......... મારા પાપા નાં પણ ગુરુ એવા પ્રો. રેવડીવાલા સાહેબ નો તા 30/10 નાં રોજ 75 મો જન્મ દિવસ છે.
એક વ્યક્તિ તરીકે ખુબ જ સારા એવા રેવડીવાલા સાહેબ નોર્થ ગુજરાત હેમચંદ્ર યુનિવર્સીટી માં ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટમાં ખુબ જ કડક પ્રોફેસર રહ્યા. એમની પર્સનાલિટી જ એવી કે જયારે એ રૂમમાં હોય ત્યાં ટાંકણી પડતા પણ સાંભળવા મળે. હસી મજાક તો દૂર રહ્યો પણ કોઈ એમની જગ્યાએ થી હાલી પણ નાં શકે. હંમેશા એન્ગ્રી યંગમેન જેવા.
એમના અને મારા પાપા વચ્ચે શિક્ષક વિધાર્થી પૂરતા જ સંબંધો ન રહેતા ફેમિલી સંબંધો બંધાયા. વાત ત્યારની છે જ્યારે 1970માં પાપાએ કોલેજ માં એડમિશન લીધું ત્યારે એ જ વર્ષે રેવડીવાલા સાહેબ પાટણની પી. કે કોટાવાલા આર્ટ્સ કોલેજ માં જોડાયા. અમારા ઘરની આર્થિક પરિસ્થિતિને કારણે પાપા પાર્ટ ટાઈમ જોબ કરતા હતા. અને એટલે જ રેવડીવાળા સાહેબ નો લેક્ચર હંમેશા છોડી દેતા. એક વખત એક્ઝામમાં પાપા ની નોટ સામે આવી અને પાપા નાં માર્ક્સ જોયા તો એમને કલાસમાં પૂછ્યું. પરંતુ મોટા ભાગે વિધાર્થીઓ ઓળખતા ન હતા.આ વાત જયારે ધ્યાન માં આવી ત્યારે રેવડીવાલા સાહેબે પાપા ને બોલાવ્યા અને ઠપકો આપ્યો. પરંતુ જયારે પાપા એ બધી વાત અને એમને સમજાવ્યા. બસ ત્યારથી પાપા અને રેવડીવાલા સાહેબ વચ્ચે દોસ્તી બંધાયી. અમે જ્યારથી સમજદાર થયા ત્યારથી એમને અંકલ કહી ને જ બોલતા થયા.
કોલેજમાં એમનો એટલો ડર કે વિધાર્થી એમનો લેક્ચર છોડવાનું વિચારી જ ન શકે. અને જયારે લોબીમાં કોઈ વિધાર્થી ઉભો હોય અને એને લાગે કે રેવડીવાલા સાહેબ આવે છે તો એને ત્યાંથી ભાગી જવું પડે. અને અમારે તો છુપાવવું જ પડતું.
હું જયારે કોલેજમાં આવી તે પહેલા મારા બે ભાઈ બહેન કોલેજ કરી ચુક્યા હતા. અને બંનેને અંગ્રેજી શીખવવા માં રેવડીવાલા અંકલે ખુબ જ મદદ કરી હતી. એક વડીલ સીખવવે એ રીતે એ ઇંગ્લિશ શીખવતા. કેટલીક વાર સમજ ન આવે તો એમના ઘરે જઈ ને અમે લોકો ઇંગ્લિશ શીખી આવતા. બંને ફેમિલી વચ્ચે ખુબ જ સારા પારિવારિક સંબંધો રહ્યા છે. એમની જેમ એમના છોકરાઓ પણ પ્રોફેસર જ બન્યા છે.
હું જયારે થર્ડ બી.એ માં આવી ત્યારે એમને શીખાવેલ ઇંગ્લિશ ને કારણે મારું ઇન્ટર્નલ માર્ક્સ 210/ માંથી 198 રહ્યા જે કદાચ આખી યુનિવર્સીટી માં પ્રથમ નમ્બરે હતા. એ મને ઈંગ્લીશ શીખવતા હતા તેથી ઈંગ્લીશ માં વધાre મહેનત કરવાની જરૂર ન પડી. એટલેજ અર્થશાસ્ત્રમાં વધારે મહેનત કરી શકી. અને મારી નાની સિસ્ટરતો M.A.ઇંગ્લિશ કરી સરકારી ટીચર બની એમાં પણ એમનો બહુજ મોટો યોગદાન છે. જે હું અને મારી ફેમિલી ક્યારેય ભૂલી નહિ શકીયે.
જયારે ઈદ આવતી ત્યારે સૌથી વધારે રાહ રેવડીવાલા સાહેબની જોતા. એ જે ઇદી આપતા એ એક વર્ષ સુધી અમે યાદ રાખતા. અમારા સારા ખરાબ સમયે હંમેશા અમારી સાથે ઉભા રહ્યા છે. કહેવાની વાત ગુસ્સામાં પણ કહી દેતા. એ હાજર હોય તો એમના વિધાર્થીઓ ની હિંમત જ ન હોય કે કંઈક બોલી શકે. આમ એક ખુબ જ સારા વ્યક્તિ અને કડક ટીચર તરીકે એ ઓળખવામાં આવતા હતા. એમની પાસે ભણેલા વિધાર્થીઓ તેમને કયારેય ભૂલી નહિ શકે. આજે એ જ્યાં પણ હશે ત્યાં પોતાના ઈંગ્લીશ વડે બીજા ને પ્રભાવિત કરતા હશે.
આજે 30/10 એ એમનો 75મો જન્મ દિવસ છે. ત્યારે હું અને મારી ફેમિલી નાં મેમ્બર્સ ઉપરવાલાથી પ્રાર્થના કરીએ છીએ કે એમને તંદુરસ્તી સાથે લાબું આયુષ્ય આપે
હૅપ્પી બર્થડે અંકલ.