"માનવની ભુલો"
'સમજી જાઈ તો સાચો માણસ'
શું જીવ છે આ, જે ભુલ છે તે માનતો જ નથી. હું વાત કરી રહ્યો છું આપણી પોતાની, મનુષ્ય જીવની. મનુષ્ય બધાં કરતાં અલગ જીવ છે, તે ક્યારેક સાચો બની જાય છે તો ક્યારેક ખોટો બની જાય છે. કે વાસ્તવમા તે સાચો હોવોનો ઢોંગ કરતો હોય છે !
મનુષ્ય એક એવો જીવ છે કે જેને હમેશાં પોતાના કામ કાજમાં અને નાની નાની વાતોમાં ભુલો થતી રહે છે. પરંતુ તે તેનો નજર અંદાજ કરે છે. જો તે પોતે મનથી માને કે આ મારી ભુલ છે તો તે પોતાના આત્માથી પવિત્ર અને સાચો કહેવાય છે. પરતું મોટા ભાગનાં મનુષ્ય પોતાનાથી થઈ ગયેલ ભુલોને માનતાં જ નથી, તે પોતે અલગ અલગ બહાનાં બનાવીને તેનો સ્વીકાર નથી કરતાં. આ એક નાનકડું ખરાબ કર્મ છે જે તેની પાછળ જરુર આવે છે. ઘણાં લોકો તો એવાં હોય છે કે પોતાની ભુલને બીજા પર ઠોકવાની કોશિશ કરતાં હોય છે.
ઘણી વાર નાની ઉમરના મનુષ્ય અને જેની પાસે જીવનનો ઓછો અનુભવ છે તે મોટી ઉંમરના અને વધારે અનુભવવાળા મનુષ્ય સાથે કાર્ય કે કામ કરતાં હોય છે, ત્યારે જો તે નાની ઉંમરના માણસથી જો ભુલ થાય તો તે મોટી ઉમરનાં માણસને વાતો અને કામમા ફેરવવાનો પર્યતન કરે છે મતલબ એમ કે ભુલનો સ્વીકાર નથી કરી શકતાં. તે માણસ મનમા એમ જ વિચારતો રહે છે કે હું તેને વાતોથી ફેરવી નાખીશ અને મારી ભુલને ઢાંકી દઈશ. પરંતુ સત્ય કદી છુપાયલુ કે ઢંકાયેલુ નથી રેહતું. તે તો હંમેશાં ખુલ્લુજ રહેલું હોય છે. આથી પોતાની ભુલનો સ્વીકાર કરવો તે જ અંતિમ સત્ય છે અને તે આવનાર ભવિષ્ય માટે આપણી મોટી શિખ છે. મોટા અનુભવવાળાં માણસ તેને પકડી જ લે છે, અને જો તેને માની લે તો તેને માફ પણ કરી દેતા હોય છે.
આવી જ એક વાત છે એક રમેશભાઈની જે પોતે બીમાર પડે છે અને તાવ આવે છે. એટલે પોતાને જ્ઞાની સમજીને ક્લિનિકમાં ડૉક્ટર પાસે જતાં નથી. તેની સાથે પોતાની પત્ની અને નાના છોકરાઓ પણ રહેતાં હોય છે.
હવે તે પોતે જાતે દવા મેડીકલમાથી લઈ લે છે અને તેને સારુ થઈ જ જશે એવું મનમાં ગાઠ બાંધી રાખે છે. પરંતુ ક્યારેક ક્યારેક આપણને કયો રોગ છે તે સમજવામાં મોટા ભાગે થાપ ખવાઇ જતી હોય છે. ૨-૩ દિવસો જતાં રહ્યાં પણ તેની તબીયત સારી થઈ નહી. રમેશભાઈની પત્ની તેમને કહે છે કે હજી તમને સારુ નહિ થયું અને તમે કલીનીકમાથી ડોક્ટર પાસેથી દવા લેતાં આવો. પણ પોતાની થેયલી ભુલને છુપાવવા તેની પત્નીને ના કહી દે છે અને કહે કે સારુ થઈ જશે. પરંતુ બીજા ૩-૪ દિવસ થઈ ગયાં અને સારુ ના થયુ. પણ હવે તાવ શરીરમા રમેશભાઈને આરામ ક્યાં કરવા દે, એવું સખતપણે તેને અનુભવાતું હતું. હવે તો તેને સહેવાતુ અને રહેવાતું જ ના હતું. છેલ્લે પોતે ડોક્ટર પાસે જ જાય છે અને દવા લે છે અને બીજા જ દિવેસે તબિયતમા ઘણો સુધારો આવી જાય છે.
મતલબ કે હવે રમેશભાઈને સમજાય ગયું કે કદી પોતે જાતે ડોક્ટર ના બનવું જોઈયે એને મારી આ મોટી ભુલ છે કે જે હુ ફક્ત મારાથી જ છુપાવતો રહ્યો.
"ભુલનો સ્વીકાર ના કરવાથી મનુષ્યને કર્મ દ્વારા સજા મળે છે"
ઉણપ છે માનવમાં, છે ઇર્ષા ઘણી
આગળ વધવા બીજાને પછાડે,
કામ કરવા બીજાને રમાડે,
ના સમજે તે આ, કર્મની માયાજાળ છે મોટી
આજે ખોટું, તો સાથે ખોટું
ભુલેલો છે માનવ, છુપાવે છે મનમાં
ના કરે સ્વીકાર કદી,
સત્ય એક સાચું, ના કદી છુપાઇ
કર સ્વીકાર, તો બને સજજન માનવ.
મનોજ નાવડીયા
Manoj Navadiya
E mail : navadiyamanoj62167@gmail.com