથી બોલ્યો...
"અલ્યા કોઇ ઓળખાવાના નથી પછી શરમ શેની?ચાલો જલ્દી અંદર.સહુ પોતાની થેલીમાં પહેરેલાકપડા મુકી કચ્છાભર થયા ત્યારેજોવાજેવો સીન હતો....એક બાજુ નનકુ ઝાલાવાડીયા જેવા પાંચ ફુટનવ ઇંચના તો સામે ગોકળ જેવા પાંચ પાંચ ને ચંદ્રકાંત જેવા પાંચ ચાર એટલે ગોઠવણ પણ એમ કરીહતી કે લાંબા બાજુમાં ટુંકો...
એલા ડાળખા ઓછા પડે છે …હવે ? એક કામ કરો આગળ એક ડાળખું ને પાછળ એકબાકીસાઇડમાં વધે ઇ પ્રમાણે હંબો હંબો હવે બરાબર થઇ રહ્યા ? ગજેરા એ હાંક મારી .
“હોવે હોવે બે આ ચાર ડાળખા વધ્યા ઉલ્લ્ટાના ભાઇ “
ના ,ના ,વધ્યા નથ .આમ જોવો નનકુ અને વિઠ્ઠલ સાવ ઉઘાડા લાગેલ તે એમને બેયને આગળ પાછળબે ઠપકારો ડાળખા ત્યારે માંડ હાંઉ થાશે .(લાંબા પાછળ ટુકો જાય મરે નહીને માંદો થાય એ યાદઆવ્યુ પણ મજાકનો સમય નહોતો...એમા ચાર જણનેતો હવા ભરવાની હતી એક બાજુ ભાવનગરનીશામળદાસના રાસનાં ધમકારા પબ્લીકની ચીચીયારી તાળીયોનાં ગડગડાટ પછી ચંદ્રકાંતની મંડળીનોજ નંબર હતો મનમાં જ ચાલતું હતુંને ક્યાંરાજા ભોજજેવી શામળદાસ કોલેજ અને ક્યાં આપણે ...હુંબાહુંબા....... બધા ભાગ લેનારાએજ જોશ પુરવા નારો લગાવ્યો”બજરંગ બલીકી જય “
હુંબા હુબા…ગજેરાએ હાથમાં મંજીરા લીધા અનેસંગીતકાર કમ ઢોલી જોષીએ ઢોલ ઉપર દાંડી દીધી… એ હાલો… હુંબા હુંબા …
ચંદ્રકાંત