કોને ભૂલુંને કોને સમરુ રે - 65 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 65

જગુભાઇએ સેવા કાર્યમાં શરુઆતકરીત્યારે મનમાં એકજ ધૂન હતી કે ગરીબ કે મધ્યમ વર્ગનાં લોકોનેસાવ સસ્તામાં મેડીકલ ટ્રીટમેન્ટ મળવી જોઇએ. દુકાને દુકાને ફરીને વેપારીઓ સુખી લોકોને સમજાવીનેદાન લેવાનું શરુ કર્યું .મનમાં એક ધુન હતી કે અમરેલીનાં જાણીતા ડોક્ટરોદસ થી પંદર રુપીયા લે છેઉપરથી દવા બહારથી લેવીપડે છે તેમને પાંચ રુપીયામાં દવાકેમન મળે?ધવન સાહેબે આવા ઉમદાકાર્યમાટે રાજકોટ રેડક્રોસ ડીવીઝન ઓફિસને મનાવી લીધી જગુભાઇનું કામ આસાન થઇ ગયું

રેડ ક્રોસ સોસાઇટીએ સહુ પ્રથમ ડો.ભાખુભાઇના સહકારથી પહેલુ સર્વોદય દવાખાનુ ખોલ્યુ ગલ્લીનુ નામ કદાચ સગરનો ઢોરો હતુ...પાંચ રુપીયામા ગરીબ તવંગર કોઇને પણ માદગીનુ નિદાનઅને દવા મળવા લાગી...તેમા પણ બહુ ગરીબને મફત સારવાર મળે ...ડો. ભીખુભાઇનુ અચુકનિદાન અને જશની રેખા ને લીધે બે વરસમા મંડોરા થીયેટર પાંસે બીજુ દવાખાનુ ખોલ્યુ ...જગુભાઇનોઅમરેલી ઉપર મોટો ઉપકાર હતો જેમા ડો.ધવનસાહેબના તન મન ધનથી પુરો સહકારમળેલો...આજે પણ માણેકપરામા જગુભાઇની મદદથી સંધવી ધર્મશાળામાં દવાખાનું મોજૂદછે.જગુભાઇ જ્યારે આર્થિક રીતે સાવ ખલાસ થઇ ગયા ત્યારે માનસિક રીતે પણ આઘાતોપચાવવાની આદત પડી ગઇ.શાક લેવા જાય ત્યારે શાક ખરીદીને પૈસા માટે સામે શંકિત કાછીયાનેપુછે કે ભાઇ કેટલા પૈસા થયા ત્યારે આશંકિત કાછીયાનાં હાવભાવ જોતા રહેતા જગુભાઇ પહેલા પૈસાઆપે પછીત થેલીમાં શાક નંખાવી ને પાછા કહે કે ભાઇ મે પૈસા આપી દીધા હોં .. આવા પૈસાબચાવીને બે રુપીયાનાં દાતણની સોટી લઇ નાના ટુકડા કરાવી હોસ્પીટલ જાય અને સાવ ગરીબીનેદાતણ આપતા આવે.એમણે ખાનદાની નિભાવી હતી.

——————————

અમરેલીમા નવા ડી એસ પી તરીકે મનમોહન સિંહની નીમણુક થતાંજ આખુ પોલીસદળ હાઇ એલર્ટઉપર આવી ગયુ.સવારમાં વાગે પહેલી વાર પહેલા દિવસે પોલીસ સ્ટેશન સરપ્રાઇઝ વિઝિટકરી...પાંચ ઉંધતા હવાલદારોને લાકડીના ગોદે ઉઠાડી અઠવાડીયા માટે સસ્પેન્ડ કર્યા...ત્યાંથી પોલીસપરેડ ગ્રાઉંડ ઉપર કસરતમાં જોઇન થયા .બે કલાક પછી ફરીથી હેડ ક્વાટર આવ્યા ત્યારે આખુપોલીસ સ્ટેશન સાફ ચોખ્ખુ ચણાક હતુ.આઇ પી એસ માથી ડાયરેક્ટ નિમણુક થયેલી એટલે કોઇનીશેહ નહી કોઇની લાગવગ નહી.બેકલાકમા આખા અમરેલી ગામના ઉતારો ,જુગારીઓ કાળાબજારીયા ગુંડા ચોર મળીને સાંઇઠ..જણા હાજર કરવામા આવ્યા "સબકો દસ ડંડે કા પ્રસાદ દેદો.અગર એક ભી ઇધરસે ઠીક ચલતે નિકલા તો વો હવાલદારકોભી દસ ડંડે મારના...સબકો છે મહીનેતક રોજ હાજરી દેની હૈ સમજે? સાંજે પોલીસ દળના ઘોડા ઉપર સવાર થઇ આખા ગામનો રાઉંડમાર્યો...પાછળ સાઇકલમાં ચાર ડંડાવાળા પોલીસ રાઉંડઅપમા નીકળ્યા.અમરેલીમા તો રામરાજ્યનામંડાણ થઇ ગયા.માંડ ત્રીસ વરસના સિંહ સાહેબ નો બેઠા ઘાટનો બંગલો કોલેજના પાછળના રસ્તાઉપર આવે એટલે સહેજે નજર જાય....પહેલે દિવસે ચંદ્રકાંતે કોલેજ જતા આવતા સામાન સાથે જર્મનશેફર્ડ ઉર્ફે પહેલી વાર આલ્સેશીયન ડાલમથ્થા કુતરાને જોયો...એનુ ભસવાનુ ચંદ્રકાંતને છક્કાછોડાવવા માટે પુરતુ હતુ...ચંદ્રકાંતના ઘરથી બે મીનીટનેરસ્તે કલેક્ટર ડીએસ પી અને સીટી સીવીએજજનાં બંગલા હતા. રસ્તો હતો સહુને આવવા જવાનો .

