Horizon-Shikha books and stories free download online pdf in Gujarati

ક્ષિતિજ -શિખા

ક્ષિતિજ 20 વર્ષ પછી ઇન્ડિયા આવ્યો હતો. આજે એ ખુબ જ મોટો બિઝનેશમેન હતો. એ પણ અમેરિકામાં. ત્યાં પોતાના બાળકો ને સેટ કરી અને 30 વર્ષનો થાક ઉતારવા એ ઇન્ડિયા આવી ગયો હતો હંમેશા માટે. પૈસાદાર વ્યક્તિ માટે ઇન્ડિયા માં કરવા જેવા અનેક કામો હતા. પરંતુ એને હજુ સુધી વિચાર્યું ન હતું કે એને કયું કામ કરવું છે. આટલા બધા ઓપ્શન માંથી કોઈ એક ની પસંદગી કરતા પહેલા એ પોતાના નજીક ના રીસ્તેદારોને અને દોસ્તો ને મળવા માંગતો હતો. કેટલા રિશ્તેદાર /દોસ્તો ક્યાં હશે કેવા હશે, હશે કે નહિ એ પણ એને ખબર ન હતી. સૌરાષ્ટ્ર ના ગામડે જવાના બદલે એને અમદાવાદ આવી ને સૌ પ્રથમ એક સારી હોટલ માં રૂમ લઇ લીધો. અને સૌથી પહેલા કોને મળવું એ વિચારવા લાગ્યો. એને યાદ આવ્યું કે એનો એક ફ્રેન્ડ નીતિન જે પ્રોફેસર છે એ એના ફેશબુક ના લિસ્ટ મા છે અને ક્યારેક ખબર અંતર પણ પૂછી લે છે. પણ એ તો વડોદરા માં છે અને પોતે અમદાવાદ માં કેવી રીતે મેળ ખાશે? તો પણ એને મેસેજ તો કરવો જોઈએ. જો નીતિન મળવા તૈયાર થાય તો આગળ નું કામ શક્ય બને. એને તરત જ ફેસબુક એકાઉન્ટ ઓપન કર્યું અને નીતિન ને hi લખી મોકલ્યું અને એના જવાબ ની રાહ જોવા લાગ્યો. હજુ તો ક્ષિતિજ ને આવ્યે 2 કલાક જ થયાં હતા. અને સવાર ના અગિયાર જ વાગે છે. એને યાદ આવ્યું કે અમેરિકા ઇન્ફોર્મ કરવાનું રહી ગયું કે એ સારી રીતે અમદાવાદ પહોંચી ગયો છે. એને ઝડપ થી ફેમિલી ગ્રુપ માં મેસેજ મૂકી દીધું. રિસેપ્શન ઉપર જમવાનું ઓડર્ર આપી ફ્રેશ થવા ગયો. અડધી કલાક પછી જયારે એને ફોન જોયું તો નીતિન નો મિસકોલ હતો. એને તરત જ રીકોલ કર્યો. બન્ને એ એક બીજા ના ખબર અંતર પૂછ્યા પછી ક્ષિતિજ એ મળવાનું પૂછ્યું અને પોતે કેમ અમદાવાદ આવ્યો છે એ જણાવ્યું. નીતિને રવિવાર નો મળવાનું પ્રોમિસ આપ્યું. રવિવાર ને હજુ બે દિવસ ની વાર હતી. બે દિવસ પસાર થતા જ નીતિન અમદાવાદ આવી ગયો. કોલેજ માં બંનેનું બવ ફાવતું ન હતું પણ આજે જયારે મળ્યા તો એવુ લાગ્યુ કે એક સમય ના જીગરી દોસ્તો છે બંને. આમ તેમ કેટલીયે વાતો કરી. ક્ષિતિજ એ ફરી યાદ અપાવ્યું કે એ કયા કામ માટે આવ્યો છે. અને નીતિને એ કામ માટે પોતે પૂરો સહકાર આપશે એ વચન આપ્યું અને બંને હોટલ માં જમવા બેસ્યા. જમવાનું ઓડર્ર અપાયી ગયા પછી અચાનક જ નીતિને પૂછ્યું તને પેલી શિખા યાદ છે? એ કોને યાદ ના હોય. આખી કોલેજ માં એ જ તો હતી જે કોઈની સાથે સારી રીતે બોલતી પણ ન હતી. અને એના ફાધર તો બહુ મોટા જમીનદાર હતા ને. એ અમારા સૌરાષ્ટ્ર ના જ હતા. એટલે સારી રીતે ઓળખું. કેમ તને યાદ આવી એની, ક્ષિતિજે હસી ને પૂછ્યું. કઈ નહિ યાર તને ખબર છે ને મને એ સારી લાગતી હતી એટલે થોડા સમય સુધી એની ખબર લેતો રહ્યો. પરંતુ પછી મારાં લગ્ન થયી ગયા અને એના લગ્ન પણ થયી ગયા એટલે કોઈ ખબર ન રહી. બે ત્રણ વર્ષ પહેલા અચાનક એક લગ્ન માં એ મળી અને મને તો જોઈ ને ખુબ જ દુઃખ થયું એ ત્યાં રસોઈ પરોસવા માટે આવી હતી. ખુબ જ દુઃખ થયું પણ એ હતી જ એવી કુદરતે જે કર્યું એ સારુ જ કર્યું. ક્ષિતિજ નીતિન સામે જોઈ રહ્યો,, નીતિન ને ક્યાં ખબર હતી કે જેને એ માત્ર પસંદ કરતો હતો એ શિખા ને ક્ષિતિજએ એટલો પ્રેમ કર્યો કે એને ભૂલવા માટે ઠેક અમેરિકા પહોંચી ગયો હતો. અને આજે શિખા ના એ સમાચાર ભૂતકાળ માં બનેલી ઘટનાઓને ફરી એક વાર વર્તમાનમાં લાવી દીધી. એ એના અને શીખના ભૂતકાળ ને યાદ કરે એ પહેલા વેઇટર આવ્યો અને જમવાનું મૂકી ગયો. જમવા ના સમયે કોઈ કઈ બોલ્યું નહિ. બીજા દિવસે સોમવાર હતું અને નીતિન ની સવાર ની કોલેજ હતી એટલે બંને જુદા પડ્યા. પણ એ સમય દરમ્યાન વાતો વાતો માં ક્ષિતિજએ શિખા નો સરનામું લઇ લીધો હતો. બીજા દિવસે સવારે જ એ વડોદરા પહોંચ્યો અને શીખાના સરનામે પહોંચી ગયો. એક નાનકડી ઓરડી જેના તૂટેલા દરવાજા ને નોંક કર્યું તો અંદરથી ખાસતા ખાસ્તા એક સ્ત્રી બહાર આવી. ક્ષિતિજ એને જોઈ રહ્યો. શું આ એજ શિખા છે જે એક સમયે એટલી સુંદર હતી કે જેને જોવા છોકરાઓ લાઈન લગાવતા હતા.? એ કઈ વિચારે એ પહેલા શિખાએ પૂછ્યું કોનું કામ છે તમારે. નિંદ્રા માંથી જાગતો ક્ષિતિજ બોલ્યો મારે શિખા ને મળવું છે શું તું એ જ છે. એક અજાણ્યા વ્યક્તિ પોતાને તું કહે એ વાત શીખને ન ગમી પરંતુ એને હા માં માથું હલાવ્યું. એને વ્યક્ત સામે જોયું જેની આંખો માં થોડાક આંસુ હતા. હવે શિખા એ આવનાર વ્યક્તિ ને ધ્યાન થી જોયી અને ક્ષિતિજ ને ઓળખવામા એને વાર ના લાગી. થોડી વાર કોઈ કઈ બોલ્યું નહિ. પછી હિમ્મત કરીને ક્ષિતિજ એ વાત ની શરૂઆત કરી અને કહ્યું કે આ બધું કેમ કેવી રીતે થયું એ બધું મારે નથી જાણવું. જો તારી આગળ પાછળ કોઈ ના હોય તો તું મારી સાથે ચાલ. તને સાથે લઇ જઈ ને હું તારી ઉપર કોઈ ઉપકાર નથી કરતો. બસ એ દિવસે તારી વાત માનીને તને મારાથી અલગ કરી એનો ભૂલ નો સ્વીકાર કરું છું. જો એ વખતે તારી વાત ન માની હોત તો આજે તારી આવી હાલત ન હોત. તારી વાત માની એટલે તારી પરિસ્થિતિ નો જિમ્મેદાર હું જ છું. તું અત્યારે મારી સાથે ચાલે છે. પણ શિખાએ ભાર પૂર્વક ના પાડી દીધી. બે કલાક થી વધારે ચાલેલ દલીલો માં અંતે જીત શિખા ની થયી. આ વાત ના 10 દિવસ પછી ક્ષિતિજ અમેરિકા જવા એરપોર્ટ ઉપર હતો. પોતે ખોલેલા નવા વૃધ્ધા આશ્રમ ને શિખાને સોંપીને. જતા જતા એરપોર્ટ ઉપર ફરી એક વાર ક્ષિતિજ એ શિખા ને સાથે ચાલવા કહ્યું અને યાદ પણ અપાવ્યું કે આ બીજી વખત એ પોતાના થી દૂર કરે છે. પણ શિખા એ એની જીદ ના છોડી. હંમેશા માટે ઇન્ડિયા જવું છું એવુ મહિના પહેલા અમેરિકામાં બધાને કહીને આવેલ ક્ષિતિજ જયારે પ્લેનમાં બેસ્યો તો 30 વર્ષ પહેલાનો સમય યાદ આવી ગયો. અમેરિકા જઈ ને કોઈ પૂછે એ પહેલા બતાવી દીધું કે તમારા બધા વગર મને ફાવ્યું નહિ ત્યાં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED