આદર ભાવ મનોજ નાવડીયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આદર ભાવ

"આદર ભાવ"


'મનમાં રહેનાર અંધકારને દુર કરનારો પ્રકાશ'


આપણે બધાંએ ઘણી વાર જોયું હશે છે કે, આજનાં સમયમાં એક મનુષ્ય બીજા મનુષ્યને કદી આદર સત્કાર આપતો નથી. નાના સાથે તો ઠીક આજે તે પોતાનાથી મોટા અને વડીલોને પણ આદર કે સત્કાર નથી આપતો. જ્યાં જોવો ત્યાં એક મનુષ્ય બીજા મનુષ્યને નાનો બતાડતો રહે છે. દરેક મનુષ્યમાં 'હુંપણુ' રહેલું હોય છે. પરંતુ શકય બને એટલું તેને દુર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજાને આદર આપવો એ એક સંસ્કાર છે, જે આજની પેઢીમા બહું મોટી ઉણપ જોવા મળે છે.


સૌરાષ્ટ્રના એક નાનાં ગામમાં એક પિતાજી જેનું નામ સુખજીભાઈ, માં દેવુંમાં અને તેમનો એકનો એક યુવાન દિકરો પરેશ સાથે રહેતાં હતાં. પિતા સુખજીભાઈ ખેતીવાડીનું કામ કરતાં હતાં અને માં દેવુંમા ઘરનાં કામ સાથે સાથે ખેતીનાં કામમાં તેનાં પતિને મદદ કરતાં રહેતાં. બધાનું જીવન બહું સારું વીતી રહ્યું હતું. દીકરો પરેશ હવે મોટો થઈ રહ્યો હતો, સાથે સાથે શાળાનો અભ્યાસ પૂર્ણ થઈ ગયેલો હતો. આથી સુખજીભાઈએ પોતાના દિકરા પરેશને આગળનાં ઉચ્ચ અભ્યાસ માટે શહેરમાં મોકલ્યો. સુખજીભાઈ અને દેવું માંને તેને ગામ બહાર મોકલવાની જરાય ઈચ્છા ના હતી પણ તેમણે વિચાર્યુ કે દિકરો થોડાં વર્ષો સુધી જ સાથે નહી રહેને ! ત્યાં સુધી દિકરો પોતાનું કારકિર્દી બનાવી લેશે, તે પછી પાછાં ગામે આવીને આપણી સાથે જ રહેશે.


હવે ૫ વર્ષ પૂરાં થઈ ગયાં. દીકરો પરેશ ભણીને એક ઓફીસર બન્યો અને એક સારી કંપનીમાં પણ નૌકરી મળી ગઈ. પણ દિકરો તેની સાથે ભણતી એક સુંદર છોકરી વંદનાનાં પ્રેમમાં પડયો. વંદના પહેલાથી શહેરમાં રહેલી હતી એટલે સંસ્કારોની ઉણપ રહેલી, ના બોલવાનું પણ બોલી દેતી. તેણે બંનેએ ત્યાંજ શહેરમાં લગ્ન પણ કરી લીધાં. તેનાં ઘરે નાનાં છોકરાનો પણ જન્મ થયો.


આ બાજુ ગામમાં પિતા સુખજીભાઈ અને દેવુંમાં એકલાં જીવન જીવી રહ્યા હતાં. દિકરો પરેશ અને વહુ વંદના પણ પોતાનું જીવન શહેરમાં જીવી રહ્યા હતાં. ઉમર થઈ જવાને લીધે પિતાજી અને માં થી કોઈ કામ ના થઈ શકતું. એટલે એકવાર પિતાજી દિકરાને ફોન કોલ કરે છે અને વાત કહે છે કે તું ગામે રહેવા આવી જા. દિકરો પરેશ કહે છે કે મને થોડો સમય આપો હું વંદનાને પુછીને કહીશ.


પરંતુ દિકરાની પત્ની વંદનાને ગામમાં રહેવામાં જરાય રસ ના હતો અને દિકરા મારફતે કહેડાવી દીધું કે અમે ત્યાં નહી આવીએ. પરંતુ દિકરાએ એક કામ કર્યુ કે તેણે પોતાનાં પિતાજી અને માં ને પોતાની પાસે શહેરમાં બોલાવ્યા. હવે ઉંમરના લીધે સુખજીભાઈ અને દેવું માં પણ શું કરે પોતે બંને પોતાનાં ગામમાં રહેવાનાં સપનાને છોડીને દિકરા પરેશ પાસે જતાં રહ્યાં. આમ માતા પિતા પોતાનાં સંતાનો માટે ઘણા સપનાઓને છોડી દેતાં હોય છે.


થોડો સમય થતાં જ વહુું વંદના માં અને પિતાજી સાથે બરાબર વ્યવહાર ના કરતી, નાની નાની વાતમાં તે ઝગડયા કરતી. ખોટાં વેણ બોલ્યા કરતી. માં અને પિતાજીને કોઈ આદર સત્કાર ના આપતી. પિતાજી અને માં પણ નાના છોકરાઓ છે એમ જાણીને મનમાં કોઈ દ્રેશભાવ ના રાખતા..