સાંજે સિંહ સાહેબ જમીને ફરવા નિકળ્યા ત્યારે સાથે કમલભાભી હતા...એકતો પંજાબી એટલેકસાયેલા મજબુત શરીર બન્ને ઉંચા પડછંદ ...એમનો ટાઇગર આલ્સશીયન કૂતરો આગળ ચાલતોહતો .નાનકડી સ્ટીક સહુને સાથે નિકળ્યા જોઇને ચંદ્રકાંતે રસ્તા ઉપર જઇને હલ્લો હાઇ કર્યુ...

"વા હારે વાતો કરવાની પહેલેથી આદત હજી છુટી નથી..." સિંહ સાહેબે પણ હાઇ કર્યુ ...ત્યાં મોટીબેનેકમલભાભીને નમસ્તે કર્યુ...પછીતો વાતોનો સીલસીલો ચાલુ થયો . રોજ સાંજે ફરતા ટહેલતા બન્નેસંઘવી કુટુંબનામિત્ર બની ગયા .કમલભાભીની ઉમ્મર મોટી બહેન જેવડી એટલે બન્ને બહેનપણીઓથઇ ગઇ અને સિંહ સાહેબની દોસ્તી જગુભાઇ સાથે અકબંધ રહી . તેમને અવારનવાર ગુજરાતીજમંણ ખવડાવીને ગુજરાતી વાનગીઓના રસિયા કરી દીધા .વરસો સુધી દોસ્તી અકબંધરહી...ગુજરાતના ડી આઇ જી પદેથી છેક નિવૃત થયા તેમનો સુપુત્ર પણ બહુ ઉંચા હોદ્દા ઉપર પુલીસડીપાર્ટમેન્ટમા આઇ જી પદે પહોંચ્યા છે . હાલ તેઓ અમદાવાદમાં છે . દિકરાના જન્મ વખતનીકમલાભાભીની એકલતા અને ડર વખતે જયાબેન મોટીબેન એમ આખુ લેડીઝ મંડળ ખડે પગે રહેલુ...એમને પ્રેગનન્સી વખતે અવાર નવાર જાતભાતની ગુજરાતી વાનગીઓ ખવડાવી હતી ...ડીલીવરીપછીની કાળજી પણ સંધવી કુટુંબે લીધી હતી ...

ઘવન સાહેબનો નાતો તો અમરેલીથી અમદાવાદ પછી નિવૃતિ પછી માંઉટઆબુમા સ્થાઇ થયા ત્યારેપણ નાતો ટકી રહેલો...

જગુભાઇ કુટુંબનો સ્વભાવ એવો હતો કે "યે દોસ્તી હમ નહી તોડેગે...તોડેગે દમ મગર સાથનછોડેગેં..."

……….

તો પછી ચંદ્રકાંતનુ કોલેજનુ શું થયુ???? કોલેજ કથા શરુ કરતા પહેલા ચંદ્રકાંતને મોણ નાખીનેમલાવીને વાત કરવાની ટેવને લીધે મિત્રો દાસ્તનગીર કહે છે .....આમેય ટોળાનો માણસ નથી પણસહુ મિત્રોનો મિત્ર રહ્યો...આખી જીંદગી કોઇની દુશ્મની ના કરી ..."કોઇ અમને નડ્યા તો ઉભા રહીગયા...પણ ઉભા રહી અમે કોઇને ના નડ્યા..."

ચંદ્રકાંતની રસીલી કથા આપણી રાહ જોઇ રહી છે


ચંદ્રકાંત

રેટ કરો અને રિવ્યુ આપો

Priti

Priti 1 વર્ષ પહેલા

શેયર કરો