કોને ભૂલુંને કોને સમરુ રે - 66 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 66

આજે કોમર્સ કોલેજનો પહેલો દિવસ છે...અમે ફસ્ટ ઇયરના સ્ટુડંટો લગભગ પચાસ અને સેકન્ડઇયરના સત્યાવીસ સ્ટુડંન્ટ....પહેલા વરસે બે ક્લાસ ચાલુ થયા હતા.એટલે રીતે ચંદ્રકાંત પહેલાબેચના સ્ટુડંટ રહ્યા...અમારો ક્લાસ લેવા સૌ પ્રથમ પુરોહિત સાહેબ આવ્યા ...ઉછળતી જવાની એટલેથોડી થોડી વારે અંગુઠા ઉપર ભણાવતા ભણાવતા ઉંચા નીચા થયા કરે...થોડો ગભરાટ થોડોઉત્સાહની સેળભેળ થઇ ગઇ હતી....ત્યાર પછી એક પાંચ ફુટ ચાર ઇંચના ટાલીયા કાળી ફ્રેમનાચશ્માવાળા સાહેબ હાજર થયા..."હું મનોરંજન વૈષ્ણવ ...તમારો ઇંગ્લીશનો પ્રોફેસર....મને ખબર છે કેઇંગ્લીશ સાથે તમને સહુને બારમો ચંદ્ર છે એટલે .....એક મિનિટ...વૈષ્ણવ સાહેબ બારી નજીક ગયાઆગળ પાછળ જોઇ લીધુ...અને માવાની પીચકારી મારીદીધી...પીચકારીના ડાઘવાળા સફેદ રુમાલથીમોઢુ લુછી ...હમ તો હુ કહેતો હતો કે તમને સહુને હસતા રમતા ઇંગ્લીશ શીખવી દઇશ...રીસેસ પછી

પછી મોઢા કરતા મોટી સાઇઝના મેટલ ફ્રેમવાળા દેસાઇ સાહેબ સ્ટેસ્ટીક માટે પહેલુ લેકચર આપીગયા....

હવે છેલ્લુ લેકચર ઇકોનોમીક્સનુ હતુ .એક પાતળા ઉંચા શીળીના ચાઠાવાળા ચપટા નાક વાળાસાહેબે એન્ટ્રી કરી...ચારે બાજુ નજર કરી ...સ્ટેજ ઉપરના ટેબલ ખુરસીમાથી ટબલ ઉપર બેસીગયા...."અલ્યા છોકરાવ, તો સાવ બજરંગબલિ કલાસ છે? તમે સહુ બુંધીયાળ છો...એકેછોકરી તમારા ક્લાસમા નહી....?હદ કહેવાય..!ઓલા સત્યાવીસમા એક છોકરી ભલે માતાજી લાગેતો લાગે પણ એક છે તમે તો સહુ એમાંથીયે ગયા...આખો ક્લાસ હાસ્યના હિલ્લોળે ચડાવનારઅમારા સહુના લાડીલા ..સીતાપરા....પાછા પોતે કહે મારું નામ એમ એટલે મનજી ધનજીસીતાપરા....પટેલ ..."

એમના માટે દરેક વિદ્યાર્થી જાન દઇ દે એવો ધસમસતો અફાટ પ્રેમ એમણે સહુ વિદ્યાર્થીઓનેઆપ્યો...ઇકોનોમિક્સ જેવા શુષ્ક સબજેક્ટમા એક વિદ્યાર્થી બહાર જાય એક લેકચર બંક કરે...દરેક પ્રવૃતિમા સદાય પીઠ પાછળ હંમેશા ઉભા રહ્યા...ચંદ્રકાંત અને મનહર જ્યારે તેમને મળવાધરે જાય ત્યારે"આમ જુઓ મારી મોતી ...કેવી રુપાળી મધુબાલા છેને..?મોતીભાભી પણ રંગેશામળા પાતળા ઉંચા...ચા નાસ્તા વગર ઉભા થવાયએ નિયમ...એમને માટે અમે સંતાનથીવિશેષ હતા........

...........

ડો.ગિરીશ ઠક્કર પ્રિન્સીપાલની કેબીનમાં પહેલે અઠવાડિયે મિટીંગ ચાલુ થઇ.

"જો ચંદ્રકાંત આપણુ પહેલુ વરસ છે એટલે આપણે લાયબ્રેરી આર્ટસ કોલેજ સાથે શેર કરવાનીછેએટલે તમને સહુને વાંચનનો અખુટ ભંડાર મળશે.સાહિત્ય સર્જન કરવા માટે બીજુ શું જોઇએ તમને મળશે બોલ ,"?

