અકડ માણસ મનોજ નાવડીયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અકડ માણસ

"અકડ માણસ"


'અકડતાં તૂટતાં વાર નથી લાગતી'



આ દુનીઆમાં મનુષ્ય જીવન તો જીવે છે પરંતુ તે સરળતાં અને સાદાઈથી નહી, અકડતાથી જીવન જીવે છે. કે હું આમ અને હું તેમ. મારાથી જ બધું થાય, બીજાથી કઈ ના થાય. હંમેશાં પોતાની સામે બીજાને નાનો અને પોતાને મોટો બતાડવાની કોશિશ કરતો રહ્યો છે.


"આ અકડતાં ત્યારે જ બહાર આવે છે જ્યારે કોઈ મનુષ્ય તેની સામે આવી જાય છે" આવું જ કેમ? કારણ કે તે બીજા સાથે પોતની જાતને સરખામણી કરવાં લાગે છે. પોતે નાનો છે એમ તે સહન નથી કરી શકતો.


આ પ્રકારની ખોટી અકડતાં મનુષ્યના મનમાં બેસી ગયેલ હોય છે. આથી તે બધાં સામે પોતે પણ કઈક છે એમ બતાડવાની કોશિશ કરતો હોય છે. ઘણી વાર આપણે એવાં લોકોને જોયા હશે કે તે લોકોની ચાલવામાજ અને સ્વભાવમાં જ અકડતાં અને અહમ્ દેખાઈ જતો હોય છે.


ભુલથી ભરેલો માનવી છું હું,

સમજણ નથી આ સારની મને,

ખોટા અહમ્ માં ફરુ છું હું,

હસતાં માણસથી ઈર્ષા છે મને,

સામે આવે તેને વટથી પાડુ છું હું,

કઈક બાકી છે મારામાં પણ,

તે વિવેક ને પણ ભુલેલો છું હું.


એક વાર એક ભાઈ જેમનું નામ હતું રમેશભાઈ, પોતાની ટુ વહીલર બાઇક રસ્તાં પર ચલાવીને જઈ રહ્યા હતાં. રમેશભાઈને મોઢા પર મોટી મોટી મુછો અને શરીર મજબુત બાધાં વાળુ હતું. રમેશભાઈ આરામથી જ બાઇક ચલાવતાં હતાં, પરંતુ અચાનક બાજુમાં બીજી એક બાઇક વાળો ભાઈ નિકળયો. બસ હવે શું થાય તે ભાઈને જોઇને જ રમેશભાઈનાં મનમાં છુપાયેલો અહમ્થી અકડતાં બહાર આવે છે. હવે પોતે તેનાં કરતાં પણ ચડીયાતા છે તેમ દેખાડવું તો પડે. તેને સામા વાળા ભાઈ સાથે ના કોઈ મિત્રતા કે ના કોઈ સંબંધ પણ મનુષ્ય મન જોવો કે તે બીજા સામે કઈક (હું પણું) બતાડવાં જાય છે.


આવી પરીસ્થિતિમાં જે મનુષ્ય પોતાના મનને કાબુમાં કરી લે અને તે ખોટું છેે તેમ જાણી લે તે જ મનુષ્ય વિવેકશીલ અને સમજદાર કહેવાય. પરંતુ બધાં મનુષ્યમા આવો ગુણ હોતો નથી.


આથી રમેશભાઈએ એક હાથ બાઇકનાં હેન્ડલ પર અને એક હાથ પોતાની મોટી મુછો પર તાવ દીધો. હવે તે બાઇક જોરથી ચલાવવાં લાગ્યા. થોડા સમય તો ગાડી મસ્ત મજાની ચાલી અને રમેશભાઈને તો આનંદ આવી ગયો. પરંતુ રસ્તામાં એક પથ્થર આવ્યો અને ગાડી અસંતુલન થઈને રમેશભાઈ પડયાં. રમેશભાઈનો પગમાં ઈજા થઈ. આથી આ પ્રકારનું મુર્ખામી ભર્યું કામ કરવું એટલે એક અકડતાં, તેનાથી આપણને જ ખરાબ ફળ મળે છે.


એટલે જ "જે મનુષ્ય પોતાની અકડ બતાવવા જાય છે તે તેનાં માટે કદી લાભદાયક હોતું નથી"


મુછો પર તાવ દેવો તે અકડતાં અને મુછોનું શુશોભિત રાખવી તે એક શૈલી (style) છે.


"અહમ આવે તો અકડતાં આવે છે અને જે તેના માટે હાની પહોંચાડે છે"


હું અહમ્ ને માનું, જો તે આ કરી બતાવે તો…


હું અને અહમ્


પાણી પર લખી દે તો માનું,

આગ પર ચાલી દે તો માનું,

આકાશને ચીરી દે તો માનું,

મનને કાબુમાં કરી દે તો માનું...


" Be a Ductile material, Not a Brittle material "


Ductile material which can be stretched in any form without broken and Brittle material which can be break if it will be stretched in any form.


" નરમ વસ્તુઓ જેવાં બનો, બરડ વસ્તુઓ જેવાં નહીં "


ડકટાઈલ (નરમ) વસ્તુઓને ખેંચવાથી તે તૂટયા વગર લાબી થાય છે અને બરીટેલ (બરડ) વસ્તુઓને ખેંચવામાં આવે તે તે તૂટી જાય છે




મનોજ નાવડીયા

Manoj Navadiya

E mail: navadiyamanoj62167@gmail.com