"આજનાં બાળકોને જો સારાં સંસ્કાર ના આપવામાં આવે તો આવી પરિસ્થિતિ નું નિર્માણ જરુંર થાય છે"


પણ સમય કયાં સ્થિર રહે છે તે આગળ વધવાનો છે અને વધતો રહશે. હવે દીપાવલીનો સમય આવી ગયો. દીપાવલીનાં દિવસે રાત્રે સુખજીભાઈનો નાનો પૌત્ર ફટાકડા ફોડી રહ્યો હતો. આખું કુટુંબ પિતાજી, માં, દિકરો અને વહુ સાથે જ હતાં અને દિપાવલીનો આનંદમા હતાં. નાનો પૌત્ર એક દાડમ (ફટાકડા) સળગાવી રહ્યો હતો. અચાનક તે સળગતાં સળગતાં આડું પડે છે. પિતાજી સુખજીભાઈની નજર જતાં જ તે એક ક્ષણની પણ રાહ જોયાં વગર સળગતાં દાડમ અને પોતાનાં પૌત્રની વચ્ચે ઉભા રહી જાય છે. દાડમની ગરમ જવાળાઓથી પિતાજીનું શરીર દાજી જાય છે પણ પૌત્રને બચાવી લે છે. આ દુ:ખદ દ્રશ્ય દિકરાની વહું વંદના જોતી રહે છે અને તે પોતાના દિકરાની દુર હતી એટલે તે કઈ ના કરી શકી. તેને મનમાં ઘણું દુઃખ થાય છે અને પોતાની ભુલ પણ સમજાય છે, કે મે અત્યાર સુધી આપણાં પિતાજી અને માં ને કદી આદર ભાવ આપ્યો જ નહી અને આજે તેમણે મારાં નાના દિકરાને બચાવ્યો છે.


વહું વંદના દીપાવલીનાં દિવસે પોતાની ભુલ સમજી જાય છે. પોતાનાથી થયેલ અને મનમાં રહેલાં અંધકાર ભરેલી ભુલની માફી માંગે છે. પિતાજી સુખજીભાઈ અને માં દેવુંમાં તેમને માફી આપે છે. હવે વહું પોતાના માં અને પિતાજીને આદર સંસ્કાર આપતી રહેશે એવી મનોમન ભગવાને પ્રાર્થના કરે છે.


"જ્યારે એક મનુષ્ય બીજા મનુષ્યને પોતાનોજ ગણી લે તો તેનામાં 'હુંપણા' નો ભાવ જન્મતો જ નથી"


આથી આવી બનેલી એક નાની ઘટના, એક દિવાનાં પ્રકાશની જેમ પોતાનામાં મનમાં રહેલાં અંધકારને દૂર કરે છે. સાચી દિપાવલી એટલે પોતાનામા રહેલાં દુર્ગુણોનો નાશ કરવો.


પૌરાણિક સમયમાં ૧૪ વર્ષનાં વનવાસ પુરો કર્યા પછી ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, સીતા માતા અને બધા વાનર મિત્રો શ્રી લંકા નગરીથી પોતાના ઘર અયોધ્યામા આવે છે. તે આવવાનાં ઉત્સાહ અને તેની ઉજવણી કરવાં માટે અયોધ્યા નગરજનોના લોકો દિવાઓ વડે પધરામણી કરે છે. દિવાઓના જગમગાટ અને પ્રકાશને લીધે આ પર્વ ને દીપાવલી પર્વ તરીકે ઉજવવમા આવે છે.


શાં માટે દિવાઓ વડે આવો ત્હેવાર ઉજવાય છે. કારણ કે અંધારાને પ્રકાશ વડે જ જીતી શકાય છે. તે જે રીતે આપણાં પાછલા વર્ષમાં જે ભુલો થાય તે દિવાઓના પ્રકાશની જેમ, મનમાં સારા ભાવો અને ગુણોને પ્રગટવીને દિપાવલીને ઉજવણી કરીએ. નવાં વર્ષમાં બીજી વાર આપણાથી ભુલ ના થાય તેનુ ધ્યાન રાખીએ.


આપણાં ઘરમાં જ પ્રભુ રહેલાં હોય છે અને આપણે તેને મંદિરમાં શોધીએ છીએ.


હે પ્રભુ..


કણ કણમાં રહેનારાં તમે છો,

હું શોધું તમને મંદિરમાં..

પળે પળે સામે મળનારા તમે છો,

હું શોધું તમને મંદિરમાં..

ક્ષણ ક્ષણમાં સમાયેલાં તમે છો,

હું શોધું તમને મંદિરમાં..

સત્ય સુખમાં છુપાયેલાં તમે છો,

હું શોધું તમને મંદિરમાં..

દીન દુઃખીનાં મનમાં બિરાજેલા તમે છો,

હું શોધું તમને મંદિરમાં..

સમગ્ર વિશ્વનાં રચિયતા તમે છો,

હું શોધું તમને મંદિરમાં..

માફ કરનારાં અમને એક જ તમે છો,

હું શોધું તમને મારા હૃદયમાં...


"જ્યાં પ્રેમ છે ત્યાં વહેમ નથી"


મનોજ નાવડીયા

Manoj Navadiya

E mail: navadiyamanoj62167@gmail.com