સર ,અમારે ભીંત પત્ર ચાલુ કરવુ છે....સહુ સાહિત્ય રસીક વિદ્યારથીઓને લખતા કરવાછે..."ચંદ્રકાંત

"જુઓ તમારા ગુજરાતીના પ્રોફેસર છે મનહર ચરાડવા...પોતે બહુ સાર સર્જક પણ છે વધારે જરુરપડે તો આર્ટ કોલેજમાથી રોય સાહેબને મળજો મનોવિજ્ઞાનની એમની કોલમ પણ લખે છે ત્રીજાડો.ભાનુભાઇ પંડ્યા છે ...અમરેલીતો સાહિત્યનીખાણ છે....ચાલુ કરો નોટીસબોર્ડ અઠવાડીયામાતૈયાર થઇ જશે...એકબાજુ મનહર બીજીબાજુ કાનજી દુધાત...ત્રીજા ભાનુપ્રકાશ(?) એમ ચંદ્રકાંતનીસાથે ટીમ તૈયાર થઇ ગઇ...કાર્ડ પેપર ઉપર દરેકની રચના સુંદર ડીઝાઇન ચિત્રો કરીને કે પી દુધાતેપહેલા ભીંત પત્ર "ગુંજન"ઉપર મુક્યા અને મનહર ચરાડવા સાહેબને પીળુ કાર્ડબોર્ડબતાવ્યુ..."બહુ સરસ તમારી તૈયારી અને મહેનત દાદ માગી લે છે .નોટીસબોર્ડતો આવી ગયુ છે.ક્યાંલગાડવુ છે અને ક્યારે ઉદ્ઘાટન કરવુ છે..? શનિવારે ચાલશે ?"ડો.ગીરીશભાઇ ચરાડવા સાહેબની હાજરીમા ગુલાબનો હાર લગાડી રીબિન ગીરીશભાઇએ કાપી પરદો હટાવ્યો ત્યારે એક માત્ર અડાલજાબેને "તમસોમાં જ્યોતિ્રગમય ગાયુ અને પરદો હટી ગયો .ત્યારે તાળીઓના ગગડાટથીસહુએ "ગુંજન"ને વધાવ્યુ . ભીંત પત્ર હતુ જ્યાં પહેલી રચના મુકનાર અરવિંદ ભટ્ટ ઉત્તમ સર્જક બન્યા...કેટલાયે નિબંધો મુકાયા ...વિનોદ સાયાણી ચોરાપામા તેલ પળીને ત્રાજવુ કરતાકલમનવેશ બન્યા...આજે તેની અચાનક વિદાય એક સારા વક્તા સારા રોટેરીયન કે લાયન તરીકેઅમરેલીમા દેનાબેકમા કામ કરતા કરતા નામ કમાયા હતા તેમને અશ્રુભીની અંજલિ...અમારા જોડીદારતો હતા વિનોદ પણ બહુ વિનોદી હતા...નાટકોમા પકડીને સ્ટેજ ઉપર પરાણે બે જણને ચડાવેલા એકવિનોદ બીજો કે પી સંધવી જે હવે ઇમીટેશન જ્વેલેરીનો બાદશાહ બની લંડનમા ઓફિસ કરીને બેઠો છેતેવુ સાભળી આજે છાતી ફાટ ફાટ થાય છે.....પાઠક સ્કુલ કાળથી ફક્ત ચારફુટ દસ ઇંચના પણઘેઘૂર ખરજ સ્વરનાં માલિક લખતા થયા અને બહુ નાની ઉમ્મરે ગુજરી ગયા .,તારાચંદ ખુબચંદાણીકોલેજની દોસ્તી જીંદગીભર ટકી રહ એવા તારાચંદભાઇ બહુ ઉત્સાહી હતા તેમને નામ અનેપ્રવૃત્તિમાં ગોઠવ્યા તો પરમ પ્રેમી ગોકળ રામાણી હંમેશા સાથે રહ્યા પણ હાય કિસ્મત પણભગવાનને દરબાર પહોંચી ગયા .વિઠ્ઠલ કાબરીયા જે વરસો પછી મળ્યા ને નયન ભીના થઇ ગયા..સુરતમાં હમણાં મળ્યા .એક બીજા વિદાય થયેલા દોસ્ત ગજેરા જે અમારી તમામ પ્રવૃત્તિ વખતેહનુમાનજી બની રહ્યા ,એમ દોસ્તો કારવાં બનતા ગયા...કોલેજ કથા બહુ રંગીન બનવાની છે એટલેકલમને છોલવા જાઉં છું


ચંદ્રકાંત