નીર્વાણ પામવું એટલે શું? મોક્ષ,
મોક્ષ આપનાર કોણ? પરમપિતા,
પરમપિતા કોણ? આદી દેવ મહાદેવ, શીવ પીતા,
શીવ પિતા , શીવ એટલે? મનને શાંતી આપનાર, શાંતી દાતા,
તે કયા રહે છે? શાંતી ધામ,
કયા આવ્યું છે શાંતી ધામ??
આ ધરતી થી ઉપર, તારાઓની દુનીયા થી ઉપર, પ્રકાસની દુનીયા માં
કોણ છે ત્યાં, એજ જેમને તમે અલ્લાહ ઈશ્વર કે ગોડ ફાધર ના નામથી ઓળખો છો, સ્પીરીટ ઓફ લાઈટ, નામ છે ઓમકાર પ્રભું
કોણ છે ઓમકાર પ્રુભું???
જે આદી અનાદી અનંતા છે,
જે અજન્મા છે,
જે નીરવાકારી છે, આકાર આપનાર છે,
સર્જનહારા છે, આત્માના પિતા છે,
શાંતી દાતા છે, સદાય પ્રેમ વરસાવનાર છે,
તો બ્રહમાજી શ્રી વિષ્ણુ, શંકર તેત્રીસ કરોડ દેવી દેવતાઓ કોણ છે?? એ એમની સંતાનો છે, જેમ આપણે પણ એમની સંતાનો છીએ,
અલગ અલગ ધર્મના લોકો જે માને તે?
બધા પોત પોતાની ધારણા અને જે જ્ઞાન મળે તે આધારે નામ આપ્યા,
જયા આષ્થા વિશ્વાસ બંધાણો તેમને ભગવાન માનવા લાગ્યા, પાલન પોષણ રક્ષણ આપનાર તરીકે માવતર માનવા લાગ્યા, ખોટું પણ નથી, તમારી આસ્થાએ તેમને તમારા દેવ ભગવાન બનાવ્યા, તમારી ભક્તિ અને શ્રદ્ધા ની શક્તિ થી એ તમારા માટે બળશાળી બન્યા, તમારી વારે આવવા લાગ્યા,
બાકી વિચારો🤔....આ બધાયનો રચીતા કોઈક તો હશે ને??? કોણ હશે???🤔
મન બુદ્ધિ આત્માથી ધ્યાન કેન્દ્રીત કરો ત્રીકુટી મધ્યે ,જ્ઞાન પિપાસા ખુલો અને સમજો વિચારો,
બ્રહ્માંડ કોને કહેવાય? સુર્ય મંડળ અને તારાઓનો ગ્રહોનો સમુહ, જેમાં પૃથ્વી અને અન્ય કેટલાય ગ્રહો છે, આવી એક ગેલેક્સી છે મિલ્કીવે, જેમાં આપણું ઘર પૃથ્વી છે જે પૃથ્વી પર આપણે રહીએ છીએ અને રાત પડે આપણને જે તારાઓ નક્ષત્રો દેખાય છે તે મંદાકીની તારામંડળ જયા આપણો સુરજ (તારો)આવેલ છે આવી હજારો ગેલેક્સી બનીને એક બ્રહ્માંડ બનેલ છે,
આવા કેટલાય બ્રહમાડ હશે🤔 આ આકાસ કે અવકાસમાં,આપણે તેને આકાસ ગંગા કહીએ છીએ, કારણકે તે દુધ જેવા સફેદ રંગની જેમ પ્રકાસીત છે,
અવકાસ કે આકાસ એટલે શું?
આકાસ એટલે શુન્ય અવકાસ ,જેનો કોઈજ છેડો કે અંત નથી,
સુર્ય મંડળ માં તો આપણી પૃથ્વી નું સ્થાન જાણી સકીએ છીએ, પણ મીલ્કીવે(મંદાકીની) ગેલેક્સી માં?? એક ટપકા જેટલી પૃથ્વી લાગે, અને પૃથ્વી માં આપણો દેશ, આપણું ગામ? આપણું ધર ? કેટલું નાનું લાગે???
તો હવે વિચારો, આ બધુંય બનાવનારો કોઈક તો છે ને? જેને પરમપિતા કે ઈશ્વર કહીશું?
આ બુક લખતા લખતા જ્ઞાન પિપાસા ખુલી
એકલા હાથે તાળી નથી પડતી,
બ્રહમાડ ના રહસ્યો તપાસ્યા શૃષ્ટી ચક્ર નો અભ્યાસ કર્યો અને વીચાર્યું આટલા મોટા બ્રહ્માંડોમાં જયા આપણી નજર તો માંડ એક કીલોમીટર ના અંતરેય કશું દેખી નથી શક્તી તો પરમ પીતાને કેવી રીતે જોઈ શકીશું?
આ પહેલાં તમને કયારેય ઈશ્વર સાંભરે છે ખરા? શું તમને એમને જોવાની એમને નીરખવાની, એમને મળવાની ઈચ્છા તમન્ના થાય છે ખરી? શું તમને એમની જુદાઈ વીરહ સતાવે છે ખરો?
જેમ તમારો પરીવાર કે પ્રીયજન જો દુર હોય તો એમની યાદ આવે છે, તેમ આપણા આત્માના રચીતા પરમ પિતા, સૌથી નજીકના સગા આપણા પરમ પિતા કોણ છે કયા છે કેવા છે જાણવાની કે એમને મળવાની ઈચ્છા કે તડપ નથી થતી?
જેને તમે તમારા સગા વ્હાલા માનો છો તે પરીવાર આપનાર, તેમજ રક્ષણ પાલન પોષણ માટે કુળદેવી કે કુળદેવતા આપનાર પણ પરમ પિતા છે,
જો ખરેખર પરમપીતા ને જાણવા તેમને મળવા ની તડપ જાગે તો આ પછીની બુક જે ટુક સમયમાં શીવ ઓમકારની દયા થી ખુલ્લી મુકીશ જેમાં બહું સરળ અને શીધો ઉપાય પરમ પીતાને પામવાનો બતાવેલ છે જે આજશુધીના કોઈ ગ્રંથોમાં આટલી સરળ ભાષામાં આટલી શરળ રીતે નહીં બતાવેલ હોય
કૃપ્યા હવે પછી ની બુક ની રાહ દેખો
જય ઓમકાર